SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૧-૨ તે તેની સામે અદાલતમાં કામ ચલાવી એક વર્ષ સુધી કેદની અથવા રૂપિયા એક હજાર સુધીને દંડ અગર અને સજા થઈ શકશે એવી બીલમાં જોગવાઈ છે. - ૯ઃ વિશેષમાં ખરડામાં ખાસ જણાવ્યું છે કે ગમે તે રીતરિવાજ કે રટના દરતાવેજમાં ગમે તે જોગવાઈ હોય તે પણ રાજ્ય સરકાર ટ્રસ્ટને વહીવટ હસ્તગત કરી શકશે. અન્ય કોઇપણ કાયદામાં ગમે તે જોગવાઈ હોય, કોઈપણ અદાલત, ચેરિટી કમીશનર, ટ્રીબ્યુનલ કે અન્ય સત્તાધિકારીને ગમે તે ચુકાદે, ડીઝી કે ઓર્ડર કે ગમે તે પેજના હોય અથવા ટ્રસ્ટ અંગેની કાર્યવાહી ચાલુ હોય તે પણ રાજ્ય સરકાર ટ્રસ્ટને વહીવટ હરતગત કરી શકશે. એ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ટ્રસ્ટને દરતાવેજ અગર કોર્ટના જજમેન્ટને રદબાતલ ગણી વહીવટ લેવાની આપખુદ સત્તા રાજ્ય સરકાર ભોગવશે. આ તે ઘર અન્યાય છે ને કેવળ એક તરફી સત્તા ધારણ કરવાની ખરડામાં જોગવાઈ છે. - ૧૦: આ ખરડો ત્રણ ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલો ભોગ ઉપરના પેરા-૫ થી ૯ સુધીને કામચલાઉ (ત્રણે વર્ષ સુધી) એડમીનીટર નીમી વહીવટ હરતગત કરવાના સરકારના ઇરાદાની જોગવાઈ છે. હવે બીજો ભાગ કાયમ માટે ટ્રસ્ટ કમીટી નીમી વહીવટ સરકાર હરતક લેવાની જોગવાઈ છે જે નીચે મુજબ છે: ૧૧ કલમ ૫ મુજબ–પબ્લીક ટ્રસ્ટમાં હિત ધરાવનાર કોઈપણ વ્યકિતની લેખિત ફરિયાદ ઉપરથી અગર રાજ્ય સરકાર, નીચેના સંજોગોમાં જાહેરનામુ બહાર પાડીને નીચે દર્શાવેલ તમામ દાવા, હકક કે વિશેષ અધિકાર નાબૂદ કરી શકશે અને ટ્રસ્ટનું ભંડોળ તથા મિલકત ટ્રસ્ટ કમીટીના નામે કરી શકાશે. આવી ટ્રસ્ટ કમીટી સરકાર નીમશે તેમાં એક ચેરમેન, એક ટ્રેઝરર, અને બીજા સભાસદો જેમની સંખ્યા ઓછામાં ઓછી ત્રણ ને વધુમાં વધુ નવની રહેશે; તે ઉપરાંત રોજબરોજના વહીવટ માટે એક એકઝીકયુટીવ ઓફિસ–એકસ ઓફીશીયો સેક્રેટરી, ટ્રસ્ટ કમીટીને નીમાશે, જેને પગાર વિગેરે ટ્રસ્ટ કંડમાંથી આપવાનું રહેશે. જાહેરનામુ બહાર પાડતા પહેલાં અસરક્ત ટ્રસ્ટીઓને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવા જોઈએ. ૧૨ઃ જાહેરનામુ બહાર પાડવા માટેના નીચેના કારણે જણાવેલા છે: (૧) જાહેર ટ્રસ્ટના વહીવટ બાબતમાં ચોકક્સ સેવાઓ આપવા બાબતમાં અર્પણ થતી રકમમાંથી થતી આવક કે તેમાં હિરસ મેળવવા બાબતમાં કે અપાતી સેવાને પેટે રકમ ચૂકવવા બાબતમાં કોઈ વ્યકિત વંશપરંપરાગત અન્ય હકક યા. વિશેષ અધિકારો અંગે દા કરતી હોય કે તે ભગવતી હોય, અગર–સ્થાપિત હક છીનવી લેવાને સરકારને ઈરાદે છે. (૨) ટ્રસ્ટની મિલક્તની મુલાકાત લેતા ભાડૂતે કે અન્ય. વ્યકિતઓનું શોષણ થતું હોય તેમની હેરાનગતી કે સતામણી થતી હોય અથવા તેમને જરૂરી સગવડ કે સવલત ન આપી હેય. આ કારણ બિલકુલ વ્યાજબી નથી. કેટલીકવાર તોફાની. તો અને તે ગમે તેવી અણછાજતી વર્તણા કરે, ટ્રસ્ટીઓ, માથે દેવબુદ્ધિથી અગર સામાજિક વેરવૃત્તિથી કોઈ મુલાકતી અગર ભકત ગેરવ્યાજબી વર્તણૂક કરે તે તેને સવલત આપવી બંધ કરવી પડે છે. સામાન્ય રીતે ટ્રસ્ટને લાભ બધા મુલા-- કાતીઓને કે ભકતોને આપવામાં આવે છે, કેટલીકવાર ધમ.. શાળામાં મુલાકાતીઓ જગાર રમે છે, અનૈતિક વર્તણક કરે તો તેને કાઢી મુક્વામાં આવે છે. આવી બાબતના પુરાવાઓ મળે નહિ, માટે શિક્ષાત્મક પગલાં ટ્રસ્ટીને લેવાં પડે છે તેવા સંજોગોમાં તોફાની તત્ત્વો કહે કે અમારું શેષણ થાય છે, હેરાનગતી થાય છે, સતામણી થાય છે, સગવડો મળતી નથી-આવા આક્ષેપ કરે તે તેના ઉપાયો કે ઇલાજે બીજા કાયદામાં ઘણા છે; પણ એક જ કલમના દે ટ્રસ્ટીઓ પાસેથી વહીવટ લઈ લે એ કયનિ ન્યાય છે? (૩) ટ્રસ્ટને ગેરવહીવટ થતું હોય આ કારણ પણ પ્રેરટીઓ પાસેથી વહીવટ લેવા માટેન: પૂરતું કારણ નથી. જે ગેરવહીવટ જણાય તે ધી એ પબ્લીક ટ્રસ્ટ એકટની ક્લમ ૩૯-૪૦ મુજબ તપાસ થઈ શકે છે, કલમ ૪-ડી મુજબ ટ્રસ્ટીને દૂર કરી શકાય છે, અગર કલમ ૫૦ મુજબ દાવો કરી ટ્રસ્ટીઓ દૂર કરી નવા ટ્રસ્ટીઓની નિમણુક કેટ કરી શકે છે. આ બધી જોગવાઈઓ કાયદામાં છે છતાં તેને અમલ નહિ કરતા વહીવટ લઇ લે એ કેવળ આપખુદ ૫ગલું જ ગણાય. (૪) ટ્રસ્ટને મેટી આવક, ભંડોળ કે મિલકત હય પરંતુ વધારાના ભંડળ (સરપ્લસ કંડ) ને ઉપયોગ ગમે તે કારણુસસ જાહેર જનતાના લાભ માટે પૂસ્તા પ્રમાણમાં ન થતો હોય કે ન થઈ શકે તેમ હોય. આ કારણ પણ વ્યાજબી નથી, કારણકે ટ્રસ્ટના જે હેતુ માટેનું ફંડ તેને જે વધારે હોય તેવા જ હેતુ માટે ચાલતી બીજી સંસ્થાઓને મદદ થઈ શકે છે, પરંતુ જાહેર જનતાના લાભ માટેની પ્રવૃત્તિમાં કોઈ કાળે વપરાય નહિ. જે હેતુ, વિરૂધ્ધ એવી રીતે વાપરવામાં આવે તે ટ્રસ્ટને ભંગ કર્યો ગણાય. વળી જાહેર જનતાના લાભ માટે' એ શબ્દ સુગર, કેટેડ પોઈઝન છે. જાહેર જનતાના લાભ માટે જે જે પ્રવૃત્તિઓ કરવી હોય તે માટે જુદા ટ્રસ્ટની રચના કરવી જોઈએ, પણ ધાર્મિક હેતુના religions purpose માટેના નાણાં તે હેત સિવાય બીજા કોઈપણ કામમાં વાપરી શકાય નહિ એવું સ્પષ્ટ ને દીવા જેવું સત્ય છે. (૫) એવી પરિસ્થિતિ ઉભી થઈ હોય કે જેમાં ટ્રસ્ટીઓએ પિતાનું કર્તવ્ય અદા કરવાનું બંધ કર્યું હોય કે તેમ કરવાને ઈન્કાર કરતા હોય અથવા ગમે તે કારણસર (જેમાં લાંબી સમયથી ચાલતા મુકદ્દમા-લીટીગેવાનને સમાવેશ થાય છે). ટ્રસ્ટીઓ પોતાનું કર્તવ્ય કરવા અસમર્થ હોય અથવા તેમ કરતા તેમને અટકાવવામાં આવ્યા હોય જેથી ટ્રસ્ટનું કાર્ય સ્થિગિત થઈ ગયું હોય કે સ્થગિત થાય તેમ હોય અથવા તે કારણે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સારી એવી મંદ પડી જાય તેમ હોય તે રાજ્ય સરકાર, ઉપર મુજબ આદેશ આપી શકશે. કોઈ ટ્રસ્ટ પોતાના હકો માટે વર્ષો સુધી લડતું હોય તે કારણે વહીવટ ટ્રસ્ટ કમીટીને સેપવાને હમ કેવળ અન્યાય ભરેલ ' (૧૩) એ પ્રમાણેના જાહેરનામાં સામે વાંધા જ કરી શાશે. નહેરનામું કુદરતી ન્યાયના વિરુદ્ધ છે. ખાવા વાંધા અને 5*75 $ $ * *
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy