SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૮-૮૨ એમ કરતા હો કે અંતરની બધી વાતે એની સાથે સહભાગે કરું તે એવું કોઈ નથી એમ કહેવું પડે. તે પણ, એ મારું દુ:ભાગ્ય લેખું- કે સદ્ભાગ્ય એ જુદી વાત છે. પણ મારા મનની વાત મારાં મનમાં જ રહે છે. સાથીઓ ઘણાં છે જેને હું સાચા અર્થમાં મિત્ર કહું કે જેના ખોળામાં માથું મૂકું–અથવા તે મારી મૂંઝવણ પણ જેને હું કહું એવું કોઈ છે એમ ન કહી શકું. પ્ર. ૧૫: પણ હતું ખરું? જ. ૧૫: ખરી રીતે કહું તે મને એવી જરૂર જ નથી પડી એમ કહું તો અતિશયોકિત નથી. પ્ર. ૧૬: કોઈની સાથે મતભેદમાંથી મનભેદ થાય તે પછી એની સાથે તમે કયો અભિગમ અપનાવે છે? જ. ૧૬: આ બાબતમાં ગાંધીજીની અસર મારા જીવનમાં વધારે છે એટલે મતભેદને બનતા સુધી મનભેદમાં કયાંય જવાં દીધું નથી. પ્ર. ૧૭: તમારા જીવનની ધન્યતાની પળ કઈ? અને જીવનને સૌથી વધુ વસવસો ક્યો? જ. ૧૭: મારું જીવન એકધારું રહ્યું છે. મેં માંદગી ઘણી ભેગવી છે. મને કેન્સર કહ્યાં ને ૧૯૫લ્માં ઓપરેશન કર્યું ત્યારે હવે અંતિમ પળ છે એમ સમજીને મેં મારે બધું ય સંકેલી લઈને ઓપરેશન માટે ગયો હતો. જીવનની ધન્યતા મેં સતત અનુભવી છે એમ કહ્યું કે હું અતિશયોકિત નથી કરતે. કારણ કે સદ ભાગ્યે મારા હાથે સારા પ્રમાણમાં સમાજસેવાનાં કાર્યો થયાં છે. વસવસો તે એટલે જે છે કે અત્યારનું જે જીવન છે સામાજિક, રાજકીયએ હું સહન નથી કરી શકત. અસહ્ય લાગે છે. પ્ર. ૧૮: એક છેલ્લો સવાલ છે કે ઇશ્વર તમને પુન: જન્મ આપે તે ફરીફરીને જીવાયેલું જીવન જીવવું તમને ગમે? એટલે મારે તમને એમ કહેવું છે કે રીપીટેડ પરફોર્મન્સમાં તમને રસ ખરે?. જ. ૧૮: ના, ના, કારણ કે અત્યારનું જે જીવન છે એની સાધના, જે એ શબ્દ વાપરું તો કષ્ટમય રહી છે, પણ એટલું ખરું કે જીવનથી કંટાળો નથી. મનુષ્યભવને હું ઉત્તમ માનું છું એટલે મેકની મને ઉતાવળ નથી, પણ જે પુનર્જન્મ હોય તો મનુષ્યભવ મળવો દુર્લભ છે અને એની અધૂરી સાધના પૂરી કરવાને માટે ફરીથી એ જન્મ મળે એમ હું ઈચ્છું ખરો! પ્ર. ૧૯: ચીમનભાઈ તમારી નિખાલસ મુલાકાત બદલ હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમે જે વિચારધનની વાત કરી. એ વિચારધન આ મુલાકાતમાંથી અમને પૂરતું મળી રહે, એટલી અઢળક સંપત્તિ તમે આપી. ચીમનભાઈ: હું પણ તમારો ખરેખર આભાર માનું છું. છે. માત્ર કચ્છમાં ધર્મ નથી 0િ મુનિશ્રી કીર્તિયશવિજયજી (કેટલાક પરમાર્થને નહિ જાણનારા કહે છે કે “ચ, વિહાર વગેરે કષ્ટો સહન કરવાં, તેમ જ ભિક્ષા દ્વારા આજીવિકા ચેલાવવી તે પણ માર્ગ છે, અર્થાત તે પણ ભગવાનને ધર્મ છે. પરંતુ ઉપર કહેલ આ વાત ખોટી છે. કારણ કે શાસ્ત્રજ્ઞાનને આંખ સામે રાખ્યા વિના લોકોના મનને જ અનુસરવું તે કદિ માર્ગ =ધર્મ હોય નહિ.) જે જીવે અજ્ઞાની છે, જેને શાસ્ત્રમાં શું કહ્યું છે તેને લેશ પણ ખ્યાલ નથી, જેને ઉત્સર્ગ આચારણા શું અને અપવાદ આચારણા શું? એનું જ્ઞાન નથી અને જેને ગુરુ–લાઘવ (લાભ-હાનિની, નફાતેટાની) દોષની પિછાણ નથી, એવા કેટલાક અજ્ઞાનીઓ કાંઈ પણ સમજ્યા વિના કેવળ દેહદમનને આશ્રય લઈ અનેક કષ્ટો સહન કરે છે અને કહે છે કે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં તે શું ધર્મ નથી? લોચ કરાવ, વિહાર કરવો, સ્નાનાદિ ન કરવું, ઠંડી-ગરમી વગેરે અનેક પ્રકારનાં કષ્ટો સહન કરવાં એ પણ ધર્મ જ છે.” વળી તેઓ કહે છે, “અનેકવિધ કષ્ટો સહન કરવાથી પણ કમેના નાશ થઈ શકે છે અને કર્મનાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આથી ‘કટ ભેગ’ને પણ મોક્ષમાર્ગ માની શકાશે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે બ્દાર્થ ઢીલા' દિક્ષા કટ માટે છે. આથી શાઓની, સિદ્ધાંતની, આજ્ઞા વગેરેની વાતમાં ઊંડા ઊતરવાની જરૂર રહેતી નથી.”. વળી તેઓ એમ પણ કહે છે, “શાસ્ત્રો વિશાળ છે, સિદ્ધાંતો ગહન છે, આજ્ઞાપાલન માટે ઊંડો વિવેક આવશ્યક છે. બધાનું એ સામર્થ્ય ન હોય કે તેઓ આ બધી વાતમાં ઊંડા ઊતરી શકે અને સમજી શકે. આથી કષ્ટ સહન કરવા રૂપ મોક્ષમાર્ગને આરાધી અમે તરી જઈશું.” આવી વાત કરનારે સમજવું જોઈએ કે “મેક્ષમાર્ગ તેને જ કહેવાય કે જેના દ્વારા આત્મશુદ્ધિ થાય.” માત્ર કષ્ટ સહન કરવાથી કદી આત્મશુદ્ધિ થઈ શકતી નથી. બહુ બહુ તો સારા આશયને કારણે થોડો પુણ્યબંધ અને સામાન્ય કોટિની નિર્જરા પ્રાપ્ત કરી શકાય, પરંતુ આત્મશુદ્ધિકારક મેક્ષમાર્ગને તો કદી પ્રાપ્ત કરી શકાતો નથી અને આશય જો અશુદ્ધ હોય તો તે કષ્ટભેગ, મહાઅનર્થનું કારણ પણ બને છે. આત્મશુદ્ધિરૂપ મેક્ષમાર્ગ માટે તો, સૂક્ષ્મ વિવેક અગર સૂક્ષ્મ વિવેકી પ્રત્યેના શુદ્ધ સમર્પણભાવની આવશ્યકતા રહે છે. ‘જેનામાં તે ન હોય, તે જીવ, ગમે તેટલાં કષ્ટો સહન કરે, તો પણ તે નિરર્થક જ નીવડે છે. એવું જ્ઞાાનીઓએ ફરમાવ્યું છે. વિવેક વિનાનો કષ્ટભોગ, માત્ર જનમનનું રંજન કરી શકે, પરંતુ આત્મરંજન તો ન જ કરી શકે. એ કષ્ટ ભાગથી જગતની દષ્ટિએ ધર્મી બની શકાય, પરંતુ જ્ઞાનીની દષ્ટિએ ધર્મી બની શકતું નથી. માટે જ શ્રી આનંદઘનજી. મહારાજે શ્રી શ્રેયાંશનાથ ભગવાનના જીવનમાં ગાયું છે કે‘નિજ સ્વરૂપ જે કીરીયા સાધે, તેહ અધ્યાત્મ લહીયે રે જે કીરીયા કરી ચઉગતી સાધે, તે ન અધ્યાતમ કહીયે રે .” મહામહોપાધ્યાયશ્રીજીએ પણ ૧૨૫ ગાથાના સ્તવનની ત્રીજી ' ઢાળમાં કહ્યું છે કે ‘કષ્ટ કરી સંજમ ધરો, ગાળો નિજ દેહ, શાનદેશા વિણ જીવને, નહિ દુ:ખને છે.” ૧૮મા પાપસ્થાનકની સજઝાયમાં પણ તેમણે કહ્યું છે કે ‘કષ્ટ કરો, પરિ પરિ દમે અપ્પા, ધર્મ અર્થે ધન ખરજી. પણ મિથ્યાત્વ છતે તે જઠું, તિણે તેહથી તુમે વિરમજી. તે એટલો જ છે કે શો લાગે છે. કહેવાય કે જેના જ નનું મહત્ત્વ ભલે હોય, પરંતુ જ્ઞાનીને જ ધર્મ હોય અને અજ્ઞાનીને ધર્મ ન જ હોય એવું કેમ બની શકે? શું કષ્ટ ભેગનું કાંઈ ફળ જ નથી? કષ્ટ ભેગથી પણ આત્મકલ્યાણ સાધી શકાય છે. આવું માનનારની માન્યતા અને તેના ઉત્તરને રજૂ કરતાં, સ્તવનકાર પરમર્ષિ શ્રી યશોવિજયજી મહારાજ સીમંધર સ્વામીના સ્તવનમાં જણાવે છે કે कोई कहे लोचादिक कष्टं। मारग भिक्षावृत्ति - ते मिथ्या नवि मारग होवे । जन मननी अनुवृत्ति रे ।। ‘કિરિયા કરતો ત્યજતો પરિજન, દુ:ખ સહતો મન રીજી, અંધ ન જીતે પરની સેના, તિમ મિથ્યા દષ્ટિ ન સીજી. અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ તીવ્ર કષ્ટને સહન કરે છે, લોકવૃત્તિને અનુસરીને ધર્મને ધારણ કરે છે અને યથેચ્છ પ્રવૃત્તિ કરે છે, તે શાસનનો વેરી છે.' વળી આ જ વાતને સ્પષ્ટ કરતાં “સંબંધ સિરારિ' નામના ગ્રંથમાં લખ્યું છે કે- હે આત્મન ! નું કષ્ટ કરે છે, દેહદમન કરે છે અને ધર્મને માટે ધનને ત્યાગ કરે છે, પરંતુ, એ મિથ્યાત્વરૂપ વિષ બિન્દુનો ત્યાગ કરતો નથી, જેથી તું ભવસાગરમાં ડૂબી જઈશ.'
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy