SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૨ પ્રબુદ્ધ જીવન ૭૯ દીકરાની વહુને દીકરી કરીને રાખી હોય તો એ ચોક્કસ સાસુ-સસરાને માબાપ ગણીને સેવા કરી શકે, પણ આપણને સત્તા ચલાવવાને શેખ હોય છે. રાજકર્તાઓ જ નહિ, બધા જ સત્તાને દુરુપયોગ કરે છે. જયાં જયાં જેના હાથમાં જે કાંઈ નાની મોટી સત્તા હોય, તેને માણસ દુરુપયોગ કરે જ છે. એક સ્ત્રી વહુ હોય ત્યારે તેણે સાસુના અત્યાચારો સહ્યા હોય; તે જ સ્ત્રી પોતે સાસુ બને ત્યારે વહુ સાથે કેવી રીતે વર્તે છે? આપણે આપણા થકી બીજાઓનું આપણી હેઠળના લોકોનું મન કેટલું દુભવીએ છીએ, આપણાં શબ્દ ને કાર્યોથી તેમને કેટલાં વીંધીએ છીએ તેને આપણને ખ્યાલ હોય છે ખરો? ત્રણ દિવસ પહેલાં જ એક યુવાન, દોઢ વર્ષ પહેલાં પરણેલી સ્ત્રી મળી હતી. છ કે સાત મહિનાની ગર્ભાવસ્થામાં હતી. મેં તેના સહજ ખબર પૂછયા કે તેની આંખમાં આંસુ આવી ગયાં. તે શ્રીમંત કુટુંબમાં પરણી છે. ઘરમાં નકરો , તો પણ સાસુનો આગ્રહ કે પોતે ચીંધે તે કામ તે વહુએ કરવું જ જોઈએ. સાસુએ વહુને ટુલ પર ચડી અભરાઈ પરથી વજનદાર ડબ્બો ઉતારવાનું કહ્યું. છોકરીને કંઈક તકલીફ હતી. જેના માટે તે ડોકટર પાસે ગઈ હતી. ડોકટરે કહેલું કે વજનદાર વસ્તુઓ ઊંચકવી નહિ. તેણે સાસુને નમ્રતાથી કહ્યું કે મને ડોકટરે આવું કામ કરવાની ના પાડી છે. સાસુ ગુસ્સે થઈ ગયાં. ‘ઉતાર ડબ્બો, હું કહું છું ને તને! જોઉં છું તને શું થાય છે?” છોકરી રડી પડી ને પિતાના રૂમમાં ચાલી ગઈ. જે લોકો પોતાનાં સંતાનના વ્યવહાર વિશે ફરિયાદ કરે છે તેઓ પોતાના હૃદયને પૂછી જુએ. તેમણે સંતાન પ્રત્યે માયામમતાને. સહાનુભૂતિ ને સમજને વ્યવહાર કર્યો છે? પોતાનું વર્ચસ્વ ચલાવવાને બદલે પિતાને પ્રેમ વહાવ્યો છે? છોકરાંઓને વ્યકિતત્વને આદર કર્યો છે? એક ભાઈની ફરિયાદ હતી કે છોકરાંઓને પિતે ધંધામાં પલટયા પણ હવે તેઓ પોતાની સાથે ધંધા વિશે કોઈ વાત કરતા નથી, પણ છોકરાઓ જયારે વાત કરતા ત્યારે આ ભાઈ હંમેશાં પોતે કેટલું વધારે સારી રીતે એ જ કામ કરી શકે છે તેની સાચી ખોટી બડાઈ હાંકતા‘તને તે કાંઈ આવડતું જ નથી, કહી દીકરાને ઉતારી પાડતા. હું ત્યાં ઊભે હોઉં ને તે ફટ દઈને કામ થઈ જાય, તને કાંઈ સમજ જ પડતી નથી, એમ કહી છોકરાઓને અપમાનિત કરતા અને તેમને ખબર પણ પડતી નહિ કે તેઓ છોકરાઓનું અપમાન કરી રહ્યા છે. માબાપને એક મોટો દોષ એ હોય છે કે તેઓ સંતાનોની ઉંમરને, સંતાનોની સમજને, સંતાનના વ્યકિતત્વને આદર નથી કરતાં. બાળકોના જીવનમાં પરિવર્તન થઈ રહ્યું હોય છે, જે વૃદ્ધિવિકાસ તેમની બુદ્ધિ ને સમજમાં થઈ રહ્યાં હોય છે તે જોવાની દષ્ટિ જ તેમની પાસે નથી હોતી. તેમને મન તે છોકરાંઓ નાનાં ને નાના જ હોય છે, કયારેય ઊગતાં જ નથી હોતાં. આવું મુખ્યત્વે બાપ અને દીકરાના સંબંધમાં બને છે. દીકરી તે પરણીને સાસરે ચાલી ગઈ હોય છે એટલે મા માટે દીકરાની વહુ પોતાનું નિશાન રહે છે. આપણને નવાઈ લાગે, પણ આ જમાનામાં યે, મુંબઈ જેવા શહેરમાં પણ એવી સ્ત્રીઓ છે જે પુત્રવધૂને કહે, “તું ભલે વૈષ્ણવ કુટુંબમાંથી આવી, પણ હવે અમારું આ જૈન કુટુંબ છે તે તારે અગિયારશ ફગિયારશ નહિ કરવાની. હવેથી એકાસણા આંબેલ કરવાના” એક સ્ત્રીને પોતાની ધાર્મિક માન્યતા ધરાવવાને અધિકાર નથી. કારણ? તે પરણેલી છે. તેને હવે તેના પિતાના વિચારો, પોતાની બુદ્ધિ, પોતાની માન્યતા પર કશે અધિકાર નથી. પિતાની રીતે ધર્મઉપાસના કરવાની સાદી સ્વતંત્રતા પણ છીનવી લેનાર સ્ત્રી કયા અધિકારે એમ અપેક્ષા રાખી શકે કે હું વૃદ્ધ થઈશ ત્યારે મારી બધી સ્વતંત્રતા જળવાશે? માણસનું હૃદય કેટલું તો સાંકડું, પોતાના ખ્યાલમાં બંધિયાર નાની નાની સત્તામાં વૃપ્તિ શોધવાની ક્ષુદ્રતાથી ભરેલું હોય છે! તેણે કયારેય આત્મનિરીક્ષણ કર્યું નથી હોતું, પિતાના વ્યવહાર તપાસ્યા નથી હોતા. જે સૌથી નજીકનાં છે, પિતાનાં ઘરનાં છે તેની પિતે કેવી વિવિધ રીતે ઉપેક્ષા કરી છે તેને તેને ખ્યાલ જ નથી આવતે. પ્રેમ ને માયાળુતાથી તેણે સંતાનોનાં હૃદયના ઊંડાણને સ્પર્શ કર્યો નથી હોતું. વૃદ્ધાવસ્થામાં આ બધાંને તેમને બદલે મળે છે, પરંતુ મેં એવા માબાપ પણ જોયાં છે જેમણે તેમનાં સંતાને સાથેના સંબંધમાં પ્રેમ, સમજદારી અને વિશ્વાસ દાખવ્યાં હોય છે. તેમના પર પોતાનું વર્ચસ હેકી બેસાડયું હતું નથી. આવા એક પિતાના પુત્ર કમાવાની શરૂઆત કરી ત્યારે પિતાને કહ્યું હતું: “બાપુજી નિવૃત્ત થયા પછી હવે તમારે કાંઈ જ કામ પૈસા માટે કરવાનું નથી. તમે નિરાંતે તમને જે ગમે તે પ્રવૃત્તિ કરશે. આર્થિક બાજુ બધી હું સંભાળી લઈ. તમે જો કમાવાની ચિંતા હવે કરશો તો મને લાગશે કે તમને અમારામાં અવિશ્વાસ છે.” આમાં તો “વાવીએ તેવું લણીએ'ની જ વાત છે. આપણે પ્રેમ આપ્યો હશે તો ચોક્કસ પ્રેમ મળશે. પણ જો ધાક જમાવી હશે તે આપણી ઉપર પણ ધાક જમાવવામાં આવશે.' આ સંતાન સાથેના વ્યવહારની વાત થઈ. બીજો મુદો એ છે કે આવી લાચાર પરાધીન સ્થિતિમાં મૂકાવું ન પડે એ માટે આગ ળથી કોઈ વ્યવસ્થા વિચારી ન શકાય? એ માટે મન અને શરીરને આગળથી તૈયારી કરી ન શકાય? જીવનની કોઈ અવસ્થા નિરુપયોગી નથી. બાલ્યાવસ્થા અનેકવિધિ શકયતાને ઉઘાડ છે; યુવાવસ્થા સ્વપ્ન, આવેગે સાહસ, અને અજાણ્યાં શિખરો સર કરવાની શકિત છે; પ્રૌઢાવસ્થા જીવનના કડવા - મીઠાં અનુભવેનું તારણ કાઢીને સમજ અને શાણપણ મેળવવાને તબકકે છે, તે વૃદ્ધાવસ્થા આંતરિક સ્તર પર કામ કરવાને, સંગહ અને આસકિતનાં જાળાં વિખેરી નાખવાનો, પુનર્જન્મમાં માનતાં હોઈએ તો નવા જીવન માટે બીજ વાવવાનો સમય છે. યુવાવસ્થામાં યોગ્ય આહાર વિહોર - યોગાસન - ધ્યાનને અભ્યાસ કેળવ્યો હોય તે વૃદ્ધાવસ્થામાં પણ શરીરસ્વાથ્ય ઘણે અંશે જાળવી શકાય. ૭૫ - ૮૦ વર્ષે પણ અતિથી કામ કરતા ઘણા મહાનુભાવોને આપણે જાણીએ છીએ જેમાં છે. જીવનના આદરણીય મંત્રીશ્રી પણ છે. ગાંધીજી આપણને કયારેય વૃદ્ધ લાગેલા? માણસની વૃદ્ધાવસ્થાની અપંગતા ને નિર્બળતા સવશે નહિ તે ઘણા અંશે, તેની યુવાનકાળની જીવનરીતિનું જ પરિણામ હોય છે. છતાં શરીર જર્જર થાય, હાથપગની શકિત શિથિલ થઈ જાય, તે વૃદ્ધાવસ્થાનું અનિવાર્ય લક્ષણ છે, પણ તેથી મનની શકિત આત્મશકિત ક્ષીણ જ થાય તે અનિવાર્ય નથી. ગૃહસ્થજીવનનાં કર્તવ્યો નિભાવતાં, સંસારની જટિલ પરિસ્થિતિઓને સામને કરતાં માણસને પોતાની અંદર જોવાની ફુરસદ મળી હોતી નથી. વૃદ્ધાવસ્થા એ સમય આપે છે જ્યારે આપણે આપણી અંદર વેકિયું કરીએ, આપણાં દુન્યવી વળગણને ખંખેરી નાખીએ. થોડા વખતમાં છેવટની વિદાય લેવાની જ છે. તે જરા આગળથી આસકિતનાં બંધન ઢીલાં કરી શકાય? છોકરાંનાં છોકરાં, તેમની માયા તેમના પ્રત્યેનો મોહ - એ બધાંમાંથી હળવેકથી જાતને ખેસવી લઈ પોતાનાં આંતર-વિકાસ માટે વિચારવાનો સમય માણસ માટે શું કયારે ય આવતો જ નથી ? “ઘરડાં - ઘર” ને હું તે આવકારું છું. જિંદગીભર આપણે થોડાક લેકોના સ્નેહમાં જાતને પૂરી રાખી હોય છે. આ નવા ઘરમાં અજાણ્યા
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy