________________
તા. ૧૯-૮૨
૫ ચુંષ ણુ
પ્રબુદ્ધ જીવન
જ્યાં જ્યાં ને માળા
[] ડૉ. રમણૂલાલ ચી. શાહુ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી રવિવાર તા. ૧૫મી ગસ્ટથી સામવાર તા. ૨૩મી ઑગસ્ટ સુધી એમ નવ દિવસ માટૅ બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી)માં પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવામાં આવી હતી. પ્રતિ વર્ષ આ વ્યાખ્યાનમાળાના લાભ વિશેષ લેવાતા જાય છે. શ્રોતાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે અને યુવક સંઘને દાતાઓ તરફથી તે માટે પ્રોત્સાહન પણ મળતું જાય છે. આ વર્ષની વ્યાખ્યાનમાળાના સમગ્ર ખર્ચની રકમ કશ્રી શૈલેશકોઠારી તરફથી ભેટરૂપે મળી છે. તદુપરાંત આવતા વર્ષથી પર્યુષણ વ્યાખ્યાનમાળાનો ખર્ચ વ્યાજની રકમમાંથી નીકળી રહે એ દૃષ્ટિએ શ્રી સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ તરફથી રૂપિયા દોઢ લાખની રકમનું દાન મળ્યું છે, જે માટે શ્રી જૈન યુવક સંઘ એમનો અત્યંત ઋણી છે.
આ વર્ષે શ્રોતાઓની સંખ્યાને લક્ષમાં રાખી છેલ્લા બે દિવસ હાલની બહાર બેઠેલા શ્રોતાઓ માટે કલાઝ સર્કિટ ટી. વી. ની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહુ સસ્તા દરે આ વ્યવસ્થા કરી આપવા માટે “વિશાલ ઈલેકટ્રોનિકસના અમે આભારી છીએ.
પ્રથમ દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી શશિકાંત મહેતાનું હતું. એમના વિષય હતો ‘જિનભકિત,’જિનભકિતનો મહિમા સમજાવતાં તેમણે કહ્યું કે ધ્યાનયોગમાં પણ કયારેક અહંકારના તંતુ રહી શકે છે. પરંતુ જનભકિતમાં અહંકારનું વિસર્જન થાય છે. જિનેશ્વરની ભકિત કૃતજ્ઞતા અને વિનય વગર સંભવિત નથી. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે અત્યંત ની ભકિત કરવાની હોય છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ ત્રિવિધ પ્રકારની પૂજા દ્રારા દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની આરાધના થાય છે. દુ:ખરહિત થવી માટે નહિ પણ પાપરહિત થવા માટે જિનભકિત કરવાની હોય છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન “મિત્તિ મે સળ્ ભૂએલું એ વિષય, ઉપર પૂજય મહારાતીજી શ્રી ધર્મશીલાશ્રીજીનું હતું. એમણે પર્વના દિવસોનું માહાત્મ્ય સમજાવી, ધર્મપ્રધાન અને પર્વપ્રધાન એવી ભારત પાસે રહેલી આધ્યાત્મિક શકિતનો પરિચય કરાવી, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓને તથા ક્ષમાપનાની ભાવનાને જીવનમાં ઉતારવા ઉપર ભાર મૂકયો હતો, જેથી જીવનમાં સંવાદ સ્થપાય અને વિશ્વમાં શાંતિ પ્રસરે.
બીજે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી વસંતભાઈ ખોખાણીનું હતું. ‘શ્રીમદ્ રાજચ’દ્ર’ એ એમના વ્યાખ્યાનનો વિષય હતો. એમણે આરંભમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો પરિચય કરાવ્યો હતો. તેંત્રીસ વરસનું શ્રીમદ્નું આયુષ્ય હતું. પરંતુ એટલી નાની વયમાં એમણે કરેલી સાધના બહુ ઊંચી કોટિની હતી. નાની ઉંમરમાં જાતિ, સ્મરણ, જ્ઞાન, વેપારમાં પ્રામાણિકતા અને ઉદારતા, લોકપ્રસિદ્ધિથી દૂર રહેવાની વૃત્તિ, શાસ્ત્રાભ્યાસ તથા આધ્યાત્મિક સાધનાને કારણે ગાંધીજીએ પણ એમને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા હતા. શ્રીમદ્ રાજચંદ્ર કોઈ ગચ્છ કે સંપ્રદાયમાં માનતા નહોતા. તેઓ કહેતા કે ‘હું કોઈ ગચ્છમાં નથી. હું તે આત્મામાં છું.’
એ દિવસે બીજું વ્યાખ્યાન પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપનું હતું. એમના વિષય હતો: ‘આત્મદીપ બા’ એમણે મનુષ્ય-જન્મની દુર્લભતા સમજાવી અને મનના વિવેક ઉપર ભાર મૂકયો. આજે માણસ દુનિયાની પંચાતમાં પડી ગયો છે; પરંતુ આત્મહિત કરવાનો પોતાના સ્વાર્થ જો એ ભૂલી જશે તો બધું જ ગુમાવશે. બાહ્ય પ્રલાભના પાછળ દોડવાનું છેડીને માણસે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જેથી આત્માને દુર્ગુણો લાગી ન જાય.
ત્રીજા દિવસે ‘સંતા મેરે પ્રેમઘટા ઝુક આઈ' એ વિષય ઉપર
h
૮૩
ડૉ. કાન્તિલાલ કાલાણીનું વ્યાખ્યાન હતું. એમણે મીરાંબાઈ, આલ, રાબિયા, વ્રજની ગોપીઓ વગેરેના પ્રસંગો ટાંકીને કહ્યું કે પ્રેમ એ પરમાત્માનું પૃથ્વી ઉપર વામન સ્વરૂપ છે. એ પ્રેમના પ્રાણ સુધી પ્રવેશ થવો જોઈએ. એ થાય તો અહમ્ નું વિસર્જન થાય છે અને ડતાનું ચૈતન્યમાં રૂપાંતર થાય. દિવ્ય પ્રેમનાં ક્ષેત્રમાં બુદ્ધિ અને તર્કથી કશું માપી શકાય નહિ. પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને આપણામાં રહેલા સૂક્ષ્મ બંધનોમાંથી છોડાવે છે અને અજર, અમર, અવિનાશી એવા પદની ઝાંખી કરાવે છે.
એ દિવસે બીજું વ્યાખ્યાન શ્રીમતી ધૈર્યબાળા વોરાનું હતું. એમનો વિષય હતો : ‘વિવિધ પ્રચારમાધ્યમો અને સ્રી.' એમણે કહ્યું કે આધુનિક વૈજ્ઞાનિક શોધખોળાની આપણા જીવન ઉપર ઘણી મોટી અસર પડતી જાય છે. આપણા સામાયિકો, છાપાંની જાહેરખબરો, રેડિયો, ટી. વી., સિનેમા વગેરેમાં સ્ત્રીના ઉપયોગ દેહપ્રાધાન્યની દષ્ટિએ થાય છે. આપણા પરંપરાગત મૂલ્યોની અવગણના થાય છે. સ્ત્રીઓને સામાજિક ન્યાય મળવાને બદલે સામાજિક અન્યાય વિશેષ થાય છે અને દૈસૌંદર્ય ઉપર એટલા બધા ભાર મુકાય છે કે જેથી સ્ત્રીઓ ખોટી ભ્રમણામાં રહે છે.
ચોથે દિવસે પ્રથમ વ્યાખ્યાન શ્રી કૃષ્ણકુમાર મહેતાનું હતું. એમના વિષય હતો : ‘ગીતામાન્ય જીવનધારા’ એમણે કહ્યું કે ગીતા એ ઉપનિષદોનું અમૃત છે. મૃત્યુથી જીવન પૂરું થતું નથી અને કરેલું કાર્ય ફોગટ જેવું નથી. આપણે જ આપણો ઉદ્ધાર કરવાના છે. એ માટે અસ્મિતા, નમ્રતા, કૃતજ્ઞતા અને મુમુક્ષુતાની આવશ્યકતા છે. ઘટકાર અને શિલ્પકાર એ બંનેની જીવનધારા ગીતાને માન્ય છે. જન્મનું બીજ એ વાસના છે તો મુકિતનું બીજ જ્ઞાન છે. આપણે વિષય, વિકાર, યમભય અને ભવરોગથી મુકત થવાનું છે.
એ દિવરો બીજું વ્યાખ્યાન શ્રી કિરણભાઈનું હતું, એમન વિષય હતો : ‘પ્રકાશના પંથ'. જર્મન કવિ ગેટેના મૃત્યુ સમયના પ્રકાશની ઝંખના માટેના શબ્દો યાદ કરી એમણે પ્રકાશના પંથની પાત્રતા કેળવવા ઉપર ભાર મૂકયો. દ્રવ્યપ્રકાશ, ભાવપ્રકાશ અને પરમપ્રકાશ એમ ત્રણ પ્રકારના પ્રકાશ છે. સમ્યગ્દર્શન રૂપી ભાવપ્રકાશ પ્રગટાવ્યા પછી લાગસ સૂત્રમાં જેમની સ્તુતિ કરવામાં આવી છે એવા ચોવીસ તીર્થંકરોની પરમજ્યોતિના પરમપ્રકાશના આપણે દર્શન કરવાના છે.
પાંચમા દિવસે પ્રથમ વ્યાખ્યાન હતું શ્રી શૈલેશ મહાદેવિયાનું. એમનો વિષય હતા : ‘મારી કૈલાસયાત્રા’, શ્રી શૈલેશભાઈ થાં દિવસ પહેલાં જ ભારત સરકારની અનુમતિ મળતાં ચીનના કબજા હેઠળના તિબેટના પ્રદેશની કૈલાસ અને માનસરોવરની યાત્રા કરીને આવ્યા છે. એમણે હિમાલયમાં તવાઘાટથી કૈલારા અને માનસરોવર સુધીની પોતાની યાત્રાનું વિગતવાર રસિક વર્ણન, કાલિગંગાના અને માનસરોવરના પાણીના માજાઓના અવાજના રેકોર્ડિંગ સંભળાવવા સાથે કર્યું હતું.
એ દિવસે બીજું વ્યાખ્યાન ડૅ. કુમારપાળ દેસાઈનું હતું. એમનો વિષય હતા. ‘અહંમ ની ઓળખ.’ એમણે કહ્યું કે માણસ અને ઈશ્વર વચ્ચે અહમ ની દીવાલ છે. ધન, જ્ઞાન, પદ, કીર્તિ વગેરે દ્વારા માણસનો અહમ્ પાપાય છે. અહમ ને કારણે ઈશ્વરનો અવાજ સંભળાતો નથી. અહમે મનુષ્યનું ઘણું અહિત કર્યું છે. છેલ્લા ત્રણ હજાર વર્ષમાં અહમ ને કારણે પંદર હજાર યુદ્ધો થયાં છે. બહારની સમૃદ્ધિ વધતાં અંતર શૂન્ય બનતું જાય છે અને સત્યનું દર્શન થતું નથી. અહમ નું વિસર્જન આપણને પૂર્વચેતના સુધી પહોંચાડે છે.