________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૧૮૨
T
સારસ્વતામાં સૂર્ય પંડિત બેચરદાસ
રાસ
,
જુના ફૂલ જેવું સ્મિત ધરાવતા પંડિત પ્રવર શ્રી બેચરદાસ જીવરાજ દેશી એક જીવંત વિદ્યાતીર્થ હતા. એ તીર્થને સ્પર્શવાનું એક પાવન પળે બન્યું અને બીજી જ ક્ષણે વર્ષો જૂનો પરિચય હોય તેમ એઓએ મને આવકાર્યો. એ આવકારમાં નયું હેત હતું. એમણે મને કહ્યું:
ભણવા આવે મારે ત્યાં.”
મેં એ સ્વીકાય, પણ તેને સુયોગ જલદી ન જાઓ, એકાદ વર્ષ પછી ભણવા જવાનું થયું. ત્યારે મેં જોયું, પંડિતજી જીવનપટના રોમેરોમે વિદ્યા જીવતા હતા અને અણુએ અણુએ વહાલ. અભ્યાસ કરાવવાની અને કરવાની અને ઉત્કંઠા એમને સતત રહેતી. જે કોઈ એમના પરિચયમાં આવે, એ પિપાસુ હોય તે એ જ્ઞાન પામીને જાય. એમની "છાયામાં બેસીને કેઈ અધ્યયન કરવા મથે તે પંડિતજી દ્વારા વિદ્યાની સંપદા તે પામે જ, જીવનહંફ, પણ. પિતાની જાતનું ઉદાહરણ પણ આપેઃ “હું નાનો હતો ત્યારે ભણવામાં દત્તચિત્ત રહેતા અને એટલે જ મને થોડું અવળ્યું,
એને!” અને એટલું કહ્યા પછી ભેળું ભેળું હસે. એ હાસ્યને નિરખવું તે પણ હા હતા. પંડિતજીને પિતાને અભ્યાસાથે ઘણો પરિશ્રમ કરે પડે. માતાને અખૂટ પ્રેમ, આર્થિક સ્થિતિ નબળી-ઘણાં કારણો નતાં પરંતુ એ તમામ કારણે નડયા પછી પણ આટલે અભ્યાસ થઈ શકે તે માટે ગુરુજનની કૃપા અને માતાના આશીર્વાદ નિમિત્તભૂત -માનતા. માતૃઋણ સ્વીકારતાં તેઓ ઘણી વખત કહેઃ “સંવત ૧૯૬૨-૬૩માં હું કાશી ગયેલે અને ત્યાં પહોંચ્યા પછી એક "મહિનામાં શીતળાની બિમારી થઈ. તે સાંભળીને મારી બા એ જમાનામાં એકલા શોધતાં શોધતાં છેક બનારસ આવી પહોચ્યા. કેવો અદ્દભૂત એ માતૃપ્રેમ !”
તેઓ સંપૂર્ણ સરસ્વતી ઉપાસક હતા. હું ભણવા જતે તે દિવસોમાં અમદાવાદથી પૂ. ગુર્યો સાથે મારે હરસેલ પ્રતિષ્ઠા નિમિત્તે જવાનું થયું. મેં વિનંતી કરી કે “અમે થોડા દિવસ : જઈએ ?” તે કહેઃ “પાઠનું શું?” મેં કહ્યું : ડાક દિવસ પાઠ અધૂરો રહેશે, મને માફ કર.” અને બીજી જ પળે તેઓ અકળાઈ ઊઠયા: “ભણનાર સાધુને આ બધી પ્રવૃત્તિ શી ?'
ક્રિયા કરતાં જ્ઞાન તરફ તેમને એક વિશેષ રહે. મુનિઓ માટે તેઓ કહેતા : “સાધુઓ જીવનને સમય અધ્યયન કરવાને બદલે બાહ્ય પ્રવૃત્તિઓમાં વિશેષ ગાળે છે. સમગ્ર જીવન ભગવાનને ચરણે અર્પિત કર્યા પછી આ કેમ શોભે ?' પિતાના પરિચયમાં આવનાર મુનિઓને તેઓ અચૂક ટોક્તા. રાષ્ટ્રપ્રેમ, તેઓ વિદ્યાથી હતા ત્યારથી જ એમના જીવનમાં વણાઈ ગયેલું. ગાંધીજીની એમના પર વિશેષ અસર હતી. દેશનાં બાળકે અક્ષરજ્ઞાનથી પણ વંચિત રહે છે તે માટે તેઓ સરકારની ખોટી શિક્ષણપ્રથાને જવાબદાર માનતા.
વિક્રમ સંવત ૧૯૪૬માં માગસરવદી અમાસને તેમને *જન્મ. પલભીપુરના વતની. પિતાનું નામ જીવરાજ લાધાભાઈ દેશી. માતાનું નામ એતમબાઈ જન્મ અમાસને પણ એમની જીવનકળી પૂર્ણિમાની જેમ ખીલી ઊઠી.
* મુનિ વાત્સલ્યદીપ' . પંડિતજી અગમવિશારદ હતા. સંશોધન-સંપાદન સતત કરતા રહેતા. એમને વ્યાકરણ પ્રેમ અનન્ય હતે.. છેલ્લે શ્રી સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસન’ની લધુવૃત્તિનો એમણે કરેલો ગુજરાતી અનુવાદ વ્યાકરણના વિદ્યાર્થીઓ માટે ઉપકારક સાધન છે. ગુજરાતી ભાષાની ઉત્ક્રાંતિ વિશે એઓએ જે વ્યાખ્યાને કરેલાં એ આજે પણ સીમાસ્થંભ છે. પ્રાકૃત ભાષા મટે છે. તેઓ કહેતા કે મને એ તે બહુ સહજ થઈ પડી. વિદ્યાક્ષેત્રના પ્રવેશની આરંભે એમણે અનુવાનું કાર્ય “ભગવતી સૂત્ર' જેવા વિરાટ ગ્રંથથી ઉપાડયું તે પણ સૂચક છે. “મહાવીરવાણી' નું એમણે કરેલું સંકલન અને અનુવાદ જેને માટે સારગ્રંથ છે. બૌદ્ધધર્મ વિશે પણ તેઓએ ઘણું રચ્યું છે. એમણે અનેક ગ્રંથે રહ્યા. ભારતીય ધર્મદર્શન અને એમાંય ખાસ કરીને જૈન અને બૌદ્ધ ધર્મદર્શનનાં તેઓ વિશિષ્ટ પંડિત હતા, અનેક ધર્મોના અભ્યાસ પછી દૃષ્ટિની ઉદારતા આપોઆપ આવી ગયેલી. સહન કરવા કરતાં સાચું કહેવું તેમને વિશેષ ગમતું. સત્યને ખાતર તેઓ વેઠી શક્તા. ગાંધીજીની ગાઢ છાયાને કારણે પણુ આમ હોય. અવસ્થા છતાં એમની સ્મૃત્તિ અને કાર્યો કરવાની અમાપ શક્તિ આશ્ચર્યજનક હતાં. નિયમિત જીવન અને કર્તવ્યનિષ્ઠઠાને વરેલા પંડિતજી નમ્રતાથી પણ ભર્યા ભર્યા હતા. પિતે પ્રખર વિદ્વાન હોવા છતાં ય અન્ય કોઈની પાસે થેડી પણ ક્ષમતા જુએ તો હૃદયથી અવકારે. કાશીમાં આચાર્યશ્રી વિજયધમં સૂરિજી મહારાજની નિશ્રામાં એમને અભ્યાસ કરવાને જે મે મળે તે પણ બહુ સંભારે. અમે વિનંતી કરતાં કે આપ તે સમયની સંસ્મરણ કથા લખો કે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે. તેઓ ના પાડયા કરે. આમાં મુખ્ય કારણું તે, એમની નમ્રતા જ. કિંતુ છેવટે અનેકના અતિશય આગ્રહ પછી એમ કહેતાં કે લખીશ. એ લખાઈ હોય તો કેવું સારું ! "
ભગવાન મહાવીરને જીવપ્રેમ અને મહાત્મા ગાંધીને જીવનપ્રેમ એમનામાં વણુઈ ગયેલું. એ પ્રેમાળ હતા, આગ્રહી પણ. એમને અનુગ્રહ પ્રાપ્ત થશે તે જીવનસૌભાગ્ય બની રહેતું, અને એ કોઈને પણ સહજ રીતે પ્રાપ્ત થઈ શકતું. ' પંડિતજીના સુપુત્ર શ્રી પ્રબોધ પંડિતનું અણધાયુ અવસાન થયું ત્યારે અમે મળવા ગયા. અમને કહે:
“એ તે કાળનો ધર્મ છે, આવન-જાવન ચાલ્યા કરવાની. એમાં શેક કે આનંદ શ? મને એટલે સંતેષ છે કે મારે પુત્ર એના ક્ષેત્રને અસાધારણ વિદ્વાન હતું.”
આમાં શબ્દોને ફરક હોઈ શકે કદાચ, અથને નહીં. પંડિતજીની વાત એમની જ્ઞાનપરિણતિની ઘાતક નથી ? કે વિશિષ્ટ ઉઘાડ છે એ ! ઉપાધ્યાયશ્રી યશોવિજયજી શાન ૐ વિયેય : કહે છે તે આ જ નહીં હોય ?
પંડિતેની લુપ્ત થઈ જતી પરંપરામાં પંડિત બેચરદાસજીનું તા. ૧૧-૧૦–૮૨ ના રોજ થયેલું અવસાન એક ન પુરાય તે અવકાશ ખડા કરે છે.
તેઓ નખશિખ અધ્યાપક હતા. અને પૂર્ણ પંડિત. હવે કોઈના નામની આગળ પંડિત શબ્દ વાપરે હશે તે તે પહેલાં આવી પ્રખર વિદ્વતા શોધવી પડશે ! "
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ
' મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કેટ, મુંબઈ ૪૦૦ ૦૦૧. . : ",