SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-૮૨ પ્રબુદ્ધ જીવન ૧૪ ૯ ખરું હશે પણ કવિના જગતની રચના આપણું એટલે કે બ્રહ્માના જગતને આધાર લઈને થાય છે ને જે જીવનને આપણી કવિતાની ઉદભવભૂમિ કહીએ છીએ તે જીવન આ બ્રહ્માની સૃષ્ટિમાં જ પ્રવર્તે છે એટલે ભાવનાસૃષ્ટિને સત્ય ગણીએ ત્યાં સુધી તે બરાબર છે પણ વસ્તુજગતને છેટું કહીએ ત્યારે કવિતાના સંદર્ભમાં તત્ત્વજ્ઞાનને કવિતા ઉપર લાદવાને રોષ થાય છે એવું હું માનું છું. તત્ત્વદર્શનમાં તે બ્રહ્મસત્ય જગત સત્યને સિદ્ધાંત પણ આવે છે. કવિતા: આત્માની કલા આનંદશંકર કવિતાને આત્માની કલા કહે છે તે તેના ભાવનારૂપ અને નિમિતિરૂપ બને પરત્વે એમ સમજાય છે. અન્યથા એમની કાવ્યવિચારણુમાં ઉત્તમ રચનાઓને ઉદાહરણ તરીકે ઉપયોગ ન હોય. આચાર્યશ્રી આત્માના ધર્મોમાં કવિતાના ધર્મો જુએ છે. આત્માના ધર્મો તે તન્ય વ્યાપન અને અનેકમાં એકતા. કવિતામાં ચૈતન્યને રસ્પદ હોય જે આપણી સમગ્ર સંવિતને સ્પર્શે ને તેને જાગ્રત કરે ને અત્યામાં તેની અપરોક્ષ અનુભૂતિ કરાવે. કવિપ્રતિભાથી પ્રાણિત વાણી જીવંત અને આત્મામાં ઊંડે સુધી પહોંચનારી હોય છે. એમાં રહેલું ચેતનતત્ત્વ અતિરબાહ્ય વિશ્વને વ્યાપી લે છે. આદશ કવિતાની વિભાવના કવિતા સ્વયં તને આવિષ્કાર છે તે ચેતન્યને ગતિ છે, લય છે, તેથી કવિતા પણુ ગતિશીલ અને લયાવિત હોય. આ ગતિ અને લય તે વ્યાપનના અંતર્ગત ગુણો છે. આનંદશંકર કવિતા વ્યાપનશીલ હેવી જોઈએ એમ કહે છે તેમાં આ ગુણના જ પ્રવર્તનને સ્વીકાર રહેલો સમજાય છે. આનંદશંકરને મન આદર્શ કવિતા તે છે જે આખા મનુષ્યને, મનુષ્યરૂપ સકલ સત્તાને સંતોષે-તૃત કરે એ કેવળ બુદ્ધિને કે લાગણીને અથવા બંનેને સાથે એટલું જ પર્યાપ્ત નથી, એણે મનુષ્યમાં રહેલા નીતિ અને ધાર્મિકતાના અંશને પણ પરિશેપષવા જોઈએ. બુદ્ધિ અને લાગણી તે કવિતામાં હોવાં જોઈએ. એ વગર તે કદાચ કાવ્યો પ્રાદુર્ભાવ જ અશકય પણ આદર્શ કવિતામાં એ ઉપરાંત કૃતિ અને ધાર્મિકતા પણ અપેક્ષિત છે. મોટા આયોજનપ્રયોજનવાળી કવિતાના સંબંધમાં કૃતિને અને ધાર્મિકતાને મુદ્દો વધારે પ્રસ્તુત અને મહત્ત્વને બને છે. આનંદશંકર આ બેની ચર્ચામાં મોટે ભાગે નાટક અને દીર્ઘ કાવ્યને ઉદાહરણ તરીકે ખપમાં લે છે એ વસ્તુસૂચક છે. કૃતિને જ્યાં તેઓ “મોરલના અર્થને બદલે ક્રિયા કે ગતિના અર્થમાં પ્રજે છે ત્યાં તો એમને માટે નાટક, મહાકાવ્ય કે દીર્ઘકાવ્યને સંદર્ભ જ અનિવાર્ય બની રહે છે. કાવ્યમાં આનંદશંકર જયારે કતિ' એટલે કે “નીતિ’ની જિકર કરે છે ત્યારે, વ્યવહારજગતમાં તેને જે અય કરવામાં આવે છે તે નહીં પણ મનુષ્ય માત્રના અંતરાત્મામાં સદ્ અધૂની શ્લીલ અશ્લીલની, સુન્દર અસુન્દરની, શુભ અશુભની જે સ્થિર અને નિત્ય ભાવનાઓ રહેલી છે તેને સૂમ વિવેક કરનારી સ્વાભાવિક વૃત્તિ, આવું માનીએ તે જ આન-દશંકરને ન્યાય થાય ને કવન્યાયતા એમના ખ્યાલને યુકિતક ગણાવી શકાય. કવિતાએ પ્રગટ રીતે નીતિને. બોધ આપવાને નથી એવું એમણે ભાર દઈને કહ્યું છે. જે ભાવના મનુષ્ય અંતરાત્માના વિકાસ અને ઉત્કર્ષ માટે ઈષ્ટ ને આવશ્યક ગણી છે તે ભાવનાઓને સાહિત્યમાં ઉત્કર્ષને વિજય થતો બતાવવો જોઈએ એવું એમનું મંતવ્ય છે પ્રકૃતિને જ્યાં ક્રિયા અર્થ કરે છે ત્યાં તેઓ કલાની અનવઘતાને “આર્ટિસ્ટિક પરફેકશનને આડકતરો ઉલ્લેખ કરતા લાગે છે. કાવ્યમાં ધાર્મિકતા કાવ્યમાં અપેક્ષિત ધાર્મિકતા સંબંધી આનંદશંકરની વિચારણુમાં એમની ધર્મપ્રીતિ અને સાહિત્યપ્રીતિ વચ્ચે સમન્વય, સંવાદ, સ્થાપવાનો પ્રયાસ સતત પ્રતીત થાય છે. ધાર્મિકતા શબ્દ અહીં “રિલીજીયસ કરતાં વધારે તે સ્પિરિટ્યુઅલના અર્થમાં પ્રયોજાયે સમજાય છે. કવિતા આત્માની કલા ને આત્મા ને પરમાત્માનું અદ્વૈત બંનેને અભેદ એટલે જેમ આત્મામાં તેમ કવિતામાં પણ એ પરમતત્વનો અણસાર મળ જોઈએ. પરમતત્ત્વનું દર્શન થવું જોઈએ. આદર્શ કવિતાએ આ વિશ્વને વ્યાપીને જે દશાંગુલ વધે છે તેની ઝાંખી કરાવવી જોઈએ. આનન્દશંકર આ વિચારનું વિસ્તારથી વિવરણ કરે છે ને કવિતાને નીતિ, ધર્મ, અધ્યાત્મ સાથે કશે સમ્બન્ધ નથી એવી અધૂરી માન્યતાનું ખંડન કરે છે. કવિતાને ગર્ભ જીવન હોય, કવિતા મૈતન્યનું રકુરણ હોય તે વિશ્વને સ્કૂલ-સૂક્ષ્મ ઈપણ પદાર્થ એનાથી અસ્કૃષ્ટ કેવી રીતે રહી શકે? કવિ કાન્તદશી છે એમ કહેવામાં પણ આનંદશંકરને કવિ અને કવિતાનો આ જ ધર્મ કે ગુણ અપેક્ષિત છે. તેઓ અસંદિગ્ધ વચનમાં કહે છે : “કવિતાના સામાન્ય સ્વરૂપમાં જે ધાર્મિકતાની અપેક્ષા છે તે વિશ્વની પાર રહેલા તત્વનું સૂચન માત્ર કલા અને કવિતા દ્વારા ચાતુરીથી દર્શન કરાવવામાં રહેલી છે. એકમાં અનેકતા’ કે ‘અનેકતામાં એકતા'ના કવિતા ધર્મની સમજૂતીમાં આનંદશંકર ભાવનારૂપ કવિતા કરતાં રચનારૂપ કાવ્ય ' ઉપર વધારે નજર રાખતા જણાય છે. કવિતાને વાવીરૂપ કહેવામાં આનંદશંકર તેની દિવ્યતા ઉપર ભાર મૂકે છે. કવિની વાણી પ્રતિભા પ્રેરિત વાણી છે. એને શબ્દ બ્રહ્મરૂપ છે. એ શબ્દબ્રહ્મમાં જાગ્રત થનાર કવિ ક્રાદશીંપારદશી કહેવાય છે. કાવ્યનું પ્રયોજન કાવ્યના પ્રયોજન અંગેની આનંદશંકરની વિચારણામાં મમ્મટાદિની કાવ્યમીમાંસાને બહોળો ઉપગ થયું છે એમ કહીને વકતાએ કહ્યું હતું કે આનંદશંકર ઉપદેશના મુદ્દાને માધુર્ય, સૌન્દર્ય અને આનદની અનુભૂતિમાં સમાવી લે છે તે આવી અનુભૂતિ જ કાવ્યનું પ્રયોજન ને સહાયને ધર્મ એમ સ્થાપે છે. વકતાએ પંડિતયુગની કાવ્યવિચારણને, અને તેમાં કોણે કાણે મહત્ત્વનું અર્પણ કર્યું છે તથા સાહિત્યમાં રંગરાગી અત્મલક્ષી વલણના પુરસ્કર્તાઓ અને બીજી બાજુ સેન્ડવલક્ષી પરલક્ષી દીર્ઘરચનાઓના પુરકર્તાઓ જેમાં આનંદશંકર, ઠાકર વગેરેને સમાવેશ થાય છે તેમની વિચાર-: ધારાને ખ્યાલ આપ્યા પછી કહ્યું હતું કે આનંદશંકરની વિવેચનવિચારણામાં મુખ્યત્વે ત્રણ મુદ્દાને સમાવેશ થાય છે. રોમેન્ટિક અને કલાસિકલ કલા, અંત્મલક્ષી ,
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy