SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૯-૮ પ્રબુદ્ધ જીવન ગાંધીજી, સ્થલિભદ્ર અને થાણુસિંગ 5. યશ ત દોશી ' આ લેખની શરૂઆત થાણેસિંગથી કરવી જોઇએ. એનુ કારણ એ છે કે થાણેસિંગના પ્રસંગ પરથી જ આ લેખમાં વ્યકત થનારા વિચારશ આવ્યા. મધ્ય પ્રદેશની એક કાલસાની ખાણની માલિકી ધરાવતી કંપનીને એ ડ્રાઇવર હતા, ઘરરાજ સવારે મારી પાસેથી ગાડીની ચાવી અને સૂચના લઇ જતા. એક દિવસ એ આવ્યા ત્યારે હું નાહવા ગયા હતા. નાહીને આવ્યો તે જોઉ' છુ. તા થાણેસિગના મુખ પર એક જાતની અકળામણુ છવાયેલી. એકદમ ખે હાથ જોડીને મને કહે : “સાહેબ, ગરીબ માસ છુ, મારી કસોટી ન કરે સાહેબ.” મને સમજાયું નહિ. પશુ પછી ધ્યાન ગયું. હજાર – પદરસા રૂપિયાની નોટો ભૂલથી ટેબલ પર છાવીને હું નાહવા જતા રહેલા. મેં એની માફી માગીને નોટા ઠેકાણે મૂકી દીધી. પશુ -એની વાતથી હું વિચારમાં પડી ગયા. આ અભણુ માણસે મારી સમક્ષ ઘણી માર્મિક વાત કરી હતી એવું મને લાગ્યું. એક ગરીબ માસ આગળ આવુ પ્રલાભન મેં મૂકયુ. એ બદલ એણે મને ઠપકા આપ્યા. આવા પ્રલેાલન સામે ગરીખ માણુસનું મન ચળી જતાં શી વાર લાગે? આ માણુસ માનવીના મનની નિબ'ળતા સમજતા હતા. પોતાનું મન પશુ કદાચ કાઇક અમગળ ક્ષણે ચળા જાય એવા ડર પણ એને હશે. એટલે શાણુા માણુસા જેને સુરક્ષિત માગ' ગણે છે તે જ માગ' પર એણે મદાર બાંધ્યા : પ્રલોભનથી દૂર રહેવું એ જ સલામત માગ' છે. ધામાણુસાને તમે આવું ખોલતા સાંભળતા હશેઃ ‘અમારા ગોવિંદ એટલા પ્રામાણિકનાકર છે, હાથના એવા ચોખ્ખા છે, કે હજાર રૂપિયા ખુલ્લા પડયા હોય તેાયે એક રૂપિયા આધો પાછો ન થાય.' એ માણુસેને કહેવું જોઈએ કે એ ગરીબ માણસની પ્રામાણિકતાને સાર્ટીએ ન ચડાવશેા. એને પ્રામાણિક રહેવામાં મદદ કરો. માણુસની આસપાસ પ્રલોભને પડયાં હોય અને છતાં માણસ એમાં ફસાયા વિના હેમખેમ બહાર આવે એવી અપેક્ષા રાખવાને ખુલ્લે એને પ્રલાલનોથી જ દૂર રાખવા એ જગતની પ્રજાઓનુ` દુન્યવી, વ્યવહારુ ડહાપણ છે. ધાએ અને અન્ય માનવ–સગઢનાએ આ જ ડહાપણુ અપનાવ્યું છે. દાખલા તરીકે જૈન ધમે' મૈથુનવરમણ એટલે કે બ્રહ્મચય' ઉપર અને અપરિગ્રહ ઉપર ભાર મૂકવાના જરૂર જોઇ એટલે એને માટે આકરા નિયમો કર્યા. બ્રહ્મચય'ની જે નવ વાડે સાધુઓ માટે નક્કી કરી છે તે કદાચ વધુપડતી કડક અને વિચિત્ર લાગે, તોય એની પાછળનો હેતુ તે સાધુને આ બાબતના કાપણુ પ્રલેાભનથી દૂર રાખવાના છે. અરિગ્રહ માટે પણ ઘણા કડક નિયમે કર્યાં. સાધુથી દ્રવ્યને સ્પા પણુ ન થાય એટલે સુધીના નિષેધા મૂકયા. હજારો વર્ષોંના ઇતિહાસ દરમિયાન આપ નિષેધાએ કામ આપ્યું પણુ છે. જૈન સાધુઓ ધણા મોટા પ્રમાણમાં આવા પ્રલોભનાથી મુક્ત રહેવાથી ધમયાન અને વાચન-લેખન ઉપર વધુ લક્ષ આપી શકયા છે એમ જણાય છે. જૈનાનુ તા અન્ની દૃષ્ટાંત જ લીધુ છે. દરેક ધમ પથે પોતપોતાના મુખ્ય હેતુ સિદ્ધ કરવા એ હેતુને બાધક નીવડે એવા પ્રલોભનાથી પોતાના અનુયાયીઓ અને સાધુઓને દૂર રાખવાના નિયમો કર્યાં છે. ધામિ'ક ખાતાની જેમ સૌંસારી આખામાં પણ સમાજ આ રીતે જ વિચારતા અને વતતા હોય છે. દારૂબધી શા માટે કરાય છે? જૂના વખતમાં શાળા-કૉલેજના છેકરાઓને એક અંગ્રેજી નવલકથા ભણાવવામાં આવતી. મિસિસ હેન્રી વુડની લખેલી એ પ્રચારાત્મક નવલકથાનું નામ ડેઇન્સબરી હાઉસ', બ્રિટનમાં ઓદ્યોગિક ક્રાન્તિને પગલે જે ધણાં સામાજિક દૂષણા વ્યાપક બન્યાં તેમાનું એક શરાબીપણું, શરાબની ટેવને પરિણામે એક આખા સમૃદ્ધ કુટુબના સર્વનાશ કેવી રીતે થાય છે તેની એ કથા છે. નવલકથા શૈલી અને સ્વરૂપની દૃષ્ટિએ સાધારણુ છે અને અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં એનુ કાઇ વિશિષ્ટ સ્થાન નથી. પશુ આપણે માટે મહત્ત્વની વાત એમાંથી ફલિત થતા ખાધ છે. એ ખાધ કથામાંથી કુલિત તા થાય છે જ પણ તે ઉપરાંત એમાંનાં પાને મુખે એ ખુલ્લી રીતે પ વ્યક્ત થાય છે. તમે માણુસાને દારૂ નહિ પીવાનું સમજાવો તે સારી વાત છે. ઘરનાં નુકસાન એટલાં બધાં છે કે સામા માણસને દારૂની અયાગ્યતા સમજાય પણ ખરી. પણુ ધરની બહાર નીકળતાંવેંત જીવાન માણુસ દારૂની દુકાન જીએ, તેમાં પોતાના મિત્રને ખેડેલા જુએ, પછી એ ત્યાં જવાતુ પ્રલેાભન ક્રમ ટાળી શકે? એ જીવાન માણુસને આ રીતે ખેંચવા માટે દસ-વીસ ડગલે એક એક દારૂની દુકાન એના માર્ગે ઊભી હોય તો તમારી સમજાવટ કર્યાં સુધી કારગત નીવડે ? એટલે ઉત્તમ માગ એ છે કે માણસાને વિમાગે લઇ જતું આ પ્રલાલન એમના રસ્તા પરથી હઠાવો. એક બાજુ સમજાવટ, ખાધ, પ્રચાર અને બીજી બાજુ સતત ઊભેલાં પ્રલાલને એ ખેની વચ્ચે માણુસના મનમાં તાજી ઊભી કરવાથી માણસ વધુ દુ:ખી થાય છે. 3 મને એ વાતની નવાઈ લાગે છે કે દારૂબધીના પ્રચાર કરતી ગુજરાત-મુ ંબઈની સસ્થાઓને આ નવલકથાનું ગુજરાતી ભાષાંતર કે રૂપાંતર કરાવી તેના પ્રચાર કરવાનું સૂઝયુ" નથી. જૂના વખતમાં ધણું કરીને ભાગીન્દ્રરાવ દિવેટિયાએ એનુ એક રૂપાંતર કરેલું, પશુ એને ખાસ પ્રચાર થયો નથી. ક્રાઇ ગુજરાતી પ્રકાશકે પણ આ કામ નવી રીતે કરવા જેવુ છે. આપણે નવલકથાની વાતે ચડી ગયા. પણુ મૂળ મુદ્દો મનુષ્યને દૂષણમુકત રાખવા હોય તો બને ત્યાં સુધી એ વિષયનાં પ્રલેાભનથી અને મુકત રાખવા જોઈએ તે હતા. ભારતમાં પણ ગાંધીજીએ દારૂબરૂંધીની હિમાયત કરી તેની પાછળ આ જ વ્યવહારૂ દૃષ્ટિ કામ કરતી હતી. અનેક ભણેલગણેલ માણસાની લીલાના જવાબ આપીને, જિદ્દી અને જકી એવાં વિશેષણા વહારીને પણ ગાંધીજીએ દારૂબધીના માગ્રહ રાખ્યા, એના સતત પ્રચાર કર્યા કર્યાં અને કેંગ્રેિસી સરકારોને એના અમલની તાકીદ કર્યાં કરી. ધણા માણસે એવી દલીલ પશુ કરતા હતા કે દારૂબંધી કાયદાથી કરવી એ ખાટું છે અને લોકાને દારૂ નહિ પીવા માટે સમજાવવા એ જ સાચા રસ્તો છે. ગાંધીજીને લેાકાને સમજાવવાની વાત માન્ય હતી પણ કાયદાથી દારૂબંધી કરવાના એમને મત પણ એટલા જ દ્રઢ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy