________________
તા. ૧--૮૨
પ્રબુદ્ધ જીવન
છે. રમણલાલ શાહે વ્યાખ્યાનમાળાના આયોજન ઉપરાન્ત આ વખતે મેટી રકમનું ઘન મેળવવામાં તથા કલોઝ સર્કીટ ટી. વી. ની વ્યવસ્થા કરવામાં પણ અમૃતમ ફળ આપે તે માટે હું તેમને અભિનંદુ છું.
શ્રી શેલેશભાઈ કોઠારી, જેમણે અંતરના ઉમળકાથી આ વખતની વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચ માટે આર્થિક પ્રદાન કયું તે માટે હું તેમને અંતઃકરપૂર્વક આભાર માનવાની તક લઉં છું.
આ વ્યાખ્યાનમાળાથી આકર્ષાઈને આવતા વર્ષના ખર્ચ માટે શ્રી જગશીભાઈએ પણું વ્યાખ્યાનમાળા માટે સારી રકમ આપવાની તત્પરતા દાખવી છે, તેને માટે આપણે તેમને જેટલા અભિનંદન આપીએ તેટલી ઓછી છે.
વ્યાખ્યાનમાળાના આ અને દાતાઓ યુવાન વર્ગમાંથી આવે છે તે વિશેષ ગૌરવની વાત છે.
વ્યાખ્યાતાઓ અને વિષયોમાં હજુ પણ ઊંડાણ અને ગહરાઈ પ્રાપ્ત કરતા રહીએ. એવી ભાવના આ તકે વ્યક્ત કરું છું અને છે. રમણભાઈ તેના માટે કમર કસે અને તેને વ્યાપ અને વિસ્તાર વધારે એવી તેમને વિનંતિ કરું છું.
ત્યારબાદ કાર્યવાહક સમિતિના સભ્ય શ્રી ગણપતભાઈ ઝવેરીએ રજૂઆત કરતા જણાવ્યું કે પયુંષણ વ્યાખ્યાનમાળાના વકતાઓ તથા તેમના વિષયનું ધોરણ એકંદરે ઉચ્ચતર હતું. ભજનિક બહેનેએ પણ ખૂબ જ મધુર કંઠે ભજનો રજુ કર્યા. ભક્તિસંગીતને શ્રી અનુપ જલેટાને કાર્યક્રમ અત્યંત લોકપ્રિય નીવડે. હંમેશની જેમ શ્રીમતી નીરુબહેન શાહ તથા ઉષાબહેન મહેતાએ સસ્મિત વદને ઝોળી દ્વારા પ્રેમળ જ્યોતિ માટે રૂા. ૧૫૦૦ જેટલી રકમ ભેગી કરી આપી એ માટે તે બન્ને બહેને અભિનંબને પાત્ર છે. મંત્રી શ્રી કે. પી. શાહ તથા સ્ટાફનાં અન્ય ભાઈબહેનેએ નિષ્ઠાપૂર્વક અને નિયમિતતાપૂર્વક જે
સેવા આપી તે માટે તેઓને સૌને અભિનંબ આપું છું.
છે. રમણલાલ શાહે અતિ શાન્ત અને ગંભીર રહી વિદ્વતાપૂર્વક પ્રમુખપદ શોભાવ્યું. વિવિધ વક્તાઓના પ્રવચનના અંતેની તેમની સમીક્ષા ટૂંકી છતાં પૂરક અને ઉપકારક બની રહી. શ્રેતાવર્ગની હાજરી નવેનવ દિવસ ચિકાર રહી. વરસાદ, શહેરમાં તેફાને છતાં રોતાજનોની શિસ્ત અને શાન્તિ અભૂતપૂર્વ હતી. આવા સુજ્ઞ શ્રોતાજનેને આપણે વંદન કરીએ. છેલ્લા બે દ્વિસ કલેઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા થવાથી છેલ્લા બે ત્રણ વર્ષથી અનુભવાતી એક ખામી નિવારી શકાઈ તેને આપણને સૌને સંતોષ થયો.
છેલ્લે આજના આ આનંદમિલન માટેના પેજક અને યજમાન દંપતી શ્રીમતી હંસાબેન તથા શ્રી સી. એન. સંધવીને હૃદયપૂર્વક આભાર, કે જેમણે એમના આ પ્રાસાદ ક્વા સુશોભિત અને વિશાળ ફલેટમાં આપણને આમંત્રણ આપી આપણે સત્કાર કર્યો.
આખું જગત પ્રેમમય છે અને વિશ્વ ભાવસભર છે. એને અનુરૂપ સંસ્કૃત સુભાષિતને ભાવાર્થ નીચે મુજબ છે તે કહીને હું વિરમીશ.
પરમાત્મા કાંઈ કષ્ટમાં, પથ્થરમાં કે માટીની આકૃતિઓમાં વસતા નથી, પ્રભુ તે મનુષ્યના ‘ભાવની અંદર વસેલા છે, માટે “ભાવ” એ જ મુખ્ય વસ્તુ, કારણ કે સાધન છે.—અસ્તુ.
ત્યાર બાદ સંઘની કાર્યવાહક સમિતિના સભ્ય તેમજ અભ્યાસવર્તુળના કન્વીનર શ્રી સુબોધભાઈ એમ. શાહે આ પ્રસંગે પિતાને આનંદ વ્યકત કરતા જણાવ્યું કે, જન્મભૂમિના એક તંત્રીલેખમાં શ્રી હરીન્દ્રભાઈએ મુંબઈ જૈન યુવક સંઘની આ વ્યાખ્યાનમાળાને તથા . પરમાનંદભાઈને જે રીતે ઉલ્લેખ કરેલ તેથી ગૌરવ અનુભવું છું. કારણકે જે મૂલ્ય માટે આપણે વ્યાખ્યાનમાળા વરસેથી જીએ છીએ તે જ
*
*
છે
૨. વિરો
, કાબેથી જમણે : છે. તારાબહેન શાહ, શ્રી કાન્તિભાઈ – સેવન્તીલાલ કાન્તિલાલ ટ્રસ્ટના ટ્રસ્ટી, સંધના મંત્રી, શ્રી કે. પી. શાહ, વ્યાખ્યાનમાળાના પ્રમુખ ડો. રમણલાલ સી. શાહ, સંધના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરી, સંધના ' પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, યુજમાન શ્રી. સી. એન. સંધવી, લ્યુબંડીવાળા પૂજ્ય ચુનિલાલજી મહારાજ. . . . .