SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જિ. - પ્ર નદશંકરને શિક્ષણવિચાર રણવીર સ્થિતિ [ત્રીજું વ્યાખ્યાન] તા. ૮-૯-૮૨ ને રોજ છે. જયન્ત પાઠકે ઠકકર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનું ત્રીજું વ્યાખ્યાન આપ્યું હતું. વિષય હતે “આનન્દશંકરને શિક્ષણવિચાર.’ . વક્તાએ અનન્દશંકરની કેળવણી વિષયક વિચારણને ખ્યાલ તેમની જ એક વિધાનના અવતરણથી આપ શરૂ કર્યો હતું. તે વિધાન આ પ્રમાણે છેઃ “હું વ્યાવહારિક જીવનને કેળવણીને ઉદ્દેશ માનતા નથી, પણ કેળવણીની એક ભૂમિકા માનું છું. જીવનને વધારે જ્ઞાની, વધારે ઊંચું, ખરી સમૃદ્ધિથી વધારે સમૃદ્ધ કરવું એ જ કેળવણીને ઉદ્દેશ છે. કેળવણીનો આ “આઈડીઆલિસ્ટિક અને “સ્પિરિચુઅલ કન્સેપ્શન’ ઉચ્ચ આધ્યાત્મિક ભાવના ભૂલી જવાથી કેળવણી જમીનમાં રગદોળાય છે, રાણી મટી દાસી થાય છે.” વક્તાએ વધુમાં કહ્યું હતું : “આનંદશંકર એજ્યુકેશનના પર્યાયરૂપે મોટે ભાગે કળવણી” શબ્દનો પ્રયોગ કરે છે એ અને સૂચક ને કેળવણીની એમની વિભાવનાનું ઘાતક સમજાય છે. શિક્ષણ શબ્દમાં શીખવવું, ભણાવવું એવો અર્થ રહેલો છે. એમાં કશુંક બીજાને બહારથી આપવાને ખ્યાલ છે, જ્યારે કેળવણીમાં બીજામાં જે છે તેને જ પિષવાને, સંવર્ધવાને, સંસ્કારવાને એટલે કે યોગ્ય દિશામાં વાળવાને, વિકસાવવાને અર્થ રહેલ છે. આનંદશંકરને મતે કેળવણીની પ્રક્રિયા એક સળંગ અખંડ અને નિરંતર એટલે કે જીવનભર ચલાવવાની પ્રવૃત્તિ છે. કેળવણી જીવન માટે નહિ, પણ જીવન કેળવણી માટે છે. કેળવણી જીવનનું સાધ્ય છે. એ પ્રાપ્ત થાય છે ત્યારે જ જીવન એના ખરા અર્થમાં સિદ્ધ થાય છે. કેળવણી વ્યાપક અર્થમાં જીવનનાં સર્વ ક્ષેત્રમાં પ્રવતી તેને આલોક્તિ ને ઉન્નત કરનારી વસ છે. * પિતાના જમાનાની કેળવણી આનંદશંકર પિતાના જમાનાની કેળવણીને ખ્યાલ આપતાં ગૌરવપૂર્વક તેની સામગ્રીને ને તેના પ્રભાવને ઉલ્લેખ કરે છે એમાં સર્વાગી કેળવણીને ખ્યાલ ઓતપ્રેત રહેલે દેખાય છે. “રેલ્યુશનને બેધપાઠ આનદશંકરને મતે એ છે કે ઉચછેદક પ્રવૃત્તિ દુષ્ટ છે તેમ સ્થિત વસ્તુને વળગી રહેવાની વૃત્તિ પણ અનિષ્ટ છે. વખતસર દેશકાળને સમજીને સુધારે કરે એ જરૂરનું છે. કાવ્યમાલા દ્વારા સંસ્કૃત સાહિત્યની, ગોલ્ડન ટ્રેઝરી દ્વારા અંગ્રેજી સાહિત્યની ને કુસુમમાલા દ્વારા ગુજરાતી સાહિત્યની રસસમૃદ્ધિએ વિદ્યાથીના હદયને રમણીયતાને બંધ કરાવીને સંસ્કાયું. “સરસ્વતીચન્દ્ર, પ્રિયંવદા” અને “સુદર્શન' જેવાં સામયિકેએ પણ કેળવણી નિમિત્તે શું સિદ્ધ કરી બતાવ્યું તે કહી આનંદશંકર જીવનઘડતરના સંદર્ભમાં જ્ઞાન અને ક્રિયા અને ક્ષેત્રમાં તેના પ્રભાવક પ્રવર્તનની આવશ્યકતાનું કેવું મહત્ત્વ દર્શાવે છે તે વક્તાએ જણાવ્યું: દુર્ગારામ ને નવલરામ, મહીપતરામને નંદશંકર, મણિલાલ ને, આનન્દશંકર આ સૌએ કેળવણીનું ક્ષેત્ર વ્યવસાય તરીકે સ્વીકારેલું તેથી તેમની વિચારણામાં તેને વન તા. --૮ વ્યાવહારિક અને વૈચારિક બન્ને પારાને સમાવેશ થાય છે ને એમના વિચારે પ્રત્યક્ષ અનુભવમાંથી પ્રગટેલા હે વધારે ઉપયોગી તેમ કહેય લાગે એવા થયા છે. કેળવણી વિષયક આજની પરિસ્થિતિને નિર્દેશ કરીને વકતાએ કહ્યું: “આ પરિસ્થિતિમાં આનંદશંકર જેવાની કેળવણી વિષયક વિચારણા તટસ્થ, મૌલિક, ઊંડી, વ્યાવહારિક દૃષ્ટિની અવગણુના કર્યા વગર તેની સાથે તત્ત્વદૃષ્ટિનો મેળ સાધનારી હોઇ વધારે ધ્યાન પાત્ર, વિચારણીય ને આવકાર્ય સમજાય છે. . . અંગ્રેજી શાસને દેશીઓને કેળવણી આપવાનું કરાવ્યું ને તે સંબંધમાં શાળાઓ તથા યુનિવર્સિટીએ સ્થાપી તેને દેશના ઉત્કર્ષના સંદર્ભમાં એતિહાસિક ઘટના તરીકે મહિમા કરતા કહ્યું : “આપણી શિક્ષણ, સાહિત્ય અને સરકાર ક્ષેત્રની પ્રવૃત્તિ અને પ્રગતિનું શ્રેય અંગ્રેજોએ કરેલી કેળવણીની વ્યવસ્થા અને રચેલા તંત્રને છે.” વાતાએ તે પછી પ્રધયુગના આરંભકાળમાં નવલરામની કેળવણી વિચારણોનું વ્યવહારલક્ષિતા, તત્ત્વવિચાર, ઊંડાણ અને ઝીણવટ આ સર્વ દૃષ્ટિએ મહત્ત્વ દર્શાવી આનંદશંકરમાં તેનું અનુસંધાન થતું હોવાનું જણાવ્યું અને કહ્યું: “એમની બુદ્ધિ, વિદ્વત્તા, તથા જ્ઞાનની વ્યાપકતાને લીધે એ વધારે પરિસ્કૃત અને પરિપકવ બનેલી જણાય છે.” આનંદશંકરની કેળવણું વિભાવના આનંદશંકરની કેળવણી વિચારણામાં કેટલાંક પાયાન ગૃહી રહેલાં છે, જે છેવટ સુધી એમના વિચારનું પ્રેરક ચાલક બળ બનીને તેને દઢતા આપે છે કેળવણીની પ્રક્રિય એ સળંગ એક જ પ્રક્રિયા હોઈ એને ઉદેશ માણસને સંસ્કારવાને, એને વિશાળ, ઉદાર તોથી સમૃદ્ધ કરવાને એટલે કે બ્રાહ્મણ બનાવવાનું હોય, એને પાયે ધર્મમાં, સંસ્કારમાં હોય. આ એમનું કેળવણીના ઉદેશ પર કેળવણી વિશેનું સ્થિર દષ્ટિ બિન્દુ ને વલણ છે. આવું નિરીક્ષણ કરીએ ત્યારે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે આનન્દશંકરને ગૃહીત છે, ગ્રહો કે પૂર્વગ્રહો નથી, તેઓ ખુલ્લા મનના છે ને વકીલની બુદ્ધિથી નહિ પણ ન્યાયાધીશના ધમથી પ્રશ્નને તપાસે છે ને પરીક્ષણ નિરીક્ષણને અંતે ચુકાદો આપે છે. આને લીધે ગાંધીજીની વિદ્યાપીઠ હોય કે બનારસ હિન્દુ યુનિવર્સિટી હોય આર્ય સમાજીઓનું ગુરુકુલ હોય, ટાગોરની વિશ્વભારતી હોય કે કની સ્ત્રી કેળવણીની વિદ્યાપીઠ હેય. આ સંસ્થાઓની ખામીઓ અને ઊણ એમની નજરે પડે છે ને તેમના નિવારણના ઉપાએ પણ એમને જડે છે, જે તેઓ ક્તવ્ય બુદ્ધિથી બતાવે છે. હોપ વાચનમાળા'લાને સમય નિશાળામાં ચાલ્યા પછી તેમાં સુધારાવધારા કરવાને પ્રસ્તાવ આવ્યો ત્યારે આનંદશંકરે એની અશુદ્ધિઓ ને અપૂર્ણતાઓ પ્રત્યે ધ્યાન દોર્યુ ને તે સુધારી લેવા તેમ પુરી દેવા માટે સૂચન કર્યા : પાઠના ક્રમમાં, ભાષામાં, જોડણીમાં રહેલી ખામીઓ સુધારવાના સૂચને સાથે એમણે ધર્મ, રવદેશાભિમાન ને સ્વદેવાભક્તિ વિશેના પાકે, પરાક્રમ, ઉત્સાહ જેવા સદ્દગુણના દ્રષ્ટાન્તરૂપ જીવન ચરિત્ર, સહૃદયતા કેળવે એવાં કાવ્યો પાઠમાલામાં ઉમેરવાનો આગ્રહ કર્યો. આ સૂચને એમની કેળવણી પ્રત્યેની દષ્ટિ અને કલ્પનાના વોતક છે. શિક્ષણ સત્યનિષ્ઠ અને સૌન્દર્ય નિષ હોવું જોઈએ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy