SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૮૨ આવી અને ઉપરોક્ત ચાર સંજોગોમાં ચેરિટી કમિશ્નર નોટીસ આપી શકે એવી જોગવાઈ સાથે ખરડો પસાર થયે. જૈન સમાજના વિરોધની ભૂમિકા જૈન ધર્મમાં દેવદ્રવ્યને ઉપયોગ જિન મંદિરના નિર્માણ, નિભાવ અને જીર્ણોદ્ધાર સિવાય બીજી કોઈ ધાર્મિક પ્રવૃત્તિએમાં વાપરી ન જ શકાય. બીજા ધાર્મિક હેતુ માટે પણ વાપરી ન શકાય એટલે અન્ય સામાજિક હેતુ કે જાહેર હિત માટે તે કયાંથી વાપરી શકાય ? ઉપરોકત જોગવાઇથી શાસ્ત્રકથિત સિદ્ધાંતને લેપ થાય એટલે એને વ્યાપક વિરોધ થશે, તે સ્વ. પરમાનંદભાઈ કાપડિયા જેવાને આ જોગવાઇથી દેવદ્રવ્યના સામાજિક ઉપયોગની નાનકડી બારી ખૂલતી દેખાઈ. -અલબત્ત, એમની સ્પષ્ટ માન્યતા હતી કે કાયદાથી આવું પરિવર્તન સહેલું અને શાકય નથી. એ માટે તે સમાજમાં વૈચારિક પરિવર્તન લાવવું જોઈએ એવી ને એમણે એ વખતના પ્રબુદ્ધ જૈન' ના અંકમાં કરી છે. સર્વોચ્ચ અદાલતને ચુકાદો આ ધારાની કાયદેસરતાને પ્રથમ મુંબઈની વડી અદાલતમાં અને તેના ચુકાદા પર સર્વોચ્ચ અદાલતમાં પડકારવામાં આવી. સર્વોચ્ચ અદાલતે આ ધારાની કાયદેસરતાને યોગ્ય ઠરાવી, પરંતુ () ટ્રસ્ટના હેતુ અમલી બની શકે તેમ ન હોય અને (૨) હેતુને અમલ કરવા છતાં ય નાણને વધારો રહેતા હોય તે તે નાણુ એવા જ સખાવતી હેતુ માટે અન્યત્ર વાપરી શકાય, પરંતુ બીજા હેતુઓ માટે વાપરી શકાય નહિ એ ચૂકાદે શ્રી રતિલાલ પાનાચંદ ગાંધી વિરુદ્ધ મુંબઈ રાજય (એ. આઈ. આર. ૧૯૫૪. એસ. સી. ૩૮૮) અંગેના મુકદ્મામાં તા. ૧૮-૩-૧૯૫૪ ના રોજ આપે. આ ચૂકાદે “ધર્માદા કો પૂરતો મર્યાદિત હતું. પરિણામે દેવદ્રવ્યને અન્ય. હેતુ માટે ઉપયોગ કરવાની ફરજ પડે એવી સ્થિતિ રહી નહિ. ભારતના બંધારણની કલમ ૨૫, ૨૬ અને ૨૯માં મૂળભૂત હકકે આપવામાં આવ્યા છે, તેમાં ધાર્મિક સ્વાતંયને સમાવેશ થાય છે તેને અનુલક્ષીને સુપ્રીમ કોર્ટ આ ચુકાદે આપે. “આ બધી વિગતે આજે યાદ કરવાનું કારણ છે. હાલના સૂચિત ખરડા હેઠળ. “મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ કામન ગુડ ફંડની રચના, તેના હેતુઓ અને તેમાં “વૈછિક ફાળાની જોગવાઈ છે. ધર્માદા ટ્રસ્ટની મિલકત, આવક, વધારાની પુરાંત કે લંડળ (Surplus Balance or rund)ને આ રીતને ઉપયોગ દેવદ્રવ્યના ઉપયોગની મૂળભૂત ભાવનાને લેપ કરનારી છે. અમચલાઉ ધોરણે કે વારસાગત અધિકારની નાબૂદી સહિત અન્ય કારણોસર કાયમી ધોરણે ટ્રસ્ટને વહીવટ સંભાળી લેવાય કે ટ્રસ્ટને કબજે લેવાય ત્યારે નીમાયેલ એડમીનીસ્ટ્રેટર કે ટ્રસ્ટી કમીટી “મહારાષ્ટ્ર પબ્લીક સ્ટસ ગુડ ફંડમાં સદરહુ ટ્રસ્ટમાંથી છિક ફાળો આપે ત્યારે આ સિદ્ધાંત કયાંથી જળવાય? સર્વોચ્ચ અદાલતના ચુકાદાને લક્ષમાં રાખી સૂચિત અરડામાં “છિક ફાળાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી અાલતમાં પડકારવાની શકયતા ન રહે અને પડકાર થાય તે જોગવાઇઓ વિરૂદ્ધ કાયદાની સ્થિતિને લાભ અરજદારને ન મળે.' સચિત ખરડે અને બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ !!ામચલાઉ ધોરણે ટ્રસ્ટને વહીવટ હસ્તગત કરવાની કારમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમની ફરજ અદા કરવામાં કાળજી ન રાખે, ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ વહીવટ કરે, ટ્રસ્ટના હિતને નુકસાન થાય એવું કામ કરે, ટ્રસ્ટના નાણું અંગર મિલકતની ઉચાપત કરે, ટ્રસ્ટની બાબતમાં ટ્રસ્ટને, ભંગ કરે (Breach of Trust) વગેરે મુખ્ય છે. આ બાબતમાં ટ્રસ્ટમાં હિત ધરાવતી વ્યક્તિ તરફથી લેખિત ફરિયાદ મળે તે અગર રાજ્ય સરકાર પિતાની મેળે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી ટ્રસ્ટને વહીવટ હતગત કરે, બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ ની કલમ ૪૧ (એ) મુજબ ટ્રસ્ટને યોગ્ય વહીવટ થાય (properly admini setred) ટ્રસ્ટની અવિક યોગ્ય રીતે પૂરેપૂરી હિસાબમાં લેવાય અને ટ્રસ્ટના હેતુ અંગે અને હેતુ માટે ફાળવાય અને ઉપયોગમાં લેવાય એની પ્રતીતિ માટે ચેરિટી કમીશ્નર ટ્રસ્ટને દિશાસૂચના (direction) કરી શકે છે. કલમ ૪૧ (બી) હેઠળ તપાસ (Inquiry) કરી શકે છે અને સૂચિત ખરડામાં જણાવેલાં કારણોસર કલમ ૪૧ (ડી) હેઠળ જવાબદાર ટ્રસ્ટીઓની હકાલપટ્ટી (removal) અને તેમને પદભ્રષ્ટ (dismissal) કરી શકે છે. કલમ-૫૦ હેઠળ અદાલતમાં દાવો કરી ટ્રસ્ટીને હઠાવી શકાય છે. વધુમાં ટ્રસ્ટીઓ પૈકી એક ટ્રસ્ટી ઉપર જણાવ્યા પ્રમાણે વર્તન કરે તે પણ ઉપરોકત કલમો અનુસાર ચેરિટી કમિશ્નર, લેખિત ફરિયાદ પરથી કે પિતે આપમેળે પગલાં લઈ શકે છે અને ટ્રસ્ટીઓ સંયુક્ત અને અંગત રીતે (Jointly and severally) જવાબદાર હોવાથી, એવા કારણોની ફરિયાદન કરનાર ટ્રસ્ટીઓ પણ જવાબદાર છે એમ ગણી પગલાં લઈ શકે છે. આમ એક ટ્રસ્ટીના કૃત્ય ખાતર સમગ્ર ટ્રસ્ટી મંડળને બરખાસ્ત કરવાની અને ટ્રસ્ટને વહીવટ કામચલાઉ ધોરણે હસ્તગત કરવાની જોગવાઈ કરતી સૂચિત ખરડાની કલમથી વિશેષ શે હેતુ પાર પડશે તે સમજી શકાય એવું નથી. વળી આવી જોગવાઈ કુદરતી ન્યાય (Law of Natural Justice)ની વિરુદ્ધ છે. મહારાષ્ટ્ર સરકારના કાયદા અને ન્યાયખાતાને લગતી બાબતોના મંત્રીશ્રી શીવાજીરાવ પાટીલે કહ્યું છે તેમ બેખે પબ્લીક ટ્રસ્ટ એકટ, ૧૯૫૦ નિયંત્રણના સ્વરૂપને છે, તે પણ સૂચિત ખરડામાં દર્શાવેલાં સંજોગોમાં વર્તમાન કાયદાની જોગવાઈઓ કેમ પૂરતી નથી કે કાયદે કયા સંજોગોમાં અને કેટલે અંશે નિષ્ફળ નીવડે છે તે તેઓશ્રી દર્શાવી શક્યા નથી. કાયમી ધોરણેકસ્ટને કબજે લેવાનું પગલું બિનજરૂરી સૂચિત ખરડામાં ટ્રસ્ટના વહીવટ બાબતમાં ચોકકસ સેવાઓ અંગે, અર્પણ થતી રકમમાંથી થતી અવિક કે તેમાં હિસ્સો મેળવવા બાબત કોઈ વ્યકિત વંશપરંપરાગત કે અન્ય હકક યા વિશેષાધિકારો અંગે દા કરે કે ભોગવતી હોય-સરકારને આવા સ્થાપિત હકકે નાબૂદ કરવાનો કે છીનવી લેવાને ઈરાદે છે. ટ્રસ્ટની મુલાકાત લેતાં ભકતો કે વ્યકિતઓનું શેષણ થાય, તેમની હેરાનગતિ કે સતામણ થાય, તેમને જરૂરી સગવડ કે સુવિધા ન અપાય, ટ્રસ્ટમાં ગેરવહીવટ થાય, ટ્રસ્ટની મોટી આવક, ભંડોળ કે મિલતે હોય અને વધારાના ભંડળ (Surplus Fund) ને ઉપયોગ, ગમે તે કારણસર, જાહેર, હિતમાં પૂરતા પ્રમાણમાં ન થતો હોય કે ન થઈ શકે તેમ હોય અથવા એવી પરિસ્થિતિ ઊભી થાય કે જેથી ટ્રસ્ટીઓએ તેમની ફરજો અદા કરવાનું બંધ કર્યું હોય કે બંધ કરે, અથવા તેમ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy