________________
2
પ્રબુદ્ધ જીવન,
1
પડતા હું ક૯પી
પરિત્યાગ એ જ છે અને કરૂણા
આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રવર્તે છે. શ્રમણુસંસ્કૃતિની વિચારધારે મેટે ભાગે કહે છે કે સંસારનો ત્યાગ કંયાં વિના રાગદોષથી મુક્ત થવાય જ નહિ. જયારે વૈદિક વિચારધારામાં જીવનના ચાર આશ્રમે છે, અને ક્રમિક વિકાસને પ્રબંધ છે, અને જીવનના અન્ત ભાગે સન્યાસ આશ્રમ આવે છે. શ્રમણ સંસ્કૃતિ માને છે અને ખાસ કરીને જૈન ધર્મ કે અન્ત સમય સુધી રાહ જોવામાં બધુંય ગુમાવી બેસીએ, માટે શરૂઆતથી જ જેટલા બને તેટલા વહેલા એ માગે જવું જોઈએ.
શ્રીમદ્ રાન્ચન્ટે વખતોવખત કહ્યું છે કે “સર્વસંગપરિયોગ એ જ મેક્ષ માગ છે–સર્વ સંબંધનું બંધન તિ છેદીને, એ માગે જવાનું છે.
ગીતા, સમન્વયકારી ગ્રાન્ય છે, એમાં અનાસક્તિયોગને ઉપદેરા છે. એટલે કે સંસારમાં રહીને અસકિત તજવી અને રાગદ્વેષ સહિત થવું. નિયત કર્મ છોડી દેવાથી મુકિત મળે છે જ એમ નથી. માણસ હિમાલયની ગુફામાં જઈને બેસે તે પણ એનું મન એની સાથે જ હોય છે અને જયાં સુધી ચંચળતા. ઉપર કાબુ ન મેળવ્યો હોય ત્યાં સુધી સંસારથી દૂર થવાથી જ રાગદ્વેષ જતા નથી. પણ, એ વાત પણ ખરી છે કે જેટલે દરજે રાગદ્વેષના પ્રસંગોથી દૂર હોઈએ એટલે દરજજે મનની સ્થિરતા રહે છે. આ વસ્તુ જ જીવનની સમસ્યા છે. એનાથી દૂર જવાતું નથી અને દૂર ગયા વિના એ માર્ગે પ્રયાણ થતું નથી. જીવન, વિરેધીતને સમન્વય છે.
જ્યાં સ્વાર્થની પ્રવૃત્તિ છે ત્યાં તે રાગ છે જ, અને તેનો ત્યાગ કર્યા વિના રાગદ્વેષ જાય જ નહિ, એને ઓછા કરી શકાય. પણ પારમાર્થિક પ્રવૃત્તિ કરતા હોઈએ તેમાં પણ રાગ પ નથી હોતા એમ નથી. કદાચ વધારે સૂક્ષ્મ હોવાના કારણે વધારે મોહમાં ડૂબાડે છે.
જનક વિદેહીને દાખલે આપવામાં આવે છે. પણ, શ્રીમદે સ્પષ્ટ કહ્યું છે કે એવી અવસ્થા શક્ય નથી.
શ્રીકૃષ્ણ સંપૂર્ણપણે અનાસક્ત હતા ? અહીં, શ્રીકૃષ્ણને પરમાત્મા તરીકે નહિ, પણ યુગપુરૂષ તરીકે હું વિચાર કરું છું. નિઃસ્વાર્થ જરૂર હતા, પિતાને કાંઈ જોઈતું નહોતું, પરંતુ એમ માનતા હતા કે પાંડવોને અન્યાય થાય છે–એમને ન્યાય મળવો જોઈએ. અને આર્યાવ્રતમાં એ વખતે બીજા પણ જે આતતાયીઓ રહતા એમને વિનાશ કરે જઈએ. ગીતામાં, અનેક વિધીત સમયે સમયે ઉમેરવામાં આવ્યા છે. શ્રીકૃષ્ણને અર્જુનને મુખ્ય ઉપદેશ-અર્જુનને એના ક્ષત્રિય ધમની યાદ દેવડાવવાનો હતો, જે એને સ્વધર્મ હતો એમ લાગે. એટલે અનાસકિતને અર્થ .નિઃસ્વાર્થપણે સ્વધર્મનું પાલન એમ કહેવાય. પણ, ગાંધીજીએ -અનાસક્તિનો જુદો જ અર્થ કર્યો છે. સાધનશુદ્ધિ ન હોય ત્યાં અનાસક્તિ કે વીતરાગ દશા શકય નથી એમ ગાંધીજી દ્રઢપણે માનતા. શ્રીકૃષ્ણનો અહીં પણ યુગપુરૂષ તરીકે વિચાર કરતાં સાધનશુદ્ધિને આગ્રહ રાખે છે એવું નહિ કહી અશકાય. કદાચ એ સમયમાં એ પ્રશ્ન પણ નહોતા. ગાંધીજીએ જ કહ્યું છે કે અહિંસા એ ગીતાને પ્રતિપાદય વિષય નથી. - ગાંધીજીને સાધનશુદ્ધિ માટે અટલે આગ્રહ હોવા છતાં તેઓ સંપૂર્ણપણે રાગદ્વેષ રહિત રહી શક્યા હતા? સુભાષ
ઝ, ગાંધીજીની મરજી વિરૂદ્ધ કાંગ્રેસના પ્રમુખ થયા, ગાંધીજીને
નિર્ણય હતો કે એ પદેથી એમને હટાવવા જ જોઈએ અને અહિંસક માર્ગે, એટલે કે કોંગ્રેસના બધા આગેવાનોના સંપૂર્ણ અસહકારથી. બેઝને રાજીનામું આપવાની ફરજ પડી. પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા આપવા એવો ગાંધીજીને આગ્રહ હતો. સરદાર પટેલ વિરૂધ હતા, અને ઘણું મનદુઃખ થતું. ગાંધીજીને સરદાર પ્રત્યે જરાય અણગમો નહિ હોય ? જનરલ સ્મટસ, જનરલ ડાયર, વીરાવાળા કે ઝીણાં પ્રત્યે નર્યો પ્રેમ જ હશે ? ગાંધીજી કહેતા કે અન્યાયને પ્રતીકાર કરે, પરંતુ અન્યાયી પ્રત્યે પ્રેમ કરે અને પિતે એમ કહેતા કે બ્રિટિશરોને પ્રત્યે એમને પ્રેમ છે તેમના મિત્ર છે. એમને આગ્રહ હતો કે શુદ્ધ સત્યાગ્રહ મનમાં કઈપણ પ્રકારના ઠેષ વિના એ થવો જોઈએ. આ કેટલે દરજજે શકય છે?
પ્રલોભનો, સદાચાર માટે માણસની કસોટી છે. એટલે દરજે કસેટીમાંથી એ પાર ઉતરે એટલે દરજજે સાચા સદાચાનું આચરણ થાય છે.
ભાઈ યશવંત દોશીએ જે પ્રશ્ન રજુ કર્યો છે તે દરેક વ્યક્તિની ગંભીર વિચારણા માગે છે અને અંતે દરેક વ્યક્તિ પિતાની પ્રકૃતિ પ્રમાણે એને નિર્ણય કરે છે. શ્રીમદ્ રાજચન્દ્રને સમાજકલ્યાણની કે પારમાયિંક પ્રવૃત્તિમાં પડતા હું કલ્પી શકતો નથી. અંતરમાં દયા અને કરૂણ અપાર હતા પણ સર્વસંગ પરિત્યાગ એ જ એમનું યેય હતું.
ગાધીજી સંસાર ત્યજી આત્મકલ્યાણમાં પડે એવું પણ હું ક૯પી શકતો નથી. એમની પ્રકૃતિ એ માગે એમને જવા દે એમ નહોતી.
EB ૨૩-૯-૮૨ સાભાર સ્વીકાર (૫) દેશના મહિમા દશન (૬) પવ મહિમા દશન : પ્રવચનકાર પ. પૂ. અગમ દ્વારક શાસન શાલ આચાર્ય દેવેશ શ્રી આનંદસાગર સૂરિશ્વરજી મ. સા. પ્રેરણાદાતા : પ. પૂ. શ્રી દર્શન સાગરસૂરિશ્વરજી મ. સા. સંપાદક: ૫. પૂ. શ્રી નિત્યોદય સાગરજી મ. સા. પ્ર. શ્રી ગદ્ધારક પ્રવચન પ્રકાશન સમિતિ છે. અમરચંદ રતનચંદ ઝવેરી ૭૭ એ, વાલકેશ્વર રોડ, મુંબઈ-૬ કિ. દરેકની રૂા. ૨૫.
(૭) ૧૦૦ વર્ષ નીરોગી રહો: લે. માણેક્લાલ એમ. પટેલ પ્ર. સુંદરમ્ પબ્લિકેશન્સ અમદાવાદ-૨૧ કિ. રૂ. ૧૦. • (૮) અમારા પપ્પા : પ્ર. નલિની યશ શુક્લ, એ/૮ બીમાનગર, સર એમ. પી. રોડ, અંધેરી (પૂર્વ) મુંબઈ-૬૯.
(૯) ભારતીય ધર્મોમાં કામવાદ : સંકલનકાર : મુનિ શ્રી કીતિચન્દ્રવિજયજી, પ્ર. ભારતીય પ્રાતત્વ પ્રકાશન સમિતિ પિડવાડા સિરોહી રેડ, રાજસ્થાન કિ. ૫૦ પૈસા.
(૧૦) ગક્ષેમ લે. શશીકાન્ત મ. મહેતા પ્ર. અરુણીબહેન જયસુખલાલ મહેતા ૩૬, અબ્દુલ રહેમાન સ્ટ્રીટ મુંબઈ–૩ કિ. રૂા. ૩.
(૧૧) શ્રી નવકાર મહામંત્ર (૧૨) શ્રી મેટી સાધુ વંદના લે. રસિકલાલ શેઠ-પ્રાપ્તિ થાનઃ વીરવાણું પ્રકાશન કેન્દ્ર Cl૦. નંદલાલ તારાચંદ વેરા, ૯૮, નેપીયન્સી રોડ, શાંતિનગર મુંબઈ-૬.