SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬ પ્રબુદ્ધ જીવન તા. ૧-૧૧-૮ર ૦ વાડીલાલ ડગલી કે હેકમટ સ્મિટની સમાજવાદી સરકારનું ઓકટોબરની લીએ પતન થયું અને પશ્ચિમ જર્મનીમાં રાજકીય સ્થિરતાના એક યુગ ઉપર પડદો પડી ગયે. પશ્ચિમ જર્મનીના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષના નેતા છે. હેલ્મટ કલ પશ્ચિમ જર્મનીના વડા પ્રધાનને હોદ્દો મેળવવા માટે એક દાયકાથી રાહ જોતા હતા કી ડેમોક્રેટસ પક્ષે પિતાના સંયુકત સરકારના સાથી સોશ્યલ ડેમોક્રેટિક (સમાજવાદી) પક્ષને છેડી દીધો ત્યારે છે. કેલને તક મળી ગઈ. સંયુક્ત સરકારના પતનથી બે શકયતાઓ ઉભી થતી હતી. કાં તે ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષ અને ફી ડેમોક્રેટિક પક્ષની સંયુક્ત સરકાર રચાય અથવા દેશમાં સામાન્ય ચૂંટણી થાય. . હકીકતમાં આ બે પક્ષોની સંયુકત સરકાર જ રચાઈ, પણ તેને લીધે જર્મન રાજકીય જીવનમાં અભૂતપૂર્વ રાજકીય કઢતા સજાઈ છે. સામાન્ય રીતે પશ્ચિમ જર્મનીમાં સરકાર ચૂંટણીઓ પછી જ બદલાય છે. આ વખતે પહેલી જ વાર એવું બન્યું કે સંયુકત સકારના એક ભાગીદરના સામાયિક પક્ષપલટ પછી અવિશ્વાસની દરખાસ્ત તારી સરકાર બદલાઈ. આને લીધે સત્તા ગુમાવનારા સેશ્યલ ડેઝેટમાં જ નહિ પણ ફ્રી ડેમોક્રેટની એક મોટી સંખ્યામાં પણ સન્નાટો છવાઈ ગયો છે. પશ્ચિમ જર્મનીના હેસ રાજ્ય ખાતેની પ્રતિક ચૂંટણીમાં - કી ડેમોક્રેટને પાંચ ટકાથી પણ ઓછા મત મળ્યા છે જેને લીધે તેઓ રાજ્યની વિધાનસભામાં બેસવા માટે ગેરલાયક ઠર્યા છે. કી ડેમેકેટિક પક્ષે પિતાને દગો દીધો છે એવું જર્મન મતદારને લાગ્યું છે અને તેની કટુતાને આ પુરાવો છે. સરકાર બફ્લાવાના સમયને ટાંકણે જ થયેલી ચૂંટણીમાં જે. રાજકારણીઓને લે કે એ ફેંકી દીધા હોય તેઓને નવી સરકારમાં જોડાવાની છૂટ ન હોવી જોઈએ એમ જર્મન પ્રજા કહે છે. અલબત્ત સરકારમાં જોડાવાનું તેમનું પગલું બંધારણીય હતું તેની ના પાડી શકાય તેમ નથી. પણ એમને માટે પ્રામાણિક રસ્તો તે એ હતું કે વડા પ્રધાન શ્રી શિમરે માગણી કરી છે તેમ તેમણે મતદારો પાસે જઈને તેમને ચુકાદો માગ જોઈતું હતું. રસપ્રદ વાત એ છે કે શ્રી શ્મિટે જ નહિ પણ છે. કાલના સાથી પ્રખર રૂઢિચુસ્ત નેતા ફાઝ જોસેફ સે પણ આવી માંગણી કરી છે. કી ડેમેક્રેટિક પક્ષના અધ્યક્ષની એક નિકટના સાથીદાર શ્રીમતી હેમ બુચરે બળવો કર્યો અને તેમના સાથી ડે. કલની તરફેણમાં મત આપ્યો નહોતે. અવિશ્વાસની દરખાસ્તની ચર્ચામાં ભાગ લેતાં એમણે આ યાદગાર વાકે કહેલાંઃ “હેકમટ શ્મિટ મતદારોની સંમતિ વિના સત્તાભ્રષ્ટ થયા. હેલ્મટ કેલ મતદારોની સંમતિ વિના વડા પ્રધાનપદે આવ્યા. બને બનાવો બંધારણીય છે, પણ તેથી બંધારણની પવિત્રતાને ડાઘ લાગે છે.” શ્રી શ્મિટે પણ એજ મુદ્દો રજુ કરી કહ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્ત કાયદેસર તો હતી, પણ તેમાં “અતિરિક, નીતિક વાજબીપણું નહોતું. ફી ડેમેક્રેટ સંયુક્ત સરકારમાંથી કેમ નીકળી ગયા? તેમને સમાજવાદીઓ સાથે અંદાજપત્રની ખાધ, સામાજિક સલામતીને ખર્ચ અને ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ માટેનું ઉજન વગેરે અંગે મતભેદ હતા. ફી ડેમોક્રેટા ખાનગી ક્ષેત્રની તરફેણમાં છે. પણ નવી સંયુક્ત સરકારે પ્રારંભમાં જે કાર્યક્રમ હાથ ધર્યા છે તે મધ્યમમાગી' સેશ્યલ ડેમેટાના કાર્યક્રમ કરતાં બહુ જુદે નથી. સોશ્યલ ડેમેટર આ કાર્યક્રમ એવી આર્થિક પરિસ્થિતિમાં રજુ કરેલ, જ્યારે પશ્ચિમ જર્મનીમાં બેકારીને આંક ૨૫ લાખની અસહ્ય સંખ્યાને વટાવી ગયેલ. નવી સંયુકત સરકારમાં કાઉન્ટ ઓટ વેઅઝફને આર્થિક ખાતું સંભાળવાનું જ ફરી સેપિવામાં આવ્યું છે. જ્યારે અધિવાસની દરખાસ્તની ચર્ચામાં ફ્રી ડેમોક્રેટિક સબેને સેશ્યલ ડેમોક્રેટિક પક્ષની આર્થીિક નીતિ ઉપર પ્રહારો કર્યા ત્યારે સેશ્યલ ડેમોક્રેટિક પક્ષના અધ્યક્ષ શ્રી વિલી બાટે અસરકારક રીતે પૂછયું કે એ સમાજવાદી સરકારની આર્થિક નીતિ જે એટલી આફતજનક હતી તે નવી સંયુકત સરકાર કાઉન્ટ ઓટો લેઝડફને આર્થિક પ્રધાન તરીકે ફરી શા માટે રાખે છે ? " નવા વડા પ્રધાન ડો. હેલ્મટ કેલને રૂઢિચુસ્તમાં ડાબેરી ગણાવી શકાય. તેમને કામદાર સંઘમાં નહિ જોડાયેલા ગરીબ લકાની ચિંતા છે તેને સાવચેત રાજકારણી છે, જે સાધારણ રીતે હેડીને હચમચાવી મૂકવાને વિચાર ન કરે. છે. કેલે વચન આપ્યું છે તેમ આવતા વર્ષના માર્ચમાં તેઓ ચૂંટણીઓ કરે તે સારું છે, કારણ કે સત્તાસ્થાનની લગામમાંથી છૂટા થઈ ગયેલા કેટલાક ડાબેરી સમાજવાદીએ શેરીઓમાં સંધર્ષ આદરે અને ત્યાં તેમને જર્મનીમાં ઊભા થયેલા એક “ગ્રીન્સ” નામે ઓળખાતા નવા સંગઠનને ટકે મળે એ સંભવ છે. આ ગ્રીન્સને કેટલાંક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓમાં પાંચ ટકા કરતાં વધારે મત મળ્યા છે. તેઓ અણુવિધી છે. તેમને વિકાસ ખાતર વિકાસ જોઈતો નથી. તેઓ પર્યાવરણને ક્ષુબ્ધ કરવાના પ્રયત્નોની વિરુદ્ધ છે. હેમ્બર્ગની વિધાનસભાની ચૂંટણીમાં એમને રાજકીય વિજય મળે તેને પરિણામે એક અણુવીજળીનું કારખાનું બંધ કરી દેવામાં - આવ્યું છે. હેસમાં એક હવાઈમથકનું વિસ્તૃતીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે. પશ્ચિમ જર્મનીમાં સેશ્યલ ડેમોક્રેટિક પક્ષ અને ક્રિશ્ચિયન ડેમોક્રેટિક પક્ષ એ બેની વચ્ચે સમતુલ જાળવનારા પક્ષ તરીકે શ્રી ડેમેક્રેટસનું સ્થાન આ ગ્રીન્સે લીધુ છે. ધી ડેમોક્રેટસનું ઘટતું જેર અને ગ્રીન્સની વધતી લેકપ્રિયતાને પરિણામે જર્મનીના રાજકારણમાં અનિશ્ચિતતાનું તત્વ દાખલ થયું છે. એ તદ્દન સંભવિત છે કે ક્રિશ્ચિયન ડેમેકેટિ, પક્ષ જે રીતે સત્તા ઉપર આવે તેને લીધે પશ્ચિમ જર્મનીની ભાવિ સંયુકત સરકારે સેશ્યલ ડેમોક્રેટ અને ગ્રીન્સની બનેલી હોય. ગ્રીન્સ પશ્ચિમ જર્મનીના ભ્રમનિરસન પામેલા યુવાનના એક મેટા વિભાગનું પ્રતિનિધિત્વ કરે છે.' ત્રણ ક્ષેત્રેમાં ડો. કેલના નેતૃત્વ નીચેની સરકારની નીતિ કદાચ બદલાય. પહેલું અમેરિકા અને એટલાન્ટિક જોડાણ. ડો. કલ અતિશય અમેરિકા-તરફી છે. શ્રી શ્મિટ પશ્ચિમી , દેશ અને રશિયા વચ્ચે સમતુલા રાખતા હતા. પણ ડે. કેલ માને છે કે પશ્ચિમ જર્મનીનું ભાવિ અમેરિકાની સાથે જ છે. જૂન માસમાં અમેરિકાના પ્રમુખ રેગનની પશ્ચિમ જર્મનીની મુલાકાત વખતે ડાબેરીઓ જ્યારે રેગનવિરોધી રેલીઓ યોજતા હતા ત્યારે છે. કાલે બેન અને મ્યુનિકમાં રેગનતરફી રેલીઓ સફળતાપૂર્વક યોજી હતી એ કેવળ અકસ્માત નથી. બીજું ક્ષેત્ર સમાજવાદી રાજ્યનાં જુથનું છે. અહીંયા છે. કેલ રશિયા સાથે કડક થાય એ સંભવ છે. તેઓ કદાચ સમાજવાદી વડા પ્રધાન વિલી બ્રા શરૂ કરેલી પૂર્વ સાથે સમાધાનની નીતિને ત્યાગ કરે. આ નીતિ સાદી ભાષામાં કહીએ તો રશિયા સાથે સાવચેતીપૂર્વક સંવાદ ચલાવવાની હતી. મિટે આ સંવાદ ચાલુ રાખે, પણું ડે, કલ તે. અમેરિકાની સંમતિ મળે તે જ એ ચાલુ રાખે. ત્રીજું ક્ષેત્ર વિકસતા દેશ પ્રત્યેની પશ્ચિમ જર્મનીની સિધાન પાછું = ૧૩૪
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy