SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ હશે, અને પ્રાત્સાહક વાત થતી હશે તે કાંઇ દિવસ શાંતિ નહિ સ્થપાય. ભગવાન સ્વામિનારાયણે એક એક વ્યક્તિનુ જીવન લડયું. એમણે પાંચસેા વિરકત સંતા તૈયાર કર્યાં ને સૌને ગામડે ગામડે ઘૂમતા કર્યાં. આવી વ્યકિતગત સુધારાથી સમાજ સુધર્યાં. આજે પણ એમના સહે સ્વામિનારાયણીય સ ંતા આદિવાસી જેવા વિસ્તારમાં આ કાય કરી રહ્યા છે. ધમ'પરિવતન કરતાં જીવન પરિવતન કરો. સમાજને મજબૂત બનાવવા વ્યક્તિએ જ સુધરવું' પડશે. આજે નિર્દોષ પશુઓની હિંસા થઇ રહી છે ત્યારે સૌએ સમજવું ઘટે કે ગમે તેમ તો ચે એ ઢાર છે. એના થકી આપણે ધણા લાભ મેળવ્યેા છે. હવે વૃદ્ધ થાય પછી કે ઇ તેના ત્યાગ કરવાના ? એને આપણે પાલવવાનું જ છે. આખા જીવન દરમ્યાન એને લાભ લઇ ધરડુ થતાં સાઇને વેચવુ એ માનવતા નથી. પ્રભુએ જે રીતે એને આવરદા આપી હોય તે રીતે સુખદુ:ખ વેઠીને પણ આપણા આંગણે જ તેના ટ્રેક પડે એ રીતે માવજત કરવી જ રહી. આજે ધરા પશુને ક્તલખાને મોકલવાનો વિચાર આવે છે. કાલે એવા પણ વિચાર આવશે કે મા-બાપ વૃદ્ધ થયાં છે તેને પણ કતલખાને માકલી દો. આવા દુષ્ટ વિચારે આવતાં વાર નહિ લાગે. કારણ કે આાજનું વાતાવરણુ જોતાં અધમતિના વિચાર। સાહજિક થઈ પડયા છે ! જેના થકી જન્મ થયેા, જેણે મેટા કર્યાં, જેનાથી જીવન લેલતું થયુ' તે માખાપને જ શુ વૃદ્ધાવસ્થામાં ન પાલવી શકા ? .એમની સેવા ન કરી શકે ? તમારી સેવા એમણે કેટલી બધી કરી છે! પેટે પાટા બાંધીને, સુખદુઃખ વેઠીને જેણે આપણને ઉછેર્યાં, ભણાવ્યા-ગણાવ્યા તે તેમની જ સેવા ન કરી શકીએ તે કેવી બુદ્ધિ 1 જેના લાભ આપણે જીવન પર્યંત લીધા છે તેમા પણ વિચાર કરવા. પછી એ ભલે ગમે તે પ્રાણી ઢાય, ભગવાને એને જે આયુષ્ય આપ્યુ' છે, તે આપણે ત્યાં જ પુરુ થાય એવુ ઈચ્છવુ જોઇએ. પશુ વધારાના છે. માટે નાખેા તલ"આને એવા વિચાર સુધ્ધાં આવવા ન જોઇએ. ગાયાથી તે તેના ખળાથી આપણે આજ સુધી કેટલા લાભ લેતા આવ્યા છીએ ! વાછરડાં, ગાય બળદ આખે ગાવશ માનવજીવનને કેટલા લાભદાયી નીવડયા છે ? એને તલખાનામાં આપીને માણુસ સુખી થવાની લાલસા રાખે છે. પણ એ સુખી નહિ થાય. જેના આજ સુધી લાભ લીધા હાય તેને નીરણપૂળા કરીને આયુષ્યપય`ત સાચવવામાં જ ખરી માનવતા છે. આપણાથી તેની સારવાર થાય તેટલી કરવી પછી આવરદા પૂરી થયે તે જવાનું જ. પણ એ કતલખાનામાં જાય ને ક્રમેાતે મરે તેના-નિર્દોષ જીવના–નિઃસાસા માનવજીવનને વેરાન કરી મૂકે છે. પશુને વેચી મળતા પૈસા એ પૈસા નથી, નયુ" પાપ છે. વ્યકિતની, સમાજની દેશની કે આખા વિશ્વની આકૃતામાં આવુ" ધાર પાપ કારણભૂત અને છે. આ પ્રકારના કમાઉ વિચાર { દેશ, સમાજ કે વ્યક્તિ માટે ખતરારૂપ છે. આજે આપણે સૌએ ગાવ’શહિના ભદ્દવિચારમાં ભળવાનું' છે. જેને ત્યાં જે ઢાર જેટલી વયનું છે તેને તે સાચવે. શા માટે ન સાચવે?' જેનાથી અનેક લાભ લીધા છે તેને સાચવવું' જ તા. ૧-૧૧-૮૨ પ્રબુદ્ધ જીવન જોઇએ એ માનવ માત્રની ફરજ છે. મા-બાપને પાલવવાં, કુટુંબને પોષવુ, ખાળીને સારા સૌંસ્કાર આપવા, પશુઓની માવજત કરવી એ આપણી ફરજો છે, હિંદુધમની શીખ છે. આપણે ત્યાં વિદેશી વિચારાનું આક્રમણ વધતું જાય છે. ત્યાં મોટા જીવલેણ ભાવિ યુધ્ધેાની સામગ્રી તૈયાર થઇ રહી છે. તેનુ કારણ એ લેકાનુ માનસ જ એવું હિં સાત્મક રહેતુ. આશ્રુ છે. ત્યાંના બાળમાનસમાં જ લડાયક સરકારને પોષક અદ્યતન વિચારાની વણુજાર વહે છે. પળમાં સવ'નાશ કરવાના વિચારોની પાછળ માંસાહાર એક પ્રબળ કારણ્ છે. હિંદુસ્તાનમાં રહેનાર આપણે સૌ સંસ્કૃતિરક્ષક હિંદુ છીએ. આપણા લોહીમાં, નસેનસમાં સત્ય, અહિંસા, યા તે બ્રહ્મય' નિરંતર વહેવાં જોઇએ. પરમાનદ કાપડિયા પારિતાષિક ૧૯૮૦-૮૧ ના વર્ષ માટેનું પારિતાષિક શ્રી વત્સલ વસાણીને તેમની કૃતિ ‘જાગીને જોઉ* તે’–માટે પુરસ્કૃત કરવામાં આવ્યું છે. તેઓ છેલ્લા સાતેક નષ'થી સ્વતંત્ર ચિકિત્સક તરીકે આયુવે'કિ–તબીબી સેવાઓમાં વ્યસ્ત છે. કટાર લેખક તરીકે પૂર્વે'-સ ંદેશ અને હાલ ‘ગુજરાત સમાચાર'ના વાચક વ ́માં નેધિપાત્ર લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અંતરના ઝરણાં,’' ‘જાગીને જોઉ તો' ઊંધાં અટપટા ભાગ ભાસે.' જેવી દાનિક પૃષ્ઠભૂ ધરાવતી કટારા લખ્યા પછી, હાલ, ગુજરાત સમાચારમાં ‘અંતર વરસે અનરાધાર નામની કટાર લખી રહ્યા છે. શ્રી પરમાનંદકું વરજી કાપડિયા પારિતાષિકસૂચિ વર્ષ લેખક ગ્રંથ ૧૯૭૪-૭૫ અમૃતલાલ યાજ્ઞિક આત્મગંગોત્રીના પુનિત જળ’ ઉમાશંકર જોશી ‘કેળવણીના કીમિયા' ૧૯૭૮ ૩૯ ડૉ. જયેન્દ્ર શાસ્ત્રી ‘શિક્ષણ દશ’ન ભિાષા કાશ' વત્સલ વસાણી ‘જાગીને જોઉ તે’ ૧૯૭૬-૭૬ ૧૯૮૦-૮૧ સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ સ્મૃતિ વિશેષાંક પ્રબુધ્ધ જીવન'ના તંત્રી અને સંધના પ્રમુખ ચીમનલાલ ચકુભાઇ શાહના શનિવાર, તા. ૨૦-૧૧-૧૯૮૨ના રોજ દેવિલય થયા. પ્રબુધ્ધ જીવન'ના તા. ૧૬-૧૨-૧૯૮૨ના અક સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહુ સ્મૃતિ વિશેષાંક તરીકે પ્રગટ થશે. એમની બહુમુખી પ્રતિભા, ધર્મ-અધ્યાત્મ, સમાજ અને રાષ્ટ્રીયસ્તરે એમના પ્રદાનને આવરી લેતાં લેખા આ વિશેષાંકમાં પ્રગટ કરવામાં આવશે. આ વિશેષાંકને લક્ષમાં રાખી પ્રબુધ્ધ જીવન ના તા. ૧૬-૧૨-૧૯૮૨ અને તા. ૧-૧-૧૯૮૩ના અંક્ા સચુત અંક તરીકે પ્રગઢ થશે, એટલે કે તા. ૧-૧-૧૯૮૩ના અંક પ્રગટ થરો હુ, રમણલાલ ચી. શાહઃ સંવત ત્રી. માલક : શ્રી મુંબઇ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શા, પ્રકાશન સ્થળ ઃ ૩૮૫, સરદાર વી. પી. રોડ મુંબઈ ૪૦૦ ૦૦૪ ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કાટ, મુંબઈ ૪૦૦ ૦૦૧, ૨, ૩ દ 10
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy