________________
તા. ૧૬-૯-૮૨
પ્રશુદ્ધ જીવન
૧
સારા વકતાઓ મેળવવાને લગતી આપણું જવાબદારી પણ વધતી જાય છે.
આનંદની વાત તો એ છે કે વ્યાખ્યાતાઓને પુરસ્કાર આપવાની કે તેમને વ્યાખ્યાનસ્થળે લાવવાની કોઈપણ જવાબદારી આપણું શીરે રહેતી નહિ હોવા છતાં દરેક વ્યાખ્યાન બરાબર તેના નિયત સમયે શરૂ થાય છે અને પુરૂ થાય છે. વકતાઓને આ અદભૂત કહી શકાય એવો આપણને સહકાર સાંપડતે રહ્યો છે.
વ્યાખ્યાન પછીના સમાપન માટે પણ હંમેશા હું સભાન રહેતે હોઉં છું.
આ રીતે આ સમગ્ર આયોજનમાં બધાને પ્રેમભર્યો સહકાર મળે છે. બધા વ્યાખ્યાનો તાત્વિક હોય છે. વ્યાખ્યાનનું સર્વ શ્રેતાઓના જીવનમાં અમુક અંશે ઉતરે તે આપણો અંતિમ અશય છે.
દરેક વર્ષે બે—પાંચ ટકા પણ આપણે આગળ વધીએ એ પ્રયત્ન ને આશય છે. બાકી, વ્યાખ્યાનમાળા સમૃદ્ધ બનતી રહે તેમાં હું તે નિમિત્ત માત્ર છું, સહકાર માટે સૌને હું આભારી છું.
અંતે સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે બોલતાં જણાવ્યું કે સંઘની વ્યાખ્યાનમાળા આ રીતે ઉત્તરોત્તર વિકાસ સાધી રહી છે એ મારે વિશેષ આનંદ છે.
સતત નવ દિવસ સુધી ખડે પગે ઉભા રહીને આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવવા માટે મારા સહકાર્યકરો જે જહેમત ઉઠાવે છે તે માટે એ બધાને હું આભાર માનું છું. આજે જે થોડા વક્તાઓ હાજર છે તેમને પણ હું આભાર માનવાની તક લઉં છું. સૌથી વિશેષ આનંદ મને એ વાતને છે કે નવા નવા લેકેનું આકર્ષણ આ વ્યાખ્યાનમાળા બની હી છે.
આજના યજમાન શ્રી સી. એન. સંધવી વિષે મારા મનમાં ઘણે જ આદર છે. તેમનામાં રહેલી વિનમ્રતાના કારણે મને વિશેષ આનંદ થાય છે. જૈન સોશ્યલ ગ્રુપને તેમની રાહબરી નીચે જે વિકાસ થયો અને વ્યાપ વધ્યો તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. તેમને હું અંતરના ધન્યવાદ આપું છું
મારા જીવનઘડતર દરમિયાન હું હંમેશા ગાંધીજીને વિચાર કરતો હોઉં છું. કરોડે લોકોનું એમના પ્રત્યે આકર્ષણ કેમ થયું ? ભકિતભાવ કેમ છે? તેમની પિતાની એવી કોઈ વૃત્તિ ન હોવા છત? અને તેમને કેવા ધુરંધર
કાર્યકરો મળ્યા ! અાનું મૂળ શોધતા મને માલુમ પડ્યું કે તેનું મૂળ હતું તેમની “સત્યની આરાધના.”
તેમના પગ હંમેશા ધરતી પર મંડાયેલા રહેતા. વાસ્તવિકતા તેમણે કયારેય છોડી નહોતી. નમ્ર ભાવે કહ્યું તે મારો પણ આ ભાવ રહ્યો છે-હું કયારેય અતિશકિત સહી શકતો નથી. આવી બાબતમાં હું તરત જ ખુલાસો કરતા જરા પણ સંકોચ અનુભવ નથી.
આના દાખલા તરીકે ફાધર વાલેસના વ્યાખ્યાન-વિષય ઔપચારિકતા અને આત્મીયતા’ વિષે પણ મારે ત્યાં જ ખુલાસેક કરવો પડયા.
હમણાં એક સૂચન કરવામાં આવ્યું કે “જૈન દર્શનને લગતા વિષયે પસંદ કરવા જોઈએ.’ એના વિષે મારે કહેવાનું છે કે જે વિષયે પસંદ કરીએ છીએ એને ભાવ જૈન ધર્મથી જરાય જુદો નથી હોતા. માનવધર્મ અને બધા જ ધર્મો પ્રત્યે સંભાવ એ આપણે દૃષ્ટિકોણ છે. સ્થાપિત હિતોના પ્રચારનું આ લેટમ નથી. જીવનના સનાતન મૂલ્યોની પ્રતિષ્ઠા કરવા માટેનું આ પ્લેટફેમ છે. * આપણે કુટુંબ-વિસ્તાર ખૂબ વધતા જાય છે તેને મને આનંદ છે. આ જ્ઞાનગંગામાં સૌ પાવન થાય એવી મારી ભાવના છે. - ત્યાર બાદ યજમાન શ્રી સી. એન. સંધવીએ ખેલતા કહ્યું કે, સૌને હું ‘મિચ્છા મિ દુકકડમ કરું છું. શ્રીમદે કહ્યો એ અપૂર્વ અવસર કયારે આવશે તેની મને ખબર નથી, પરંતુ મારે ત્યાં આપ બધા પધાર્યા છે અને મને જે લાભ મળે. છે તેને, મારે માટે આજે દુર્લભ અવસર આવ્યો છે એમ હું ગણું છું અને આપ સૌને આભાર માનું છું. મુરબ્બી શ્રી ચીમનભાઇની મારા પ્રત્યેની લાગણી અને પ્રેમ છે એ કારણે જ હું આ પ્રવૃત્તિમાં વધારે રસ લેતો થયો છું અને ખાસ કરીને છે. રમણભાઈએ પ્રમુખરથાને બેસવાનું શરૂ કર્યું ત્યારથી હું વ્યાખ્યાનમાળામાં વધારે રસ લઉં છું.
આપ સર્વેનું એક વાત તરફ લક્ષ્ય દોરવાની રજા લઉં છું કે ૧૯૩૭માં વ્યાખ્યાનમાળા શરૂ કરવામાં આવી ત્યારથી આજે ૧૯૮૨નું વર્ષ ચાલે છે ત્યાં સુધીની દરેક ગ્યાખ્યાનમાળામાં શ્રીયુત ચીમનલાલ ચકુભાઈ શાહે પિતાનું વ્યાખ્યાન આપ્યું છે. એક પણ વર્ષ ગુમાવ્યા સિવાય આટલા લાંબા કાળ સુધી વ્યાખ્યાન આપવાને લગતે ભારતને જ નહિ પરંતુ કદાચ વિશ્વને આ રેકોર્ડ ગણાય. તેને માટે આપણે મુરખીને વંદન કરીએ.
:
.
છે . આમ તે સીધું સાદું, પણ નિજમાં અનંતતાને સમાવીને બેઠું છે. હું છું.” બોલે, કેટલું સાદું, ટૂંકું ને ટચ! પણ એ “મારા હોવાની ઘટનાનું પૃથકકરણ તે કરી જુઓ. કેટકેટલી જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓને એ આવરી લે છે! આટલું બધું વૈવિધ્ય અને અનંતતા પિતાના ગર્ભમાં વા છતાં જે એવા સ્વરૂપે વ્યકત થયું છે તે મૂંગું કેમ રહી શકે? તેથી તે એ પ્રતિક્ષણ સર્જનને–આવિષ્કારને–ખેલ ખેલ્યા કરે છે. એ હીસ્ટા (લીલા વડે) એ છે કે વહુ થવું છે. એ અનંત, અખંડ સર્જનલીલા એ એન Pastime છે. એટલે કે જાણે એ, એ લીલાવડે પિતાને ખાલી સમય ભરી દે છે.
એ આંતરિક ઐકય પૂર્ણ છે. એ પૂર્ણતાને પણ પિતાના વિવિધ પણ પૂળ સ્વરૂપ-છટાઓ છે. એ ભીતરી એમના * પિતાના વિવિધ સ્વરૂપની પૂર્ણતા કાવ્ય, ચિત્ર, સંગીત વગેરે
સર્જન-માધ્યમમાં ઝીલાય છે અને તેથી જ તેમાં અલૌકિક
આનંદ આવે છે.
અનેકમાંના–“એને પામવા માટે તે કોઈ એક સંવાદ (Harmony)માં ગુંથાઈ જવું જોઈએ. તેથી જ પ્રેમમાં ઐયને પામવા માટે બે મટીને એક થવું જ જોઈએ અને તે માટે પ્રેમમાત્ર પાસે કોઈ અપેક્ષા ન રખાય. ને અનામત ' રાખીને એને કઈ “વેલે’ ન મંડાય ! એટલે પિતાની આહુતિ આપીને-પિતાને જ ઓગાળી નાખીને-ને ભૂંસી નાખીને જ એ એ પમાય. પછી જે અભિનવ સ્વ તેમાંથી પ્રગટશે તે મૂળ ઓગળી ગયેલાં ત્વનું છાપક રૂપાંતર હશે. પૂળત્તિ પૂર્ણ માતે-એ પૂના વિસર્જનમાંથી પ્રગટેલા નવા વ્યાપક વિભૂમય શ્વનું એ પૂર્ણ સ્વરૂપ હશે. અને આ એની અભિવ્યક્તિ. એ જ છે વ્યકિત અને સમષ્ટિનું યેય. (ટાગોરના “Creative unity’ના આધારે)
-ચીમનભાઈ દવે