________________
તા. ૧-૯-૮૨
પ્રબુદ્ધ જીવન
૮
ગાલિબની ફ લપાંખડી
- I હરીન્દ્ર દવે ઉગ રહા હૈ દરો-દવારપે સચ્ચ ‘ગાલિબ' હમ બયાંબામેં હૈ, ઘરમેં બહાર આઈ હૈ. ના લિબ'ના અંદાઝે બયાં (અભિવ્યકિતની રીતિ) માટે ઘણું
ગ કહેવાયું છે. એ રૂદનની વાત હરતાં હતાં કરે છે. વેદનાની વાત કરે છે ત્યારે પ્રફુલ્લિતતાનું પ્રતિક લે છે. 1. મજનૂ પાગલ બની રણમાં ભટકતે હતો એ એની વેદનાની પણ હતી. ઘર ઉજજડ પડયું છે. કાવ્યનાયક રણમાં ભટકે છે.. ઉજજડ ઘરના દરવાજા પર, દીવાલ પર ઘાસ-પાન ઊગી ગયા છે. કોઈ ધ્યાન રાખનારું રહ્યું નથી. બીજા શબ્દોમાં કહીએ તે ઘર ઉજડી ગયું છે. આ વાત કવિ કઈ રીતે કહે છે તેની જ ખૂબી છે: એ કહે છે, “સાંભળ્યું છે કે, દરવાજા-દીવાલ પર ઝાડપાન ઊગી રહ્યા છે; અમે રાણમાં છીએ અને ઘરમાં વસંત આવી છે.' વાત કરવી છે જીવનની પાનખરની : પ્રતીક લીધું છે વસંતનું.
હું સક્ઝાઝાર હર દરો-દીવાર-એ-ગમકદા
ક્સિકી બહાર યહ હૈ, ફિર ઉસકી ખિન્ન ન પૂછ.
ઉપર વસંતનું પ્રતીક જોયું, એની જ વાત ફરી જુદી રીતે ઉપરની પંકિતઓમાં છે. દુ:ખના આલયના દરેક દરવાજા તથા દીવાલ પર ઝાડપાન ઉગી નીકળ્યા છે. જેની વસંત આ છે, એની પાનખર કેવી હોય છે તે પૂછતા જ નહીં !
વસંતમાં ઉજજડ ઘર છે: કોઈ સંભાળ લેનારું નથી. એટલે દીવાલ પર ઘાસ ઊગી નીકળ્યું છે.
આ ઘર શેકનું ઘર છે, ‘ગમકદા” છે.
વસંતમાં એની આ હાલત છે. તે પાનખરમાં તો એનું શું થશે?
ગિરયા ચાહે હું ખરાબી મેરે કાશાને કી '
દર-દીવારસે ટપકે હૈ બયાબાં હોના.
અશ્રુબિંદુઓ મારા નિવાસની ખરાબી ઈચ્છતા હોય એમ લાગે છે. દરવાજા તથા દીવાલ પરથી રાણ થવાની ઘટના ટપકી રહી છે.
કોઈ આધુનિક કવિની અભિવ્યકિત જેવું લાગે છે ને? સામાન્ય રીતે આંસુ આંખથી ટપકે.
અહીં દરો-દીવારથી રણ હોવાની ઘટના આંસુની માફક ટપકી રહી છે. દરો-દીવાર પર ઉગતા ઘાસ-પાનની જ વાત છે. પણ વળી ત્રીજી જ રીતે અહીં વ્યકત થઈ છે.
પકડે જાતે હૈ ફરિોં કે લિખે પર, નાહક,
આદમ કોઈ હમારા દમે-તહરીર ભી થા?' પાપ-પુણ્યની આચારસંહિતા સામે જ અહીં કવિ સવાલ ઉઠાવે છે. પાપની સીમારેખા કોણ નક્કી કરે? ચિત્રગુપ્ત એના ચોપડામાં માનવોનાં કમેને હિસાબ માંડે છે, પણ એ તો દેવદૂત છે. ફરિસ્તાઓ કે દેવદૂતોને માનવીના જીવનની વેદના અને સમસ્યાઓની ગમ શી રીતે પડે? માણસ શું શું સહન કરે છે, કેવી લાચારથી એને જીવવું પડે છે કે કઈ અસહાયતાથી તેને આચરણ કરવાં પડે છે એમાં દેવદૂત શું સમજે? એટલે કવિ ભગવાનને પૂછે છે : ફરિશ્તાઓ અમારા કર્મોને હિસાબ લખે છે. એના આધારે તમે અમને અપરાધી ઠરાવે છે, પણ અમારા કર્મના લેખ મંડાતા હતા ત્યારે કોઈ મનુષ્યને હાજર રાખ્યો હતો ખરે? માણસ જો હોય તો કયું પાપ અસહાયતાથી કરાયું અને કહ્યું પાપ જાણીબૂઝીને થયું તે વચ્ચે વિવેક કરી શકે.
પુસ્તક
છે ] પ્રા. અરુણ જેશી ધાં જ પુસ્તકો સારાં હોય એવો દાવો કોઈ કરી શકે
નહીં. બેંકન કહે છે તેમ કેટલાંક જ પુસ્તકો ચાવવા જેવાં અને પચાવવા જેવાં હોય છે. કેટલાંક પુસ્તકો તે માત્ર પાનાં ફેરવી જવા જેવાં હોય છે; તે કેટલાંક સાવ નકામાં હોય છે. જેનાથી આપણી ધૂળવૃત્તિઓ સ્પંદિત થાય એવાં પુસ્તકો જરાય મહત્ત્વનાં ગણાય નહીં. માર્ક ટવેઈન જણાવે છે કે જે માણસ કચરા જેવું પુસ્તક વાંચે છે તે સાવ અભણ માણસના કરતાં કોઈ રીતે ચડિયાત નથી. જો કે આવાં નકામાં પુસ્તકો વાંચનારાને વર્ગ ઘણો મોટો છે. એવાં પુસ્તકોમાં કંઈ વિચારવા જેવું હોતું નથી. કોલ્ટન નામના લેખક આ અંગે યોગ્ય રીતે કહે છે કે ‘આવાં ઘણાં પુસ્તકોનાં વાચનારાઓને વિચારશકિતની જરૂર પડતી નથી. તેનું કારણ સાવ સાદું છે. એના લખનારાઓને પણ એવી કોઈ ચીજની જરૂર પડેલી હોતી નથી.” પરિણામે બન્યું છે એમ કે એવા પુસ્તકો થોકબંધ લખાયે જાય છે અને એક જ દિવસમાં તે તૈયાર થયાં હોય એવી છાપ પાડે છે. આ કારણે, જેમ સારાં ચલચિત્રો ટિકિટબારી ઉપર નિષ્ફળ જાય છે તેમ સારાં પુસ્તકો પણ પ્રકાશકને ખેટ ખવરાવે છે. આ હકીકતને સુંદર રીતે વાચા આપતાં મસ' ફુલર યોગ્ય રીતે જણાવે છે કે પ્રકાશકોને જે પુસ્તકોથી વધુમાં વધુ નુકસાન થયું છે તે પુસ્તકથી જ્ઞાનપિપાસુઓને સૌથી વધારે લાભ થશે છે.' નઠારાં પુસ્તકો લખવા પાછળ, માનવની સ્થૂળવૃત્તિને પોષી પસા પડાવવા સિવાય બીજો કોઈ હેતુ હોતો નથી. પુરતક ન લખવાથી કોઈ અધર્મ થતું નથી કે એવા કારણ માટે કોઈ સજા પણ થતી નથી, પણ ભામહ 'કાવ્યાલંકાર'માં કવિએ માટે કહે છે તેમ કુલેખક થવું એ તે સાક્ષાત મૃત્યુને નોતરવા સમાન છે, કલંક લગાડવા બરાબર છે અમ જો સમજાય તો જ ખરાબ સાહિત્ય લખાતું અટકે. પણ, વો દિન કહાં? લખનારાઓને સુંદર માર્ગદર્શન મળી રહે એવા શિખામણના બે બેલ કેનાક નામાની વ્યકિતએ આ રીતે વ્યકત કર્યા છે. તમે કોઈ પુસ્તક લખે તે પહેલાં એટલું વિચારો કે તમારું પુસ્તક વાંચવામાં માણસ જે સમય ગાળશે તેનો સદુપયોગ તે કોઈ વધુ સારું પુસ્તક વાંચવામાં કરી શક્યો હોત કે નહિ? - સારાં પુસ્તકોનો એકમાત્ર સારો ઉપયોગ વાચકને જાતે વિચાર કરતો કરવામાં અને તેની વૃત્તિઓનું ઉધ્વીકરણ કરવામાં રહેલ છે. જે પુસ્તક આમ ન કરી શકે તેની કિંમત અભરાઈ પર તે પુસ્તકે રોકેલી જગા જેટલી પણ નથી.
જેમ મિત્રોથી મનુષ્યની પરખ થાય છે તેમ પુસ્તકોથી પણ તેના વાંચનારની પરખ થાય છે. મેરીઆક નામના લેખક કહે છે, “તમે શું વાંચે છે એ મને કહો અને તમે કોણ છો એ હું કહી દઈશ.’ સારાં પુસ્તકો સન્મિત્રની ગરજ સારે છે એ હકીકતને રજૂ કરતાં પોશીદા કેનાક કહે છે કે “દીપને અજવાળે એકલા બેઠા હોઈએ અને સામે એક પુસ્તક ખુલ્લું પડેલું હોય-એ આનંદની તોલે બીજું કંઈ ન આવે.' તે કારણે જ જે પુસ્તકો આપણને અધિક વિચારતા કરી મૂકે તે જ આપણા સર્વકોષ્ઠ સહાયકો છે. આવાં સારાં પુસ્તકો સુજ્ઞ વાચકોએ અવશ્ય વસાવવાં જોઈએ. ધારો નામને લેખક કહે છે કે ‘વસ ભલે જૂનાં પહેરવાં પડે, પણ સારું પુસ્તક ખરીદવાની તક જવા ન દેવી જોઈએ.”
સારાં પુસ્તકોથી સજજ પુસ્તકાલય એ શાળા અને વિદ્યાપીઠનું એક આવશ્યક અંગ છે. આપણને સાચી કેળવણી રૂપી ચાવી મળે તે જ એવાં પુસ્તકાલયના દરવાજામાં પ્રવેશવાની વૃત્તિ થાય. શિક્ષિત માનવા માટે જો કોઈ મંદિર કે યાત્રાધામ હોય તો તે સારું પુસ્તકાલય જ હોઈ શકે.