________________
૧૧૦
* ., પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૧.
પહેચી. અત્યાર સુધી ત્યાં બન્ને પક્ષોના અમાનવ જાસૂસી ઉપગ્રહો જ હતા. આવી રહેલા આક્રમણની તક્ષણ ચેતવણી આપે એવી જોગવાઈ અવકાશમાં બન્ને પક્ષોએ કરી છે. અમેરિકા હવે પિતાની જોગવાઈને વધુ સંગીન બનાવી રહેલ છે. ; પેઈસ શટલ કોલંબીઆ’માં એક અતિ લાંબે યાંત્રિક હાથ છે તેના વડે કલંબી લશ્કરી ઉપગ્રહ સહિત કેટલાક ઉપગ્રહો અવકાશમાં તરતાં કરશે. રેગને અવકાશમાં વધુ કાયમી હાજરીની હિમાયત કરી છે. આ ઉલ્લેખ અવકાશમાં લશ્કરી હાજરી વિષે છે. સંયુકત રાષ્ટ્ર સંસ્થાએ અવકાશને યુદ્ધના સાધનથી અને યુદ્ધની પ્રવૃત્તિથી મુક્ત રાખવા ઠરાવો કર્યા છે પણ એમ તો તેણે હિંદી મહાસાગરને પણ શાંતિને વિસ્તાર બતાવવાને ઠરાવ કર્યો છે તેને પણ ઠોકર મારવામાં આવી છે.
બેમાંથી કોઈ પણ અવકાશમાં પાછળ રહી જવા નથી માગતા. રશિયાએ પણ લેસર કિરણે છોડવા ઉગ્ર બનાવ્યાં છે, જે અમેરિકાના ઉપગ્રહોને ફેંકી દઈ શકે.
બને દેશે નવા નવા ઉપગ્રહો ચડાવ્યા કરે છે. કેટલાંક ઉપગ્રહોની જાહેરાત કરવામાં નથી આવતી, કારણ કે તે ખાનગી લશ્કરી હેતુથી ચડાવવામાં આવે છે. પરંતુ ઉપગ્રહ ચડે તે હકીકત સામા પક્ષથી ખાનગી નથી રહેતી. બન્ને પક્ષોએ અત્યારસુધીમાં હજારે ઉપગ્રહો ચડાવ્યા છે. રશિયાએ કોસ્મોસના નિર્દોષ નામે ચડાવેલા ઉપગ્રહોની સંખ્યા ૧૩૫૦ જેટલી થઈ છે, પરંતુ આ બધા કારમેસ નિર્દોષ એટલે બિનલશ્કરી નથી. ઘણું જાસૂસી ઉપગ્રહે છે. ગયા એપ્રિલની બીજી તારીખે આર્જેન્ટિનાએ બ્રિટનના ફોકલેન્ડ ટાપુ ઉપર ચડાઈ કરી તે ચડાઇની તૈયારીઓ અમેરિકા અને રશિયાના અમાનવ જાસૂસી ઉપગ્રહએ જોઈ જ હશે. બે દિવસ અગાઉ રશિયાએ નંબર ૧૩૪૫ અને નંબર ૧૩૪; નામના બે વધુ જાસૂસી ઉપગ્રહો ચડાવ્યા હતા. તે પછી બીજા છ ચડાવ્યા અને એવી રીતે ચડાવ્યા કે તેઓ દક્ષિણ આટલાંટિક પરથી પસાર થાય અને આર્જેન્ટિના ફેકલેન્ડ અને બ્રિટિશ કાલાની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી શકે. બે ઉપગ્રહોને બ્રિટન આજેન્ટિના વગેરેના સંદેશા અતિરી લેવા માટે ચડાવવામાં આવ્યા હતા. બે ઉપગ્રહે રડારથી સજજ હતા. કેટલાંક ઉપગ્રહ દક્ષિણ એટલાંટિક પર થતી પ્રવૃત્તિના ફેટાગાક લઈને જ્યારે તેઓ રશિયા પરથી પસાર થાય ત્યારે ત્યાં નિશ્ચિત સ્થળે ફેટોગ્રાફ ઉતારી દે એવી સગવડ હતી.
ફેટોગ્રાફ, વિમાની છત્રી વડે ઉતારવામાં આવતા હતા. રશિયન અને અમેરિકન ઉપગ્રહ વચ્ચે એક તફાવત એ છે કે અમેરિકન ઉપગ્રહનું આયુષ્ય મહિના કે વર્ષોનું હોય છે અને તેઓ જાસૂસી ઉપરાંત બીજા કામ પણ કરે છે, ત્યારે રશિયન ઉપગ્રહનું આયુષ્ય ટૂંકું હોય છે. અમેરિકાએ દક્ષિણ અટલાંટિક ઉપર ઘૂમી રહેલ બે પ્રકારના ઉપગ્રહો ફરતા રાખ્યા છે. તેથી ફેકલેન્ડમાં શું થવાનું હતું અને શું થયું તે બધાની અમેરિકાને જાણ હતી. આજેન્ટિનાએ અમેરિકા ઉપર આરોપ મુકયો છે કે આજેન્ટિનાની કુંઝર જે તેણે અમેરિકા પાસેથી *ખરીદી હતી તે કયાં છે તેની જાણ અમેરિકાએ બ્રિટનને કરી હતી, તેથી બ્રિટને તેનો લાભ લઈને આ ઝરને ફૂંકી દીધી અને સેંકડે નાવિની જાનહાનિ થઈ. અમેરિકા આ આરેપનો
રશિયન જાસૂસી ઉપગ્રહની આવરદા ટૂંકી હોવાનું કારણ એ છે કે તેઓ વધુ સારા ફેટોગ્રાફ લઈ શકે તે માટે નીચી સપાટીએ ઉડતા હોવાથી તેઓ વાતાવરણુના ઉપલા ભાગ સાથે ઘસાઈને વહેલા નાશ પામે છે. અમેરિકાએ દક્ષિણ આટલાંટિક પર ચાંપતી નજર રાખવા માટે ૧૭૦ થી ૧૦૦ માઈલ સુધીની ઊંચાઈએ ઉપગ્રહ ફરતા રાખ્યા છે. તેઓ ત્યાંથી જે જુએ તેના ચિત્રો મેકલે છે અને સાંકેતિક ભાષામાં હકીક્ત મળે છે.
બ્રિટને આજેન્ટિનાની દુઝર ફેંકી દીધી તેમાં અમેરિકાએ બ્રિટનને દોરવણી નહોતી આપી એમ માનવું મુશ્કેલ છે. કારણ કે અમેરિકન જાસૂસી ઉપગ્રહ જે માહિતી અને ચિત્રો આપે છે તે બ્રિટનને પણ આપવામાં આવે છે એ વાત તે અમેરિકન અખબારો પણું સ્વીકારે છે. તે પછી ક્રુઝર “જનરલ બેલગ્રાડ' કયાં હતી તે બ્રિટનથી ખાનગી રાખવા અમેરિકાને કેઈ કારણ ન હતું.
અવકાશમાં બન્ને પક્ષના કેવા શસ્ત્રો ગોઠવાઈ ગયા છે તે કહેવું મુશ્કેલ છે. લેસર કિરણોથી સજજ હોય એવા ઉપગ્રહો વડે સામાપક્ષના જાસૂસી ઉપગ્રહોને નાશ કરી નાંખવો એ બહુ ગંભીર બાબત છે, કારણકે જાસૂસી ઉપગ્રહો નાશ પામ્યા પછી સામે પક્ષ અણુશસ્ત્રો વડે સર્વાગી આક્રમણ કરનાર હોય તો જાસૂસી ઉપગ્રહ ગુમાવી બેસનારને તેની જાણ ન થાય. જોઈશ શટલ કોલંબીઓના ચેથા ઉડ્ડયન દરમિયાન તે રશિયાના તજી દેવાયેલા અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કક્ષામાં ફરતાં રોકેટથી !ાક કીલોમીટર દૂરથી જ કલબીબ” નીકળ્યું હતું તે કંઈ અકસ્માત નહિ હોય. દુશ્મનના ઉપગ્રહ પાસે તેને કી દેવા માટે તેની નજીક જવાને તે સફળ પ્રયોગ હશે.
જેમ ભ્રમણકક્ષામાં ઉપગ્રહો અને અવકાશયાને ફરે છે અને તેમને પૃથ્વી ઉપર ધારેલી જગ્યાએ ઉતારી શકાય છે તેમ પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં અણુશસ્ત્રોને પણ ફરતા જોઈ શાકાય અને યુદ્ધના સમયે ધારેલી જગ્યાએ દુશ્મન ઉપર ઝીંકી શકાય. ભવિષ્યનું યુદ્ધ અવકાશમાં પણ ફેલાશે તે ભય હસીકાઢવા જેવો નથી.
સંધના દાતાઓને નમ્ર વિજ્ઞપ્તિ
સંઘની વિવિધલક્ષી પ્રવૃત્તિઓ માટે દર વર્ષે પયુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સંઘને ભેટે મળે છે. તેમાં આગલા વર્ષે જેમણે ભેટે મોકલી છે, તેમાંથી ઘણું સભ્યએ આ વર્ષે ભેટની રકમ લખાવી નથી. યાદી જોતાં આ વાત ધ્યાન પર આવી છે.
જેમણે પિતાને ફાળે નોંધાવ્યો ન હોય તેમને વિનંતિ કરવામાં આવે છે કે પિતાની
ગ્ય રકમ સત્વર કાર્યાલય પર મોકલી તેમને પ્રેમળ સહકાર આપે.
- ચીમનલાલ જે. શાહ
. કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ