SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૨૦ થવાના. એમ થતાં હિક નીતિવ્યવસ્થાનું મહત્વ ઘટવાનું. આની સામે અતવાદીને તે જગત પણ બ્રહ્મરૂપ જે હાઈ એ જગતમાં ને આ જગતના વ્યવહારો મારફત જ બ્રહ્મનો અનુભવ કરવાનો છે. આ રીતે એને તે સાંસારિક નીતિવ્યવસ્થા બ્રહ્મભાવથી પ્રકાશિત થાય છે, પવિત્ર થાય છે અન્ય પ્રદેશથી એને લેપ થતો નથી.' ' નીતિ અને સદાચાર નીતિ કે સદાચાર સામાન્યતઃ કર્મનાં અંગ છે.' જગતમાં કર્માની આવશ્યકતા બધા જ ધર્મોપદેશોએ ઓછેવત્ત અંશે સ્વીકારી છે. શંકરાચાર્ય કમને સ્વીકાર કરે છે પણ તેને જ્ઞાનથી નીચે દરજજે મૂકે છે. કર્મથી ચિત્તસત્ત્વની શુદ્ધિ થાય છે અને શુદ્ધ ચિત્તમાં જ્ઞાનને પ્રકાશ જામે છે. આમાં જેટલે અંશે ચિત્તનું શુદ્ધીકરણ અપેક્ષાયું છે તેટલે અંશે કર્મનું મહત્વ સ્વીકારાયું છે ને એમ નીતિનું પણ જ્ઞાન પૂર્વે નીતિપરાયણતા જ્ઞાન માટેનું સાધન બની રહે છે પણ પછી જ્ઞાનની સંપૂર્ણ અવસ્થામાં નીતિ જ્ઞાનીના લક્ષગુરૂપ બની રહે છે. અનન્દશંકર કહે છે: “યારે શું કર વેદાંત પ્રમાણે જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને નીતિના નિયમેનું બંધન રહેતું નથી ? નથી જ રહેવું -બધન નથી રહેતું. નહિ કે નીતિના નિયમ જ નથી રહેતા. અજ્ઞાની મનુષ્ય જે નિયમે શ્રમ કરીને પાળે છે એ જ નિયમ એમનામાં સ્વભાવસિદ્ધ થઈ રહે છે. જ્ઞાનની બે ભૂમિકાઓ વેદાન્ત અનુસાર આનંદશંકર જ્ઞાનની બે ભૂમિકાઓ ગણવે છે. પરાક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાનને તેઓ સર્વથા તક દલીલ અર્થાત મગજના વ્યાપારરૂપ માનતા નથી પણ એમાં “મગજના વ્યાપારનું પ્રાધાન્ય” જુએ છે એને પણ સદ્વર્તનને ઉપકારક ગણે છે. તેઓ કહે છે: ખરી રીતે જોતાં પરોક્ષ જ્ઞાન તે કાચું જ્ઞાન છે અને અપરોક્ષ જ્ઞાન તે પાકું જ્ઞાન...કારણ કે અપરોક્ષ જ્ઞાન પરોક્ષ જ્ઞાનની પરિપકવાવરથા છે, પરોક્ષ જ્ઞાન આત્મામાં કરીને, પિતાને અનુરૂપ વર્તન સુશિષ્ટ રીતે ઉપજાવી આજ સુધી જે સદવર્તન શુભ વાસનાને લીધે એક ટેવ માફક ઊપજી આવતું હતું એ જ સદવર્તનને હવે સમજણવાળું કરી સમસ્ત આત્માને પિતાના તેજથી રંગે છે, પરિપકવ કરે છે. એને આંતરરસ પ્રકટ કરી આપે છે. અપરોક્ષ જ્ઞાનમાં સદવર્તન એક સ્વાભાવિક ધર્મ તરીકે એની મેળે જ સમાઈ જાય છે. ધર્મભાવને આનંદશંકર મનુષ્યના સ્વભાવસિદ્ધ અને મનુષ્ય માટે આવશ્યક ગણે છે. આપણા ધર્મને બ્રાહ્મ ધમ” એવું નામ આપીને તેઓ એમાં ભક્તિ, કર્મ અને જ્ઞાન એમ ત્રણ અંગેનો સમાવેશ કરે છે અને ત્રણેની મર્યાદાઓ બતાવી તેમનાથી મનુષ્ય હૃદયની પ્રકાશની, કર્તવ્યભાવનાની અને આત્મબલની આકાંક્ષાઓ પૂરી પડે ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું માને છે. તેઓ કહે છે : “જ્યારે જ્ઞાન મેળવી તદ્દનુસાર ક્રિયા કરી એ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આનંદ અનુભવાય ત્યારે ધર્મનું પ્રયોજન સિદ્ધ થયું ગણાય. - આપણે જેને વેદધર્મ તરીકે ઓળખીએ છીએ તેમાં #કિત, કર્મ અને જ્ઞાનનું પ્રવર્તી રહેલું દેખાય છે. ભકિત, ક્રિયા અને જ્ઞાનમાં આનંદશંકરને ઝોક અને પક્ષપાત જ્ઞાન ભણી છે ને એટલે જ શાંકર મન કે અત સિદ્ધાન્ત એમને સ્વીકાર્ય બન્યા છે. ધમવિચારની વિશિષ્ટતા આનંદરકરના ધર્મવિચારની વિશિષ્ટતા એ છે કે કોઈ દર્શન, સિદ્ધાન્ત, સંપ્રદાય કે પંથનો અનાદર કર્યા વગર તેઓ તેમાં રહેલાં ઈષ્ટ તને તારવે છે ને એક વ્યાપક ધર્મભાવનામાં બધાને સમન્વયપૂર્વક સમાવેશ કરે છે. કોઇપણ ધર્મ કે દર્શનનું આ બધુંય. રવીકારી લેવાની અનિંછ ઉદારતા' એમનામાં નથી. તેથી એક તરફ એમની વિચારણામાં ધર્મઝનૂન કે મિશનરીની પ્રચારધગશને અભાવ વરતાય છે તે બીજી તરફ બુદ્ધિપૂત શુદ્ધ ધર્મતત્ત્વના નિરૂપણનાં દર્શન થાય છે. તેઓ આપણું સનાતન હિંદુધમને પુરસ્કારે છે પણ પરંપરાગત તરહિત કર્મકાંડને. વેવલી ભક્તિનો જે વેગ જેવી ક્રિયાને ધર્મનું ઈષ્ટ ને અનિવાર્થ અંગ ન માનીને એમને નિદે છે. તેઓ કર્મકાંડના રહસ્ય પ્રાણવિનિમય એટલે કે ગરૂપે માનવા કરતાં જ્ઞાનરૂપે સમજવું ઉચિત ધારે છે. કારણ મનુષ્યને ખરો હેતુ જ્ઞાનથી સધાય છે એ શંકરાચાર્યને સિદ્ધાન્ત પરમ સત્ય લાગે છે. વણવ્યવસ્થા ને આશ્રમવ્યવસ્થા વર્ણવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાનું બૌદ્ધિક દૃષ્ટિએ મૂલ્યાંકન કરતાં આનંદશંકર કહે છે: “વર્ણવ્યવસ્થા વધારે તે સમાજવ્યવસ્થાનું અંગ છે. તે આશ્રમવ્યવસ્થાને તેઓ જીવનમાં સાધવાના પુરુષાર્થના સંબંધમાં આર્યોની સૂક્ષ્મ અને વ્યવહારુ દૃષ્ટિના નમૂનારૂપ ગણુતા લાગે છે. - ધર્મ અર્થ, કામ અને મેક્ષ એ ચાર કે ધર્મ અને મેક્ષને ભેગા ગણીએ તે ત્રણ પુરૂષાર્થોમાં ધમને મનુષ્યજીવનને પ્રધાન ઉદ્દેશ અને પરમ અર્થ ગણાવીને આનંદશંકર એને અગ્રસ્થાને મૂકે છે ને અર્થ અને કામને ધર્મ સાથે જોડવાની આવશ્યકતા ભાર મૂકીને દર્શાવે છે. મેક્ષને તેઓ ધર્મમાંથી જ વિસતા ધર્મના અંગરૂપ છે એટલે એક જ ગણે છે. ધર્મનું સેવનું પૂર્વાવસ્થામાં જ થવું જોઈએ એવો આગ્રહ ૫ણું એ રાખે છે. તેઓ જન્મને કારણે જ જે બ્રાહ્મણ ગણાય એ છે તેને ગુરુ ગણવાનું યોગ્ય ન લેખતાં બ્રાહ્મણત્વની પૂજાને યથાર્થ સમજે છે ઇતિહાસ અને પુરાણુનાં તાત્પર્યને તેઓ વેદના પ્રકાશમાં સમજવાની હિમાયત કરે છે, આનંદશંકર પિતાને સાચા હિન્દુ તરીકે સમજતા પણ પોતે કે સંપ્રદાયના હોવાનું સ્વીકારતા નથી. હિન્દુ ધર્મમાં એતિપ્રોત છતાં તેઓ બીજા ધર્મોને અનાદર તે નથી જ કરતા. ઊલટું અન્ય ધર્મો દ્વારા આપણા ધર્મની પરીક્ષા થાય એમ છે. , જીવ અને બ્રહ્મ ઉભય મૂલત: એક અખંડ ચૈતન્ય છે એવે અનુભવ તે બ્રહ્માનુર્ભાવ એમ માનતા આનંદશંકર આવા અનુભવ માટે શંકરાચાર્યની જેમ સંન્યાસ પ્રબંધ છે અને સાચે સંન્યાસ એટલે એમને મને અંતરમાંથી અહં ગ્રંથિને વિલય, અને અહંગ્રંથિને વિલય એટલે જીવનમુકિત. જ્ઞાનની દૃષ્ટિ તે જ મુક્તિ છે, કર્મ અને ભકિત એ માત્ર ચિત્તશુધિ માટેનાં સાધન જ છે બાકી તત્ત્વ સાક્ષાત્કારમાં અંતિમ સાધન તે જ્ઞાન જ છે. આ જ્ઞાન એટલે અનુભવ. આ અનુભવ પ્રાપ્ત કરવાનો અધિકાર તેને જ છે જેનામાં નિત્યનિત્ય વસ્તુવિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન અને વૃધ્ધા–એ છ સાધનોની પ્રાપ્તિ અને મેક્ષની ઇચ્છા અટલાં વાનાં હોય. પિતાના બીજા વ્યાખ્યાનનું સમાપન કરતાં છે. જયન્ત પાઠકે કહ્યું : “આપણું ભકિત, કર્મ અને જ્ઞાન સર્વેમાં અવિદ્યા કે અજ્ઞાનને જગ હોવાને ' સંભવ રહેલે છે તેથી પૂર્ણ સત્ય કે પરમ સત્યનું દર્શન આપણે માટે દુર્લભ છે. આ પરિસ્થિતિ એક બાજુ સાચા ધમૅવિચારકને ઉદારતા અને ખુલ્લું મન રાખવાની ફરજ બધે છે તે બીજી બાજુ સાચી ધર્મભાવનાવાળાને ધર્મતત્વ વિષયમાં પ્રમાણિક શંકા અથવા શાશ્વત શોધવૃત્તિ-જિજ્ઞાસાં રાખવાનું સૂચવે છે. આવી પ્રમાણિક શંકા કે શાશ્વત જિજ્ઞાસાં તે નાસ્તિક્તા નથી પણ એ સાચા આસ્તિનું સ્વભાવલક્ષણ છે એવી મારી સમજ છે.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy