________________
3.
તા. ૧-૮-૮૨
પ્રબુદ્ધ જીવન
અને મેં કહ્યું. મિ. નાઈટ, આય એમ ગેઈગ ટુ રીઝાઈન બટ નેટ એટ વેર કન્વીનીયન્સ. બટ માય કન્વીનીયન્સ.
પ્ર. ૯: તમને શું ખૂબ ગમે? અને શું જરી કે ન ગમે?
જ. ૯: એ કહેવું સહેલું નથી– કારણ કે મારી જિંદગીમાં મેજશોખ જેવી વસ્તુ છે જ નહીં. હું પ્રકૃતિથી જ સાદી રીતે
જીવવાનું શીખ્યો છું. એટલે શું ગમે એ જો તમે શારીરિક દષ્ટિથી પૂછતા હો તે હું કહી શકું એમ નથી. પણ મને કોઈ પણ વસ્તુમાં વધુમાં વધુ રસ હોય તો ફિલોસોફીનું વાંચન છે. દા.ત. પ્લેટોના ડાયલોગ્સ અને સેક્રેટિસની એપેલેજી-સે વખત વાંચી હશે. ટોલ્સટોય, રાજચંદ્ર અને ગાંધીજીના લખાણ વારંવાર વાંચું છું
અને મને સૌથી વધુ ગમતી વસ્તુ ચિંતન અને મનન છે અને મને ન ગમે એવું ખાસ કંઈ નથી.
પણ, બેસીને ખાટા ગપ્પા મારવા કે સમય બરબાદ કરવો કે માત્ર આનંદપ્રમોદમાં જ રસમય કાઢવો એવું હું બહુ ઓછું કરું છું, પણ મને પિતાને બહુ સખત ગમા-અણગમાં નથી, મારી પ્રકૃતિ એ રીતે બહુ સ્વસ્થ છે. જે લોકોને જે કરવું હોય – એને કરવા દેવું. એમાં હું મારા ગમા-અણગમા વચ્ચે લાવતા નથી.
પ્ર. ૧૦: ના, તમે હમણાં એક વાત કરી કે ગપ્પા મારવા અ બહુ ના ગમે. પણ ચીમનભાઈ કેટલીક વખત એવું ન બને માણો કારણ વગર મળે અને હલેસાં વગર હોડી ચાલતી હોય તે?
જ. ૧૦: એ વાત ખરી છે. એમાં કોઈ વખત આનંદ આવે, પણ પ્રકૃતિથી હું એકલવાયો છું. એટલે મારી કોટીની વ્યકિત હોય અને મને ગમતી વાત થતી હોય તો હું એની પછવાડે સમય કાઢ, પણ નહિ તે લોકો જાણે છે, ચીમનભાઈ પાસે જઈશું તો પાંચ મિનિટમાં થનું કામ છઠ્ઠી મિનિટ થવા નહીં દે ને ટેલિફોનમાં વાત કરતાં હશે તે ૨ મિનિટમાં પતશે તો ૩જી મિનિટ થવા નહીં દે. એ તે એક પ્રકૃતિને પ્રશ્ન છે.
પ્ર. ૧૧: તમારી પાસે વિચાર, મૌલિકતા અને સ્વચ્છતા છે અને સમાજમાં એક સારા અને સફળ વકતા તરીકે પણ તમે પ્રસિદ્ધ છે તેનું રહસ્ય શેમાં છે? - જ. ૧૧: વકતા તરીકે પ્રસિદ્ધ છું, એ તે બહુ મોડું થયું. હું બહુ તતડું બોલતા અને બે વાકય પણ બેલી ન શકે, એટલી મારી જીભ ઝલાતી અને જાહેરમાં બેલવાને તે મને બહુ ભય હતેા. માણસમાં વકૃત્વ આવે છે, જે વિચારધન એની પાસે હોય તો જ. નહિ તો એ વકતૃત્વમાં કૃત્રિમતા આવે છે અને એ વકતૃત્વમાં આડંબર અને દંભ દેખાય છે. એટલે મારામાં વકતૃત્વ છે એમ નથી, પણ વિચારધન પ્રમાણમાં એટલું છે અને મારે
જ્યારે કંઈ બોલવું હોય ત્યારે એટલી પૂર્વતૈયારી કરીને જાઉં છું કે એક કલાકમાં બોલવાનું હોય ત્યારે અર્ધા કલાકમાં એ પૂરું કરું છું. માણસને જે કહેવાનું હોય તે મુદાસર સંક્ષેપમાં કહીએ તે એની અસર લાંબા ભાષણ કરતાં વધારે થાય છે એવો મારો અનુભવ છે. બાકી તો મુખ્ય કારણ મારું ચિંતન અને મનન છે.
પ્ર. ૧૨ : તમે સ્વસ્થ છે. વધુ પડતા સ્વસ્થ છે. પ્રજાજીવન સાથે સંકળાયેલા છે. છતાં પણ તમે તમારા વ્યકિતત્વને ખુલ્લી દિવાબની જેમ કેમ જાળવી શકયા છો?
જ. ૧૨: સ્વસ્થ દેખાઉં છું અને મારી લાગણીઓને બહુ પ્રદર્શિત થવા દેતે નથી, એના પર સારી પેઠે મારો કાબૂ છે પણ અંતરનું મનોમંથન નથી એમ નહીં. ઘણી મૂંઝવણ હોય ત્યારે બહારથી હું સ્વસ્થ દેખાઉં અથવા ગભરાઈ જતો નથી, ગમે તે પરિસ્થિતિ હોય. તેમાંથી માર્ગ કાઢવો અને એ માર્ગ કાઢવાની અપણને સૂઝ હોય, તે આપણે સ્વસ્થ દેખાઈએ છીએ. પણ એમાં સ્વસ્થતાનું ખરું કારણ એ છે કે એક જાતની એવી શ્રદ્ધા
કે અંતે જે થશે તે સારા માટે છે માટે બહુ ઉદ્વેગ કરવો રહેવા દો. આપણાથી જેટલા વિચાર થાય, એટલે વિચાર કરીને-જે કંઈ થાય તે કરો ને પછી પરિણામની બહુ ચિંતા ન કરવી. એટલે અત્યારે જે પ્રજાજીવનમાં બની રહ્યું છે. એથી હું ઘણી જ અસ્વસ્થ હતે. આમ જુઓ તે બધી રીતે સુખી છું. પૈસે ટકે, સમાજમાં કિંઈક સ્થાન છે. વ્યવસાયમાં ઘણા સફળ છું. એંસી વર્ષની ઉંમરે આરોગ્ય પણ પ્રમાણમાં સારું કહેવાય, એ છતાં હું અત્યંત અસ્વસ્થતા અનુભવું છું અને એ મારા લેખામાં ઘણીવાર પ્રગટ કરી છે. જે પ્રજાજીવન છે એ હું સહન નથી કરી શકતો અને આવું જોવા મારે જીવવું પડે એ પણ મને ભારે પડે છે, એમ કહું તો હું જરાય હું અતિશયોકિત નથી કરતો.
પ્ર. ૧૩: જાહેર જીવનમાં કયારેય કંટાળો આવ્યો છે ખરો? અને જે માણસ પ્રજામાં પહોંચે છે, એ કુટુંબમાં પૂરતો સમય આપી શકતું નથી. તે એ વિશે તમારી શું લાગણી છે અને કુટુંબીજનેના શાં પ્રતિભાઓ અને પ્રત્યાઘાત છે?
જ. ૧૩: આ સવાલ બે ભાગમાં વહેંચી દઉં છું કે જાહેર જીવનને કંટાળે કોઈ દિવસ આવ્યો છે કે નહીં? મેં ૧૯૨૭મ જાહેર જીવન શરૂ કર્યું. આજે એને બાવન, ત્રેપન કે પંચાવન વર્ષ થયાં અને મારું જાહેરજીવન વધતું જ રહ્યું છે, પણ મારી પ્રકૃતિ એવી છે કે બનતા સુધી હું નવું કામ માથે નથી લેત. પણ માથે આવી પડે તે પછી અંત સુધી એને પૂરેપૂરું સંભાળું છું એ મારી પ્રકૃતિ છે. એટલે જાહેરજીવન મારું વિસ્તરતું જ રહ્યું છે. સદ્ભાગ્યે મારા અનુભવો જાહેરજીવનના સુખદ છે. એટલા માટે હું લગભગ પચાસ સંસ્થાઓ કે ટ્રસ્ટમાં કામ કરતે હોઈશમોટી મોટી સંસ્થાઓ પણ ચલાવું છું, પણ સાથીઓ એવા મળી રહ્યા છે કે જે મારી સાથે કામ કરવામાં આનંદ અનુભવે છે અને મને ઓછામાં ઓછી તકલીફ આપે છે. મારા માર્ગદર્શનમાં એ લોકો કામ કરે છે. પણ કંટાળો ત્યારે આવે છે કે જ્યારે ઘણું કર્યું હોય છતાં પણ કાં તે એનું પરિણામ નથી આવતું, એવું લાગે કે લોકોને એની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી.
ત્યારે એક ક્ષણભર કંટાળો આવે છે. પણ મારી એ દૃઢ માન્યતા છે કે જે કંઈ સેવાકાર્ય કરીએ, એનું સારું પરિણામ અચૂકપણે આવે જ છે. એટલે હું જાહેરજીવનથી કંટાળ્યો નથી. આજે એંશી વર્ષે પણ હજી મારી પ્રવૃત્તિઓ જરાય ઓછી થઈ નથી. કુટુંબીજના વિશે કહું તો મારા પરીણિત જીવનની વિષમતા જાણીતી છે. મારી પત્ની અભણ હતી અને મારું જાહેરજીવન શું છે એની એને પિતાને પૂરી ખબર ન હતી અને એને બહુ ગમતું પણ ન હતું. વધારે સમય બહાર આપતો અને એને હું પૂરો સમય આપી શકતો ન હતો. એને કારણે અમારી વચ્ચે જેટલો મનમેળ થવો જોઈએ, એટલે ન હતો. પણ એને મારાથી આપી શકાય એટલું આપ્યું છે એમ હું માનું છું અને એથી વિશેષ એણે અપેક્ષા રાખવી નહતી જોઈતી એમ પણ હું માનું છું. કુટુંબજીવનમાં મારી પત્ની આ મારા જાહેરજીવનમાં સહભાગી હતી, એમ ન કહી શકું. જ્યારે મારા પુત્રોએ મને પૂરી રીતે સાથ એમાં આખે છે. મારે બે જ પુત્ર છે. મેટું કુટુંબ નથી ને કોઈ જંજાળ રહી નથી. વકીલાતના ધંધામાં પડયા પછી સારી પેઠે કમાય છે એટલે એ મને બીજી ફરિયાદનું કોઈ કારણ નથી.
પ્ર. ૧૪: તમારા સિવાય તમારો પરમ મિત્ર કોણ ? . -
જ. ૧૪: આ એક બહુ અંગત પ્રશ્ન છે અને મિત્રની વ્યાખ્યા કેવી કરવી અને પરમમિત્ર કોને કહેવા એ સહેલું કામ નથી. મેં મિત્રતા બહુ કરી છે એમ કહી ન શકું. મેં કહ્યું એમ મારો સ્વભાવ એકલવાયો છે. ઘણા ભાઈઓ સાથે બહુ જ મોટા પ્રમાણમાં મારે બહુ જ સારા સંબંધે છે પણ જો મિત્રને અર્થ
a aઈએ, એમ હું માનું છું. હું માનું છે