SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 90 પ્રબુદ્ધ જીવન ૧૮૨ ન રહે તો ભૂખે મરવા વારો આવે. તેણે અમેરિકન પત્રકાર કરતાં દસ ગણી મહેનત કરીને એકસામા ભાગના મહેનતાણાથી સંતોષ માનવા પડે છે, પત્રકારમાંથી કટારલેખક બનેલા મારા જેવા ઉપર ઘણી વખત એ જ ક્ષેત્રના લોકો બીજા વિદેશી પત્રા વાંચનારાઓનો આક્ષેપ હોય છે કે અમે વિદેશી મેગેઝિનના લેખાના સીધેસીધા તરજુમા કરી જઇએ છીએ. સીધેસીધા તરજુમાથી હાલના ચાલાક વાચક્વર્ગને સામે રાખીને સારો કટાર-લેખક જીવી શકે નહિ. ઇલસ્ટ્રેટેડ વિકલીના ભૂતપૂર્વ મંત્રી શ્રી એમ. વી, કામથ અમેરિકામાં હતા ત્યારે સવારના ત્રણ કલાક તેમણે વર્તમાનપત્રોના કટિંગ કરવામાં અને ફાઇલ કરવામાં ગાળવા પડતા હતા. એક લેખ તૈયાર કરવા ઘણી વખત મારે ગા ડઝન છાપાઓ, મેગેઝિન અને રેફરન્સ બુકો જોવી પડે છે. એરીસ્ટોટલ ફિલસૂફ હતા કે કવિ હતા કે ઈતિહાસકાર હતા કે શું હતા તે જેવા માટે રેફરન્સ શોધવા પડે, “પ્રબુદ્ધ જીવન”ના એક લેખમાં છ વર્ષ પહેલાં મેં એક ફિલસૂફને કવિ કહેલા કે એવી કંઇ ભૂલ કરેલી ત્યારે મુરબ્બી શ્રી ચીમનભાઇ શાહે તે ભૂલ શોધેલી, તુરંત માટે “પિપલ એન્ડ પ્લેસીઝ” નામની દસ હજાર વ્યકિતઓ અને સ્થળાની જાણકારી આપતું મેોંઘા ભાવનું પુસ્તક ખરીદી લેવું પડયું હતું. એનસાઇક્લોપીડિયા ના જૂના ગ્રા ‘જન્મભૂમિ ’ ની લાઈબ્રેરીમાં છે પણ ચાર વર્ષ પહેલાં મારા સ્વાસ્થ્યને કારણે સ્ટાફમાંથી છૂટા થવું પડયું ત્યારે બીજા મેગેઝિના માટે લખું ત્યારે તે એનસાઇક્લોપીડિયાનો લાભમને મળતા નહિ એટલે મારી બચતમાંથી માટે રૂા. ૧૧૦૦૦/-ની કિંમતથી 'એનસાઇકલાપીડિયા બ્રિટાનીકા’ અને ‘એન સાઇકલેપીડિયા અમેરિકાના’વસાવવા પડર્યાં હતાં. લખવાના મેાહ જતા કરી શકતા નથી કે મારી પત્ની પાસે એક પાઇ સુદ્ધાંનું સાનાનું આભૂષણ નથી અને મને કટારલેખક તરીકે કોઇ પુસ્તક રૂા. ૩૦૦/- નું હોય તો પણ તેને બીજી કરકસર કરીને નિ:સંકોચ ખરીદવું પડે છે. કટાર લેખક અને પ્રાસંગિક લેખો લખનારે જીવનમાંથી ઘણુ જતું કરવું પડે છે. સવારે ચા પીને મારી નાની બેબી રમવા આવે તો તેને ભૂલીને રોજ સવારે અંગ્રેજી દૈનિકોના થોડાને જોઈ વાં પડે છે. એમાંથી જે ભવિષ્યમાં કામ લાગે તેવા સમાચારો કાપીને તેની ફાઈલ બનાવવી પડે છે. માત્ર ભારતનાં જનહિ, પણ વિદેશના મોંઘા મેગેઝિના ખરીદવાં પડે છે. ભારતમાં અંગ્રેજી સાપ્તાહિકાક્રિસકોનો રાફડો ફાટયો છે તે તમામ જોઈ જવા પડે છે, નહિંતર જાગૃત વાચકનો આક્ષેપ સહન કરવા પડે કે: આ લેખ તો આમાં છપાઈ ગયા છે.” જે વિષય ઉપર લેખ છપાઈ ગયા હેય તે વિષયથી સારા કટારલેખકે દૂર રહેવું જોઈએ. તે વિષય બહુ ઉકળતા હોય તો તે વિષયમાં બીજા લેખકોએ લખ્યું હોય તેનાથી નિરાળી સામગ્રી શોધવી પડે છે. એ માટે જુદી જુદી લાઇબ્રેરીઓમાં નિયમિત જવું પડે છે. મારે ત્રણ લાઈબ્રેરીઓના સભ્ય બનીને ત્યાં જવું પડે છે. . ‘હાર્પર ’‘આટલાન્ટીકે', ‘ન્યુ સાઈન્ટીસ્ટ' ‘ઓમ્ની’ ‘ન્યુ સ્ટેટ્સમેન’,, “ધી ન્યુ રિપબ્લિક”, “Ăકટેટર”, “ક્રિશ્ચિયન સાયન્સ માનીટર”, “ફારબસ”, “ ફોરચ્યુન”, “ ધી સેંટર ડે રિવ્યુ ” “સેટર ડે પેસ્ટ”, “ધી નૅશન” લંડનના બે રવિવારની સાપ્તાહિકો વગેરેને નિયમિત જોવા પડે છે. તેમાં ઓછામાં ઓછા બે કલાક જાય, તેમાંથી ભાગ્યે જ આખા લેખના તરજૂમા કરી શકાય. વાંચતી વખતે નોંધ લખવી પડે છે જેનાંધા ભવિષ્યના લેખામાં વાપરી શકાય અને લેખને રસપ્રદ બનાવી શકાય. સારા લેખની શરૂઆત કરવા જ to તા. ૧૬–૧–૪૨ ઘણી વખત મારે શરૂના પેરેગ્રાફ માટે એક કલાક ગુમાવવા પડે. લેખને અનુરૂપ માહિતી મળે અને રસપ્રદ શરૂઆત થાય તે માટે કેટલીક વખત પુસ્તકો પણ જોવાં પડે. પુસ્તક, મેગેઝિન, દૈનિકોની કાપલીઓ અને પોતાના અનુભવા કે સ્મરણે એ બધાનું સંકલન કરીને લેખની પ્રવાહિતા જાળવવી પડે. દાખલા તરીકે “સંયુકત રાષ્ટ્ર સંઘની બીજી બાજુ” એ લેખ તૈયાર કરવા મેં છેલ્લા છ મહિનામાં એકઠી કરેલી માહિતી ઉપયોગી થઈ હતી. તેમાં “ ઇકોનોમિસ્ટ”, ‘મું. એસ. ન્યુઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ” “ સન -ડે ઓબ્ઝરવર ” “કવીલ” – ( પત્રકારો માટેનું જ મેગેઝિન) “ફોરચ્યુન’ એ બધાં સામિયકોનાં કીંગ્ઝ અને નોંધાનો ઉપયોગ કરવા પડયો હતો. લેખ લખવામાં માત્ર ૪૦ મિનિટ લાગે. ઘણી વખત હું ટ્રેનમાં કે બસમાં લેખ લખું છું પણ તેની સામગ્રી એકઠી કરવામાં ૪૦ કલાક પણ નીકળી ગયા હેાય છે. એ પછી તેના પુરસ્કાર રૂા. ૨૫/- થી રૂા. ૫ મળે છે. પ્રાસંગિક લેખો લખવાના હેાય એટલે ફાઈલિંગનું કામ રખડી પડે. સિનેમા નાટકના સમય જ ન રહે. આવકની પૂર્તિ કરવા માટે જૂના લેખાનો સંગ્રહ કરીને તેને પુસ્તક રૂપે છપાવવા પ્રકાશકને ફોન કરવાની કે આંટા ખાવાની એક મિનિટ પણ બચે નહિ, પ્રાસંગિક લેખા લખીએ. એટલે પોતાની સમસ્યાઓ કે માહિતી લઈને ઘરે મુલાકાતીઓ આવે તેને સાંભળવા પડે. અમુક માહિતી આવા લોકો પાસેથી મેળવવી પડે, તેણે આપેલી માહિતીને કાસવી પડે. પણ સમયનું દબાણ હોય અને માહિતી ચકાસાઈ ન હોય તો લેખમાં ભૂલ રહી જતા છબરડા વળે. શ્રી નાની પાલખીવાળાની કન્સલ્ટેશન ફી અંગે એક પ્રતિષ્ઠિત વ્યક્તિએ માહિતી આપી મેં 'જન્મભૂમિમાં છાપી અને તે ખાટી નીકળતાં તંત્રીએ માફી માગવી પડેલી. આમ સમયના અભાવનું બહાનું ન ચાલે. કટાર લેખક તરીકે જીવવા ” ‘ક્રેડિબીલિટી’ (વિશ્વસનીયતા) જાળવવી પડે. પેાતાનો પ્રચાર કરવા માટે લેખ લખાવવા આવનારને સમજાવીને પાછા કાઢવા પડે. ઘણા વાચકોની અપેક્ષા હોય કે રેશનિંગ, એગમાર્ક ખાતું, મહારાષ્ટ્રનું ઉદ્યોગખાતું, વેચાણવેરા ખાતું અને બીજા ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર વિષે અમે લેખો લખીએ. એ લોકો સાચી માહિતી પણ આપે. પરંતુ તંત્રીને માફી ન માગવી પડે તેવી સાવચેતી રાખીને ભ્રષ્ટાચારની મળેલી માહિતીમાંથી ૯૯ ટકા નકામી જાય. એટલે ભ્રષ્ટાચારની વાતો પ્રકાશમાં ન આવે. સ્ટાફ ઉપરના રિપોર્ટરોને પણ આ મૂંઝવણ હોય. પુરાવા વગરના ભ્રષ્ટાચારની વાતો છાપી શકાય નહીં. માત્ર તંત્રી અને ન્યુઝ એડીટર જોખમ ઉઠાવે અને સાહા કરે તો છાપી શકાય, મોટે ભાગે મનુભાઇ મહેતા, જયંતી શુકલ, રમણભાઇ શેઠ અને હરીન્દ્રભાઇ આવું ખમ ઉઠાવતા હતા અને ઉઠાવે છે, પણ બદનક્ષીના ડરે અને તાજેતરની નવી ધમકીઓને કારણે તે સાહસ ઓછું થતું પણ જોઇ શકાય. કટાર લેખકે પીઢ બને પછી હેતુપૂર્ણ અને ઉપયોગી લેખો લખવાના અભિગમવા બને છે. પણ તે લેખામાંથી તેની રોટી પાકે નહિ. કારણ કે ગુજરાતી દૈનિકા આર્થિક સ્થિતિને કારણે કે વ્યવહારુ કારણેાને લઇને વધુ પુરસ્કાર આપી શકે નહિ. આવી રોટી મેળવવા કટાર લેખકોએ મનોરંજનલક્ષી રંગીન સાપ્તાહિકામ લખવું પડે. એવા મનાર જનવાળા અને હેતુવિહીન લેખોની નકામી સામગ્રી ભેગી કરવામાં મુકત પત્રકારનો સારો એવા સમય વેડફાઇ જાય છે, પણ જીવન ચાલુ રાખવા જીવનને વેડફવું પડે છે. માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪૦ ૦૪. ટે. નં.: ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦૦૦૧.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy