________________
તા. ૧-૧૧-૨
પ્રબુ જીવન
ગુજરાત સર્વોદય સંમેલન–શામણું
અ શાન્તિલાલ ટી. રોક તા. ૨૮ અને ૨૯ સપ્ટેમ્બરના બે દિવસ માટે ઉમરેઠ નજીક આવેલ થામણા ગામમાં “ગુજરાત સર્વોદય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં શ્રી. મુંબઈ જૈન યુવક સંધના એક પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાની મને તક મળી હતી.
ગુજરાતના દરેક જિલ્લાઓના સર્વોદય કાર્યકરો તેમ જ ગાંધી વિચારસરણીવાળા મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા. આશરે પાંચથી છ કાર્યકરોની ઉપસ્થિતિ થઈ હતી. પાંચ હજારની વસ્તી ધરાવતા થામણા ગામે, આટલી મોટી સંખ્યામાં પધારેલા મહેમાનોની સરભરી ખૂબ જ સુંદર રીતે કરી હતી. કોઈને પણ કોઈપણ જાતની અગવડ ન પડે તેવી સરસ તૈયારીઓ સ્થાનિક અને ઇતર કાર્યકર્તાઓએ ઉજાગરા વેઠીને કરી હતી.
આ સંમેલનના અધ્યક્ષરથાને હતાં વિદુષીબહેન વિમલા તાઈ
વિમલાબહેનને પરિચય આપતા કહેવામાં આવ્યું કે, તેઓ દેશના મા-ભગિન-મિત્ર છે. દાદા ધર્માધિકારીએ એક જગ્યાએ એમ કહ્યું છે કે “વિમલા મારી મા છે. તેમણે વાત્સલ્યથી સૌને નવડાવ્યા છે-તેમનામાં ભકિત છે તેમ જ જ્ઞાનને તેઓ ભંડાર છે. પ્રભુના પરમ ભક્ત છે – અલમસ્ત તેમનું જીવન છે. જયપ્રકાશજીને કેઈએ કહ્યું કે તમારે સંતાન નથી તે કેઈને ખેળે ને, તેમણે તરત જ કહ્યું કે વિમલાને અમે ખોળે લીધેલી છે. આજે પણ જયપ્રકાશજીને ખાલી અમુક અંશે વિમલાબહેન પૂરી રહ્યા છે. એ દૃષ્ટિએ આપણા મેટા પરિવારના તેઓ સાચે જ વાત્સલ્યમયી મા-ભગિનિ છે.
સંમેલનની શરૂઆતમાં શ્રી વિમલાબહેને કહ્યું, ગુજરાતના ગાંધીજનોના સ્નેહસંમેલનમાં જોડાવાનું ભાગ્ય મને મળ્યું તેથી હું ખૂબ જ પ્રસન્નતા અનુભવું છું. દરેક ક્ષેત્રમાં કામ કરનારા કાર્યકર્તાએ અરસપરસમાં સૌને પ્રતિબિંબિત કરે એ આ સંમેલનને મુખ્ય ઉદ્દેશ છે.”
ચર્ચાસભા અને ભાષણનું મહત્વ તો છે જ, પરંતુ સ્નેહ-સહકારની ભાવના પારસ્પરિક રહે એનું મહત્વ વધારે છે. આજનો વિષય છે. વર્તમાન પરિસ્થિતિ અંગે ગાંધીજીની ભૂમિકા. એ વિષે બોલતાં વિમલાતાઈએ કહ્યું, “આજે દુનિયાની જે પરિસ્થિતિ છે તેનાથી કઈ રાષ્ટ્ર અલિપ્ત રહી શકતું નથી. સમગ્ર વિશ્વમાં જે બનાવો બની રહ્યા છે તેને કારણે સમગ્ર માનવસમાજ સંતપ્ત છે. પરસ્પરના ભયથી ચિન્તાગ્રરત છે, જેમણે વિજ્ઞાનમાં સિદ્ધિ મેળવી છે એવા મહારાષ્ટ્રમાં એકબીજાનો ભરોસે કરવાની હિંમત રહી નથી. આંતરકલહમાં વિશ્વ ડૂબી રહ્યું છે. એનું કારણ છે, માનવમનની વિચ્છિન્નતા. અધ્યાત્મ અને વિજ્ઞાનને વિકાસ થતો રહ્યો. આવા વિકાસની સાથે, માણસના હૃદયને જેટલો વિકાસ થે જેતે હવે તેટલે થયો નથી. માનવમન, અંધશ્રદ્ધા-પરંપરાથી ઘેરાયેલું રહ્યું છે. માટે, આજે જરૂર છે પ્રબળ શ્રદ્ધા-શકિતની. આપણે શું ખાઈ રહ્યા છીએ તેનું પણ આપણને ભાન નથી, જે જીવનનું પરમ સત્ય છે એવી શ્રદ્ધા-ભકિત’ પણું આપણે બે બેઠા છીએ.
" આપણી વચ્ચે ગાંધીજી જેવી વિભૂતિ થઈ ગઈ. તે તે વિશ્વમાનવ હતા–ફક્ત ભારતીય નહોતા. અન્યાયને રામને કરવા માટે તેમણે આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો. તેમને જીવનમંત્ર હતું કે અસત્ય અને હિંસાથી સ્વરાજ્ય મળે છે તે મારે નથી જોઈતું. આપણી કઈ વ્યાખ્યામાં બેસી શકે એવી વ્યકિત ગાંધીજી નહેતા-તેઓ એક અજબ વ્યકિત હતાં.'
હજાર વર્ષની ઋષિપરંપરાની તેઓ એક કડી હતા. જીવનની અને મનુષ્યની સમગ્રતા તેમણે જોઈ. મનુષ્યશકિત અને પશુશકિતને યોગ્ય રીતે ઉપયોગ કરવાની વાત તેમણે કરી. શેષણમુક્ત સમાજ માટે તેમણે પ્રયત્ન કર્યો. તેમણે કહયું, ક્રોધ, લ, ઈર્ષા, હિંસાથી મનુષ્ય પિતાની જાતને નીચી પાડે છે-એટલે સમાજપરિવતનનું કામ તેમણે પ્રેમપૂર્વક, સંધર્ષને બદલે સહયોગદ્વારા કયુ. સામુદાયિક પ્રાર્થનાને તેમણે ભારતવ્યાપી બનાવી.
ભારતની વર્તમાન પરિસ્થિતિમાં મે ખતરો આજે એકતાને લગતો છે. એકતા દ્વારા રાજ્યશકિતને અને સત્તાને તેની મર્યાદાનું ભાન કરાવી દેવું જોઈએ. જનતા તેમજ સત્તાધારીઓને આ મોટો પ્રશ્ન આપણી સામે આવીને ઊભો છે. અંદરોઅંદરના વેરઝેરને કારણે ગામડાંઓ પણ આજે તૂટી રહ્યાં છે, ત્યાં વિષમય વાતાવરણ પ્રસરી રહ્યું છે. આજે શિવોપાસના કરનારા કાર્યકરોની ખાસ આવશ્યકતા છે. કારણું, સત્તાનો વ્યાપ વધી રહ્યો છે. નાગરિક અધિકાર ક્ષીણ બની રહ્યો છે. નાગરિકેની
સ્વાધીનતા પર ખતરો આવી રહ્યો છે ત્યારે ગંભીરપણે વિચારવાનું આવશ્યક બને છે. ગાંધીજીના સમયમાં દેશ ગુલામ હતા. સત્તાધારીઓ ઘણુ મજબૂત હતા. પ્રજા નબળી હતી. આમ છતાં ગાંધીજીએ પ્રજાને સાથે લઈ રવરાજ્ય પ્રાપ્ત કર્યું. રાજ્યશકિત કરતા જનતાની શક્તિ મેટી છે. તેનું તેમણે દર્શન કરાવ્યું. બધાએ મળીને પ્રજાને ઘડી અને પરિણામ આવ્યું. હવે આજે જનતાએ અને કાર્યકરોએ જાગૃત થવાને સમય પાકી ગયો છે.”
અન્ય વકતાઓના વકતવ્યોને પણ એવો સૂર હતું કે, આજે નેતાગીરી ઢીલી પડી છે-પરરપરમાં જબરે અવિશ્વાસ છે, કઈ નેતાગીરી નીચે કામ કરવું એવા વિચારમાં આજને કાયંકર મુંઝવણ અનુભવી રહ્યો છે. માણસ બદલવાથી કંઈ - થવાનું નથી-માળખું બદલવું પડશે-માનસ બદલવાની તાતી જરૂર છે. આજે આઇપણું સંશોધનને વિષય હોય-મંથનને વિષય હોય તો તે દરેકે પિતાની જાતને તપાસવી–તે છે. આજના સંદર્ભમાં ગાય બચાવો-બેલ બચાવો-ગૌવંશ બચાવોકાર્યક્રમને સફળ બનાવી શકીએ તે પણ તે મોટું કામ થશે.
આજના સમાજમાં એક નવી આકાંક્ષા–અસ્મિતા ઊભી થઈ છે, ને તે એ છે કે સૌને તરત ન્યાય જોઈએ છે. કચડાયેલ વર્ગ આજે ઉપર આવવા મથી રહ્યો છે. તેને તરત ન્યાય જોઇએ છે ન્યાય તેને નહિ મળે તે તમને (કાર્યકરોને) બાજુએ ખસેડીને તે આગળ વધશે. પછાત વર્ગો-હરિજન-દલિતેને હજાર વર્ષથી અન્યાય થયો છે, તેઓ હવે સમસમી રહ્યા છે. તેમની અનેક માંગણીઓને હવે ઢેર રચાય છે. તેને તમારા સમાન થવું છે–તેમનામાં ઉપર આવવા માટેની તીવ્ર અભિલાષા જાગી છે. એથી એમની વાણીમાં કડવાશ આવી