________________
૧૭૮
પશુદ્ધ જીવન
તા. ૧૬-૧-૮૨
ર શુક્રવાર
તેમણે
અતી તેમાં
નવલ લા
દે વકી એક સંવેદનશીલ વ્યક્તિ હતા એટલે આ કે તે વિચારસરણી પ્રત્યે, આ કે તે સમયે તેઓ આકર્ષતા રહેતા,
એમના વિદ્યાર્થીમળમાં તેઓ ઉદારમતવાદીઓના ઝારના શાસન વિરુદ્ધના સમાજવાદ પ્રત્યે આકર્ષાયા હતા અને દર શુક્રવારે આ સ્વપ્નસેવીની જે બેઠક મળતી તેમાં તેઓ હાજર રહેતા. આ જ અરસામાં તેમણે પુઅર ફેક નામની એક લાનવલ લખી અને એ વખતના રશિયાના રાચ્ચ અને પ્રતિષ્ઠિત સમીકાક વેલિસ્કીને એ બતાવી. વેલિસ્કી તો એ હસ્તપ્રત વાંચીને આનંદવિભોર થઈ ગયા અને જાહેર કર્યું કે દોસ્તોયેવસ્કી એક મહાન લેખક થવા સર્જાયા છે.”
વેલિસ્કીનું સર્ટિફિકેટ મળ્યું એટલે તાકીની બધે બેલબાલા થવા માંડી. આજે જે શહેરનું નામ લેનિનગ્રાડ છે તેનું નામ તે વખતે પિટર્સબર્ગ હતું અને એ રશિયાની પાટનગરી હતી. આ પાટનગરીમાં રહેતા ભદ્ર સમાજે, દોસ્તોયેવસ્કીના સંપર્ક, સંબંધ અને સન્માન માટે પડાપડી કરવા માંડી પણ દુ:ખ અને ગરીબાઇમાં ઉછરેલા દોસ્તકીને આ સમાજમાં ગાયું નહિ તે નહિ જ. તેમને તે કામદારો, ગુનેગાર, જુગારીઓ વચ્ચે જ વધારે ગઠનું એથી તે એક ટીકાકારે એમને માટે કહ્યું છે કે : “દોસ્તોયેવકી જીવનના અંત સુધી “ઇન્ટેલેકચયુઅલ પ્રોલિટેરિયેટ’ બુદ્ધિજીવી કામ- ' દાર જ રહ્યા હતા.”
જીવનના આ કાળ દરમિયાન જે સ્વપ્નસેવીઓ સાથે દોસ્તસ્કી હળતા મળતા રહેતા હતા તેમણે ઝારના શાસન વિરુદ્ધ પ્રચાર કરવા એક છાપખાનું કાઢયું. એ છાપખાનું પકડાયું અને દોસ્તો સ્કીને દેશદ્રોહ માટે ફાંસીની સજા થઇ. પણ તેમને કરાવેલી આ સજા નકલી હતી. વાસ્તવમાં તો તેમને નવ માસના સાઇબેરિયામાન્ય કારાવાસની સજા થઇ હતી પણ તેમના સંવેદનશીલ આત્માને ભડકાવી મારવા માટે સત્તાવાળાઓએ એવી ગોષ્પણ કરી હતી કે તેમને ફાંસીની સજા થઈ છે એમ કહેવું. તેમને ઠેક ફાંસીના માંચડા પર પણ ચઢાવવા અને છેક છેલ્લી ઘડીએ તેમને કહેવું કે સરકારી જજમેન્ટમાં તેમને ફાંસીની નહિ પણ સાઈબેરિયાના નવ વર્ષના કારાવાસની સજા થઈ છે. ઝારની સરકારની આ ચાલબાજીની દોસ્તોયેવીના મન પર ધારી અસર થઇ. એને એવો આઘાત લાગ્યો કે મહિનાઓ સુધી એના ફેફરાંના રોગે ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટના ૧૮૪૯માં બની હતી. ૧૮૪૯ માં એને સાઇબેરિયા મોકલવામાં આવ્યા હતા પણ એના ફેફરીના રોગની ઉગ્રતા વગેરે ધ્યાનમાં લઈને એમને ૧૮૫૫માં પોતાના જન્મસ્થળ મેસ્કો ખાતે પાછા ફરવા દેવામાં આવ્યા હતા.
પણ સાઈબેરિયાના અનેક પ્રકારની યાતનાઓથી ભરેલા એના છ વર્ષના નિવાસની દોસ્તોયેવકીના મન પર કાયમી ઘેરી અસર રહી હતી. આજે તો સાઇબેરિયામાં કારખાનાંઓ, તેલ ધિક રિફાઇનરીઓ વગેરે ઘણું છે છતાં સાઇબેરિયાના નિવાસ આજે પણ ઘણે દુષ્કર છે. કારણ કે એ પ્રદેશ દીકાળ સુધી બરફથી છવાયેલ રહે છે અને ભેંકાર લાગે છે. દોસ્તોસ્કીના જમાનામાં તો સાઇબેરિયાનો કારાવાસ એ તો મોતની સજા જેવું જ હતું. સાઈબેરિયાના કારાવાસ દરમિયાન તેમને ખૂનીઓ, હુમલાખોરો, વગેરેની સાથે રહેવાનું થયું અને બધા સાથેના નવ વર્ષના સહવાસની તથા જમરાજાના દ્વાર ઠોકીને પાછા આવવાનું થયું એ ઘટનાની એમના મન પર આમૂલ અસર થઇ. સાઇબેરિયામાં તેમને વાંચવા માટે માત્ર બાઇબલ જ મળતું અને આ બધી વસ્તુઓએ એમના મનને એવો ઝોક આપ્યો કે તેઓ એક સ્વપ્નસેવી ઉદારમતવાદીમાંથી ઇસુમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા સુરત ખ્રિસ્તી અને રૂઢિચુસ્તતામાં માનનારા નાગરિક બની ગયા. પરિણામે યુરોપમાં તે વખતે જે નવોન્મેષ
જાગી રહ્યો હતો તેના પ્રત્યે પણ તેમને અણગમો જાગ્યો. સાઇબેરિચાના કારાવાસ પછી તેઓ માનતા થયા હતા કે રશિયામાં ઝારના શાસન હેઠળ સુવ્યવસ્થા છે અને હોવી જોઇએ. ગુનેગારોને શિક્ષા થવી જ જોઇએ અને પશ્ચાત્તાપ એ મેટામાં મેટી શિક્ષા હોવાથી ગુનેગારને પશ્ચાત્તાપ થાય એવું વાતાવરણ સર્જવું જોઇએ. આવું વાતાવરણ સર્જવામાં બાઇબલ મોટો ભાગ ભજવે છે અને બાઇબલમાંથી જ સાચી પ્રેરણા મળે છે એમ પણ તેઓ માનતા થયા હતા. માનવીમાંથી ઇશ્વર બનેલા ઇશુખ્રિસ્ત તેમના આરાધ્યદેવ બની ગયા હતા અને ઇશુના ઉપદેશને ચાતરીને ભૌતિક્વાદ તરફ આગળ વધતા યુરોપના દેશ અધ:પતનને માર્ગે જઈ રહ્યા છે એમ તેઓ માનતા થયા હતા. રશિયાને તેઓ આવાં અધ:પતનમાંથી બચાવવા માગતા હતા, દસ્તોયેવસ્કી જે મિટિરિયાલીઝમથી રશિયાને બચાવવા માગતા હતા તે જ આજે તો રશિયામાં સર્વોપરી છે એ પણ કાળની ખૂબી છે.
યુરોપમાં ચાર વર્ષના નિવાસ પછી તો આ ભૌતિકવાદ પ્રત્યેને દોસ્તોયેવસ્કીનો અણગમો વધી ગયો હતો. રશિયાનું પોતાનું વ્યકિતત્વ છે, પોતાનું વિશિષ્ટ ભાવિ છે અને રશિયાને યુરોપનો કશે ઉપયોગ નથી એવી તેમની ભૂમિકા હતી. આખરે તે ઇશુખ્રિસ્ત પૂર્વના જ હતા અને તેઓ રશિયામાં ફરી અવતાર લેશે એવી તેમને શ્રદ્ધા હતી. ખૂબીની વાત એ છે કે એ જ સમયે તુગે નેવ જેવા બીજા સમર્થ રશિયન લેખક તથા અન્ય રશિયન વિચારવંતો યુરોપની તે સમયે અત્યાધુનિક ગણાતી ઔદ્યોગિક સંસ્કૃતિથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેઓ રશિયાએ આમાંથી બોધપાઠ લવો જોઈએ એવો આગ્રહ કરતા હતા. સાઇબેરિયાના નિવાસથી દૂધળું બનેલું દોસ્કીનું માનસ આ વાતનો વિરોધ કરતું. આ આત્યંતિક સંચિત રાષ્ટ્રવાદી ભૂમિકા, મુશ્કીનની પ્રતિમાના ઉદ્ધાટન પ્રસંગેના તેમના ભાષણમાં તેમણે માંડી હતી. રશિયનોના અહંભાવને એથી ટેકો મળ્યો. આ થઇ દોસ્તોયેવસ્કીની ઉઘરમતવાદથી શરૂ થયેલી અને સંકુચિત રાષ્ટ્રવાદમાં પરિણામે છેલ્લી માનસિક સફરની વાત. પણ ખૂબી એ હતી કે માનસિક સફરની કોઇ અસર એમના સાહિત્ય પર પડી નહતી, એમની કૃતિઓના શ્રેષ્ઠત્વને એથી કશી બાધા આવી નહોતી. એમના સમયમાં જે પ્રશ્ન સમાજને અસ્વસ્થ કરી રહ્યા હતા, તે આજે પણ એવા જ અસ્તિત્વમાં છે અને એથી તો દોસ્તોયેવકીના સાહિત્યને કાલાતીત ગણવામાં આવે છે. હવે પછીના લેખમાં મુખ્યત્વે કરીને આ સાહિત્યની ઝાંખી કરીશું અને બીજી કેટલીક વાતો પર પણ દષ્ટિક્ષેપ કરીશું.
(આવતા અંકે પૂર) (૧૭૬માં પાનાથી ચાલુ) નિર્માણથી એકંદરે સમાજનું તેજ પણ વધ્યું છે.
આવી સંસ્થાઓમાંની એક તો બાલાશ્રમ પણ છે. પંચોતેર વર્ષ પહેલાં શ્રી ચુનીલાલ નારણદાસ કાનૂની નામના એક સજજનને એની સ્થાપનાને વિચાર આવ્યો હતો. ફકત ચાર વિદ્યાર્થીને સાથે તે શરૂ થઇ. પૂજય મેહનલાલજી મહારાજની પ્રેરણાથી તેનું કાર્ય આગળ ચાલ્યું. શ્રી વીરરચંદ દીપચંદ શાહ, ત્રિભુવનદાસ ભાણજી કાપડિયા, દેવરણ મૂળજી, નગીનદાસ મંછુભાઇ ઝવેરી, નરોત્તમદાસ ભાણજી, ભાઈચંદભાઇ નગીનભાઇ, મહારાજા શ્રી બહાદુરસિહજી, કુંવરજી મૂળચંદ શાહ, ચત્રભૂજ મેતીલાલ ગાંધી વગેરે ઘણા બધા મહાનુભાવોએ સંસ્થાના વિકાસમાં પોતાને મૂલ્યવાન ફાળો આપ્યો છે. ગૃહપતિ શ્રી જાદવજી નરભેરામ વ્યાસે પણ વિદ્યાર્થીઓનાં સંસ્કાર ઘડતરનાં કાર્યો માટે અમૂલ્ય સેવા આપી છે.
| નિવાસસ્થાન, ભોજનાલય, પુસ્તકાલય, વ્યાયામશાળા હાઇકલ વગેરે કમે ક્રમે ધરાવતી આ સંસ્થાનો લાભ અઢી હજારથી વધુ વિદ્યાર્થીઓએ અત્યાર સુધીમાં લીધા છે અને આ સંસ્થા દ્વારા પિતાની કારકિર્દીને ઉજજવળ બનાવી છે. પ્રમુખ, મંત્રીઓ અને
સમિતિના સભ્યો (જેમાં હાલ ઘણા ખરા સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાથઓ છે.) સંસ્થાના વિકાસાર્થે પિતાના સમય અને શકિતને સરસ સહયોગ આપી રહ્યા છે એથી સંસ્થાનું ભાવિ ઘણું ઉજજવળ છે. '
શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમને અમૃત મહોત્સવ પ્રસંગે હાર્દિક અભિનંદન અને ઉત્તરોત્તર વધુ અનેં વધુ વિકાસ સાધે એવી શુભેચ્છા !