________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-ર
ઇટણીપ્રથા જ નથી, તેને
અને પ્રજાની
છે–અધીરાઈ વ્યક્ત થઈ રહી છે. તેમને ન્યાય આપવામાં - આપણે મેળા અને મોડા છીએ. તેઓ તેમને અધિકાર માગી રહ્યા છે. તેઓ કહે છે, આઝાદીને ૩૫ વર્ષ થયા, હજુ અમે પશુ જેવું જીવન જીવી રહ્યા છીએ-કયાં સુધી રાહ જોઈએ ? જે તીવ્રતા ગાંધીજીને દેખાતી હતી તે આપણને નથી દેખાતી. ગ્રામદાન–ભૂદાન થયાં છતાં નીચલા વર્ગની પરિરિથતિ બહુ સુધરી નથી. જે પરિણામ ન આવતું હોય તે આ બધું શું કામનું?
ગોમડાનું જે શેષણ ચાલી રહ્યું છે તે માટે બધા જ ક્ષેત્રના કાર્યક્તાઓએ એક થઈ જબરૂં આદેલન કરવું જોઇએ.
આજની ચૂંટણીપ્રથા ભૂલભરેલી છે. પ્રજા સંગઠિત નથી. નેતાઓ-કાર્યકરો સંગઠિત નથી, તેને લાભ શાસનને મળે છે અને તેની દેખાતી બહુમતિની કારણે શાસન પ્રજાની વાત સાંભળવા તૈયાર નથી. છેલ્લે ચાર રાજ્યની ચૂંટણીમાં તેમના ૬૭ ટકા ઉમેદવારો હારી ગયેલ. તેમની સભાએ સ્વયં રીતે થતી નથી. તેમની પકડ હવે ઢીલી પડી છે. પરંતુ આપણે સંગઠિત નથી એક પ્રશ્ન એ પણ ઉદભવે છે કે ઇન્દિરા પછી કાણ? એને જવાબ મળતું નથી. માટે ગામડાં અને શહેરની પ્રજામાં જાગૃતિ લાવવી જરૂરી છે, ગૌવધ બંધીના કાયદા દરેક રાજયમાં કરાવવા જોઈએ. લેકે સહકાર આપવા લાખોની સંખ્યામાં તૈયાર છે, તેમને સાથ લઈને સત્યાગ્રહ આદરવો જોઈએ.
એક વક્તાએ કહયું કે, દસ વર્ષ સુધી આપણે અંદરોઅંદરની તલવારોને મ્યાન કરીએ. આપણા દેશની એવી પ્રથા છે કે, વિરોધી બાજુમાં રહી જાય, પણ ઘરના માણસને પહેલે મારે. ગાંધીજીએ કહ્યું છે કે, પ્રથમ પોતાની જાતને સુધારો, પછી સમાજને સુધારવા જાય. વિરોધપક્ષો એકમાંથી બે અને બે માંથી ત્રણ થાય છે પરંતુ ત્રણમાંથી એક થતા નથી. માટે પહેલા બધા ભેગા થઈ જાવ.-શાસનને દેપ આપવાથી કોઈ અર્થ સરવા નથી–મોટો દેષ છે પણ પિતાને.
આપણે ધમને વધારે પ્રાધાન્ય આપ્યું છે. ધર્મ કરતાં નાગરિકને ઊંચું સ્થાન આપવું જોઈએ. સંપત્તિની મેટી અસમાનતા છે તે દૂર કરવી જોઈએ. ત્યાં એકથી દસને સિદ્ધાંત અપનાવવા આગ્રહી રહેવું જોઈએ. ગાંધીવિચારવાળા સહુએ નજીક આવવું જોઈએ. અને સંગઠ્ઠન માટે પ્રયત્નશીલ રહેવું જોઇએ.
આ ઉપરાન્ત-થામણું સંમેલનમાં અલગ અલગ જિલ્લાઓના કાર્યકરોની અલગ અલગ ગોષ્ઠિસભાઓ પણ થઈ, તેમાં સૂક્ષ્મ રીતે વિચારવિમર્શ થશે. આચાર્યકુલની બેઠક ૫ણું થઈ. અનેકવિધ વિચારો વ્યકત કરવામાં આવ્યા. દુષ્કાળની પરિસ્થિતિની અને ગૌવંશની બેફામ રીતે તલ થઈ રહી છે તેને મજબુત વિરોધ કરવા માટે મોટું સંગઠન કરવાની અને ગુજરાતમાંથી ગૌવંશની નિકાસ ન થાય તે માટે સરહદ પર સત્યાગ્રહ કરવાની વિચારણા થઈ અને તેમાં કાર્યકરોની સંમતિ મળી. તેને હવે વ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવશે અને કાર્ય શરૂ થશે
આ રીતે થામણમાં ગુજરાતના કાયૅકરોની જાગૃતિનાસજકતાના દર્શન થયાં તેનું નકકર પરિણામ આવે એવી શ્રદ્ધા રાખીએ.
: “જૈન” (સાપ્તાહિક)ના તંત્રી : શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠ
પન્નાલાલ આર. શાહ ! ગત માસના બીજા સપ્તાહમાં “જૈન” સાપ્તાહિકના તંત્રી શ્રી ગુલાબચંદ દેવચંદ શેઠનું અવસાન થયું.
એમના પિતાશ્રી દેવચંદભાઈએ શ્રી ભગુભાઈ કારભારી પાસેથી “જૈન” પત્ર સંભાળ્યું. આ વાતને લગભગ સોડા સાત દાયકા થયા. એમના વારસદાર તરીકે પાંચ દાયકાથી વધુ સમય સુધી શ્રી ગુલાબચંદભાઈએ એનું તંત્રીપદ સંભાળ્યું. વ્યાપારિક સૂઝથી એમણે એ પત્રને જૈન ધર્મ અને સમાજનું ઉપયોગી સમાચાર-પત્ર બનાવ્યું. સુંદર વસ્ત્રો અને અલંકારોથી સજજ એવું અભિવ્યકિતનું ભાષાકીય પિત એમની પાસે ન હતું, પરંતુ સજ'કને આવતા અનર્ગળ વિચારો અને ધીર દષ્ટિ એમની પાસે હતી. એનું યોગ્ય અવતરણ એમના પત્રમાં થાય એ માટે વિચારશીલ લેખકોને એમણે આવકાય. “સામાજિક વાસ્તવિકતાના આ મરમીએ ધર્મ અને સમાજમાં ધરતીકંપન થાય એની સતત કાળજી રાખી છે અને પરિવર્તન પામતા સમયના પ્રવાહમાં વાસ્તવિક્તાની તૂટતી દીવાલની એમણે મમતાપૂર્વક મરામત કરી છે. સમાચાર-પત્રમાં પણ એમણે દિશાસૂચન થાય એવા અગ્રલેખે અને ધર્મ તેમજ સમાજના સળગતા પ્રશ્નોની “સામયિક સ્કૂરણું" વિભાગમાં થતી છણાવટ તાજગીપૂર્ણ હતી. આ માટે એમને
સ્વ. ભીમજી હરજીવન, “સુશીલ” “જયભિખુ અને શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ આદિ લેખકોને સથવારો મળે. ભગવાન મહાવીર જન્મ કલ્યાણક, પયુંષણ અને દીત્સવ નિમિત્તે વિશેષાંક બહાર પાડવાની પ્રણાલિકા સતત જાળવીને જૈન ધર્મના મૂળભૂત તની દષ્ટિપૂર્ણ વિચારણા થાય એવી સામગ્રી પણ આપી. પં. સુખલાલજી અને અન્ય વિદ્વાનોના ધર્મ, રાષ્ટ્ર અને સમાજજીવન અંગેના લેખેને સૌ પ્રથમ આ સાપ્તાહિકના વિશેષાંકામાં સમાવીને ઉત્તમ વિશેષાંક આપ્યા.
મારા પિત્રાઈ- કાકાનું મોસાળ એમને ત્યાં. કૌટુંબિક સંબંધના કારણે ત્રણેક દાયકાથી મારો એમની સાથે સંબંધ રહ્યો છે. એમાં ય ઇ. સ. ૧૮૯૩માં શિકાગોમાં મળેલી વિશ્વ ધર્મ પરિષદમાં શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જૈન ધર્મના પ્રતિનિધિ હતા. એમની જન્મશતાબ્દી નિમિત્તે વિશેષાંક તૈયાર કરવામાં વધુ નિકટ આવ્યો અને સંબંધો વધુ ગાઢ બન્યા. પત્રકારત્વની અગવી સૂઝ અને દૃષ્ટિ એમના પુત્ર-શ્રી વિનુભાઈ અને મહેન્દ્રભાઈને વારસામાં મળી છે.
મૃત્યુની વાત સાંભળીએ અને મનમાં શેક સભા ભરાય. તેઓ તે બારીબારણું વાસીને જિંદગીની પેલે પારના પ્રદેશના પ્રવાસે ગયા, અને જૈન પત્રકારજગતને ખોટ પડી. અંગત રીતે મેં એક પ્રેમાળ મુરબ્બી ગુમાવ્યા છે. શાસનદેવ એમના અત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.
મુ. શ્રી. ચીમનભાઈનું સ્વાસ્થ
મુ ચીમનલાલ ચકુભાઈ શાહની તબિયત, ઓપરેશન પછી સુધરતી રહી છે. અલબત્ત, શકિત આવતા થે સમય લાગશે. આપણે સૌ પ્રાર્થના કરીએ, તેઓ જલ્દી સારા થઈ જાય.
. -મહંતશ્રી