________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૮-૮૨
૫) ષ ણ વ્યાખ્યાન માળા
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તા. ૧૫-૮-૮૨ રવિવારથી તા. ૨૩-૮-૮૨ સેમવાર એમ નવ દિવસની વ્યાખ્યાનસભાએ ચપાટી પર આવેલા ‘બિરલા કીડા કેન્દ્રના સભાગૃહમાં જવામાં આવી છે. આ નવે દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૨૦ અને ૯-૩૦થી ૧૦-૨૦ એમ રોજ બે વ્યાખ્યાને રહેશે. તા. ૧૫-૮- રવિવાર તેમ જ તા. ૨૨-૮ રવિવારના દિવસે ભકિત-સંગીત રાખેલ છે. તે બને દિવસે ૧૩૦ થી ૧૧-૧૫ સુધી ભકિત-સંગીત રહેશે. આ વ્યાખ્યાનમાળાને વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:તારીખ વ્યાખ્યાતા
વ્યાખ્યાન-વિષય તા. ૧૫-૮-૮૨ રવિવાર શ્રી શશિકાન્ત મહેતા
જિનભકિત પૂ. શ્રી ધર્મશીલાશ્રીજી
मित्ति मे सव्व भूएसु શ્રી અનુપ જલોટા
ભકિતસંગીત તા. ૧૬-૮-૮૨ સેમવાર શ્રી વસન્તભાઈ ખાણી
શ્રીમદ રાજચન્દ્ર પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ
આત્મદીપ બને તા. ૧૭-૮-૮૨ મંગળવાર ડે. કાન્તિલાલ કાલાણી
સંત મેરે પ્રેમધરા શૂક આઈ પ્રિ. શ્રીમતી ભૈયબાળા વેરા
વિવિધ પ્રચારમાધ્યમે અને સ્ત્રી તા. ૧૮-૮-૮૨ બુધવાર શ્રી કૃષ્ણકુમાર મહેતા
ગીતામાન્ય જીવનધારા શ્રી કિરણભાઈ
પ્રકાશને પંથ તા. ૧૯-૮-૮૨. ગુરુવાર શ્રી શૈલેશ મહાદેવિયા
મારી કૈલાસયાત્રા ડં. કુમારપાળ દેસાઈ
અહમની ઓળખ તા. ૨૦-૮-૮૨ શુક્રવાર ડે. નરેન્દ્ર ભાનાવત
जैन धर्म और जीवनमूल्य ડં. સુરેશ દલાલ
શ્રી રામકૃષ્ણ પરમહંસ તા. ૨૧-૮-૮૨ શનિવાર જસ્ટિસ ધર્માધિકારી
भगवान सो गया, इन्सान खो गया । પૂ. મા યોગશકિત સરસ્વતી आधुनिक संदर्भ में मानव जीवन તા. ૨૨-૮-૮૨ રવિવાર છે. તારાબહેન શાહ
સમતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મારી જીવનદ્રષ્ટિ શ્રી અરુકુમાર સેન
ભકિતસંગીત (ગીત મહાવીર) તા. ૨૩-૮-૮૨ સોમવાર પૂ. શ્રી મેરારીબાપુ
સાધકની દૃષ્ટિ ડે. રમણલાલ ચી. શાહ
પચ્ચખ્ખાણ - પર્યુષણ વ્યાખ્યાનમાળાને ભેટઆ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળાના ખર્ચના અનુસંધાનમાં સ્વ. હિંમતલાલ ડાહ્યાભાઈ કોઠારીના સ્મરણાર્થે શ્રી શૈલેશ એચ. કોઠારી દ્વારા રકમ મળેલ છે. તે માટે અમે તેમના આભારી છીએ.
- વ્યાખ્યાનને લાભ લેવા સંઘના પેટ્રન સભ્ય, આજીવન સભ્ય, સભ્ય, શુભેરછકો તથા સૌ મિત્રોને પ્રેમભર્યું નિમંત્રણ છે. કે
૮ નમ્ર વિનંતી # . પ્રતિ વર્ષ પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આપ સૌના પ્રેમાળ અર્થસિચનથી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ એની પ્રવૃત્તિઓ નિશ્ચિંતપણે હાથ ધરી શકે છે. એથી અમારા હાથ તે મજબૂત થાય છે, એટલું જ નહિ, પરંતુ સંઘની આ પ્રવૃત્તિઓ આપ સૌના હૈયે કેવી વસી ગઈ છે એની પ્રતીતિથી અમે ભાવવિભોર થઈએ છીએ.
ગત વર્ષ એમાંય ખાસ કરીને પણ વ્યાખ્યાનમાળા દરમિયાન વ્યાખ્યાનમાળા અને સંધને રૂા. ૨૭,૦૬૧-૯૦ અને ‘પ્રબુદ્ધ જીવનને રૂ. ૩૫,૮૫૯૫૦ની ભેટ મળી. આ રીતે કુલ રૂા. ૬૨,૯૨૫-૪૦ની ભેટ મળી. સંઘના વાર્ષિક રૂ. બે લાખના બજેટમાં આ ભેટ મહત્ત્વનું પાસું છે,
શ્રી મ. એ. શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયમાં ઈ. સ. ૧૯૮૧ના વર્ષમાં રૂ. ૫૦૪૨૧-૬૮ની ખાધ છે. અગાઉના વર્ષોની , ૪૯,૩૦૪-૧૦ની ખાધમાં આ રકમ ઉમેરતાં અત્યાર સુધીમાં કુલ ખાધ રૂા. ૯૮,૭૨૬-૧૮ની થઈ.
દિન-પ્રતિદિન વધતી જતી મોંઘવારીના કારણે પ્રતિવર્ષ ખર્ચ વધતો જ જાય છે. તદુપરાંત સંઘે તાજેતરમાં બીજી નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું પણ નક્કી કર્યું છે–એટલે એ માટે પણ નાણાંકીય સાધને ઊભાં કરવાની આવશ્યકતા રહે છે.
સંઘ પ્રત્યેની આપ સૌની મમતાથી અમે નિશ્ચિત છીએ. પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ વર્ષે પણ વિશેષ ઉમળકાભર્યો આર્થિક સહકાર આપવા આપને વિનંતી છે. સંઘના કારોબારીના સભ્યથી શરૂઆત કરી છે. આપ પણ એમાં આપને સૂર પુરાવશે એવી અમને શ્રદ્ધા છે.
લિ. ભવદીય ચીમનલાલ ચકુભાઈ શાહ-પ્રમુખ
- ચીમનલાલ જે. શાહ રસિકલાલ મેહનલાલ ઝવેરી-ઉપપ્રમુખ
કે. પી. શાહ પ્રવીણભાઈ કે. શાહ-કોષાધ્યક્ષ
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
પાલિક: મી મુંબઈ જૈન યુવક સંઘ, બુદ્રક અને પ્રકાશક: મી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ
બંબઈ-૪૦૪૪, ટે. નં: ૩૫૦૨૯૬: પ્રણમ્યાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ કોટ, મુંબઈ-૪૦૦૦૧.