SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પ્રબુદ્ધ જીવન આવતા જાગીરદાર કોઈ એક ચોક્કસ જાગીરદાર તરીકેનું નામ ભલે ધરાવતા હાય, પણ એની જેવા એ સમયે અનેક જાગીરદારો હતા અને એ દરેકની સ્થિતિ લગભગ સરખી જ હતી. ઘસાઈ ગયેલી, સત્વ ગુમાવી બેઠેલી તે કાળની જાગીરદારીને ખરોડી તેનું સ્થાન લેવા એક નવા મૂડીદારોના વર્ગ ઊભા થઈ રહ્યો હતો એ આ કથાનું સામાજિક સત્ય છે. એમાં બનતા બનાવેાનું કેવળ બનાવ તરીકે ઓછું મહત્ત્વ છે. વધુ મહત્ત્વ એ બનાવા સમાજની ગતિ કઈ દિશામાં થઈ રહી છે તે બતાવે છે એ હકીકતનું છે. આ દૃષ્ટિએ જોતાં આ કાલ્પનિક પાત્રાની કથામાં ઈતિહાસનાં તત્વ વધુ છે. વ્યકિતને લગતા બનાવા, વ્યકિતનાં અંગત મનોમંથનો એ કથાનાં તત્ત્વા છે; સામાજિક પ્રક્રિયાઓ ઈતિહારાનું તત્ત્વ છે. આનું કારણ એ છે કે વ્યકિતની વિલક્ષણતા વ્યકિતની સાથે ચાલી જવાની છે. એણે પ્રજાજીવન ઉપર જે અસર પાડી હશે તે જ લાંબા સમય સુધી રહેવાની છે. વ્યકિતઓ આવે ને જાય, પણ પ્રજાજીવન શાશ્વત છે. મહાભારતને કેટલાક વિદ્રાન ઇતિહાસ ગણાવે છે તો કેટલાક એને પર પરાગત દ તકથાઓને આધારે રચાયેલી એક કલ્પિત કાવ્યકૃતિ માને છે. એને ઈતિહાસ ગણીએ તો તે રાજકર્તા કુટુંબોની કથા તરીકે જ ગણી શકાય, પ્રજાજીવનના ચિત્ર તરીકે, સમાજજીવનના દર્શન તરીકે, સામાજિક પરંપરાના અર્થઘટન તરીકેના ઈતિહાસ જોવા હોય તો મહાભારત એ ષ્ટિએ અધૂરું નીવડે. દ્રૌપદીના પાંચ પતિ થયા એ દષ્ટાંત જુએ. એમાં એક હકીકત રૂપે પાંચ પતિની વાત આપણે સ્વીકારી. એનું મહાભારતમાં અપાયેલું કારણ બાળવાર્તામાં જ ચાલે તેવું છે. પણ એનું કોઈ સામાજિક અર્થઘટન ખરું? જો અનેક પતિની કશી જ પરંપરા પાંડવકુળમાં કે એની કક્ષાનાં અન્ય કળામાં ન જ હોય તે આવી બેહુદી વાત કોઈ કુળ કે સમાજને સ્વીકાર્ય બને ખરી? પાંડવકોષ્ઠ યુધિષ્ઠિર પણ આ યોજનાને બેહુદી નથી ગણતા. કુળનાં મેટેરાંઓ પણ જરાક જુદી વાત તરીકે એને સ્વીકારી લે છે, પાંચ પતિની આવી કૌટુંબિક અને સામાજિક સ્વીકાર્યતાનું રહસ્ય શું? મહાભારતમાંથી એ મળતું નથી. બહુપતિત્વનાં અન્ય દાંતા મહાભારતમાં નથી. આજે હિમાલયના વિસ્તારમાં કે મધ્ય પ્રદેશમાં બહુપતિત્વની પ્રથાવાળી આદિવાસી જાતિઓ છે એમ કહેવાથી મહાભારતના આ પ્રસંગના સામાજિક ખુલાસા નથી મળતા. આ એક બાબત પૂરતું તો મહાભારત ઈતિહાસ નહિ, પણ કાવ્ય જ રહે છે. શિવાજી વિષે એક સરસ વાત કહેવાય છે. એક હારેલા મુસ્લિમ સરદારની સુંદર યુવાન પત્નીને શિવાજી પાસે ભેટ તરીકે લાવવામાં આવી ત્યારે એમણે એક અત્યંત ઉમદા અને ગૌરવભર્યું ભવ્યવાકય કહ્યું: “આ મારી મા હોત તો હુંયે આવા સુંદર હોત.” શિવાજીના અંગત ગુણનાં દર્શન કરાવવા માટે આ અદ્ભુત પ્રસંગ છે. એનું અમુક ઐતિહાસિક મહત્ત્વ પણ છે. પણ શિવાજીને લગતી એક બીજી ઉકિત ચર્ચાસ્પદ છતાં ઈતિહાસની દષ્ટિએ વધુ મહત્ત્વની છે. ઘણું કરીને કવિ ભૂખણની કે પછી એમને નામે ચડેલી એક ઉકિત છે: “કાશી કી કલા ગઈ, મથુરા મસીદ ભઈ, શિવાજી, ન હોત તો સુન્નત હોત સબકી.” શિવાજીએ સમગ્ર દેશને મુસ્લિમેાના શાસન તળે આવતો અટકાવ્યો, નહિ તો આ દેશ કેવળ મુસ્લિમોના દેશ બની જાત એવા આ કડીના ભાવાર્થ થયા. સવાલ એ છે કે તે વખતના ઈતિહાસનું આ અર્થઘટન સાચું છે કે ખોટું? એ નક્કી કરવા માટે તત્કાલીન સમાજનાં વિવિધ પાસાં લક્ષમાં લેવાં જોઈએ અને એ બધાં પાસાંનું દર્શન એ જ ખરો ઈતિહાસ છે. રશિયાના સરમુખત્યાર સ્ટાલિન અને જર્મન સરમુખત્યાર તા. ૧૬-૮-૮૨ હિટલર એ બન્ને વ્યકિત તરીકે કેવા સ્વભાવ ધરાવતા હતા એનું મહત્ત્વ જરૂર આંકી શકાય. પણ ખરી ઐતિહાસિક મહત્ત્વની વાત તો તો આ છે: સામ્યવાદી સમાજરચનામાં જ એવું કંઈક છે ખરું જેને પરિણામે ત્યાં સ્ટાલિન જેવા શાસકો વધુ ટકી શકે? જર્મનીની તત્કાલિન સામાજિક સ્થિતિ કેવી હતી જેણે હિટલર જેવા શાસક પ્રગટાવ્યા? આ પ્રશ્નો ઈતિહાસકારોએ ઉઠાવ્યો જ છે અને એની ઘણા વિસ્તારથી ચર્ચા કરી છે. અહીં કહેવાનો મુદ્દો એટલા જ છે કે સ્ટાલિન-હિટલરના ગુણ-દુર્ગુણ કરતાં આ બાબતોનું ઐતિહાસિક મહત્ત્વ વધ્યું છે. એક દિવસ પંડિત સુખલાલજી પાસે અમદાવાદના પ્રખ્યાત સંગીતકાર ભાઈલાલભાઈ શાહ કબીરનું એક ભજન ગાતા હતા. ગીતમાં આકડી આવી : માડી રૂવે આસા માસા, બહેન રુવે બાર માસ ; ઘર કી જોરુ તીન દિન રુવે ઘર સે નિકલે બહાર. પંડિતજી કહે: “મને લાગે છે કે આમાં તે સમયની અમુક રૂઢિ અને પ્રણાલિકાની વાત છે. જેને પિત મરી ગયા હોય તે સ્ત્રીને પણ ગરીબીને લીધે ત્રણ દિવસ શોક પાળીને ચાથે જ દિવસે મજૂરીએ જવું પડતું હશે. " પંડિતજીની આ દષ્ટિ એ ખરી ઈતિહાસદૃષ્ટિ હતી. ઈતિહાસ ફકત ઐતિહાસિક ગણાતી સામગ્રીમાંથી જ નથી મળતા. એ સામાજિક રૂઢિઓ અને પરંપરામાંથી, કહેવતામાંથી, અખા ભગતના છપ્પામાંથી અન્ય સાહિત્યમાંથી, લાકસાહિત્યમાંથી એવી એવી અનેક રીતે મળે છે. આ લેખ પૂરતો મુદ્દો એ છે કે વ્યકિતના ઈતિહાસ કરતાં સમાજના ઈતિહાસ વધારે મહત્ત્વના છે. નવા ઘરમાં વસવાટ [] કુન્દનિકા કાપડિયા થયેલા ‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬-૬-’૮૨ ના અંકમાં પ્રગટ આથમતી સંધ્યાએ' લેખ ખેદ અને નિરાશા પ્રેરનારો, નિર્બળ લાગણીઓને પંપાળનારો લેખ છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ માણસે, તેને ખમીરથી મુકાબલા કરવા જોઈએ. રોદણાં રડવા, બીજા વિશે ફરિયાદ કરવી, જીવનમાંથી જે કાંઈ ચાલ્યું જાય તેના માટે બળાપા કાઢવા તે કોઈ પરિપકવ, સમજદાર માણસને શાભનું નથી. માણસ જીવનના કાર્યકાળ દરમિયાન કુટુંબનું સર્જન કરે છે, સંવર્ધન કરે છે, રાંપત્તિ એકઠી કરે છે, સંપત્તિ વડે એક પ્રકારની સલામતી મેળવવાના પ્રયત્ન કરે છે અને આ બધામાં તે પોતાના જીવનનાં ઉત્તમોત્તમ વર્ષો વાપરે છે, પેાતાની કાર્યની, બુદ્ધિની, વિચારની શકિતઓ વાપરે છે. પણ જીવન કેમ જીવવું, વિવિધ પરિસ્થિતિઓને આંતરશકિતથી કેમ જવાબ આપવા, વધુ ને વધુ આત્મનિર્ભર, સામર્થ્યવાન કેમ બનવું, તે તરફ લક્ષ અપાતું નથી, પરિણામે વૃદ્ધત્વને તે ‘ગુના’ માને છે, એક વખત ‘ચારે કોર ધાક વગાડી હોય' પણ શરીર-શકિત ઘટતાં તે લાચાર બની જાય છે અને સંતાનોની માબાપ પ્રત્યેની વર્તણૂક વિષે ટીકા કરતા થઈ જાય છે. પણ તેણે પોતે વૃદ્ધાવરથા અવયંભાવી છે એમ સમજીને એ માટે તૈયારી કયારે ય કરી હેાય છે ખરી? પહેલી વાત તો એ કે રાંતાનાની આટલી ટીકા કરનાર માબાપાએ સંતાના સાથેના પોતાના વ્યવહાર તપાસ્યો છે ખરો? ‘ચારે કોર ધાક વગાડવા ઈચ્છતા લોકોએ પાતાના ઘરમાં પણ પ્રેમનું નહિ, ધાકનું જ સામ્રાજ્ય ચલાવ્યું હશે. પ્રેમ આપીએ તો પ્રેમ મળે છે.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy