SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૮૨ પ્રબુદ્ધ જીવન અહિ સકેની પહેલી મેસેાટી-પોતાને [] અગરચંદ્ર નાહટા [] ગુલાખ દેઢિયા કરે છે. મોટા ભાગની વ્યકિતઓ તે એમને ઠેસ પહોંચે એ પ્રકારના વ્યવહાર કરે છે. એ હિંસા છે. એમાંથી બચીએ. વૃદ્ધાવસ્થાને કારણે શિથિલ થયેલ મા-બાપની ઉપેક્ષા ન કરીએ. એ મહાઉપકારીઓ પ્રત્યે દુર્વ્યવહાર કરી હિંસા ન કરીએ. હિંસાના મહત્ત્વ અને ઉપયોગિતાના સંબંધમાં લગભગ અ બધા જ જાણે છે અને પ્રચાર પણ એ વિશે થતા રહે છે. કયારેક પુનરાવર્તન એટલું થાય છે કે તેના હૃદયસ્પર્શી સ્થાયી પ્રભાવ નથી પડતો. ખરેખર એ ખૂબ ચિંતનનો વિષય છે કે અહિંસાને પરમધર્મ માનવામાં આવે છે; પરંતુ જીવનમાં એની પ્રતિષ્ઠા કેમ નથી થતી. એ વિશે અહિંસાના પ્રચારકોએ પોતાના નવા ચિંતનને પ્રકાશમાં લાવવું જોઈએ. જીવનમાં હિરસા કર્યાં, કયા રૂપમાં વિદ્યમાન છે, એની બારીકાઈથી શોધ કરી તે હિંસાના નિવારણ અથવા હિંસા ઓછી કરવાના ઉપાય વિશે વિચારવું જોઈએ. હિંસા કેવળ બીજાની જ નથી થતી, પાતાની પણ થાય આપણે બધાં બધો વખત પોતાની હિંસા કરતા રહીએ છીએ. કેમ કે રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લાભ, વિષય, કષાય અને પ્રમાદમાં આપણું જીવન પસાર થઈ રહ્યું છે. આત્માના સ્વભાવ કે ગુણા ઉપર કર્માનું આવરણ આવે તે હિંસા છે. શ્રીદ્ દેવચંદજીએ ‘આધ્યાત્મ ગીતામાં હિંસા અને અહિંસા શું છે એનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે: આત્મગુણને હણતો, હિંસક ભાવે થાય. આત્મધર્મના રક્ષક, ભાવ અહિંસક કહેવાય. આત્મગુણ રક્ષણા તેહ ધર્મ, સ્વગુણ વિધ્વંસણા તે અધર્મ, બીજા જીવાને દુ:ખ દેવું કે મારવું એ દ્રવ્યહિસા છે, પણ પેાતાના ગુણાને હણવા તે ભાવ—હિંસા છે. આત્માને કર્મથી રાવા એ જ માત્ર અહિંસા છે. વ્યવહારમાં કોઈને કષ્ટ ન દઈએ એ પણ જરૂરી છે; પરંતુ રાગ, દ્વેષ અને પ્રમાદારા આત્માર્થી હિરાઠ કરવી એ મેટું પાપ છે. મનુષ્યમાં કરુણા, દયા, અનુકંપા વગેરે કોમળ અને નિર્મળ ભાવ છે, એ જો સમાપ્ત થઈ જાય કે ઓછા થઈ જાય તો આ વિશ્વની વ્યવસ્થા ચાલી ન શકે. બીજા જીવોની હિંસાથી બચવું ત્યારે મુશ્કેલ બની જશે. એક પ્રાણી બીજા પ્રાણીને મારવા અચકાશે નહિ; ત્યારે કોઈનું પણ જીવન સુરક્ષિત નહિ રહી શકે. હિંસાના ભાવ પહેલાં મનમાં ઊઠે છે, પછી વચન અને કાયાદ્નારા હિંસા થાય છે. એટલા માટે જૈન સાધુ-સાધ્વીઓના અહિંસા-વ્રતમાં મન, વચન અને કાયાથી હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને કરનારને અનુમેદના ન આપવું એવું વિધાન કરવામાં આવ્યું છે. શ્રાવક માટે પણ સંયમપૂર્વક કોઈની પણ હિંસા નહિ કરવી જરૂરી છે. આપણે સ્થૂળ હિંસા તો ઓછી કરીએ છીએ, પરંતુ પળે પળે આપણા વ્યવહારથી બીજાને કષ્ટ આપીએ છીએ, કટુ અને મર્મઘાતી વચન બોલીએ છીએ, અશુભ ચિંતન કરીએ છીએ. આ હિંસા તરફ આપણુ ધ્યાન નથી જતું. થોડી સાવધાની રાખીએ તો જરૂર એમાંથી બચી શકીએ. સૌ પ્રથમ આપણું ધ્યાન કૌટુંબિક સંબંધ તરફ જવું જોઈએ. આપણા પરિવાર અને ઘરના લોકો સાથે આપણે કેવા વ્યવહાર કરીએ છીએ? મહાપુરુષોએ કહ્યું છે કે બીજાને કંઈ પણ કહેતાં પહેલાં પાતાની જાતને ઢંઢોળા, કોઈ પણ સારા કામના પ્રારંભ પોતાના ઘરથી જ કરવા જોઈએ ત્યારે બીજા પર પ્રભાવ પડશે. પરિવારમાં સૌથી પહેલું અને સૌથી ઊંચું સ્થાન છે. માતા પિતાનું. આજ કાલ આપણે સૌ અનુભવીએ છીએ કે માતા, પિતા અને ગુરુજનોની બહુ અવહેલના થાય છે. જેમના સૌથી વધુ ઉપકાર છે એમના તરફ પેાતાના કર્તવ્યનું પાલન વિરલ વ્યકિતઓ જ માતા-પિતા પછી પરિવારમાં મુખ્ય સ્થાન છે ભાઈ, પત્ની અને સંતાનેાનું. ભાઈ ભાઈ વચ્ચે આજે વિરોધ અને કટુતા વધ્યા છે, એક ભાઈ ધનના અપવ્યય કરે છે જ્યારે બીજો ગરીબીમાં સબડે છે. પરિવાર મહિલાઓ તરફ વ્યવહાર દુર્લક્ષ્યભર્યો છે. એમની અપેક્ષાઓના ખ્યાલ નથી રાખવામાં આવતો, ઘણા કામ જબરદસ્તીથી કરાવવામાં આવે છે. એમને કેટલું દુ:ખ પહોંચતું હશે! સંતાનો પ્રત્યે પણ ક્યારેક એવા વ્યવહાર રાખવામાં આવે છે. ઘરના નોકર-ચાકરો પાસેથી વધુ કામ લેવાની ભાવના રહે છે. ગમે તેવું સારું કામ કરે તો પણ આપણે કદર નથી કરતા. એ પણ મનુષ્ય છે, એના પરિવાર કેટલી મુશ્કેલી ભાગવતા હશે તે વિચારવું જોઈએ. ૭૫ શું આપણી કરુણા અને દયાનો સ્રોત સુકાઈ ગયો છે? આત્મીયતાની સુગંધ ઓસરી ગઈ છે? શું આપણે કુટુંબીજનો અને પડોશીઓના દુ:ખામાં સહભાગી થવા તૈયાર નથી? આપણા મહાપુરુષોએ એક મોટી કસોટી આપણને આપી છે કે, બીજાઓ સાથે એવા વ્યવહાર કયારે ન કરો, જે આપણા તરફ બીજા કરે તો આપણને ન ગમે, દુ:ખ પહોંચે, જેવા વ્યવહાર બીજાઓ પાસેથી ઈચ્છીએ છીએ તેવા જ વ્યવહાર એમની સાથે આપણે કરીએ. નીચેના વાકયમાં એ વાત કહેવામાં આવી છે. “આત્મનામ પ્રતિકૂલાનિ, પરેષામ ્ ન સમાચરેત ્.’ પારિવારિક જીવનમાં સૌથી મોટી હિંસા દહેજના કારણે થાય છે. આખરે જીવનભરનો સંબંધ તો સુશીલ કન્યા પર આધાર રાખે છે. ધન તે અનેક વખત આવે છે અને જાય છે. એની તૃષ્ણા મટતી જ નથી. આ રીતે આપણે ધ્યાનથી જોઈએ તો આપણા પારિવારિક જીવનમાં હિંસા કેટલી બધી વ્યાપ્ત છે. અહિંસક બન્યા છતાં આપણે એક વખત નહિ દરરોજ અનેક વખત હિંસા આચરતા રહીએ છીએ, કૌટુંબિક કલહ તો સર્વત્ર હોય છે. બધાંની પ્રકૃતિ એકસરખી નથી હોતી. બધાં આપણા કહ્યા પ્રમાણે કરે એ શકય નથી, તેથી સદભાવ અને સહિષ્ણુતાની જરૂર છે. આપણે આત્મનિરીક્ષણ કરતા રહીએ અને સર્વ પ્રકારની હિંસાથી બચતા રહીએ. શ્રી મ. મા. શાહે સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલય ટ્રસ્ટીઓની વરણી J$ શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના આગામી પાંચ વર્ષ માટે ટ્રસ્ટીઓની ચૂંટણીનું કાર્ય સંઘની વાર્ષિક સામાન્ય સભામાં હાથ ધરવામાં આવ્યું. જેમાં નીચે મુજબ પાંચ ટ્રસ્ટીઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨. 3. ૪. ૫. 3 22 શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી રસિકલાલ મા. ઝવેરી ચીમનલાલ જે. શાહ સુબાધભાઈ એમ. શાહ લિ. મંત્રીઓ, શ્રી મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy