________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૮૨
કાયષ્ટ વિશે
| મહેશ જે. મહેતા તા. ૧૬ ઓગષ્ટને “પ્રબુદ્ધ જીવન’ને એક મારા જોવામાં આવ્યા અને તેમાં શ્રીમદ્ રાજચંદ્ર' શીર્ષકવાળા શ્રી ચીમનલાલ ચકુભાઈને અગ્રલેખ વાંચ્યા અને આનંદ અનુભવ્યું. તેમાં એમણે પહેલા પેરેગ્રાફમાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના વિચારોને ઉલ્લેખ કર્યો છે તે વિશે મારા વિચારો રજુ કરું છું.
૧. પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ એકાન્ત જ્ઞાનવાદી બની ક્રિયાકાંડને વિરોધ કરનારા હતા અને એક તરફ ઢળી ગયાં હતાં એવું ન હતું એ વાતની પ્રતીતિ તેમની દરેક હિન્દી-ગુજરાતી કૃતિઓ અને તેમનું જીવન જોતાં અવશ્ય થાય છે. તેમના સંસ્કૃતને પ્રાકૃત ગ્રંથની વાત પણ જે જે સાંભળવામાં આવી છે એ પણ એ જ વાતની પ્રતીતિ કરાવે છે કે તેઓ જેટલે ઝોક જ્ઞાન તરફ આપે છે તેટલું જ ઝોક ક્રિયા તરફ આપે છે. તેઓશ્રીએ જેટલા અંશે શુષ્ક અને મિથ્યાહતક ક્રિયાઓનું ખંડન કર્યું છે તેટલા અંશે શુષ્ક અને મિથ્યાતક જ્ઞાનનું પણ ખંડન કર્યું જ છે. તેઓશ્રીએ જ્ઞાન-નિરપેક્ષ ક્રિયાને નિરર્થક ગણાવી છે અને તે જ રીતે કિયા-નિરપેક્ષ જ્ઞાનને પણ નિરર્થક ગણાવ્યું છે. આ વરતુ તેમની ' હિન્દી ગુજરાતી ભાષાની કૃતિઓ તરફ નજર કરવાથી સ્પષ્ટ તરી આવે છે.
(૨) પૂજ્ય મુનિ શ્રી કાતિયશવિજયજીને જે લેખ પુસ્તકમાંથી પ્રગટ કરવામાં આવ્યો તે સન્માર્ગ દર્શન’ શ્રી સીમંધર સ્વામિની ૩૫૦ ગાથાના રતવનની પહેલી ઢાળના ૧૫ થી ૧૬ ગાથાનું વિવેચન પ્રબુદ્ધજીવનના અંકમાં લેવામાં આવ્યું છે તે એ જ ટોળની આગળપાછળની ગાથાઓ અને તેના વિવેચન ઉપર દ્રષ્ટિપાત કરવામાં આવે તે પણ એ વાત જોવા મળે છે કે પુજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ કે વિવેચનકાર મુનિશ્રીમે એલી ક્રિયા કે કાયકષ્ટને વિરોધ નથી કર્યો પરનું શુષ્ક અને મિથ્યાહતુક જ્ઞાનને પણ એટલો જ વિરોધ કર્યો છે અને એઓશ્રી વિરોધ કરીને જ અટકી ગયા નથી પરંતું સરસ અને સમ્યગહેતુક જ્ઞાન તથા ક્રિયા અને કષ્ટભોગને એટલું જ મહત્વ અપ્યું છે. આ અંગે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની નીચેની કડીઓ તથા સન્માર્ગદર્શન’ માંથી તેના વિવેચનને જોવામાં આવે તે પણ એ વાત તરી આવ્યા વિના નહિ રહે..
કિરિયા ઉથાપી કરીજી, છાંડી તેણે લાજ નવિ જાણે તે ઉપજે છે, કારણ વિણ નવી કાજનિશ્ચયનય અવલંબતાજી, નવિ જાણે તસ મમ છોડે જે વ્યવહારનેજી, લેપે તે જિન ધર્મ નિશ્વન યાવિ પામી શકે નવિ પળે વ્યવહાર ક્રિયા બિના જ્ઞાન ન કબહુ, ક્રિયા જ્ઞાન બિનુ નાંહી ક્રિયા જ્ઞાન દોઉં મિલત રહતું કે, જે જલસ જલમહિં
જ્ઞાનસારમાં પણ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ક્રિયાનું મહત્ત્વ બતાવતાં જણાવ્યું છે કે
क्रियाविरहितं इन्त, शानमात्रमनयकम् । गति विना पयशोऽपि, नाऽऽप्नोति पुरमिप्सितम् ॥
આ બધું જોતાં એ સ્પષ્ટ જણાય છે કે તેઓશ્રીએ તથા વિવેચનકારશ્રીએ ક્રિયાને કે કષ્ટભેગને નિષેધ નથી કર્યો, પરંતુ
જ્ઞાન અને જ્ઞાનીની ઉપેક્ષાપૂર્વકની ક્રિયાને તથા કષ્ટભેગને અહિતકર જણાવ્યાં છે. આ વાતને તેઓશ્રીએ “સન્માર્ગ દર્શન પુસ્તકમાં પેજ ૮ થી ૩૩ સુધીમાં બહુ જ સારી રીતે સમજાવી છે.
વળી પ્રસ્તુત લેખમાં પણ માત્ર કચ્છમાં ધર્મ નથી' એ શિક્ષક દ્વારા એમ નથી સમજાતું કે “કષ્ટમાં ધર્મ નથી” એવું નથી, પરનું જ્ઞાન અને જ્ઞાનીની ઉપેક્ષાપૂર્વકના કષ્ટમાં ધર્મ નથી. આ વાતમાં અથાર્થતા જેવું કે એકપક્ષતા જેવું છે કહી શકાય તેમ છે? આમાં કષ્ટભેગને નિષેધ કે વિરોધ ક્યાં આવ્યો? વળા નીચેનું વાક્ય પણ એ વાત સ્પષ્ટ કરે છે કે “વિવેક વિનાને કષ્ટગ માત્ર જનમનનું રંજન કરી શકે છે, પરંતુ આત્મરંજન તે ન જ કરી શકે. આ દ્વારા શું એ નકકી નથી થતું કે “વિવેકવાળા કષ્ટભેગ આત્મરંજન કરી શકે છે?” તેમ જ તે લેખમાં છેલ્લે છેલ્લે જે લખવામાં આવું છે કે જે કષ્ટભંગ વિવેકપૂર્વકને હોય, જેમાં અશય શુદ્ધિ ભળેલી હોય, જે આજ્ઞાને અનુસરતા હોય, અને એ જ કારણે અનુબંધ શુદ્ધ હોય તે કષ્ટભોગ અત્મિકલ્યાણકર બની શકે છે.'
તે આ પેટા દ્વારા શું સુવિશુદ્ધ કષ્ટભોગની પુષ્ટિ નથી થતી
(૩) આ રતવન વિગેરેની કડીઓમાં કરાયેલાં વિધાન છે ઉ. શ્રી યશોવિજયજી મહારાજે પોતાને માટે નથી કર્યા પરન્તુ અજ્ઞાનમાં અટવાતાં અત્માઓને સન્માર્ગનું દર્શન કરાવવા ઉપદેશરૂપે જ કર્યા છે. આથી એમ પણ ન જ કહી શકાય કે “અનંદધનજી અને યશોવિજયજીની કાટિએ પહેમ્યા હોય તેવી વ્યક્તિ માટે જ એ કથન સત્ય છે.
જે વ્યકિતએ આનંદધનજી અને ઉ. યશોવિજયજીની કટિએ પહોંચવું હોય તેવા દરેક સાધક – આરાધક આત્માને માટે પણ એ વિધાને સમજવા, વિચારવા અને આચરવા અત્યન્ત અનિવાર્ય બની જાય છે. જે આ વાતને સ્વીકારવામાં ન આવે તે શ્રીમની નીચેની કડી માટે પણ વિચારણો ઊભી થઈ જશે ? બાહ્ય ક્રિયામાં રાચતા અંતભેદ ન કઈ. ,
. જ્ઞાનમાર્ગ નિષેધતાં તે ક્રિયા જડ અઈ
જે આ પદોને માટે એમ માનવામાં આવે કે તે ક્રિયા માત્રનો નિષેધ કરનાર નથી પણ જડ ક્રિયાને નિષેધ કરનાર છે તે માત્ર કચ્છમાં ધર્મ નથી” એ વાતને પણ એજ અર્થમાં સ્વીકારવી જોઈએ એવું નિષ્પક્ષપાતપૂર્વક વિચારતાં મને જણાય છે.
ડો. રમણલાલ ચી. શાહને અભિનંદન
સંધની પયુંષણ વ્યાખ્યાનમાળા તથા વિદ્યાસત્રના પ્રમુખ છે. રમણુલાલ ચી. શાહની–ફાર્બસ ગુજરાતી સભાના પ્રમુખ તરીકે વરણી થઈ છે–તે માટે તેમને હાર્દિક અભિનંદન.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંધ
આંખની સંભાળ માટેનો અમૂલ્ય ઇલાજ
શ્રી ચન્દ્રકાન્ત શાહ, ઘાટકોપરમાં, અખ માટેનું ઉપચાર કેન્દ્ર ચલાવે છે. તેઓની સારવારથી ચશ્માના નંબર ઉતરી જાય છે અને ખેતી પણ ઓગળી જાય છે.
પ્રેમળ જ્યોતિ'ના ઉપક્રમે તા. ૨૩-૧૦–૮૨ શનિવારના રોજ સાંજના ૫-૩૦ વાગે, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં ઉપરના વિષય ઉપર તેમનું જાહેર પ્રવચન રાખવામાં આવેલ છે, જિજ્ઞાસુઓને સમયસર પધારવા અમારું પ્રેમભર્યુ નિમંત્રણ છે
–નીરૂબહેન શાહ –કન્વીનર, પ્રેમળ જયોતિ