SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૮૨ ' પ્રબુદ્ધ જીવન ૧૪૩ કરવાનો ઇન્કાર કરે અથવા ગમે તે કારણસર ટ્રસ્ટીઓ પિતાની કામગીરી બજાવવા અસમર્થ હોય અથવા તેમ કરતાં તેમને અટકાવવામાં આવે, જેથી ટ્રસ્ટનું કાર્ય સ્થગિત થાય તે સરકાર જાહેરનામું બહાર પાડી આવા ટ્રસ્ટને કબજે ટ્રસ્ટી કમીટીને કાયમી ધોરણે સેપી શકે છે. ઉપર જણાવેલાં બધા સંજોગોમાં બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ કલમ ૪૧ (એ), (બી) અને (ડી) કે. કલમ-૫૦ હેઠળ પગલાં લઈ શકે છે. કલમ-૪૩ હેઠળ ચેરિટી કમિશ્નર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને હઠાવી શકે છે અને તેની જગ્યાએ નવા ટ્રસ્ટીની નિમણૂંક કરી શકે છે. આમ છતાં ટ્રસ્ટનું સ્વતંત્ર અસ્તિત્વ ટકી રહે છે, જ્યારે સૂચિત ખરડા હેઠળ ટ્રસ્ટને કબજો લેવાના પગલાને જાહેર હિતમાં આવશ્યક ગણી, ટ્રસ્ટના રવતંત્ર અસ્તિત્વ પર તરાપ મારવામાં આવી છે. આપણે ત્યાં ઉદાર ભાવનાની, દાનના ચોકકસ ઉપયોગ અને વ્યવસ્થા કે વહીવટની ઉજજવળ પરંપરા છે. આવી જોગવાઈઓથી સૂચિત ખરડો કાયદો બનશે ત્યારે ચોકકસ હેતુથી અસ્તિત્વમાં આવતાં નવા ટ્રસ્ટની રચના કોણ કરશે અને અસ્તિત્વમાં હોય તેવા ટ્રસ્ટોને દાન કોણ આપશે? સ્થાપિત હકકે નાબૂદ જરૂર કરી શકાય. યોગ્ય વહીવટની ખાત્રી અને તેની વખતોવખત તપાસ કરવાની અને છતાં ગેરવહીવટ થાય તે, વર્તમાન કાયદામાં પગલાં લેવાની પૂરી જોગવાઈ છે. આમ છતાં ટ્રસ્ટને સીધે કબજો લેવાની જોગવાઈ રોગ માટેના ઉપાય-ગૂમડાં માટે સીધી વાઢકાપ કરવા જેવો જલદ ઉપાય છે. અત્યાર સુધી વધારાની પુરાંત કે આવક (Surplus Balance or Income) અંગે ટ્રસ્ટ એકટ અને આવક વેરા ધારા હેઠળ જોગવાઇઓ છે. પરંતુ સૂચિત ખરડામાં ટ્રસ્ટના વધારાના ભંડળ (Surplus Fund) ને અનુલક્ષીને તેને પૂરતો ઉપયોગ ન થાય કે થઈ શકે તેમ ન હોય તે ટ્રસ્ટી કમીટી નીમવાની અને ટ્રસ્ટને કબજો લેવાની જોગવાઈ છે. આજનું વધારાનું ભંડોળ દિન-પ્રતિદિન વધતાં જતાં ખર્ચ સામે આવતી કાલે એ ભંડોળ પૂરતું ન પણ હોય. આપણે ત્યાં ધાર્મિક અને સખાવતી હેતુના નાણાની, વ્યવસ્થાની અને પ્રામાણિક વહીવટની ઉજજવળ પરંપરા અને પ્રણાલિકા છે. પલટાયેલાં સંજોગોમાં પણ એ ભાંગી પડી નથી, એટલું જ નહિ પરંતુ લોકશાહી અને લોકજાગૃતિને કારણે ઊલટું એવી પરંપરા મજબૂત બની છે. કલ્યાણુકારી રાજ્ય (welfare state) હાથ ધરવાયોગ્ય પણ સાધના અભાવે સરકાર હાથ ન ધરી શકી હોય તેવી કેટલીય કહિતની પ્રવૃત્તિઓ આવી ઉજજવળ પરંપરા અને લોકોની ઉદાર ભાવનાને કારણે સામાજિક કક્ષાએ હાથ ધરવાનું શક્ય બન્યું છે. જ્યારે કેન્દ્ર કે રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વહીવટી તંત્રના ભ્રષ્ટાચાર અને Red Tapism ના કારણે વહીવટી માળખા પરથી લોકોને વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે ત્યારે વહીવટી તંત્રના હાથમાં ટ્રસ્ટનું સુકાન સેવાનું સૂચિત ખરડાનું જાહેર હિત'ના નામે જલદ પગલું કોઈ પણ સંજોગોમાં અવશ્યક અને આવકાર્ય નથી. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કે અન્ય રીતે સંકળાએલ વ્યકિતએ ટ્રસ્ટ અંગેના કાર્યને શુભ કે પુણ્યકર્થ સમજી સમય અને શકિતને તન, મન અને ધનથી ભેગ, નિઃસ્વાર્થભાવે આપે છે. આવી અતિ ઉપયોગી કડીને લેપ કરીને રાજ્ય સરકાર શું સિદ્ધ કરવા માંગે છે તે સમજવું મુશ્કેલ છે. શ્રી અરવિંદના જીવનદર્શનની કેસેટ પ્રા. અશ્વિનભાઈ કાપડિયાએ તા. ૭/૮૯ ઓકટોબરના રોજ શ્રી અરવિંદના જીવનદર્શન વિષે, ત્રણ વ્યાખ્યા આપ્યા, તેની ત્રણ કેસેટ બની છે તે રૂ.૯૦માં આપવામાં આવશે. સંધના કાર્યાલયને સંપર્ક સાધો. ફોન : ૩પ૦૨૯૬ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ ટ્રસ્ટ એકટ અંગે સૂચિત ખરડે : ભ્રષ્ટાચારને પિષક હર અનુપચંદ શાહ, વિધાનસભ્ય, મહારાષ્ટ્ર રાજ્ય ધીમુખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ અનુસાર દૂરના નિયમન અને વહીવટ અંગેની જોગવાઇઓ પૂરતી છે. રાજ્ય વિધાનસભાના ગત સત્રમાં રજૂ થયેલા ખરડા અનુસાર ટ્રસ્ટને હસ્તગત કરવાની વ્યાપક સત્તા સરકારને આપે છે. આ અંગે રાજયભરમાં વિરોધનો વંટોળ જાગ્યો છે. સર્વત્ર એ અંગે ચર્ચાવિચારણું થાય છે. નિષ્ણાત એ અંગેના મંતવ્યો રજુ કરે છે. એવી વિચારણા અલબત્ત ઉપયોગી છે, પરંતું એથી ધાર્યો હેતુ સરશે નહિ. આ માટે રાજયના વિધાનસભ્યોને આ સૂચિત ખરડાના ઉધાર પાસાંઓને ખ્યાલ આપ જોઈએ. તેઓને સુચિત ખરડાની બિનઉપયોગિતાની ખાત્રી કરાવી, ખરડો કેવી રીતે અટકાવી શકાય તેની ચર્ચા કરી, એ ખરડાના વિરોધનું નેતૃત્વ એમને મેવું જોઈએ. હાલના કાયદા અનુસાર ચેરિટી કમીશ્નરને વથા૫ક સત્તા છે અને કોઈપણું ટ્રસ્ટ સામેની ફરિયાદ ન્યાયી લાગે છે તે આ ગે પૂરતા પગલાં, હાલના કાયદાની જોગવાઈઓ મુજબ, લઈ શકે છે. આમ છતાં કાયદામાં ક્યાંય ત્રુટિ હોય કે ટકબારી દેખાતી હોય તે કાયદામાં ફેરફાર કરી, તેવી ત્રુટિ સરકારે દૂર. કરવી જોઈએ. આ સંદર્ભમાં અગ્રણી ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. ટ્રર બાબતમાં વારંવાર ખરડ ન લાવવો પડે એ માટે આ સુચિત ખરડે લાવવાની સરકારશ્રીની દલીલ અનુચિત છે. હકીકતમાં સિદ્ધિ વિનાયક મંદિર અને પંઢરપુર ટ્રસ્ટની બાબતમાં સરકારે કર્યું તેમ વારંવાર ખરડે લાવવો પડે છે તેમ કરતાં સરકારે અચકાવું જોઈએ નહિ. એટલા માટે કે તમામ ટ્રસ્ટને તેની ચોગ્યતા અને સ્થિતિ પ્રમાણે ન્યાય મળે. આમ ન થાય તો નવા ખરડા પ્રમાણે ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યક્તિના નામે તોફાની તત્વે દ્વારા ફરિયાદ થાય તે ટ્રસ્ટના વહીવટમાં ચંચુપાત કરી, વહીવટી તંત્ર માટે નાણાં કટાવવાનો માર્ગ મોકળો થશે. ભ્રષ્ટાચાર માટે આ રીતે એક નવી કેડી ખુલશે અને ખરડાને હેતુ બર નહિ આવે. એટલે ધમાંદા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ નવા ખરડાના ગેરલાબે અને ટ્રસ્ટના હિતમે એથી કયાં આંચ આવશે તેની રજૂઆત સરકારશ્રી સમક્ષ કરવી અત્યંત જરૂરી છે.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy