SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પર પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૭-૮૨ અમૃતા પ્રીતમ વિશે તંત્રીશ્રી, “પ્રબુદ્ધ જીવન’ના અમૃતા પ્રીતમ વિશેના મારા લેખમાં એક બહુ જ ભયંકર છાપભૂલ થઈ ગઈ છે. પ્રબુદ્ધ જીવન” પૃ.૩૧ ઉપર ચેથા ફકરામાં છેલ્લી બે લીટીમાં ‘ઈમરોઝચિત્રકાર અને અમૃતા સાહિત્યકાર, આ બંને કલાકારનું સહજીવન હિંદુ સમાજની વિરલ ઘટના છે. અહીં છપાયું છે દેહજીવન. તે બહુ જ ખરાબ લાગે છે તે આ સુધારો અવશ્ય મૂકશે. ' જયા મહેતા તંત્રીશ્રી, ૧૬ જૂન, ૧૯૮૨ના 'પ્રબુદ્ધ જીવનના અંકમાં શ્રી જયા મહેતાને “અમૃતા પ્રીતમની કવિતા” ઉપરનો લેખ વાંચીને ઘણા ક્ષોભ થયો. અમૃતા પ્રીતમની કવિતા ઉપર જ માત્ર લખ્યું હોત તો ય 'પ્રબુદ્ધ જીવન' સાથે સુસંગત લાગત; પરંતુ લેખિકાએ ઉકત લેખમાં પ્રારંભમાં અમૃતા પ્રીતમના જીવનને ‘પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ કરીને હદ કરી નાખી. લેખિકાએ અમૃતાના જીવનને જે દષ્ટિએ બિરદાવ્યું છે તે માટે ‘પ્રબુદ્ધ જીવન” જેવા સાત્ત્વિક સામાયિકને બદલે બીજા કોઈ સામાયિકને પસંદ કર્યું હોત તે સારું હતું. અમૃતાને પતિ સાથે ભીતરનો મેળ નહોતે અને તેને ‘બળવાના માલની જેમ ચેરેલી છાયા” તરીકે રહેવું પડતું હતું. એટલે એ ‘ભાગ્યશાળી’ પતિના લાભાર્થે અમૃતા પતિથી છૂટા પડયાં! એટલેથી ન અટકતાં તેણે સાહિર, સજજાદ અને ઈમરોઝ જેવા મહાનુભાવની મૈત્રી કેળવી. સાહિરને મનભરીને ચાહવા છતાં તે તેનાથી દૂર જ રહ્યા. વતન પરસ્ત સાચા ‘પાક’ મુસ્લિમ બચ્ચાની માફક સજજાદ આ મહાન મૈત્રિણીની મૈત્રીની કદર ન કરતાં માદરે વતનને અમૃતાના પ્રેમથી મહાન ગણીને મિત્રધર્મમાંથી ફારેગ થઈ પાકિસ્તાન ચાલ્યું ગયો. હવે રહ્યો માત્ર ઈમરઝ. તેની સાથે પણ લગ્ન ન કરતાં લગ્નજીવનને પાછો લહાવો તે લીધે જ. શ્રી જયા મહેતા આ અનૈતિક ઘટનાને અહોભાવથી આ રીતે બિરદાવે છે. “ઈમરોઝ ચિત્રકાર, અમૃતા સાહિત્યકાર આ બન્ને કલાકારનું દેહજીવન (‘સહજીવન’ જોઈએ ‘દેહજીવન' નહિ, એ છાપ ભૂલ છે) હિંદુસમાજની વિરલ ઘટના છે!” અમૃતા પ્રીતમ સ્વછંદી જીવનમાં આટલેથી જ અટક્યા નથી. શરાબ, સિગારેટ આદિ લતે એમને વળગેલી જ છે. લેખિકા આવી ઘટના સંબંધે લખે છે: “અમૃતા એક સ્ત્રી. સુંદર અને વળી કવિતા લખે. અંગત જીવનમાં પણ સમાજમાન્ય નહીં એવી ઘટનાઓ. કેટલાક પંજાબી સાહિત્યકાર અને સમાજે અમૃતા પર વિતાડવામાં બાકી રાખ્યું નથી. છતાં ભીતરની સચ્ચાઈએ એમને ટકાવી રાખ્યાં છે !” તો આ ભીતરની સચ્ચાઈ શું? શું ભીતરની રાચ્ચાઈ હોય એટલે માણસના બધા જ દો, બધાં જ સ્વચ્છેદે અને બધાં જ પાપો ક્ષમ્ય ગણાય? શેર ચોરી કરતા જાય અને પછી કબૂલ કરતે જાય તો એની ભીતરની સચ્ચાઈ માટે શું આપણે પુષ્પહાર પહેરાવીશું? ભીતરની સચ્ચાઈ તે મહાત્મા ગાંધીની હેય-જે સચ્ચાઈ ભૂલ માટે પારાવાર પશ્ચાત્તાપ કરીને તેના પાવકમાં બળી બળી અંતે શુદ્ધ બને. ભીતરની સચ્ચાઈ જે જીવન હોય, એથી દિવ્ય કે ઉચ્ચ જીવનને ઝાંખતી ન હોય તે તેનું મૂલ્ય કેટલું? મહાત્મા ગાંધીની ભીતરની સચ્ચાઈ વધારે ઉચ્ચ જીવનને ઝંખે છે, જયારે અમૃતાની ભીતરની રોચ્ચાઈ છે એવા જ પામર જીવનમાં રાચવા મથે છે. વાસ્તવિક રીતે આવી સચ્ચાઈ તે સમાજને છેતરવા માટે હોય છેપોતે જે કાંઈ અયોગ્ય કર્મો કરે છે તેને મેગ્ય પરિપ્રેક્ષ્ય પૂરો પાડવા માટે! –અને એ રીતે પોતાનાં સારાં - ખેટાં કમેને સચ્ચાઈની છાપ દ્વારા “આદર્શ’ ઠેરવવા માટે! એટલે જ ભીતરની સચ્ચાઈ કોઈ સંયમસિદ્ધ મેહનદાસ ગાંધી માટે હોય; સ્વછંદી અમૃતા પ્રીતમ માટે નહિ. 'પ્રબુદ્ધ જીવનને બદલે આજનું કોઈ કહેવાતું સાહિત્યિક સામાયિક લેખિકાએ ઉકત લેખ માટે પસંદ કર્યું હોત તો ત્યાં તેનું યોગ્ય પ્લેટફોર્મ ગણાત. કેમકે આજનાં કેટલાંક કહેવાતાં ‘સાહિત્યિક' સામાયિકો સાચા અર્થમાં “સાહિત્યિક’ મટીને હવે “ગંગાજળને બદલે વડકા”થી ખાસ બુઝાવનારા જ બની ગયાં છે. (સાંભળવા પ્રમાણે મુંબઈમાં એમના સન્માનના આયોજકોએ પણ અમૃતા અને બીજા કેટલાક કવિ-સાહિત્યકારોની ખાસ બુઝવવા સન્માનના કાર્યક્રમ પછી વોડકાની-શરાબની મહેફિલ એક મોટી હોટેલમાં યોજી હતી.). પણ પ્રબુદ્ધ જીવન’ તે ધર્મ, સંસ્કૃતિ, ચિંતન અને સમાજઘડતરનું પત્ર છે. મારા જેવા વાચકો આજના સાહિત્યથી ઊબાઈને માંડ ‘પ્રબુદ્ધ જીવન’ સુધી પહોંચ્યા છે. તેમાં પણ જો આવી જ કલમપ્રસાદી પીરસાતી રહેશે તે તેમની મુકિત માટે કોઈ સ્થાન નહિ રહે. ડૉ. હસમુખ દેશી મહિલા કોલેજ, રાજકોટ એકયુપ્રેશર કલાસ અંગે પ્રેમળ જતિ દ્વારા મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં ચાલતા એકયુપ્રેશરના કલાસમાં નવા એડમિશને હવે બંધ કર્યા છે. હવે છ માસ બાદ નવા નામે લેવામાં આવશે. કન્વીનર, પ્રેમળ જ્યોતિ - વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૩૧-૭-૧૯૮૨ના રોજ સાંજના ૫-૦૦ વાગે શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. - (૧) ગત વર્ષના વૃત્તાંતને તથા સંઘ તેમ જ શી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના એડિટ થયેલા હિસાબેને મંજુર કરવા. (૨) નવા વર્ષના અંદાજપત્રો મંજુર કરવા. (૩) સંઘના અધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી. (૪) સંઘ તેમ જ વાચનાલય-પુસ્તકાલય માટે એડિટરોની નિમણુંક કરવી. વાર્ષિક રાભાના ઉપર જણાવેલા સમયે ઉપસ્થિત થવા વિનંતી. ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ પ્રેમળ જાતિ” પ્રેમળ જ્યોતિની પ્રવૃત્તિમાં કાર્યકરો જ્યાં જાય છે ત્યાં સાડીઓ માટે માંગણી થાય છે. તે સારી ગણાય તેવી - જુની નહિસાડીઓ સંઘના કાર્યાલયમાં મેકલવા વિનંતી કન્વીનર, પ્રેમળ જાતિ
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy