SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ • પ્રબુદ્ધ જીવન તા. ૧૬:૯-૮૨. મૂલ્યનું એક સ્વતંત્ર વિચારસરણીના પત્રકારે કરેલા સમર્થનદ્વારા ગુજરાતની સમગ્ર પ્રજાને સંદેશ પહોંચાડી શકાય હતે. વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર વધુ ને વધુ સમૃદ્ધ બનતી જાય એ અમારો સતત પ્રયત્ન હોય છે અને બધાં કાર્યકરોમાં સંઘભાવના હોવાને કારણે ‘આ જવાબદારી આનંદપૂર્વક વહન કરી શકાય છે. ડો. રમણલાલ ‘શાહ વિષે બોલતાં તેમણે જણાવ્યું કે આ વરસે તે તેઓ સમગ્ર વ્યાખ્યાનમાળા પર છવાઈ ગયાં હોય તેમ લાગ્યું. એક તે પુણ્યશાળી આત્મા ને સરખા પાકી એટલે વ્યાખ્યાનમાળાનું આયોજન અને પ્રમુખસ્થાન શોભાવવા ઉપરાન્ત આટલું મોટું દાન તેમજ ટી. વી.ની વ્યવસ્થા વગેરે નાનાં મોટાં વ્યવસ્થાનાં પ્રશ્નો પણ તેમને હાથે ઉલી શક્યાં હતાં. " ત્યારબાદ સંધના કાષાધ્યક્ષ શ્રી પ્રવીણચન્દ્ર કે. શાહે બેલનાં જણાવ્યું કે, સંધની આ વ્યાખ્યાનમાળા ૪૮ વર્ષ 'પૂરાં કરે છે. એના ૫૦ વર્ષ પુરાં થાય ત્યારે તેની ભવ્ય ઉજવણી કરવી જોઈએ. તે આજના સુંદર અને વિશિષ્ટ પ્રકારનું અને તેના માટે શ્રોતાઓ તેમજ વકતાઓ પાસેથી સૂચન માગવા જોઈએ, સમગ્ર ભારતભરમાં કદાચ આટલા લાંબાગાળા સુધી એકધારી રીતે, વ્યવસ્થિત રીતે ચાલતી હોય એવી આ એક જ વ્યાખ્યાનમાળા હશે એમ મારું માનવું છે. હા, યુનિવર્સિટીમાં મેમોરિયલ વ્યાખ્યાન થતાં હોય છે તે કદાચ ઘણું વર્ષોથી ચાલતા હશે, પરંતુ એ વ્યાખ્યાને મોટે ભાગે ઓપચારિક જ ગણાય. કારણ, તેમાં શ્રોતાઓની હાજરી કદાચ પચીસ-પચાસથી આગળ નહિ વધતી હાય ! જ્યારે આજથી ૪૮ વર્ષ પહેલાં ફકત ૫૦ જ શ્રોતાઓની હાજરીથી શરૂ થયેલી વ્યાખ્યાનમાળામાં શ્રોતાઓની સંખ્યા ૨૫૦૦ થી '૩૦૦૦ સુધી પહોંચી છે અને અન્ય ધમીઓ પણ સાંભળવા આવે છે. આટલી ભેટી હાજરી રહેતી હોવા છતાં પીનડ્રોપ સાયલન્સ જેવી સંપૂર્ણ શાંતિ રહે છે. આ રીતે આ વ્યાખ્યાનમાળાએ શ્રેતાઓના દિલમાં અજોડ કહી શકાય એવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વ્યાખ્યાનમાળાના તાઓને એવો ચોકકસ અભિપ્રાય જાણવા મળે છે કે, આ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાને સાંભળવાથી પેટે રસ્તે જનાર માણસને સાચો રાહ પ્રાપ્ત થાય છે અને માણસને તે સુસંસ્કારી, વિચારવંત અને વિનયી બનાવવામાં કારણભૂત બને છેશિાસૂચન કરે છે. આ વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડે રમણલાલ વિષે ઘણું કહેવાઈ ગયું છે–તેમાં મારી સંમતિ છે, એટલે તેમાં નવો કઈ ઉમેરો કરતો નથી, પરંતુ આ વ્યાખ્યાનમાળાના સંચાલન પાછળ એક અગોચર પ્રેરણા-વ્યક્તિનું પીઠબળ કામ કરી રહેલ છે, જેમને આ તકે આપણે બીરદાવવા જોઈએ. તે છે ડે. રમણભાઇના પત્ની તારાબહેન. કારણ, કોઇપણ સામાજિક કે જાહેર કાર્યકર્તાને એની કાર્યની સફળતા માટે પત્નીને સહકાર ખૂબ જ આવશ્યક બને છે. એટલા માટે આપણે ડિૉ. રમણભાઈ સાથે છે. તારાબહેનનો પણ આ તકે આભાર માનીએ. આપણી વ્યાખ્યાનમાળાએ મારા દિલમાં ખૂબ જ ઉંચી છાપ અંકિત કરી છે અને હું તેનાથી ખૂબ જ પ્રભાવિત છું. ત્યારબાદ આ વખતની વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતા ડે. સુરેશ દલાલે બેલતાં જણાવ્યું કે જેને સાચા અર્થમાં અપૂર્વ કહી શકાય એવી આ વ્યાખ્યાનમાળા છે. ખરી રીતે ખોટા વિશેષણો વાપરવાની મને આત નથી. મારું એક નમ્ર સૂચન છે કે વ્યાખ્યાનમાળા શરૂ થઈ ત્યારથી એટલે કે ૧૯૦૪ થી આજ સુધીના વક્તાઓ અને તેમના વિષયેની વિગતેની સચિને એક ગ્રંથ તૈયાર કરવું જોઈએ. તે અન્ય માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. 14 કરો. * છે. રમણભાઈ જેવા પ્રમુખ વ્યાખ્યાનમાળાને મળ્યા છે. તેની પણ મહત્તા છે. મારા વિષે કહ્યું છે એમ કહી શકાય કે આજે હું જે છું તે ડે. રમણલાલ શાહ અને વ. મનસુખલાલ ઝવેરીને આભારી છે. આ વ્યાખ્યાનમાળા ઉત્તરોત્તર ખૂબ જ વિકાસ સાધે એવી મારી પ્રાર્થના છે. બીજા વકતા શ્રી કાન્તિભાઈ કાલાણીએ કહ્યું કે, આ વ્યાખ્યાનમાળાનું પચાસમું વર્ષ નજીક આવે છે ત્યારે આ વ્યાખ્યાનમાળા ભારતવ્યાપી બને એવું કંઈક આયોજન કરવું જોઈએ. મારું બીજું એવું સૂચન છે કે દર વર્ષે અઢાર વક્તાઓમાંથી બે વકતાઓને પસંદ કરીને તેમનાં વ્યાખ્યાને અગાઉથી લખાવીને તેને પુરતક આકારે પ્રગટ કરવા જોઈએઆના માટે કોઈ ઘતાએ આગળ આવવું જોઈએ. આ રીતે આવા સુંદર વ્યાખ્યાનોનો સંગ્રહ સચવાય. આ ઉપરાંત આગલા દિવસના દરેક પ્રવચનેને સાર સાયકલેસ્ટાઈલ કરાવીને બીજે દિવસે શ્રોતાઓને મળે એવી પણ વ્યવરથા થાય તો તેની પણ ઉપયોગિતા રહેશે. મારા આ સૂચનોનો અમલ કરવામાં આવશે તે તેને હું એક ઈષ્ટ પગલું ગણીશ. ત્રીજા વક્તા શ્રી શશિકાન્ત મહેતાએ જણાવ્યું કે, આવી વ્યાખ્યાનમાળાઓ સાવિતાનું વાતાવરણ ઉભું કરે છે. આવી વ્યાખ્યાનમાળાઓ અલગ અલગ શહેરોમાં ૫૦૧૦૦ જગ્યાએ યેજવી જોઈએ અને તેમાં સંયે મદદરૂપ બનવું જોઈએ. પર્યુષણ પર્વ એ જૈન ધર્મની આરાધનાના દિવસો છે, તે શકય હોય ત્યાં સુધી જૈન દર્શનને લગતા વિષય પસંદ કરવામાં આવે તો ઘણું શ્રોતાઓને ધર્મવિષયક જ્ઞાન મળી શકે. વ્યાખ્યાનમાળાના પ્રમુખ છે. રમણલાલ સી. શાહે બોલતા જણાવ્યું કે મારું સૂચન સ્વીકારીને આ વખતે મને સન્માનમાંથી મુકિત આપી તેથી મને ખૂબ જ આનંદ થયો છે. આપ બધાની અને સંધના અધિકારીઓની તેમજ પૂજ્ય કાકાની પ્રેમભરી લાગણીને મને સતત અનુભવ થતો રહ્યો છે-મારા વિષે જે કહેવામાં આવ્યું તેમાં ઘણી અતિશ્યોતિ લાગે છે, પરંતુ જયારે મિત્ર, મિત્ર વિષે બોલે ત્યારે થોડી અતિશયોકિત થાય તે સ્વાભાવિક છે. આપણે વ્યાખ્યાનમાળાના દાતાઓને ખૂબ આભાર માનવો જોઈએ. વ્યાખ્યાનમાળાને ખર્ચ દર વર્ષે વધતો રહ્યો છે અને એ પ્રકારના દાતાઓ પણ આપણને મળતા રહ્યા છે. સામાન્ય રીતે દાન આપવાની વૃત્તિ ક્રમે ક્રમે ઘટતી જતી હોય છે, તેમાં ન્યૂનતા આવતી હોય છે. ન્યૂનતાને માટે “માર્કટનરને તેમણે રમૂજી શૈલીમાં દાખલે આપતા જણાવ્યું કે સામાન્ય રીતે લાંબાગાળે દાનમાં ન્યૂનતા આવે. તેને બદલે આપણે ત્યાં અધિકતા આવતી જાય છે. આ રીતે આપણને આ બાબત જુદે અનુભવ થયો છેઆપણને વક્તાઓ તે સારા મળે જ છે પરંતુ આ શ્રોતાવર્ગ પણ ભાગ્યે જ કયાંય મળે. ચાલુ વરસાદે છત્રી ઓઢીને અને રેઇનકોટ પહેરીને ઉભા ઉભા વ્યાખ્યાને સાંભળે એવા ઉચ્ચ કેટીના શ્રોતાઓ પણ આપણને પ્રાપ્ત થયા છે. આવા ઉચ્ચસ્તરના શ્રોતાઓને કારણે વધારે
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy