________________
-
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૯-૮૨
વિનાશ
છે. પ્રેમ, કરૂણા , મદ, મોહ યોર મનુષ્યને વિરોધી
જીવન ઉન્નત બને છે. પ્રસનતાને. સાચા સુખને અને શાંતિને, અનુભવ થાય છે. આવી શ્રદ્ધા પ્રયત્નપૂર્વક, વિચારપૂર્વક, સતત પુરુષાર્થથી કેળવવી પડે છે, સહજ નથી. તેને માટે જીવનસાધના કરવાની છે અને તે આચારધર્મ છે જેને હવે વિચાર કરીએ.
ભારતના ત્રણે ધર્મો-વૈદિક, જૈન અને બૌદ્ધ-માં જ્ઞાનના ક્ષેત્રે મતભેદ છે અને રહેવાને જ. અદ્વૈત, દ્રત, આત્મવાદી, અનાત્મવાદી, ઈશ્વરવાદી, અનિશ્વરવાદી વિગેરે રહેશે. પણ આચારધર્મમાં અને જીવનસાધનાની બાબતમાં, ત્રણે ધર્મોમાં મહદંશે એકતા છે. ત્રણે ધર્મો દઢપણે માને છે અને ઉપદેશ છે કે મનુષ્ય જીવનની સાર્થકતા માટે વાસનાઓ ઉપર વિજય મેળવવો, તેનું દમન કરવું, ' એ જ એક માર્ગ છે. વાસનાઓને છૂટો દોર આપ તેમાં વિનાશ છે. દેહ અને આત્માને આ સંયોગ મનુષ્યને વિરોધી દિશાઓમાં ખેંચે છે. કામ, ક્રોધ, મદ, મેહ, લેભ આ બધી દેહની વાસના છે. પ્રેમ, કરુણા, મૈત્રી, પ્રમદ, આત્માના ગુણ છે. એકને છોડવાથી બીજું પ્રાપ્ત થાય છે. આ અતિ વિકટ અને દીર્ધકાળની સાધના છે, દેખીતી રીતે કષ્ટમય છે, પણ સાચું સુખ, શાંતિ અને આનંદ | આપનાર છે.
જીવનમાં સ્વાર્થને સંઘર્ષ છે. પ્રત્યેક વ્યકિત, પિતાને સંકુચિત સ્વાર્થ જુએ છે, તેમાં સુખ માને છે. તેમાં મતાગ્રહ અને ઝનૂન પ્રવેશે છે. રાગદ્વેષને સંગ્રામ છે. સ્વાર્થ આત્મઘાતી છે. સર્વ
જીવો સાથે મૈત્રીભાવ અને અભેદ અનુભવીયે તેમાં જ આત્મકલ્યાણ છે. તેથી માણસની માનવતા પણ ચારે દિશામાં પાંગરે છે. પ્રેમ, કરુણા, મૈત્રી, પરોપકાર, ભ્રાતૃભાવ, દયા, માણસના અંતરમાં છે જ અને અનેકવિધ પ્રકટે છે. માણસની માનવતામાં શ્રદ્ધા ગુમાવવી એ મોટું પાપ છે. એ માનવતા જ આ જીવનને ટકાવી રાખે છે. જયાં જયાં માનવતા જોઈએ કે આચરીયે ત્યાં ચિત્ત પ્રસન્નતા - અનુભવે છે. માણસ સમાજમાં બેઠો છે, અનેક સંબંધોથી વીંટળાયો
છે. કેટલાક સંબંધ પરસ્પરવિધી છે. માણસ પોતાની પ્રકૃતિથી દુ:ખી થાય છે અને બીજાને દુ:ખી કરે છે. સ્વાર્થ માટે અસત્ય, હિંસા, અનીતિને આશ્રય લે છે. , , સામાન્ય માણસ નથી સંત કે નથી દુષ્ટ. પોતાના સામાન્ય સ્વાર્થમાં
નીતિમય કે ન અનીતિમય, એવું જીવન જીવે છે. એ સદાચારી : થવા ઈચ્છે છે. સંજોગો અને પ્રકૃતિ તેને સ્વાર્થમાં ખેંચે છે. છતાં
માનવતા સર્વથા ગુમાવી બેઠો નથી. શકિતશાળી વ્યકિતએ સત્તા, કીતિ કે પરિગ્રહના મોહમાં અનીતિ આચરે છે અને જનસમાજને ખેંચે છે. સંતપુરુષે માનવતાને પોષે છે અને તે દિશામાં જનસમાજને માનવતાની પ્રેરણા આપે છે. આ રીતે સંસાર ચાલ્યા કરે છે.
વિચારવંત વ્યકિત શું કરે?
પિતાને આચારધર્મ નક્કી કરે. વ્યકિતગત જીવનમાં વાસનાઓ અને કષા ઉપર બને તે કાબુ મેળવે. સામાજિક જીવનમાં બને તેટલું નીતિમય, પરોપકારી જીવન જીવે. બીજાને દુઃખ થાય તેવું વર્તન ન કરે અને પોતાની શકિત પ્રમાણે બીજનું દુ:ખ ઓછું કરવા પ્રયત્ન કરે. બધા સંતપુરુ થાય એમ બનવાનું નથી પણ બધા સદાચારી થાય એટલું જરૂર બને. છતાં સંસાર સ્વાર્થથી એટલે બધે ભરપૂર છે કે કેટલીક વ્યકિતઓએ સર્વ ત્યાગ કરી, પરમાર્થમાં જીવન સમર્પણ કરવું પડે તે માટે બલીદાન આપવું પડે.
પોતે બને ત્યાં સુધી આનું જીવનઘડતર કરે પણ બીજા પિતાના સ્વાર્થે અન્યાય કરે તેનું શું કરવું? પ્રતિકાર કરવો? કેવી રીતે ? ' તેથી રાગ-દ્વેષ વધે તેનું શું? જીવનની આ સમસ્યાઓ છે.
કોઈએ આત્મકલ્યાણ માટે સંસાર ત્યાગ ઉપદેશ્ય છે. કોઈએ અન્યાયનો બદલે અન્યાયથી વાળવાનું કહ્યું છે. જેવાની સાથે તેવા થવું
એ માર્ગ બતાવ્યો છે. આ માર્ગ વિનાશકારી છે. કોઈએ સંસારને અસાર કહી. તેને સુધારવાનો પ્રયત્ન મિથ્યા છે એમ કહ્યું છે.
આ બધી વિકટ સમસ્યાઓમાં, મારી જીવનદષ્ટિ, ગાંધીજીને બધી રીતે આદર્શ તરીકે સ્વીકારે છે. પ્રકૃતિથી હું પ્રવૃત્તિમય છું, નિવૃત્તિ મારા સ્વભાવમાં નથી. સાધનશુદ્ધિ અને અન્યાયના પ્રતિકારમાં માનું છું. મારી ચિત્તવૃત્તિઓ ઉપર સારી પેઠે મારે કાબુ છે. જીવનમાં સંયમ મને સ્વાભાવિક છે. ચિત્તન અને મનને મારા જીવનનું અંગ છે. સતત વિચારશીલ રહું છું. મારા ધ્યેયથી લાખે જોજન દૂર છું. ગાંધીજીને આદર્શ તરીકે માન્યા છે, એ માટે નહીં કે તેઓ અવતારી કે પૂર્ણ પુરુષ હતા. તેમની અપૂર્ણતા જ તેમના પ્રત્યેનું આકર્ષણ છે. તેમાં રહેલી જીવનસાધના મને માર્ગદર્શક છે.
શરીર હવે થાકયું છે. નિર્બળતા વધતી જાય છે. દેહ હવે સાધન રહેવાને બદલે બંધન હોય એમ લાગે છે. સ્મૃત્તિ અને બુદ્ધિ ઉપર ઉંમરની અસર થઈ નથી. બન્ને વધારે સતેજ થયા છે એમ અનુભવું ' છું. મનની સ્થિરતા, સ્વસ્થતા અને નિર્મળતા વધતા રહે છે. મનના
અતલ ઊંડાણમાં જોઈ શકું છું. બધી બાહ્ય પ્રવૃત્તિઓ કર્યું જાઉં છું પણ કયાંય ખંખે નથી. અલિપ્તતા વધતી રહે છે. કૌટુંબિક, વ્યવસાયાત્મક અને સામાજિક પ્રવૃત્તિઓ પ્રવાહપતિત કર્મ રૂપે ચાલે છે. પારમાર્થિક પ્રવૃત્તિઓને પણ હવે મોહ રહ્યો નથી. કોઈ તૃષ્ણા નથી, અતૃપ્તિ નથી, અસંતોષ નથી. જીવનની ધન્યતા અને કૃતકૃત્યતા અનુભવું છું. વિદાયની પૂરી તૈયારી છે. કાંઈ બાકી રહી જતું હોય તે લેશ ભાવ મનને નથી. ઈચ્છા મૃત્યુનું વરદાન હોત તે, પરાવલંબી થવું તે પહેલાં આ દેહને છોડી દેવા ઈચ્છું, પણ કદાચ પ્રારબ્ધકર્મ ભેગવ્યે જ છૂટકો છે.
આ આટલું આત્મનિવેદન કરતાં અને લખતાં મને ઘણે સંકોચ થતો હતો. બાહ્યવ્યવહાર અને અંતરદશાની એકતા ન હોય ત્યારે આવું આત્મનિવેદન સંશય પેદા કરે છે. મારા બાહ્ય વ્યવહાર સામાન્ય માનવીને છે. કાંઈ છોડયું નથી. અંતરદશા જુદી છે. તેનું મને મંથન મારી વ્યથા છે. ઉપદેશ કોઈ દિવસ આપ્યું નથી, આપવાની મારી લાયકાત નથી. જીવનના રહસ્યને તાગ પામી શકય નથી, પણ જે કાંઈ ઝાંખી થઈ છે તે આચરણમાં મૂકવા નમ્ર પ્રયત્ન કર્યો છે. ૮૦ વર્ષની ઉંમરે, દીજીવન ઉપર દષ્ટિપાત કરું છું ત્યારે જે જાણ્યું અને અનુભવ્યું છે તે છેવટે શબ્દોમાં મૂકવા પ્રયત્ન કર્યો છે. માત્ર પ્રક્ટ ચિંતન છે. બધું કહી શકાતું નથી, કહેવાની જરૂર પણ નથી. એ
I have Cultivated a spirit of resignation. નરસિંહ મહેતાનું ભજન મને ગમે છે.
જે ગમે જગતગુરુદેવ જગદીશને
તે તણો ખરખરો ફેક કરવો. અંતમાં મારી પ્રાર્થના છે.
न त्वमहम् कामये राज्यम्, न स्वर्गम् ना पुनर्भवम् कामये दुःखतप्तानाम्, प्रणिनाम् आतिनाशनम् । આ મારો જીવનમંત્ર રહ્યો છે.
૨૯-૮-૧૯૮૨
ગુસ્સે થવું એટલે બીજાના દેપનું પિતાની જાત પર વેર લેવું.
- એલેકઝાન્ડર પિપ શબ્દોની જરૂર નથી; કાર્યોને વિશ્વાસ રાખે.
' - લીડ