________________
તા. ૧૬-૧-૮૨
મુન્નાને તૈયાર કરવામાં, પતિની કોફી બનાવવામાં વ્યસ્ત છે, ઊંચું જોવાની ફુરસદ નથી ને પીઠ પાછળ એક પ્લેટ રચાતો જાય છે. પતિને, પ્રેમને, પોતાના લગ્નજીવનને taken for granted આમ જ સ્વીકારી લીધા છે. નાવિન્ય ઓસરી ગયું છે, પતિને પણ આક ર્ષણથી, વાતોથી, સહવાસથી સાચવવાના છે તે ભૂલી ગઈ છે. એટલે સુધી કે અમર એને કહેવા ય ને વાત બદલાઈ જાય. અમર પૂરતી હિંમત માંડમાંડ એકઠી કરે, ત્યારે પણ માનસીની કમર દુ:ખે છે. સખત શારીરિક વેદના છે. ઊંઘવું છે. અમર એના દેહ પર હાથ ફેરવે ત્યારે એના સ્પર્શમાં પહેલાં જેવી સુંવાળપ, જાદુ રહ્યાં હશે? અમરના હાથ હવે જુદી જ ભાષા બોલે છે અને છેલ્લે જ્યારે અમર કહે જ છે ત્યારે માનસી કહે, ‘ચાલા, આપણે હનિમૂન પર જઈએ.’ યાદ છે લગ્ન પછી અમરે જ ના પાડી હતી? માનસી ફરી કહે, ‘ચાલો, આપણે કશે ફરવા જઈએ' બન્ને મરીનડ્રાઈવ પર ફરવા નીકળે છે. સીધી સાદી વાત, છતાં આ ફરવામાં પણ વ્યથા છે. બે હ્રણ સાથે ને તે પણ ફરવા-કેટલા વરસા પછી નીકળ્યા હશે? એટલે જ માનસી કહે છે, ‘મુંબઈ કેટલું બધું બદલાઈ ગયું છે!' ઘરની ચાર દીવાલામાં જ રહ્યા. બહારની હવા આવવા જ ન દીધી! અમર કહે, “કેટલા સુંદર સરિયામ આ રસ્તા, પણ આ રસ્તા કાં ય દેરી નથી જતા.’ માનસી મકાનોને જોઈ જ રહે છે. ‘કેટલાં’ સુંદર મકાને, ધરો-આપણું એક પણ નહીં!” મુંબઈના અનેક નગરજનની આ વ્યથા માનસીના શબ્દોમાં છે.
પ્રાદ્ધ જીવન
અને માનસી અમરને કહે છે, ‘તમે તમારી પ્રિયતમાને એકવાર ઘરે લઈ આવેા. મારે એને મળવું છે, અને એ પણ આપણું ઘર જુએ. એણે તો તમને જોયા છે ઓફિસની કેબિનમાં executive તરીકે સાફસૂથરા, અગ્નીબંધ કપડાંમાં. જુએ તો ખરી તમે ઘરમાં કેવા રહેા છેા. કેટલા અસ્તવ્યસ્ત છે. ”
અમર તૈયાર થાય છે. તે પહેલાં ખૂબ ઉતાવળથી માનસી ઘરને રંગ કરાવે છે. ત્યારે જ કેટલાં વરસોથી રંગ નથી થયો તે પાપડાજાળાં છતાં થાય છે. ખુલ્લાં પડે છે. જાણે એમનું જ લગ્નજીવન! દીવાલોને પણ નવા રંગાની, સ્પર્શની જરૂર હતી. માનસી પોતે પણ સાવટ કરે છે, હેરસ્ટાઈલ કરે છે. અરે ખુદ પેાતાને દીકરો પણ ચકિત થઈ જાઉં છે. કહે ‘મમ્મી તું કેવી સુંદર લાગે છે. રાજ આવી રીતે સુંદર સજાવટ કરતી હો તે !'
સપના ઘરે આવે છે. અમર પેાતાનું જ ઘર-જાણે ઓળ'ખી નથી શકો. માનસી એમને માટે ચા બનાવે છે. એક વખત માનસીએ જ અમરને ચા વિષે કહ્યું હતું, “તમે તમારી આદતને ન છોડી શકો, પસંદગીને તેન છેડી શકો.” અમર બેચેન છે. બોલી નથી શકતો. એક બાજુના રૂમમાં ફાંફાં મારે છે. આવતા નથી. માનસી એને ઉદાર દિલે કહે છે કે તમને જવા દઉં છું. તમે ખુશીથી એને પરણજો. એ આવે છે ત્યારે સપના ઉઠવાની તૈયારી કરે છે. માનસી યાદ આપે છે, ‘તમારી ચા તો પીધી નહીં.” અમર કહે, “રહેવા દે ચા ઠંડી પડી ગઈ. નથી પીવી.' આમાં ચાના અસ્વીકારમાં એના નિર્ણયના અણસાર છે. ચાને એ જતી કરે છે.
૧૮૧
માનસીને આઘાત જરૂર લાગે છે પણ એની પાસે એક આગવા સંયમ છે, ક્યાંય આક્રોશ નથી, ઈર્ષ્યાની અગ્નિઝાળ નથી, ઝઘડો
નથી, વાસ્તવિક હકીકત બની છે તેના અસ્વીકારના ધમપછાડા નથી. સારા કૅટાર લેખકે જીવવા શુ કરવુ પડે?
[] કાન્તિ ભટ્ટ
પળભર અવાક થઈ જાય છે એટલું જ ! છતાં સરી જતા પતિને જકડી રાખવાનો મિથ્યા પ્રયત્ન નથી. એની આંખામાં આંસુ નથી. કયાંય melodrama નથી. એને કે મુન્નાને દુ:ખી ચિતરી તમારી પાસે ખેટાં આંસુ ઉઘરાવાતાં નથી.
અંત પણ સૂચક છે. અમ? અને સંપન! જયાં હેય છે ત્યાં જ એક વાડે જતા હેાય છે. લગ્નના ગીત ગાય છે. વાજવાળાં
પણ સૂચક ગીત વગાડે છે, ‘ચલી જા...’ તથા ‘તું ગંગાકી મૌજમ જમુના કાપાણી.' અહીં પણ એ જ, ઘર પ્રત્યે પાછા ફરવાના અમરના નિર્ણયનો સંદેશ છે. તોવરઘોડો બન્નેને છૂટા પાડે છે.સારિકા સામી બાજુ, બીજી ફ્રૂટપાથ પર ચાલી જાય છે, ઊભી છે ને ‘આવજો’ કહી સ્હેજ આછું હસે છે, અમરે કશું કહ્યું નથી પણ એ પામી ગઈ છે. કશું પૂછતી નથી. ખસી જાય છે. અમરને એણે જ કહ્યું હતું, તમે પણ બીજા અનેક માણસાની જેમ સામાન્ય નીકળ્યા.' છતાં આખા ચિત્રમાં ત્યારે જ એ વધુ સુંદર લાગે છે.
આખા ચિત્રમાં એક દર્દ વહ્યા કરે છે. એ દર્દ માનસીનું છે, એ અમરનું પણ છે. અને આમ સપના ભલે આપણી મમતા ન જીતે છતાં અંતે એનું પણ એક દર્દ તો છે જ! રામકૃષ્ણ પરમહંસને તોતાપુરીએ કહેલું, “લાટા માંજતે રહેજે, કાટ ન લાગે,’ વધુ પડતું લાગે છતાં આ જ વાત લગ્નજીવનને, સૌ કોઈ પ્રેમને પણ લાગુ પડે જ છે ને? કે પછી તમે કહેશે, પ્રેમ ક્યારે ય વાસી થતા નથી.’ ચિત્ર આ જ વાત કહે છે: બહારની હવા કયારેક તમારા ઘમાં વાવાઝાડું આણી મૂકે છે. દીવાલાને હચમચાવી મૂકે છે. તમારું માણસ હમેશ તમારું જ રહે એ કલ્પના જૂઠી પણ પડે!
આ પ્રકારના ચિત્રા સ્હેજ મંદગતિએ વ્હેતા હોય છે. વસ્તુનું, વાર્તાનું, પાત કંઈક શિથિલ, ધીમે ધીમૅ ઉઘડતું હોય છે. ઘટનાઓ ઝડપભેર બનતી નથી. લાગણીઓના સ્પંદન તમે ઝીલી શકો, ન બોલાયેલા શબ્દોની ભીતર તમે ઊંડે ઉતરી શકો એટલી તમારી પાસે અપેક્ષા રખાય છે. .
દૈનિક દૈનિક વર્તમાનપત્રમાં નિયમિત લેખ આપનારને અંગ્રેજીમાં કોલમિસ્ટ કહે છે. આપણે તેને કટાર લેખક હીએ છીએ. અમે રિકન વર્તમાનપત્રમાં એક કોલમ લેખકના લેખ ૨૦૦ વર્તમાન. પત્રમાં છપાય છે, બકુલ ત્રિપાઠી જેવા હળવા લેખો લખનારા આર્દ્ર બુચવાલ્ડના હળવા લેખો. જગતના ૩૫૦ વર્તમાનપત્રમાં છપાય છેઅને ભારતમાં “હિન્દુ ” નામનું મદ્રાસનું દૈનિક પણ તેના લેખ રૂા. ૧૦૦૦ના (લેખ દીઠ) પુરસ્કાર ભરીને ખરીદે છે. ક્યાર લખવા માટે કટાર લેખકે માત્ર દૈનિક વર્તમાનપત્રો જ નહિં પણ અસંખ્ય મેગેઝિન અને પુસ્તકો પણ વાંચવાં પડે છે. અમેરિકાના મશહૂર કટાર લેખક સિડની હેરીસના લેખા ૨૨૦ વર્તમાનપત્રમાં છપાય છે. તે કહે છે કે “હું” નવલક્થા તે વાંચી જ શકતા નથી. સારી ક્યારો લખવા માટે એક સપ્તાહના પંદર પુસ્તકો ‘જોઇ’ જવાં પડે છે અને તેમાં અમુક પૂરા વાંચવાં પડે છે, અમારે આત્મકથાનકી, ફિલસૂફી, વિજ્ઞાન, કર્મ અને માનસશાસ્ત્રનકો જૂનાં-નવાં પુસ્તકો ઉપર સતત ધ્યાન રાખવું પડે છે.”
સારા ટાર લેખક બનવા શું કરવું જોઈએ તેવા એક વાચકના પ્રશ્નના જવાબમાં સિડની હેરીસે કહ્યું કે “સારા કટાર લેખકમાં બુદ્ધિયુકત જીજ્ઞાસા હોવી જોઇએ. તેણે રૂઢિવાદ અને પરિવર્તનશીલતા એ બન્નેને સાંગમ કરીને ચાલવું જોઇએ. નવા વિચારોને સ્વીકારવા હૂઁઇએ. વાચકોને શરીરની કસરત ગમે છે પણ તેમાનસિક કસરત કરવા તૈયાર નથી એટલે વાચકનેં માનસિક - કસરત થાય તેવું કટાર લેખકે ન લખવું જોઇએ. ”
સિડની હેરીસની વાત સાચી છે. વાચકો વતી માનસિક કસરત અમારે કરવી પડે છે. જ્યારે કોઇ પત્રકાર- લેખક મુક્ત પત્રકાર (ફ઼ી લાન્સ જર્નાલિસ્ટ) બનેં ત્યારે ગુજરાતી પત્રકારીતામાં તે જાગૃત
9