SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૧-૮૨ વિચાર કર્યાં પછી રાજ્ય સરકારને યોગ્ય લાગે તેા આગળ પર જણાવ્યા મુજબના આદેશ આપી શકરો; પછી ભલે અન્ય ક્રાયદામાં ગમે તે જોગવાઈ હાય, રીતરિવાજ કે રૂઢિ ગમે તે હોય, ટ્રસ્ટના દસ્તાવેજમાં ગમે તે જોગવાઈ હોય અથવા અદાલત, ચેરિટી મીશનર, ટ્રીબ્યુનલ કે અન્ય સત્તાધિકારી ગમે તે ચુકામ, ડીગ્રી કે અન્ય માદેશ જાહેરનામામાં નિર્દેશ કરવામાં આવે તે તારીખથી ઉપર જણાવેલા તમામ હકક, દાવા તથા વિશેષાધિકાર નાબૂદ થશે અને તે રાજ્ય સરકારને પ્રાપ્ત થયેલા ગણાશે. આવા હકક, દાવા કે વિશેષાધિકાર અને ટ્રસ્ટના ભંડાળ તથા મિલકતની માલિકી રજ્ય સરકારે નિર્દેશેલ ટ્રસ્ટ ' કમીટીની બની રહેશે. આ રીતે લેવાયેલા પગલા પબ્લીક પરપઝ માટે લેવાયેલા ગણાશે. રાજ્ય સરકારના હુકમ મુજબ જો ટ્રસ્ટીએ વતે નહિ તે એક વર્ષ સુધીની કેદ્ર અથવા એક હજાર રૂપિયા સુધીના દડે અગર અને સજા થઇ શકશે. ૧૪: ખરડામાં છૂટી કમીટીની નિમણૂક, તેમની કાયવાહી વિગેરે બાબતો અંગે વિસ્તૃત જોગવાઇ સૂચવવામાં આવી છે. ટ્રસ્ટ કમીટીના મંત્રી તરીકે એકઝીક્યુટીવ ઓફિસ, એકસ એફીશીયાની નિમણુક ગજ્ય સરકાર કરશે ને તે મુખ્ય વહીવટકર્તા ગણાશે ને કમીટીના એક્સશ, તેાકરી તેના તાબા નીચેરહેશે. આ કાયદાની જોગવાઇ મુજખ ટ્રસ્ટ કમીટીના નિણ યાના અમલ કરવાની તમામ સત્તા એકઝીકયુટીવ એક્સિરની રહેશે તથા તેના તાબામાં ટ્રસ્ટના તમામ રેકર્ડ', કુંડી, મિલકતા વિગેરે રહેશે. ૧૫ : દરેક પબ્લીક ટ્રસ્ટનું જુદું. ટ્રસ્ટ ક્રૂડ દરેક ટ્રસ્ટ કમીટી જુદું′′ રાખશે તે ટ્રસ્ટના સ’ચાલન તથા વહીવટ માટે ખ કરવામાં આવશે. આ ટ્રસ્ટ ફંડમાંથી ટ્રસ્ટ ક્રમીટીના ચેરમેન, ટ્રેઝરર, સભાસદો તથા એકઝીકયુટીવ એફિસરના પગાર, માનનીય વેતન, ભત્થા ભાડા વિગેરે તમામ ખર્ચ' કરવામાં આવશે. આ જોગવાઇથી ટ્રસ્ટ પર્ વધાગના ખર્ચના ખાજો પડશે. આ ટ્રસ્ટ ફંડના ઉપયોગ ત્રણ રીતે કરી શકાશે. ૧) ટ્રસ્ટના હેતુઓ માટે, ટ્રસ્ટની સ્થાવર જંગમ મિલકતાના રક્ષણ માટે તથા તેની પ્રગતિ માટે વપરાશે. ૨) ટ્રસ્ટ ફ્રેંડની જે વધારા (સરપ્લસ) રહે તે મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટ ક્રામન ગુડ કુંડની જે નવીન રચના આ ખરડામાં કરવામાં આવી છે તેમાં ફાળા આપી શકશે. ૩) રાજ્ય સરકારની અગાઉથી મંજુરી મેળવી. શૈક્ષણિક સસ્થાઓ, વાખાનામાં, અનાથાશ્રમોમાં, શારીરિક ખોડખાંપણવાળી વ્યકિતઓને અથવા ધામિક અગર ધર્માંદ્ય હેતુએ માટે અથવા જાહેર જનતાના-લાભાથે સસ્થાને અગર પ્રંસમાને નાંણાકીય મદદ આપી શકશે. ઉપર મુજબના (૨) તથા (૩) ના ઉપયોગ સામે સખત વાંધા છે, કારણકે જે હેતુ માટેનું ક્રૂડ હોય તે જો તેમાં વધારા હોય તા તેવા જ હેતુમાં બીજી સસ્થાઓને મહ્દ કરી વાપરી શકાય, પરંતુ હેતુનુ માળખુ કે ક્લેવર ખલી શકાય નહિ. જો તેમ કરવામાં આવે તે ટ્રસ્ટના હેતુનું ખૂન ગણાય ને ટ્રસ્ટને ભંગ કર્યો કહેવાય. સને ૧૯૬૫માં સુપ્રિમકોર્ટે ઠરાવ્યું છે કે હેતુનુ માળખુ કે કલેવર બદલાય નહિ છતાં તે વિરુદ્ધ જે જોગવાઇઓ ખરડામાં કરવામાં આવી છે તે કરવા રાજ્ય સરકારને કષ્ટપણું હકક કે અધિકાર નથી, સુપ્રિમ કોર્ટનુ જજમેન્ટ પણ સરકાર માનવા તૈયાર નથી. તેથી સરકારને આવી જોગવાઇ કરવાનો કાઇપણ ચૂક કે અધિકાર નથી. ૧૬ : ઉપરના પેરા ૧૨ના પેરા (૧) માં જણાવ્યા મુજની રાજ્ય સરકારે નીમેલા અધિકારી ( એથેારાઇઝડ આફિસર ) નકકી કરે તેટલી રકમ બદલા પેટે ચૂકવાશે તે તેથી જે નારાજ થાય અને વાંધા હોય તેા તે સામે રાજ્ય પ્રબુદ્ધ જીવન ૧૩૯ સરકારને ૬૦ દિવસમાં અરજી થઈ શકરો, તે રાજ્ય સરકાર લવાદને સોંપશે. ގ ૧૭: ખરડામાં રાજય સરકાર સાવજનિક શ્રેષ ભાળ (મહારાષ્ટ્ર પબ્લીક ટ્રસ્ટસ ક્રમન ગુડ ફંડ)ની નવીન સ્થાપના કરશે. આ ભડાળમાં તે નીપેની રકમા મરજિયાત ફાળા તરીકે જમા થશે. (૧) જાહેર ટ્રસ્ટાને પોતાના ફાજલ પડેલા (સરપ્લસ) નાણામાંથી મરજિયાતપણે આપેલા કાળા. (૨) અન્ય વ્યકિતઓ તરફથી દાન. (૩) સજ્ય દાન અથવા સરકાર કે અન્ય સ્થાનિક સરકારો તરફથી ૪ વ્યક્તિના અન્ય સમૂહે (ઇનકારોરેટેડ હોય કે નહિ તેમણે) આપેલા મરજિયાત કાળા. રાજ્ય સરકાર નક્કી કરે તે ટ્રસ્ટ કમિટી ભડાળની માલીકી ધરાવશે અને તેના વહીવટ કરશે. કયા હેતુસર ફાળાની રકમ વાપરવાની રહેશે તે દર્શાવ્યા વિના કાળેા આપી શકાશે. ચેકસ હેતુ માટે ફાળાની રકમ વાપરવાની શરત રાખવી હોય અને આવા હેતુ જણાવેલ હેતુથી અસંગત ન હોય તો કાળાની ઓછામાં ઓછી રકમ રૂપિયા પાંચ હજાર હોવી જોઇએ. (૧૮) આ ભડાળની રકમ, રાજ્ય સરકારના આદેશને પાત્ર રહીને, ટ્રસ્ટ કમીટી નીચેના કાઇપણ હેતુ માટે વાપરી શકરોઃ (૧) જેમને નાણાંકીય સહાયની જરૂર હોય તેવા જાહેર ટ્રસ્ટાને ગ્રાન્ટ કે લેાન આપવી અથવા (૨) કોઇપણ જાહેર ટ્રસ્ટા કે તેમના મકાનની મરામત કરવી કે તેમના છાઁધાર કરવા અથવા (૩) અન્ય અતિહાસીક પ્રાચીન કામને લગતા સ્મારકોની જાળવણી કે તેમનુ” રંગરોગાન કરવુ અને મુલાકાતીઓ તથા ભકતાને સવલતા તથા સુવિધા પાડવી અથવા પુરી માટે શૈક્ષણિક (૪) બિનસાંપ્રદાયિક શિક્ષણ આપવા સસ્થાઓ સ્થાપવી કે ચલાવવી અથવા (૫) ધર્માંદા હાસ્પિતાલે અને વાખાનાઓ સ્થાપવા અને (૬) રાજ્ય સરકાર નક્કી કરે તેવા અન્ય કોઇપણ સખાવતી હેતુ માટે ઉપરાત ભડાળના નાણાં વાપરી શકાશે. ૧૯ : નવીન ખીલ રાજ્ય સરકારને પબ્લીક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ લેવાની વિશાળ તે વ્યાપક, સત્તા આપે છે. આવી સત્તા વહીવટ લઇ લેવાની એડમીનીસ્ટ્રેટર નીમી અગર ટ્રસ્ટ કમીટી, નીમી~ત્તા રાજ્ય સરકારને નથી. ધી મેમ્બે પબ્લીક ટ્રસ્ટ એકટની ૪૪ મી કલમચેરીટી કમીશનર પબ્લીક ટ્રટને ટ્રસ્ટી થઇ શકે છે–એ ક્લમ સુપ્રિમકાર્ટ, બંધારણ વિશ્વ હાઇ રાતલ ઠરાવી છે, તે કૈસ શ્રી રતીલાલ પાનાચંદ ગાંધી વિ. સ્ટેટ એફ એમ્બે પ૬ એમ્બે લે. રિપોટ ૧૧૮૪–એ. આઈ. આર. ૧૯૫૪ સુપ્રિમ કોટ, ૩૮૮ છે. આ કેસના આધારે તે કલમ રદ કરી છે. આ પ્રમાણે કાયદાનું ધારણ હોવા છતાં બંધારણ વિરૂદ્ધ જઇ, બંધારણની કલમા અભરાઈએ મૂકી, બધારણમાં આપેલા મૂળભૂત અધિકાર તથા ધાર્મિ' સ્વતંત્રતાની અવગણના કરી જે રીતે ખીલ પ્રસિદ્ધ થયુ' છે તે મુજબનેા કાયો કરવા મહારાષ્ટ્ર સરકારને અધિકાર નથી તેમ છતાં કાયદા કરશે તો તેને ન્યાયાલયમાં પડકાર કરવામાં આવશે. ૨૦: રાજ્ય સરકાર, ગમે તેટલા ઠરાવો કે વિરોધ કરશે તા પશુ તે ગણવાની નથી તે આવા ખેડૂદા કાયદો કરવા કૃતનિશ્ચયી છે. એવું હું માનુ છું. સરકારને જે સમ્રુધ્ધિ સૂઝે તા ખીલ રદ કરે જો કાયદા જ કરે. તે જાહેરમત કેળવી પબ્લીક ટ્રસ્ટાના ટ્રસ્ટીઓ એકમત થઇ સરકાર સામે પડકાર ફેંકવા જ જોઈએ.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy