________________
તા. ૧૬-૧૦-૮૦
' ' .
. પ્રમુખ જીવન
સામ્યવસ્યારૂપ માને છે. વૈશેષિક દર્શન પણ પૃથ્વીમાં ગબ્ધ પ્રમુખ અનેક ગુણ માને છે. આ જ પ્રમાણે અન્ય દર્શનકારે પશુ પ્રત્યેક વસ્તુમાં અનેક ધર્મોને સદ્ભાવ વીકારે છે. આથી “વસ્તુને અનેક ધર્માત્મક માને તે અનેકતિવાદ” એમ કહીએ તે ઉપરોક્ત સર્વ દર્શને અનેકાંતવાદી ઠરે, પરંતુ તે સર્વ એકાંતવાદી જ છે. પરંતુ અનેકાંતમાં “અનેકને અર્થ એકથી અધિક અને “અંતરને અર્થ “ધમ” થાય છે. તેથી અનેકાન્તને અર્થ અનેક ધર્મમક વસ્તુ છે. પરંતુ અત્રે ધમથી પરસ્પર પ્રતિપક્ષી બે ધર્મયુગલ લેવાના છે. જેમકે અસ્તિત્વ-નાસ્તિત્વ-નિયત-અનિત્યત્વ, એક-અનેક ઇત્યાદિ પ્રતિપક્ષી ધમે છે, પરંતુ તે સર્વ એક જ વસ્તુમાં વિવક્ષાએ પ્રાપ્ત થાય છે. એક જ પદાર્થમાં નવ ભેદે (વિવક્ષાબે) પરસ્પર વિરોધી ધર્મોનો સદૂભાવ માત્ર જૈનદર્શન જ માને છે. તેથી માત્ર જેન દવને જ અનેકાંતવાદી છે. અન્ય દશને એકાંતવાદી છે, કારણકે કાઈ માત્ર નિત્યવાદી છે, તે કાઈ માત્ર અનિત્યવાદી છે. વળી કોઈ એક અર્થાત અતવાદી છે, તે કઈક “અનેક યાને
તવાદી છે. આ રીતે પરસ્પર વિપક્ષી ધર્મો એક જ પદાર્થમાં ન સ્વીકારનાર સર્વ દશ"ને એકાંતવાદી છે.
(૩) આ લેખમાં અનેકાંત સિદ્ધાંતના અમુક દષ્ટા આપ્યાં છે તે અનેકાંત તત્ત્વનું યથાર્થ પ્રતિપાદન નથી કરતા. એક જ વ્યકિતમાં પિતાપણું, પુત્રપણું. પતિપણું, કાકા પણું અને દાદાપણું રહે છે તે અનેકાન્ત સિદ્ધાંતને અત્યંત સ્થલ દાખલ છે. જે જે ધપિતૃતાદિ એક જ વ્યક્તિમાં ઘટાવ્યા છે તે સર્વ ભિન્ન ભિન્ન વ્યકિતની અપેક્ષાએ ઘટે છે અને જણાવેલ સર્વ ધર્મો વિપક્ષી ધર્મોના યુગલરૂપ નથી. એવી જ રીતે અગ્નિમાં બાળવાની તેમજ ગરમી આપવાની શક્તિ છે તે પણ અનેકાંતને અત્યંત સ્થલ દાખલ છે. એક વસ્તુમાં વિપક્ષી યાને કે વિરોધી ધર્મે કોઈ એક જ વક્તાની ભિન્ન ભિન્ન દૃષ્ટિએ ઘટે છે તે અનેકાંતવાનું હાર્દ છે.
જેમકે “આત્મા અમર છે અને “નામ તેને નાશ છે.” આ બેઉ લોકપ્રચલિત કહેવત અનેકાંતનું આબાદ પ્રતિબિંબ પાડે છે. પ્રથમ દષ્ટાંતમાં આત્માને નિત્ય કહ્યો જયારે બીજા દૃષ્ટાંતમાં નામ માત્ર નાશવંત હોઈ આત્મા પણ કઈ વસ્તુનું નામ હોવાથી તે પણ નાશવંત યાને કે અનિત્ય કર્યું. આ બે વિરોધી જણાતી કહેવતોમાં આપણને કંઈ જ અજુગતું નથી લાગતું તે જ દર્શાવે છે કે આપણે વ્યવહાર પણ કેટલો બધે અનેકાંતમય છે. બીજો દાખલો લઈએ.
“પાંચે આંગળી સરખી નથી” અને કોઈ પણ અગિળી કાપે લેહી તે લાલ જ નીકળશે આ બેઉ કહેવત પણ આંગળીઓમાં સદૃશતા એટલે કે સરખાપણું તેમ જ વિસદશતા એટલે કે અસરખાપણું એમ બે વિરોધી ધર્મોને આરોપ કરે છે, છતાં પણ બેઉને વ્યવહારમાં યથાર્થપણે ઉપયોગ જોવામાં આવે છે. પાંચે આંગળીઓ સરખી નથી” તે આંગળીઓમાં વિસદશતાનું પ્રતિપાદન કરે છે અને બધી જ આંગળીમાંથી લોહી એકસરખું લાલ જ નીકળે છે તે કહેવત બધી જ આંગળીઓની સશતાનું વર્ણન કરે છે. આમ આંગળીઓમાં વિસશતા તેમજ સદશતા એમ બે વિરોધીધર્મોને સદૂભાવ એક જ પદાર્થમાં વ્યવહારમાં પણુ આપણે સ્વીકારીએ છીએ.
આ તે અનેકાંતને વ્યાવહારિક દષ્ટાંત થકી દર્શાવવા પૂરતું
જ છે. અનેકાંતનું તાવિક સ્વરૂપ પાંચ અસ્તિકાયના સ્વરૂપના વિજ્ઞાનના અભ્યાસ વિના સમજવું અઘરું છે.
અનેકાંતમય બુદ્ધિથી વસ્તુ સ્વરૂપ તે યથાર્થ નિર્ણય થાય છે. સ્યાદ્વાદથી વસ્તુસ્વરૂપનું યથાર્થ વિધાન કરાય છે. એક જ વસ્તુમાં પરસ્પર વિરોધી જણીતા ધર્મોને નયવાદથી ઘટાવી રાકાય છે અને અસ્તિ-નાસ્તિ, નિત્ય અનિત્ય ભેદભેદ આદિ ધર્મોની સાતે ભંગથી (સપ્તભંગીથી) વસ્તુનું સર્વાગી દર્શન થઈ શકે છે.
બીજું, કોઇની અપેક્ષાએ વસ્તુ ઉપર છે અને અન્ય કાઈની અપેક્ષાએ વસ્તુ નીચે છે તે પણ અનેકાંતનું સાચું દૃષ્ટાંત નથી. વસ્તુમાં નાના-મોટાપણું, ઉપર-નીચે, આગળપાછળ ઈત્યાદિ પરસ્પર સાપેક્ષ ધમેને એકાંતદશાને પણ વીકારે છે. તેથી આ પણ અનેકાંતનું દષ્ટાંત નથી.
અનેકાંતને ઉદ્દભવ માત્ર ઉદારતાની ભાવનામાંથી નથી ઉત્પન્ન થયે. અર્થાત્ અનેકાંત એટલે માત્ર ઉદ્યરતા એ પણ બરાબર નથી, હા, અનેકાંતદૃષ્ટિ ઉદારતાની પિોષાક બને છે. અનેકાન્ત સિદ્ધાંતના મૂળમાં વસ્તુનું ત સ્વરૂપ છે. એક દષ્ટિથી તે નિત્ય છે અને બીજી દષ્ટિથી તે પરિણામી કહેતાં અનિત્ય છે. આમ, વસ્તુમાં પરસ્પરવિધી ધર્મોનું દર્શન એ અનેકાન્તનું હાર્દ છે. હવે યુદ્ધ અવકાશમાં પણ લડાશે !
-વિજ્યગુપ્ત મૌર્ય યુદ્ધના સાધનો અને શસ્ત્રો હવે અવકાશમાં પહોંચી ગયા છે અથવા ગોઠવાઈ ગયા છે. માણસની પ્રગતિ” તે જુએ. એક જમાનામાં (પત્થર યુગમાં) તેની પાસે લડવા માટે. કેંસાપાટુ અને પથ્થર તથા ડાળી સિવાય બીજા કોઈ શસ્ત્ર કે અસ્ત્ર ન હતાં. એક જમાનામાં તે માત્ર ધરતી પર લડી જાણે હતે. પછી નૌકાઓમાં બેસીને પાણી પર લડતાં શીખે. હજારો વર્ષો પછી આ સદીના આરંભમાં તે લડવા માટે આકાશમાં ગયો અને સબમરીન બનાવીને લડવા માટે દરિયાના પેટાળમાં ગયો. હવે તે લડવા માટે અવકાશમાં જઈ રહેલ છે.
અમેરિકાએ ફરીથી અને ફરીથી વાપરી શકાય તેવું ટૂંકી પાંખોવાળા વિમાન જેવું સ્પેસ શટલ પહેલી વખત અવકાશમાં ચડાવ્યું ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીની આ હરણફાળ માટે તેને વધાવી લેવામાં આવ્યું. પરંતુ રશિયાએ ચેતવણી આપી કે યુદ્ધને અવકાશમાં લઈ જવાની દિશામાં આ હરણફાળ છે. અમેરિકાએ પણ કબૂલ કર્યું કે સ્પેસ શટલની પ્રવૃત્તિને કેટલેક ભાગ લશ્કરી પ્રયોગો માટે વપરાશે. - પેઈસ શટલના ચાર પ્રગો પૈકી ચોથા પ્રયોગની સફળતને આવકારતાં પ્રમુખ રેશને અમેરિકાના આ પુરૂષાર્થને ભવ્ય શબ્દોમાં બિરદાવ્યો. પરંતુ આ ચોથું ઉડ્ડયન યુધ્ધને અવકાશમાં લઈ જવા માટે હતું, અને રંગને “સંરક્ષણ પ્રક્રિયા’ અવકાશ સુધી વિસ્તારવા અમેરિકાના સંરક્ષણખાતાને સૂચના આપી. .
સંરક્ષણ પ્રક્રિયા જેવા નિર્દોષ શબ્દોમાં ઘણી બિહામણ બાબતો છૂપાએલી છે. તે ખાનગી રાખવામાં આવેલ છે છતાં એ જાણીતી વાત છે કે અમેરિકા અવકાશમાં રશિયાના લશ્કરી ઉપગ્રહોને નાશ કેમ કરે તેના પ્રયોગ કરી રહેલ છે. અવકાશ એક એવું ક્ષેત્ર હતું કે જયાં શત્ર-સ્પર્ધા નહોતી,