SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૨-૮૨ ગાય અને બળદના માંસની મોટા પાયા ઉપર, ખાસ કરી આરબ દેશમાં નિકાસ થઈ રહી છે અને બળદની તલ ખૂબ વધી પડી છે. ૧૯૭૮-૭૯માં રૂા. ૮૮ લાખની નિકાસ થઈ હતી, તે ૧૯૭૯-૮૦માં શ. ૨૭૨ લાખની થઈ છે. ૧૯૮૦-૮૧માં તેથી પણ વધી છે. વિમાન માર્ગે ગોટી નિકાસ થઈ રહી છે. સ્થાનિક જરૂરિયાત પૂરતો વધુ થતો ત્યાં સુધી સહન કરી લેતા. પણ ગાય--બળદના મિસની નિકાસ કરી, વિદેશી હૂંડિયામણ કમાવાનું પાપ અસહ્ય છે. મુજબ જીવન વિનેબાજી પારો આ હકીકતો રજૂ થઈ ત્યારે તેમણે નિર્ણય કર્યો કે ગાય અને બળદને વધ સદંતર બંધ થાય એ જ માર્ગ છે.' નિરૂપયોગી બળદને નામે સારા બળદની લાખોની સંખ્યામાં કતલ થાય તે અટકાવવાનો આ એક જ માર્ગ છે. તેથી વિનોબાજીએ આદેશ આપ્યો કે દેવનાર કતલખાના ઉપર સત્યાગ્રહ કરી બળદની કતલ સંપૂર્ણ અટકાવવી. આ આદેશ અનુસાર ૧૨મી જાન્યુઆરીથી ‘શાન્તિ સેના' તરફથી દેવનાર ખાતે સત્યાગ્રહ શરૂ થયો છે. શરૂઆતમાં શ્રી અચ્યુત દેશપાંડેની આગેવાની નીચે ૧૮ ભાઈ મુંબઈ આવ્યા અને ૧૧મી તારીખે સત્યાગ્રહ શરૂ કર્યાં, જે ચાલુ છે. ઘાટકોપરમાં કેમ્પ કર્યો છે અને દરરોજ સત્યાગ્રહીઓ દેવનાર જઈ સત્યાગ્રહ કરે છે. મેં આજે (તા. ૨૪-૧-૧૯૮૨) ઘાટકોપર કેમ્પની અને દેવનાર ક્તલખાનાની મુલાકાત લીધી. હાલ ઘાટકોપર કેમ્પમાં ૫૦ ભાઈબહેનો છે. ગઈકાલે શાણાથી ૧૫ આદિવાસી ભાઈઓ આવ્યા. બીજ ટુકડીઓ આવી રહી છે. બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે શયોમાંથી ભાઈઓ આવ્યા છે. ગુજરાતમાંથી વેડછી આશ્રામમાંથી ૧૦૦વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. લગભગ બધાં રાજ્યોમાંથી સ્વયંસેવકોની ટુકડીઓ આવી રહી છે. આમાંના મોટા ભાગના સર્વોદય કાર્યકર્તાઓ છે. કેટલાક બહુ શિક્ષિત છે. એક ભાઈ એમ. એ. છે. બીજા કેમ્બ્રિજ યુનિવર્સિટીના પદાર્થવિજ્ઞાનના ડૉકટરેટ ધરાવે છે. અને ઉત્કલયુનિવરસિટીમાં તે વિભાગના વડા હતા. મોટા ભાગના ભાઈઓએ સ્વતંત્રતાની લડતમાં ભાગ લઈ, જેલ ગયા છે. સમપિત ભાવવાળા સુનંદા સેવકો છે. તેમનામાં કોઈ ખોટી ઉત્તેજના નથી. વિનોબાજી પ્રત્યે પૂરી ભકિત ધરાવે છે. વિનોબાજીના આદેશ તેમને શિરોમાન્ય છે. ૩૩મી ડિસેમ્બરે પાવનારમાં ગોસેવા સંમેલન હતું ત્યાં અચાનક વિનોબાજીએ આ નિર્ણય લીધા અને આ ભાઈઓને મુંબઈ જવા આદેશ આપ્યા અને તેએ મુંબઈ આવી ગયા, કોઈ આ માટે તૈયારી કરીને પણ આવ્યા ન હતા. તેમાંના કેટલાક વર્ષોથી ગા—સેવાનું કાર્ય કરી રહ્યા છે. ગઈ કાલ સુધી, દરરોજ પાંચ ભાઈ દેવનાર જતા. કતલ માટે બળદને કતલખાનાના કમ્પાઉન્ડમાં દાખલ કરવાના દરવાજે છે ત્યાં બેસે છે અને બળદોને અંદર જતા રોકે છે. સવારે ૧૨ વાગે જાય છે. અત્યાર સુધી દિવસના ભાગમાં અને રાત્રે ગમે ત્યારે બળદોને અંદર દાખલ કરવામાં આવતા. સત્યાગ્રહ શરૂ થયા પછી, રાત્રે ૧૨-૧ વાગ્યા પછી જ દાખલ કરે છે. આ ભાઈએ ત્યાં સુધી દરવાજે બેસી રહે છે. રાત્રે ૧૨-૧ વાગે તેમને પકડવામાં આવે છે અને પોલીસ ચોકી પર લઈ જાય છે અને સવા૨ે ૪-૫ વાગે છેઘડી મૂકે છે. આથી (તા. ૨૪) આ ભાઈઓએ બે ટુકડી મોકલવા નિર્ણય કર્યા છે. એક ટુકડી સવારે ૭ વાગે જાય અને બીજી બપારે એક વાગે, આજે સવારે ૭ વાગે પાંચ ભાઈઓની ટુક્ડી ગઈ તેમને ૯ વાગે પકડી લીધા. બીજી ટુકડી બપોરે ૧૨૫ વાગે આઠ ભાઈઓની ગઈ—હું તેમની સાથે ગયા. ૧૮૫ દેવનાર કતલખાનાની મારી આ પહેલી મુલાકાત હતી. ભાઈ તુલસીદાસ વિશ્રામ ખીમજી, જેમા આ સત્યાગ્રહી ભાઈઓની બધી વ્યવસ્થા સંભાળી રહ્યા છે, તે મારી સાથે હતા. દેવનાર કતલખાનું ૩૦૦ એક્ટની જમીનમાં પથરાયેલું છે. એક ભાગમાં બજાર-માર્કે ટ યાર્ડ છે. પશુઓને રાખવાનાં તેમાં ઘણાં છાપરાં છે. દરરોજ ૩૦૦થી ૪૦૦ બળદની, ૫૦-૬૦ ભેસાની અને ૮૦૦૦૮૫૦૦ ઘેટાબકરાની, કતલ થાય છે. તેના વેપારીઓ અને દલાલા હાય છે. પશુઓનું વેચાણ થયા પછી તેની ડૉક્ટરી તપાસ થાય છે અને સિટફિકેટ મળતાં કતલ માટે જાય છે. સમસ્ત એશિયામાં દેવનારનું કતલખાનું મોટામાં મોટું છે. મુંબઈ અને મહારાષ્ટ્ર રાજ્ય કદાચ ગૌરવ લઈ શકે ! આ ભાઈઓ જે દરવાજે બેસે છે ત્યાં ગંદકી અને દુર્ગંધ અસહ્ય છે. ચારે તરફ ઝૂંપડાંઓ છે. મોટે ભાગે મુસલમાનો છે. પણ દુર્ગંધનું એક બીજું કારણ છે. કતલખાનામાં પશુઓના મળમૂત્ર અને લેહીની નદીઓ વહે, તે બધું દરરોજ ધોવાય, તેનું પાણી એક ખુલ્લી ગટર મારફત વહે છે અને તે ગટર આ દરવાજા પાસેથી જાય છે. આ ભાઈઓએ મને કહ્યું હતું કે નરકનો અનુભવ થાય છે. એવા સ્થળે બાર કલાક બેસી રહે છે. રેંટિયા અથવા તકલી કાંતે છે, ગીતાઈનું પારાયણ કરે છે. પ્રાર્થના કરે છે. ઘાટકોપર કેમ્પમાંથી નીકળતા પ્રાર્થના કરી વિદાય લે છે. આજની પ્રાર્થનામાં હું હાજર હતો. સેંકડો ભાઈ-બહેન દેશના બધા ભાગમાંથી આવવાના છે. અત્યારે સર્વોદય હોસ્પિટલમાં ભાઈ શ્રી કાન્તિલાલભાઈએ ૨૦૦ માણસને રહેવાની અને જમવાની સગવડ કરી આપી છે. વિનોબાજીનો આદેશ છે કે સત્યાગ્રહ ચાલુ રાખવો. લાંબા વિચાર નથી કરતા તેમને, આ બધું અવ્યવહાર અથવા ધૂન લાગે, જીવદયા, પ્રેમ અને કર્ણા, માનવજીવનના પાયાના મૂલ્યો છે. ભગવાન મહાવીર અને બુદ્ધની ભૂમિમાં અહિંસા પરમ ધર્મ છે. ગોસેવા ગાંધીજીને પ્રાણસમાન પ્રિય હતી, આ પ્રશ્નની આર્થિક આજ ઓછી મહત્ત્વની નથી. આ દેશના અર્થતંત્રમાં ખેતી અને વાહનવ્યવહારમાં, ગાય અને બળદનું સ્થાન મુખ્ય છે. ગાય-બળદના માંરાની નિકાસ કરવાનું પાપ ભારતની પ્રજા સહન ન જ કરે, જે ભાઈઓ સત્યાગ્રહ કરી રહ્યા છેતે સમર્પણપૂર્વક, ભકિતભાવથી પ્રેરાયા છે. તેમનો ત્યાગ અને બલિદાન નિષ્ફળ ન જ જાય, હું એમ માનું છું કે પાંચ જીવને પણ બચાવી શકીએ તે સાર્થક છે. પ્રજાનો આત્મા જાગ્રત થાય તેમાં સત્યાગ્રહની સફળતા છે. કોઈ એમ ન માને કે આ વિનોબાની જૂન છે. સરકારી સંત તરીકે વિનોબાની મજાક ઉડાડવાવાળા આ દેશમાં પડ્યા છે. એ સંત પુરુષની આર્ષદષ્ટિ ભવિષ્યને નિહાળી રહી છે. જીવદયાપ્રેમી દરેક ભાઈબહેનની આ સત્યાગ્રહ પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિ હશે. આ સત્યાગ્રહ ચાલુ રા ખવામાં ખર્ચ પણ સારી પેઠે થશે. અખિલ ભારત કૃષિ ગેાસેવાસંઘે આ કામ ઉપાડી લીધું છે. શ્રી ધરમશીભાઈ ખટાઉ તેના પ્રમુખ છે અને આ કાર્યને તેમનો પૂરો ટેકો છે. જીવદયાપ્રેમી ભાઈઓ અને સંસ્થાઓને મારી સાગ્રહી વિનંતી છે. આ કાર્યના ખર્ચને પહેોંચીવળવા તેઓ અખિલ ભારત કૃષિ ગાસેવા સંઘને પોતાનો ફાળો સત્વર મોકલાવે. ભારતીય વિદ્યાભવનમાં તેની ઓફિસ છે. M જૈન ભાઈઓને મારા ખાસ અનુરોધ કે આ પૂણ્યકાર્યમાં પૂરો સાથ અને સહકાર આપે. દરેક જૈન સંઘ પાસે જીવદયાનું ફંડ હોય જ છે. તેમાંથી યથાશક્તિ ફાળે તુરત મોકલાવે.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy