SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રબુદ્ધ જીવન - - તા. ૧-૧૨-૮૨ અને પરલક્ષી કવિતા તથા ઉમિકવિતા અને વીર કવિતા. કલા એ કલાસિકલ અને રોમેન્ટિક અંશેમાં આનંદશંકર માત્ર શૈલીભેદ જ જોતા નથી પણ તાત્વિક ભેદ જુએ છે. આનંદશંકરની વિચારણને નિષ્કર્ષ તારવતાં વકતાએ કહ્યું હતું કે આનંદશંકરને મતે સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ બન્નેની જેમાં સમતા હોય તે કાવ્ય ઉત્તમ. “લિરિક અને એપિક લિરિક વિશેની નણંદ, નવલરામ, નરસિંહરાવ તથા રમણભાઈ આદિની વિચારણુ તપાસ્યા પછી આનંદશંકરના વિચાર સાર તારવતાં કહ્યું હતું કે આનંદશંકર કાવ્યને માત્ર ઉમિનો નહિ પણ અખિલ આત્માને આવિષ્કાર લેખે છે અને મિને જ કાવ્યમાં સર્વ કાંઈ ગણુતા વિચારને સાંકડા સિદ્ધાન્ત ગણી ઉવેખે છે. કવિતાને આત્માની અમર કલા કહીને આનંદશંકર તેમાં બુદ્ધિ, જ્ઞાન, વિશાળજીવનનું દર્શન, વસ્તુ જગત ઊપરાંત આદર્શ કે ૫ર જગતનું દર્શન અવશ્યક ગણે છે ને આ સર્વ ત બિનગંત મોટા, સ્થાપત્યનાં વ્યાપ અને પરિમાણુ ધરાવતી રચનામાં સારી રીતે ઊતરવાં શક્ય તેથી ઊર્મિન કવિતાને મુકાબલે વીર કવિતા (એપિક પેટ્રી) અને નાટયકવિતાને ઊંચી કવિતા માને છે.. આનન્દશંકરે રમણભાઈના વૃત્તિમય ભાવાભાસની કરેલી વિચારણુ તપાસીને વકતાએ ઉભયના મિલનબિંદુને નિર્દેશ કરતાં કહ્યું હતું “એક યુકિત તરીકે, કૃત્રિમ રીતે પ્રકૃતિમાં માનવભાવારોપણ કરવાથી કાવ્યના સત્યને હાનિ થાય છે, થાય જ એ વિચારમાં બંને સંમત જણાય છે. આનંદશંકર માને છે કે વસ્તુજગતનું સત્ય તે જ અને તે જ માત્ર કવિજગતનું સત્ય નથી. કવિનું જગત આપણા વહાર જગતથી વિશાળ અને વધારે વ્યવસ્થા-સંવાદવાળું છે. વ્યક્તિમાં અને વિશ્વમાં તેનાં સર્વ સચરાચર પદાર્થોમાં એક જ ચતન્ય તત્વ વિલસતું હોઈ તેમની વચ્ચે સૂક્ષ્મ સંબંધ છે. આ સમ સંબંધ કવિએ સંવેદનશીલ અને કન્તદશી હેવાને કારણે વધારે અનુભવી શકે છે ને કાવ્યમાં તેને મૂર્ત કરી શકે છે. આનંદશંકરે નરસિંહરાવ, ખબરદાર, ગોવર્ધનરામ તથા મુનશી આદિની કૃતિઓની કરેલી વિવેચનાની આનંદશંકરીય વિલક્ષણતાઓ તપાસ્યા પછી છેલ્લે તારવ્યું હતું કે આનંદશંકરના સાહિત્યવિચારને આંગ્લ વિવેચક મેગ્યુઆર્નલ્ડના સાહિત્યવિચારમાંથી સમર્થન અને પુષ્ટિ સાંપડે છે. લિટરેચર એટ બોટમ ઈઝ ક્રિટિસિઝમ ઓફ લાઈફ' એ વિચારને તેઓ સંમતિ આપે છે. કવિને ધર્મગુરૂને સ્થાને ને કવિતાને ધમને સ્થાને સ્થાપવાના આનંદના વિચારમાં એમને શ્રદ્ધા છે.' વસંતધમનું વિધામધુ પાંચમા અને છેલ્લા વ્યાખ્યાનનો આરંભ વક્તાએ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના ગોવર્ધનરામ, મણિલાલ અને આનંદશંકરની વિચારણવિષયક તુલનાત્મક અને -આનંદશંકરની સમન્વય દષ્ટિને મહિમા કરતા વિધાનથી કર્યું હતું. ને તે પછી તેમણે કહ્યું હતું : “વસન્ત’ને આરંભ કરતાં પ્રથમ અંકમાં આનંદશંકર એને ઉદ્દેશ સ્પષ્ટ કરતાં લખે છે કે: સત્યરૂપ વિચાર (એબ્સોલ્યુટ થોટ) અને સત્યસ્વરૂપ સંસ્થાઓનું અવલોકન કરવું અને ધમને એમના મધ્યબિન્દુએ રાખ એ “વસન્તને મુખ્ય ઉદ્દેશ કરે છે.” આ સત્યસ્વરૂપ વિચાર અને સત્યસ્વરૂપ સંસ્થાઓ એટલે ગુજરાતમાં વિવિધ જીવનક્ષેત્રોમાં પ્રવર્તતી પ્રધકાલીન વિચારધારાઓ ને તેમને અભિવ્યકત કરતી વિવિધ સંસ્થાઓ. આચાર્યશ્રીએ પિતાના જયેષ્ઠ વિદ્યાબધુની ધર્મભાવના અને વેદાન્ત વિચારને પુરસ્કારવા પ્રવર્તાવવા “સુદર્શન’ અને ‘વસન્ત’ ચલાવ્યાં પણ ધમ, કેળવણી સુધારે, સાહિત્ય આદિમાં જ્યાં જ્યાં મણિલાલથી જુદા પડવાનું થયું ત્યાં એમણે પૂર્વસૂરિ પ્રત્યેના પૂરા આદર સાથે તેમ કહ્યું. પરિણામ આ સર્વ વિષયની વિચારણમાં પ્રગતિ સધાઈ. વિવાદને સ્થાને સમાધાન ને વિસંવાદને સ્થાને સમન્વયની સ્થાપના થઈ. રસદીપ્ત નિબંધકાર, આનંદશંકરનું થિસેફી પ્રત્યેનું આકર્ષણ, અને પછી તેને ત્યાગ, આનંદશંકરની ભકિત પ્રત્યેની પ્રીતિ; જ્ઞાન અને ભકિતને નખાં ગણીને, જ્ઞાનને ભકિત કરતાં ચઢિયાતું ગણવા છતાં બંનેના સમન્વયને પુરસ્કાર તથા જ્ઞાન, ભક્તિ અને કમને જીવનમાં સમન્વય સાધવાની તેમની વલણ વગેરે વિશે વિસ્તારથી કહ્યું હતું. એ વિષ્ણુપ્રસાદે આનન્દશંકરને “મધુદશી' સમન્વયકાર” તરીકે ઓળખાવવા છતાં આનન્દશંકરે સળંગ, કલમબદ્ધ સર્વગ્રાહી સર્જનાત્મક વિચારપ્રન્ય આપ્યું નથી તેને ગુજરાતની કમનસીબી ગણાવી છે. તેને નિર્દેશ કરીને વકતાએ શિક્ષણક્ષેત્રના એક મહાન વિચારક તરીકે આનંદશંકરને આદર કર્યો હતો. કેળવણીક્ષેત્રે પણ તેમની સમન્વયદૃષ્ટિ કેવી હતી તેને ખ્યાલ આપતાં વકતાએ અનિંદશંકરનું એક મહત્ત્વનું વિધાન અવતાયું હતું : તે આ પ્રમાણે છે. | ‘શિક્ષણ પોતે જ એક મૂલ્ય છે. જીવનમૂલ્ય છે. શિક્ષણ એટલે આત્મવિકાસ, આત્મવિરતાર, શિક્ષિત માણસ એટલે પૂરો માણસ, આખે માણસ, બ્રાહ્મણ-નિત્યવિકાસ સાધતો ઉદાર ને ઉમદા માણસ—આનંદશંકરને તેમના નિબંધ સંદર્ભે સર્જકતાના ગુણથી ચમત્કૃત ને રસ દીપ્ત એવા નિબંધકાર તરીકે બિરદાવ તેમની શૈલીના ઊંડીને અખેિવળગે એવા પ્રાસાદિકતાના ગુણનો ઉલ્લેખ કરીને વકતાએ વ્યાખ્યાનનું સમાપન કરતાં કહ્યું હતું: આનંદશંકર એટલે સ્વસ્થ, પ્રસન્ન, સુગ્રથિત ને પ્રાસાદિક નિબંધના સજક ને તેથી માત્ર વિવેચક-વિચારક તરીકે નહીં* પણ સર્જકની હેસિયતમાં પણ સમાન્ય સાહિત્યકાર. એમનાં લખાણના સર્જકતાના અંશાનું અનુસંધાને અનુસરણ રામનારાયણ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ને શ્રી ઉમાશંકર જોશી જેવા સારસ્વતોના નિબંધ સજનમાં જોવા મળે. * ખાસ અંક * સ્વ. પંડિત બેચરદાસજી અંગે ખાસ અંક ૧ લી ડિસેમ્બરે પ્રગટ કરવાનું વિચાર્યું હતું. પરંતુ અનિવાર્ય સંજોગને કારણે તે હવે પછી પ્રગટ કરવામાં આવશે. –સહતંત્રી, “પ્રબુદ્ધ જીવનમાં
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy