________________
તા. ૧૬-૧૦–૮૨
પ્રબુદ્ધ જીવન
* ૧૨૩
E; પચ્ચકખાણું મા
જ છે. રમણલાલ ચી. શાહ પચ્ચકખાણ એ જૈન પારિભાષિક શબ્દ છે. સંસ્કૃત પ્રત્યાખ્યાન’ શબ્દ ઉપરથી આ પ્રાકૃત શબ્દ આવેલ છે.
પ્રત્યાખ્યાન શબ્દ વિશિષ્ટ રીતે જાયેલો છે. એમાં પ્રતિ અને ‘આ’ એ છે એ ઉપસર્ગો અને “ખા’ ધાતુ છે અને તેને અન' પ્રત્યય લાગેલો છે. “પ્રતિ” એટલે પ્રતિકૂળ, અર્થાત અત્માને જે પ્રતિકુળ હોય તેવી અવિરતિરૂપ પ્રવૃત્તિ. ‘આ’ એટલે મર્યાદા. અને ખ્યા એટલે થન કરવું. આમ પ્રત્યાખ્યાન એટલે આત્માને પ્રતિકુળ એવી અવિરતિરૂપ પ્રવૃત્તિઓને મર્યાદામાં બાંધવારૂપ કથન ગુરૂસાક્ષીએ કરવું તે. એટલા માટે परिहरणीय वस्तु प्रति आश्च्यानम् इति प्रत्याख्यानम्' मेवी વ્યાખ્યા પ્રત્યાખ્યાનની આપવામાં આવે છે.
પચ્ચકખાણ એટલે એક પ્રકારની સ્વેચ્છાએ લીધેલી છે પ્રતિજ્ઞા. મનુષ્યના ચિત્તમાં અનેક પ્રકારના સાંચાખેટા વિચારો ઊઠે છે અને અનેક પ્રકારની શુભાશુભ અભિલાષાઓ જન્મે છે. બધા જ મનુષ્યો જે પિતાના ચિત્તમાં ઊઠતાં બધા જ વિચારોને તરત અભિવ્યકત કરે અને પિતાના ચિત્તમાં ઊઠતી બધી જ અભિલાષાઓને પૂર્ણ કરવા પુરૂષાર્થ આદરે તે સિંધર્ષ અને કલહ એટલો બધો વધી જાય કે મનુષ્યજીવન ટકી જ ન શકે. માણસના ચિત્તમાં જાગતી કેટલીક ઈચ્છાઓ એવી ગાંડીધેલી હોય છે કે તે બીજા આગળ વ્યક્ત કરવા જેવી હોતી નથી. કેટલાંક દુષ્ટ વિચારોને માણસ પિતાની મેળે અંકુશમાં રાખે છે, કારણ કે એ વ્યક્ત કરવાથી વ્યવહારમાં કેવાં અનિષ્ટ પરિણામ આવશે તે એ જાણે છે.
મનુષ્યમાં સાધારણ સમજશક્તિ અને વિવેકશક્તિ રહેલી હોય છે. એવી કેટલીક અનિષ્ટ ઈચ્છાઓને તે તરત નિરોધ કરે છે. મનુષ્યનું જીવન સ્વેચ્છાએ જે સંયમમાં રહેતું હોય તે નિયમ કરવાની બહુ જરૂર ન પડે. પરંતુ અજ્ઞાન, કષાય, પ્રમાદ વગેરેને કારણે કેટલીક ન કરવા યોગ્ય પ્રવૃત્તિઓ માણસ કરે છે. કયારેક કરતી વખતે અને કર્યા પછી પણ માણસ તેમાં રાચે છે. તે કયારેક તેવી પ્રવૃત્તિઓ કરતી વખતે કે કર્યા પછી તેને તે માટે ખેદ થાય છે અને તેવી પ્રવૃત્તિ ફરી ન કરવાને એ સંકલ્પ કરે છે અથવા એ પ્રતિજ્ઞા લે છે.
ન કરવા યોગ્ય પ્રવૃત્તિ ન કરવાની પ્રતિજ્ઞા એટલે પચ્ચકખાણ. પચ્ચકખાણ એટલે આત્માને અનિષ્ટ કરનાર અથવા આત્માને અહિત કરનાર કાયને મન, વચન અને કાયાથી નિષેધ કર. એટલા માટે પચ્ચકખાણ કરનારે મન અને ઈન્દ્રિયોને કબજામાં રાખવાની આવશ્યકતા છે. જે તેમ કરી શકે છે તે જ પચ્ચકખાણ લેવાને યોગ્ય બને છે.
જીવનમાં પચ્ચકખાણુની આવશ્યકતા શી? એ પ્રશ્ન કોઈકને થાય. માનવચિત્ત એટલું બધું ચંચલ છે કે કયારે તે અશુભ અને અનિષ્ટ વિચારો અને પ્રવૃત્તિઓમાં રાચશે તે કહી શકાય નહિ. માણસે જે કોઈની સાક્ષીએ પ્રતિજ્ઞા લીધી હોય છે તેવી પ્રવૃત્તિ કરવાને પ્રસંગે ઉપસ્થિત થતાં તે અચાનક પંભી જાય છે. પચ્ચકખાણ ચિત્તને દ્દઢ બનાવવામાં સહાયરૂપ
બને છે. પચ્ચકખાણ એ એક પ્રકારની વાડ, પાળ અથવા કિલ્લો છે કે જેના વડે અંદર રહેલું ચિત્ત સુરક્ષિત બની જાય છે. જેમ ગાય, ભેંસ, ગધેડે વગેરે ઢેર ખેતરમાં ઘૂસી જઈને નુક્સાન ન કરે તે માટે ખેતરને વાડ કરવામાં આવે છે; જેમ કે પાણી વહી ન જાય અથવા ગંદુ પાણી અંદર આવી ન જાય એટલા માટે પાળ કરવામાં આવે છે, તેવી રીતે પચ્ચકખાણુથી મન અને ઇન્દ્રિયને વશ રાખવાની દઢતા આવે છે. જેમ ઘરમાં ચાર, કૂતરું વગેરે પેસી ન જાય તે માટે ઘરનું બારણું બંધ રાખવામાં આવે છે, તેવી રીતે આપણું ચિત્તમાં પાપરૂપી ચાર કે કૂતરું ઘૂસી ન જાય તે માટે પચ્ચકખાણુરૂપી બારણું આપણે બંધ રાખીએ છીએ. માયુસ ઘોડા ઉપર સવારી કરે અને તેના હાથમાં જે છેડાની લગામ ન હોય તે ઘેડે અંકુશરહિત બની ફાવે તેમ દેશે અને કદાચ પિતાના ઉપર બેઠેલાં સવારને પણ ફગાવી દે. પરંતુ જે લગામ હાથમાં હોય તે ઘડાને આવશ્યક નિયંત્રણમાં રાખી શકાય. તેવી રીતે ચિત્તરૂપી ઘેડને નિયંત્રણમાં રાખવાને માટે પચ્ચકખાણરૂપી લગામની આવશ્યકતા છે. આપણા જીવનને ધર્મરૂપી રાજમાર્ગ ઉપર રાખવાને માટે અને ઇતર પ્રલોભનોમાંથી બચાવવાને માટે પચ્ચકખાણ એ ઉત્તમ ઉપાય છે. શાસ્ત્રકારે એટલા માટે કહે છે કે પચ્ચકખાણ વિના સુગતિ નથી
ગૌતમરવામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો હતે કહે ભગવાન ! પચ્ચકખાણનું ફળ શું?” ભગવાને કહ્યું, હે ગૌતમ! પચ્ચકખાણુનું ફળ સંયમ છે.”
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે પ્રત્યાખ્યાનથી અથવા એટલે કે પાપનાં દ્વાર બંધ થાય છે અને ઈચ્છાનિધિ જન્મે છે. નવાં કર્મ બંધાતાં અટકાવવાં તેને “સંવર’ કહે છે. પચ્ચકખાણુ, એટલા માટે, સંવરરૂપ ધમ ગણાય છે. - જૈનધર્મમાં આરાધક માટે રોજ રોજ કરવા યોગ્ય એવાં
છ અવશ્યક કર્તવ્ય ગણાવવામાં આવ્યાં છે : (૧) સામાયિક (૨) ચઉવીસન્થ (ચવીસ તીર્થંકરની સ્તુતિ) (૩) વંદન () પ્રતિક્રમણ (૫) કાઉસગ અને (૬) પચ્ચકખાણ. આમાં પચ્ચકખાણને પણ રોજની અવશ્ય કરવા યોગ્ય ક્રિયા તરીકે ગણાવવામાં આવ્યું છે.
જીવન હંમેશાં સંયમમાં રહે, કુમાર્ગમાંથી પાછું વળે, ' પાપાચરણથી અટકે અને સદાચારી બને એટલા માટે મનુષ્ય કેટલીક વસ્તુઓને ત્યાગ કરવારૂપ નિયમે ગ્રહણ કરેા જોઈએ. આરંભમાં માણસ પોતાની શકિત અને મર્યાદાને લક્ષમાં રાખીને એવા નિયમો ગ્રહણ કરે છે જેનું પાલન ઘણું જ સરળ હોય અર્થાત્ તેવું પાલન કષ્ટવિના રવયમેવ થઈ જ જાય. જેમ જેમ સમય જતો જાય, વધુ અને વધુ મહાવર" અથવા અભ્યાસ થતા જાય તેમ તેમ માણસ તેવા નિયમોને સંક્ષેપ કરતો જાય અને શકિત વધતાં વધુ કઠિન નિયમો પણ ગ્રહણ કરવા લાગે. આ દૃષ્ટિએ જૈન ધર્મમાં પ્રત્યેક કક્ષની નાનીમેટી તમામ વ્યક્તિઓની શકિત અને મર્યાદાને અનુલક્ષીને ત્યાગ કરવારૂપ પચ્ચકખાણના એટલા બધા પ્રકારો દર્શાવ્યા છે કે માણસને જે પચ્ચકખાણું લેવાની રૂચિ હોય તે પિતાની પ્રકૃતિ અનુસાર તેવા પ્રકારના પુચકખાણુની પસંદગી કરવાની અનુકુળતા તેને અવશ્ય મળી રહે.