SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૮૨ છઠ્ઠા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું ડે. નરેન્દ્ર ભાનાવતનું. ‘જૈનધર્મ ઔર જીવન મૂલ્ય' એ વિષય ઉપર એમણે વ્યાખ્યાન આપ્યું હતું. એમણે કહ્યું કે કિંમત અને મૂલ્ય વચ્ચે ફરક છે. મૂલ્યમાં સ્વાર્થ-જ્યાગ હોય છે. જૈન ધર્મ આત્માના શત્રુઓ સાથે સંગ્રામ કરવાને ઉપદેશ આપે છે. અહિંસાની સાથે સમાનતા અને સ્વતંત્રતાની આવશ્યકતા છે. જયાં સુધી કષાય ઉપર વિજય મેળવાતા નથી ત્યાં સુધી આત્મા પરમાત્મા બની શકતો નથી. જૈન ધર્મ જેમ આત્મલક્ષી છે તેમ સમાજલક્ષી પણ છે. જયાં સુધી જીવન મૂલ્યોનું નિર્માણ થતું નથી અને આત્મમૂલ્યની ઓળખ થતી નથી ત્યાં સુધી મનુનજીવન પ્રબુદ્ધ થતું નથી. એ દિવસે બીજું વ્યાખ્યાન 3. સુરેશ દલાલનું હતું. “શ્રી રામકૃષ્ણ પરમહંસ' વિશે બોલતાં એમણે કહ્યું કે રામકૃષ્ણને સમજવા માટે બુદ્ધિ કામ ન લાગે, કારણ કે તેઓ અતીન્દ્રિયના માણસ છે. રામકૃષ્ણ નાની ઉંમરમાં ભાવસમાધિના અનુભવો કર્યા હતાં. ગદાધરમાંથી તેઓ રામકૃણ બન્યા કારણ કે તેમની સાધના ઘણી ઊંડી હતી. તેઓ સર્વત્ર ઈશ્વરનાં દર્શન કરતા હતા. તેઓ ચમત્કાર કે વિવિધ સિદ્ધિઓથી આકર્ષાયા નહોતા કારણ કે ચમત્કારોથી લોકમાન્યતા મળે; પરંતુ પ્રભુમાન્યતા ન મળે. . સાતમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું જસ્ટિસ ધર્માધિકારીનું. એમનો વિષય હતે: “ભગવાન સે ગયા, ઈન્સાન ગયા.’ એમણે આપણા ધર્મનાં ક્ષેત્રમાં જે આનંબર અને જડતા પેસી ગયાં છે તેનાં ઉદાહરણ આપીને કહ્યું હતું કે આપણે રાજકીય ગુલામીમાંથી મુકત થયા છીએ; પરંતુ ધર્મના ક્ષેત્રે આડંબરની ગુલામીમાંથી મુકત થયા નથી. આપણા સામાજિક જીવનમાં ભ્રષ્ટાચાર વધત જાય છે અને ખાટાં મૂલ્યોની પ્રતિષ્ઠા થતી જાય છે. એ દિવસે બીજું વ્યાખ્યાન પૂ. માતાજી પગશકિત સરસ્વતીનું હતું. એમને વિષય હતે: ‘આધુનિક સંદર્ભ મેં માનવ જીવન.” એમણે કહ્યું કે ધર્મ માનવને સાચે માનવ બનાવે છે. આપણે સંપ્રદાયવાદી થઈ ગયા છીએ. આપણી માનસિક કૃપણતાને કારણે આપણું જીવન કલિષ્ટ બનતું જાય છે. ધન અને વૈભવ પાછળ આપણે દોટ મૂકવા લાગ્યા છીએ. સુંદરતમ કલ્પનાનું ઉચ્ચત્તમ શિખર તે ભગવાન છે. તેનાં દર્શન માટે જીવનમાં સત્યની પ્રતિષ્ઠા કરવાને પુરુષાર્થ કરવો જોઈએ. સત્યરૂપી બાળક નાજુક હોય છે એની માવજતમાં પૂરી કાળજી રાખવાની જરૂર છે. આઠમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું . તારાબેન ર. શાહનું. એમને વિષય હતે: “સમતા.’ એમણે કહ્યું કે વ્યવહારમાં સામાન્ય રીતે સમેતાને અર્થ આપણે ધીરજ, ખામેડી, શાંતિ, સ્વસ્થતા એ કરીએ છીએ. સમતામાં “સંમ” શબ્દ છે. સમ એટલે સરખાપણું. રાગ અને દ્વેષથી મુકત થઈ ચિત્ત જયારે સમતા ધારણ કરે છે ત્યારે તે મુકિતની નજીક આપણને લઈ જાય છે. ભગવાન પાર્શ્વનાથે કર્મઠ અને ધરણેન્દ્ર બંને પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ ધરાવી હતી એવી જ રીતે ભગવાન મહાવીરે ચંડકૌશિક સર્પ પ્રત્યે પણ સમતા ધારણ કરી હતી. રામતાની સાથે ક્ષમા, ઉદારતા વિવેકબુદ્ધિ ઈત્યાદિ સંકળાયેલાં છે. જૈન ધર્મ અહમ અને સ્વાર્થના વિસર્જન ઉપર ભાર મૂકે છે. વ્યવહારમાં સમતાથી સદાચાર, પ્રેમભાવ, અભય, અપ અને અખેદ પ્રગટે છે. સામાયિક એટલે બે ઘડી માટે સર્વ પાપકર્મ છોડી સર્વ જીવો પ્રત્યે સમતાને ભાવ ધારણ કરવું. તે સમતા સાધનાની તળેટી પણ છે અને સાધનાનું શિખર પણ છે. એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું હતું. એમને વિષય હતો: ‘મારી જીવનદષ્ટિ' એમણે કહ્યું કે મનુષ્ય વિચારવંત પ્રાણી છે. દરેક માણસને પોતાની જીવનદષ્ટિ હોવી જોઈએ, ઘણાં લોકો વાતવાતમાં બોલતા હોય છે કે જેવી ભગવાનની મરજી, પરંતુ માણસે પોતે કોણ છે? કયાંથી આવ્યા છે? આ જીવનનું દશેય શું છે? કર્મ શું છે? પુર્નજન્મ શું છે? વગેરે પ્રશ્નોને વિચાર કરવો જોઈએ. કર્મ અને પુર્નજન્મ ન હોય તે આ સંસારની ઘણી વાતને તાળું મધ નથી. માણસને પ્રતીતિ થવી જોઈએ કે પાપનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. માણસે દેહની વાસનાઓ અને કપાય ઉપર વિજય મેળવવાને પુરુષાર્થ કરવો જોઈએ. - છેલ્લે દિવસે પ્રથમ વ્યાખ્યાન પૂ. શ્રી મેરારીબાપુનું રાખેલું હતું, પરંતુ અમદાવાદથી વિમાનમાં આવતાં તેમને મોડું થયું એટલે મારું વ્યાખ્યાન પ્રથમ રાખી લેવામાં આવ્યું હતું. મારા વ્યાખ્યાનનો વિધ્ય હતે પચ્ચખાણ. સંસૃત શબ્દ ‘પ્રત્યાખ્યાન’ ઉપરથી 'પચ્ચ ખાણ’ શબ્દ આવેલો છે. આત્માને માટે જે પ્રતિકુળ છે એની પ્રતિજ્ઞારૂપે કથન કરવા રૂપ મર્યાદા બાંધવી એટલે પચ્ચખાણ. ભગવાન મહાવીરે ‘પચ્ચખાણ ઉપર ઘણો ભાર મૂકયો, કારણકે એ આશ્રવ અને સંવર રૂપ ધર્મ છે. અર્થાત પચ્ચખાણથી પાપનાં દ્વાર બંધ થાય છે અને નવા કર્મો બંધાતાં અટકે છે. સાધુઓએ અને ગૃહસ્થોએ અહિંસા, સત્ય ઈત્યાદિ પાંચ મહાવ્રતો કે અણુવ્રતા રૂપી મૂલ ગુણના પિપણને માટે ઉત્તમ ગુણોનું સેવન કરવાનું હોય છે. એ પચ્ચખાણ દ્વારા થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ વ્રતના અતિચારના, અઢાર પાપસ્થાનકર્તા પચ્ચખાણ યથાશકિત લેવાનાં હોય છે અને તેમાં ક્રમે ક્રમે અધિક ત્યાગ કરવાનું હોય છે. શાસ્ત્રોમાં અનાગત, અનિકાન્ત વગેરે દસ પ્રકારનાં પચ્ચખાણ ગણાવ્યાં છે. તેમાં કાળને લગતા પચ્ચખાણના પણ ખાવાપીવાના નિયમેની દષ્ટિએ દસ પ્રકાર બતાવવામાં આવ્યા છે. જેમાં નવકારશી, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે છે. જેમાં પચ્ચખાણ દ્વારા વિરતિમાં હોય છે તેની સગતિ થાય છે. પચ્ચખાણ પાળ છે જે મુકિત અપાવે છે. દિવસે બીજા વ્યાખ્યાનમાં ‘સાધકની દષ્ટિ' વિશે બોલતાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે વિશ્વમાં ત્રણ પ્રકારના લોકો હોય છે. વિષયી, સાધક અને સિદ્ધ. વિષયીને દુ:ખ ગમતું નથી. તે સુખ પાછળ દોડે છે. સાધક દુ:ખને ઈરછત નથી, પણ દુ:ખ આવી પડે તો તેને પ્રભુને અનુગ્રહ માને છે. સાધકના જીવનમાં બાધક ત ઘણાં આવે છે, પરંતુ એથી તો એની સાધના દઢ થાય છે. સાધક ધ્યાન, તપ કે યોગ દ્વારા પોતાના અહમ નું વિસર્જન કરે છે. તુલના, તર્ક અને ટીકા એ ત્રણ પ્રકારે માણસનું વર્તન વ્યકત થાય છે. સામાન્ય માણસે તર્ક અને ટીકા વિશેષ કરતા હોય છે. સાધક તુલના કરશે, કયારેક તર્ક કરશે, પરંતુ ટીકા કયારેય નહિ કરે. આમ નવ દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા સરસ રીતે યોજાઈ હતી. રોજે રોજ આરંભમાં અડધો કલાક ભકિતસંગીતને કાર્યક્રમ રહેતો. બંને રવિવારે વ્યાખ્યા પછી પણ ભકિત સંગીતનો કાર્યક્રમ હતે.. વ્યાખ્યાનમાળાની સફળતામાં સૌનો સહકાર હતા. એ દરેકના અત્યંત –ણી છીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળી ૫૦૧ શ્રી એક બેન તરફ્ટી ૨૫૧ , દેવકુંવરબેન જે. શાહ ૧૦૧ , રાજુબેન જે. શાહ ૧૦ ,, કોકિલાબેન જે. શાહ ૧0 , એક બાઈ ૫૧ સ્વ. અંબાલાલ ચતુરભાઈ શાહના સ્મરણાર્થે ૫૧ સ્વ. પાર્વતીબેન અંબાલાલ કનક જળ શાહના સ્મરણાર્થે ૫૧ શ્રી ગજેન્દ્ર આર. કપાસી ૩૧ ,, પ્રદિપકુમાર મંગળદાસ તલસાણિયા ૧૨૩૭
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy