________________
. પ્રબુદ્ધ જીવન
તા ૧૯-૮૨
ઈતિહાસ વિશે....
તંત્રીશ્રી, પ્રબુદ્ધ જીવન’
પ્ર. . (૧૬-૮-૮૨)માં યશવંત દોશીને ઈતિહાસ ઉપર લેખ ખૂબ ગમ્યો.
સમાજની દરેક વ્યક્તિમાં તેનાં માબાપ, જાતિ અને સમાજના ઇતિહાસ મુજબ સારાનરસા ગુણો-Characteristics અને behavioural patterns આવે છે. વ્યક્તિના ઈતિહાસમાં સમાજને ઈતિહાસ અંતર્ગત-inherently રહેલો જ છે. વ્યકિત પિતાના આગવા ગુણો– individual traits વડે તેમને modify કરી પિતાને ઇતિહાસ સજે છે અને એમ ઘણી વ્યકિતઓથી સમાજ નો ઇતિહાસ સજાય છે. વ્યક્તિ સમાજનું એક ઘટક હોવાથી બંને વચ્ચે સતત interaction રહે છે અને ઓછીવત્તા અંશે એકબીજાથી પ્રભાવિત થાય છે. ઘણીવાર વ્યકિતગત ઇતિહાસ મુખ્ય બનાવને વળાંક આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. દા. ત. નેસન અને નેપોલિયન વચ્ચેનું યુદ્ધ તે ઈટનના કીડાંગણમાં જ છતાયેલું કહેવાય છે.
આથી સમાજના ઇનિહાસને વધુ મહત્વને કહે એ કરતાં બંને ઇતિહામે એકબીજાથી મહાન છે એમ કહેવું વધુ ઉચિત લાગે છે. વ્યકિતગત ઇતિહાસ સૂક્ષ્મ (microscopic) અથવા intensive અને specific દુષ્ટિ આપે છે. સમાજનો કે રાષ્ટ્રને ઈતિહાસ એવી ઘણી બધી દષ્ટિઓનો વિશાળ (extensive) લક પર સમન્વય કરી cohesion આપવાનું કામ કરે છે. આ રીતે ઈતિહાસ સર્વભેદી અને સર્વવ્યાપી છે.
સૈકાઓથી દુનિયાને ખૂણે ખૂણે વહેંચાયેલા યહુદીઓએ પિતાનાં ધર્મ, ભાષા. સંસ્કાર અને રીત-રિવાજો સાચવવા ભવ્ય પુરૂષાર્થ કર્યો. બે હજાર વર્ષ પૂર્વે ગુમાવેલી પિતાની ભૂમિ પર હક માગે. સ. ૧૯૪૮ માં state of Israel જાહેર કર્યું. એને સાચવવા ચારે બાજુ પથરાયેલા આરબ રાજ્યો સાથે વિજળી યુદ્ધ કર્યા, એટલું જ નહિ, જુદા જુદા ethnic backgroundમાંથી આવતા યહુદીઓએ હિબ્રુને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારી અને ખભેખભા મિલાવી આરબોને સામનો કર્યો. સૈકાઓથી પથરાળ અને વંદયા જમીનમાં Settlements સ્થાપી, કાળી મજુરી કરી હરિયાળી ભૂમિ બનાવી (વધુ માહિતિ માટે 0 Jerusalem” અને “Exodus” નામનાં best seller પુરત કે ઉલ્લેખનીય છે.) આપણું દેશમાં ઈઝરાયલ કરતાં વધુ વિવિધતા અને વધુ લેકે છે. આપણી મુશ્કેલીઓ વધુ મહાન છે, છતાં તેમના ભૂત અને વર્તમાન કાળમાંથી ઘણું શીખી શકીએ. - વર્તમાન ઇતિહાસ સજતા Policy makers વિવિધ દેશોના ભવિષ્યના વર્તારા ( extrapolations ) બનાવે છે. કોઈપણ દેશના અવતાં દસ, પચીસ કે પચાસ વર્ષના આર્થિક, લશ્કરી, સામાજિક, રાજકીય વગેરે વતરા તેને ભવિષ્યને Speculative ઇતિહાસ જ છે, જે પ્રાયે ખરો હેય છે તે હકીકતે ઉપર રચાયેલું હોય. આ દષ્ટિએ જોત વર્તમાન ઇતિહાસ ભૂત અને ભવિષ્યના ઈતિહાસને આધારે રચાય છે એ વિચિત્ર લાક્ષણિકતા પ્રાયે ખરી લાગે છે. ઈતિહાસની આ ઉપયોગિતા છે. . .
મારા ઘવજી અને ઇતિહાસકાર સ્વ. પ્ર. કે. હિંદ કામદારના પુસ્તક “રવાધ્યાય” ભાગ ૧ (૧૯૩૯) માં શ્રી રામનારાયણ વિ. પાઠકે લખેલા ઉદઘાતમાંથી નીચેનાં વા ઉતારું છું:
ખરા ઇતિહાસકારને તેમને આદર્શ ઘણે ઊંચો છે. તેઓ કહે છે: “ઈતિહાસકાર પુરાણવિદ્દ નથી. તે ચારણભાટ નથી. તે પ્રજાઓને અને રાજવંશને ખુશામતખોર અખબાર નવ્વીસ નથી. ઇતિહાસકાર સંસ્કૃતિને સળંગ ખ્યાલ આપતિ અભ્યાસી છે. તે સંસ્કૃતિનાં વિવિધ મૂળાને સંગ્રથિત કરી તેને એક વાટિકા તરીકે ઓળખાવનાર મહાપુરુષ છે. તે વર્તમાન સંસ્કૃતિનું સમર્થન કરનાર મુખ્ય પુરુષ છે. તે ત્રણેય કાળાને સમગ્રતા અપનાર સમર્થ દૃષ્ટા છે. તેથી તે માનવબળને પ્રેરક છે. તે યુગનો સર્જક છે. એટલે અંશે તે સાહિત્યના જ્યોતિને અખંડ રાખનાર સંસ્કૃતિના મંદિરને પૂજારી છે. ઈતિહાસકાર શા માટે દષ્ટા કહેવાય છે, શા માટે સાહિત્યકાર કહેવાય છે તે ઉપરથી ફુટ થશે.
સ્વાયો’ પુસ્તક વાંચી તથા ઉપરના અવતરણ પર વધુ વિચાર કર્યા બાદ મને, “સમૂળી ક્રાન્તિ’ માં વ્યક્ત કરેલ મત વધુ અત્યન્તિક લાગે છે. શ્રી મશરૂવાળી જેવા વિવેકબુદ્ધિયુકત, સત્યશોધક અને પ્રામાણિક ચિંતકે આ માટે કયા કારણે રજૂ કર્યા છે એ જણવવાની મુ. દોશીસાહેબને વિનંતી છે.
- સંજય કામદાર કમિત્ર: નવી સંસ્થાને ઉદ્દભવ
E સંકલન : શાન્તિલાલ ટી. શેઠ - મુંબના થોડાં વિચારક નાગરિકના મનમાં એવી સ્કૂરણ થઈ કે સમગ્ર પ્રજાના જીવનને લુણો લાગ્યો છે–ચારે બાજુ અંધકાર વ્યાપી રહ્યો હોય એવું જીવન આજને નાગરિક જીવી રહ્યો છે. લાચાર પ્રેક્ષક બનીને આ જોઈ રહેવું તે જાગૃત નાગરિક માટે શરમરૂપ ગણાય. એક જમાનામાં શિષ્ટ બને સ્વાધીનતા માટે લડવું પડયું હતું, તે જ પડકાર આજે સમાજના શિષ્ટ બળોને-જીવનનાં મૂલ્યો માટે આપવાનું છે. તેના માટે લોકમિત્ર' નામની સંસ્થા સ્થાપવાની પ્રક્રિયાના અનુસંધાનમાં તા. ૧૮-૯-૮૨ ના રોજ કેબ્રિઝ પર આવેલ બ્લવાટસ્કી લેજ'માં “જાગૃત નાગરિક' એ વિષય ઉપર એક જાહેર સભા રાખવામાં આવી હતી અને તેના મુખ્ય મહેમાન–વકતા હતા, આદરણીય શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહ. - પ્રાર્થના બાદ શ્રી સુબોધભાઈ શાહે સૌને આવકાર આપ્યો હતું. કાર્યની ભૂમિકા સમજાવતાં તેમણે કહ્યું કે અત્યારે તે આપણે કોડિયું પ્રગટાવીને નાના વિસ્તારને અંધકાર દૂર કરી શકીશું તે પણ સંતોષ થશે. . આ સંસ્થા સ્થાપવાને જેમને પ્રથમ વિચાર આવ્યો અને જેના તેઓ પ્રણેતા છે તે ડો. અમૂલ શાહે કહ્યું કે આપણે સૌ વિચારકે છીએ. ઘણું બધું સમાજમાં અજુગતું બનતું હોય છે, પરંતુ એક વ્યકિત, વિચાર સિવાય બીજું કાંઈ કરી શકતી નથી. તેનું પરિણામ લાવવા માટે આવા સંગઠનની જરૂર છે. અને છૂટીછવાઈ વ્યક્તિઓને વિરોધ ઝીલાતા નથી. આવું સંગઠન ઊભું કરીને આપણે તેને ભાવ વધારી