________________
તા. ૧-૧૧-૮૨
પ્રબુદ્ધ જીવન
૧ર
એવી એમની ભાવનાનું પ્રતિબિંબ એમના અાગ્રહમાં પડેલું જોવા મળે છે. આરંભની કેળવણીની ખામીઓ લાવતાં તેઓ કહે છેઃ શાળાઓએ શિક્ષણની વિશેષ જવાબદારી વીરવી જોઈએ. કેળવણીનાં સાધન તરીકે શાળા અને પુસ્તકે અપૂરતાં છે. એની સાથે કેળવણીનું વાતાવરણ ઉત્પન્ન કરવા અન્ય પ્રવૃત્તિઓ અને સાધને પ્રયોજાવાં જોઈએ. શિક્ષણમાં બુદ્ધિનું મહત્ત્વ રવીકારાય તે ઠીક છે, પણ પૂરતું નથી. બુદ્ધિ પાછળ નીતિ, ધર્મ, આદિ તનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ. તે જ પ્રમાણે ટ્રેનિંગ કોલેજમાં અપાતા શિક્ષણની ખામીઓ પ્રત્યે પણ આનંદશંકર ધ્યાન ખેંચે છે.
શિક્ષણના માધ્યમ અંગેની વિચારણા શિક્ષણના માધ્યમના પ્રશ્ન સંબંધી આનંદશંકરની વિચારણાને પ્રકાશિત કરતાં છે. જયન્ત પાઠકે કહ્યું : પિતાના અગાઉના વિચારોમાં આવેલા પરિવર્તનની જાહેરાત કરી આનંદશંકર ભારપૂર્વક કહે છે : “પાઠ્યપુસ્તકે અંગ્રેજી રહેવી જોઈએ અને વિદ્યાથીઓના ઉપયોગ માટેની લાયબ્રેરિઓ વિવિધ વિષય ઉપર અંગ્રેજી પુસ્તકોથી ભરપૂર રહેવી જોઈએ, પરતુપ્રેરેિના ભાષણે દેશી ભાષામાં થવાં જોઈએ.’ ગુજરાતીમાં શીખવવાથી અંગ્રેજી નબળું પડશે એવી લીલના સંદર્ભમાં
નંદશંકર પૂછે છે: “અગ્રેજીનું સારું જ્ઞાન એ જ આપણી કેળવણીની ભાવના હું મેટ્રિક પછી અંગ્રજીને ચિછક વિષય તરીકે રાખવાનું જ સૂચવું છું.”
ધાર્મિક કેળવણી અંગેનો અભિગમ આનંદશંકર ધમ” શબ્દને રિલિજયનના અર્થને નહિ પણ “કલ્ચર'ના અર્થને વાચક ગણે છે ને તેથી કેળવણીમાં તેને અવશ્ય સ્થાને હોવું જોઈએ એવો મત ધરાવે છે ધમ' એ આનંદશંકરને મતે મનુષ્યનું નાક નહિ બલકે એ એનું રૂધિર, પ્રાણ, અત્મા છે એમ તેઓ માને છે. ધાર્મિક શિક્ષણની તેઓ હિમાયત કરે છે. પણ ધાર્મિક શિક્ષણ છોકરાને માબાપે ઘરમાં જ આપવું જોઈએ. તેઓ માને છે કે બાળકે ધર્મ સમજે એટલું જ પૂરતું નથી, એમનામાં ધર્મભાવના હીગે, તેઓ સંસ્કારી થાય ને ધર્મને પાયામાં રાખી જીવન વ્યવહારમાં પ્રવૃત્ત થાય તે જોવાની એમની અભિલાષા છે. ધર્મરહિત જીવન ગાળવા કરતાં માણસ “સમાજ કે “
થિસેફી' તરફ વળે તે વલણ ઘણે દરજજે સારું છે એમ કહ્યા પછી પણ આનંદશંકર કહે છે: થિયોસેફી એ ધર્મ નથી, પણ ધર્મનું ફકત એક દૃષ્ટિબિન્દુ છે અને ‘સમાજોને ધર્મ તે જીવન નિભાવે એ પૈષ્ટિક ખોરાક નથી પણ માત્ર કંઠે ભીને કરે એવું પાતળું પાણી છે.”
આનંદશંકર ધર્મશિક્ષણ પ્રતિને અભિગમ અને અનુરોધ બે મહત્વની બાબતે ઉપર ભાર મૂકે છે. એક તે એ કે ધર્મની કેળવણી આવશ્યક છે પણ સંપ્રદાય, પ આદિ દ્વારા સાંકડી ધર્મભાવનાને પ્રજાના ચિત્તમાં સંચાર થાય તે ઇષ્ટ નથી ને બીજી તે ધમનું શિક્ષણ ભણેલા વર્ગ દ્વારા અપાય તે જ તેમાં બુદ્ધિ, જ્ઞાન, વિવેક દિ તને સમાર થાય ને ધમ" માત્ર સંકચિત કે અંધભાવવાળા ન થતાં આનંદશંકરને ઈષ્ટ એ બુદ્ધિપૂત ઉઘર ને તત્ત્વનિષ્ઠ બને. ' યુનિવર્સિટીની વિભાવના
શિક્ષસ્થક્ષેત્રે યુનિવર્સિટીની સ્થાપના, ગુજરાતી કેળવણી મંડળની સ્થાપના, કેળવણી અંગે મળતાં અધિવેશને વગેરે પ્રવૃત્તિને નિર્દેશ કરી પ્રદેશ યુનિવર્સિટીની વિભાવનામાં કેળવણીમાં વિશાળતા સાધે એવું એનું લક્ષ્ય હોવું ઘટે એમ કહીને આનંદશંકર કહે છે: કેવળ ગુજરાતી દ્વારા જ્ઞાન
આપવા લેવાની વાત નિરર્થક છે. એટલે અંગ્રેજીને જ્ઞાન શપાલનું વાહન કર્યા વિના છૂટકો જ નથી. વળી તે કહે છે: “યુનિવર્સિટી માત્ર પ્રાનિક બેલે અને પ્રાદેશિક જરૂરિયાતોને પિષનારી કે પૂરી કરનારી ન બને એ એક ઇન્ટીગ્રેટિંગ બળ બને તે ખાસ જરૂરનું છે. એમ કહીને યુનિવર્સિટી જ્ઞાનમાં મનુષ્યમાત્રની એક્તા સાધવાનું એનું લક્ષ્ય ન ચૂકે તે જોવાને પિતાને આગ્રહ પણ ર્શાવે છે. કેળવણીના વાહન અંગે અનુસ્નાતક શિક્ષણ માટે તે અંગ્રેજી જ માધ્યમ રહે ને પ્રોફેસરોની પસંદગીમાં માતૃભાષાનું નિયંત્રણ ન રહેવું જોઈએ એવું એમનું સૂચન છે. આનંદશંકર ફરી ફરીને ભારપૂર્વક પ્રદેશ યુનિવર્સિટી સંકુચિત ભાવનાની પિષક ન બની રહેવી જોઈએ એમ કહીને યુનિવર્સિટીને અર્શ સંશ્લેખક બળ બની રહેવાને જ હોવો જોઈએ. યુનિવર્સિટી પ્રાદેશિક હોય છે કે તેમાં સમસ્ત હિન્દની બલકે સમસ્ત પૃથ્વીની મનુષ્ય સંરકૃતિ સ્થાન પામે એમ તેઓ ઇચછે છે અને કહે છે. જગતના મહાન સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભૌતિકવિદ્યા આદિમાં યુનિવર્સિટીએ સત્યના જે ધવલગિરિઓ આકાન્ત કરવાના છે, તેમાં પ્રાન્તિક ભેદને અવકાશ નથી. "
આનંદશંકરનું વલણ એકંદરે વિદ્યમાન યુનિવર્સિટીઓ દ્વારા જ તેમાં પરિસ્થિતિ અનુસાર અનુકૂળ પરિવર્તન કરીને દેશત્કર્ષ સાધવાનું જણાય છે, ગુરુકુલ, વિશ્વભારતી, રાષ્ટ્રીય વિદ્યાપીઠ બનારસ હિન્દુ યુનિવર્સિટીની ઊણપ પ્રત્યે આનંદશંકર સભાન છે અને તે તેઓ દર્શાવી તેનું નિવારણ કઈ રીતે શકય છે તે પણ વિચારે છે. ગાંધીજીના કેળવણીના પ્રયોગે એમને યથાર્થ લાગતાં ગાંધીજી પ્રેરિત શિક્ષણપ્રવૃત્તિને સમજાવવાના પિતાને ધર્મ સમજે છે. આનંદશંકરના કેળવણીના આદર્શોના કેન્દ્રમાં મુકિતની ભાવના રહેલી છે. વિદ્યાપીઠમાં ઔદ્યોગિક શિક્ષણ અપાય તે સામે તેમને વિરોધ નથી. પણ ઔદ્યોગિક શિક્ષણને કારણે બુદ્ધિની કેળવણી સંકોચય નહિ તેની તકેદારી રાખવાનું તેઓ સૂચવે જ છે. ઔદ્યોગિક શિક્ષણથી આજીવિકા રળવા ઈચ્છનાર વિદ્યાર્થી માટે વિદ્યાપીઠની કેળવણીની જરૂર તેઓ સ્વીકારતા નથી તે જ પ્રમાણે ગામડામાં સેવા માટે મહાવિદ્યાલયની કેળવણીની જરૂર તેઓ સ્વીકારતા નથી.
સ્ત્રી કેળવણી સ્ત્રી કેળવણીની હિમાયત કરતાં આનંદશંકર છે. એ થાપેલી સ્ત્રીશિક્ષણની સંસ્થા એસ. એન. ડી. ટી યુનિવર્સિટીના દીક્ષાના સમારંભમાં વ્યાખ્યાન કરતાં આનંદશંકર સ્ત્રી કેળવણી માટે અલગ સંસ્થાની આવશ્યક્તાને સ્વીકાર કરવા સાથે કેટલીક માર્ગદર્શક સૂચનt કરે છે. છોકરાઓ માટે જ હોય તેવા કેટલાક વિષય કાઢી નાખવાની, જે સ્ત્રીઓને વિશેષ ઉપયોગી હોય એવા વિષયે દાખલ કરવાની તેઓ ભલામણ પણ કરે છે. વિશ્વભાષા તરીકે અંગ્રેજીનું મહત્ત્વ સ્વીકારી તેને ફરજિયાત વિષયોમાં સ્થાન આપવાનું કહે છે તેમજ સ્ત્રીઓ વિનાત સાહિત્ય, રાજકારણ, અદિમાં નિષ્ણાંત થાય તેટલું જ નહિ પણુ ગૃહજીવનને આનંદમય કરે એવી કેળવણી પામે એવી ભાવના વ્યક્ત કરે છે.
શિક્ષિતજન કેને કહે શિક્ષિતજન કોને કહે એ પ્રશ્ન કરી તેના ઉત્તરમાં તેઓ કહે છે: “સુશિક્ષિત જન એટલે બ્રાહમણા. બ્રાહ્મણ કેણુ? બ્રાહ્મણ એટલે બૃહત યાને દિનપ્રતિદિન વૃદ્ધિ પામતા મોટા વિશાળ મનને માણસ. બ્રાહ્મણથી ઊલટ શબ્દ બૃહદારણ્યક ઉપનિષદમાં “કૃપણ કહ્યો છે. કૃપણું એટલે દયા ખાવા જે, સાંકડે બ્રાહ્મણમાં પ્રજ્ઞા અને શીલ બંને જોઇએ. પ્રજામાં નવા અર્થના વૈશ્યાની જરૂર તો છે જ. પણ બ્રાહ્મણોની જરૂર પણ થોડી નથી”