________________
તા. ૧૬-૭-૮૨
પ્રબુદ્ધ જીવન
૧૧
૨૬. ડાકણ અને માઠી નજરવાળી સ્ત્રી કે ભારે નજરવાળા પુરુષની અને શ્વાનની દષ્ટિએ ન જમવું.
૨૭. ઋતુવતી સ્ત્રીએ પીરસેલો આહાર ઉત્તમ પુરુ કરવો નહીં. ૨૮. પક્ષી, ગાય કે શ્વાને સુંઘેલું અનાજ ન ખાવું. ૨૯. ભૂખ્યાની કે પાપીની નજરે પડેલું અન્ન ન ખાવું.
૩૦. એનું એ ખાવાનું બીજીવાર રાંધેલુ અથવા ફરીથી ઉપગ કરેલું ન ખાવું.
૩૧. જમતાં શબ્દ કરવો નહીં, તેમ બોલવું નહીં - આગબોલ્યા જમવું. (જમતાં જમતાં પણ મનમાં નવકાર ગણવાનો નિષેધ નથી) - ૩૨. સરખે આસને બેસીને, સ્થિર ચિત્તે જમવું. ડગમગતા આસન પર બેસીને ન જમવું.
૩૩. રાવું ભેજનું પ્રથમ સુંધીને પછી ખાવું કે જેથી કોઈની દષ્ટિ ન લાગે.
૩૪. ભેજનના પ્રારંભમાં પાણી ન પીવું. પ્રારંભમાં પાણી પીવાથી અગ્નિ મંદ થઈ જાય છે.
૩૫. મધ્યમાં પાણી પીવું અમૃત રામાન કર્યું છે. છેલ્લે પાણી પીવું તે વિપ અથવા શિલા રામાન કહ્યાં છે - આવી તે વિષયના શાતાની વાણી છે. A ૩૬, ખાવામાં પ્રથમ ગળી ને ચીકણી વસ્તુ ખાવી, વચ્ચે ખાટું ખારું ખાવું અને છેલ્લે તીખું ને કડવું ખાવું—એ ગુણકારક કહ્યું છે.
૩૭. શૂળના વ્યાધિવાળાએ દ્વિદળ (કઠોળ) ન ખાવું. ૩૮. કુષ્ઠ રોગવાળાએ માંરાની રામે પણ ન જોવું. ૩૯, જવરવાળાએ ઘી ન ખાવું તેમ જ ઘણું પાણી ન પીવું. ૪૦. જમતી વખતે લઘુશંકા ને વડીશંકા દબાવી ન રાખવી. ૪૧. ગ્રહણ સમયે ન જમવું. ૪૨. વર્ષાઋતુમાં ખાર વધારે ખાવું. ૪૩. શરદ ઋતુમાં પાણી વધારે પીવું.
૪૪. હેમંતઋતુમાં દૂધ વધારે પીવું. એમ કરવાથી પ્રાયે રોગ ઉદ્ભવતો નથી.
૪૫. શિશિર ઋતુમાં કડવું ને ખાટું વધારે ખાવું, વસંત ઋતુમાં ઘી વધારે ખાવું અને ગ્રીમ ઋતુમાં ગળ્યો પદાર્થ વધારે ખાવે, તેથી રૂપ, કાંતિ ને બળ વધે છે.
૪૭. અતિશય ગરમ ગરમ ખાવાથી બળ નાશ પામે છે. ૪૮. અતિ ટાઢ ' ભેજન વાયુ કરે છે. ૪૯, અતિ ખાટું અને ખારું ભેજન તેજ હાણે છે.
૧૦. અતિશય પૌષ્ટિક ખાવાથી કામવાસના વધે છે અને કામરોવનથી જીવિત નાશ પામે છે.
૫૧. અતિસારના વ્યાધિવાળાએ નવું ધાન્ય ન ખાવું.
૫૨. નેત્રરોગીએ મૈથુનનો ત્યાગ કરવો અને તરતની વિંધાયેલ ગાય કે ભેંસનું દૂધ ન ખાવું.
૫૩. ધર્મના માર્ગે ચાલવાના ઈચ્છકે બનતાં સુધી એકવાર જમવું અને તેમાં પાણી નિરવઘ તેમ જ અચિત્ત આહાર લેવો. એ પ્રમાણે ન બની શકે તે પછી પ્રભાતે નવકારશી તો અવશ્ય કરવી.
૧૪. સાંજે વાળુ કરીને પચ્ચખાણ કરવું. તેમાં ચારે આહારને ત્યાગ કરવો. કદિ તેમ ન બની શકે તો પાણીની છૂટ રાખવી. પણ ત્રણ આહાર તો અવશ્ય જવા; બનતાં સુધી દરરોજ કાંઈક પણ, ૫ ખાણ કરવું; ચૌદ નિયમ દરરોજ ધારવા; કાંદા, બટાટા વગેરે
અનંતકાય ને અભને અવશ્ય ત્યાગ કરવોકારણકે અનંતકાય ને અભણ્યનું ભક્ષણ કરવાથી અનંત ભવમાં ભમવું પડે છે.
૫૫. બહુ ખાવું ને બહુ બોલવું એ બંને હાનિકારક છે. તેથી પ્રમાણસર બોલવું અને પરિમિત ખાવું.
૫૬. ચિંતાને વખતે ન જમવું. મન શાંત કરીને તે શાંત થાય ત્યારે જમવું; કારણકે ચિંતામાં ખાધેલું અમૃત પણ વિષરૂપે પરિણમે છે.
૫૭. વમન કરીને એટલે ઊલટી થયા પછી તરત ન જમવું. ૧૮. ડાબા હાથે ન ખાવું.
૫૯. થાળી વધુપડતી ઊંચી કે નીચી રાખીને કે નબળે આસને બેસીને ને ખાવું.
૬૦. ચારે વિદિશા સામે બેસીને ન જમવું. ૬૧. પગ ઉપર પગ ચઢાવીને ખાવા ન બેસવું.
૬૨. ખાતાં બચબચ શબ્દ મોઢેથી ન કરો. ૬૩. ખાડાવાળી કે વાંકીચૂંકી ભૂમિ પર બેસીને ન ખાવું. ૬૪. જમતાં ટીંગાવ ન દેવું.
૬૫. માતા કે ઘરની સ્ત્રીઓ વગેરે પ્રીતિવાળાએ રાંધેલું જ જમવું.
૬૬. જે થાળીમાં કોઈ પાપી પુરુષ જમેલ હોય તે પાત્રમાં ઉત્તમ પુરુષે ન ખાવું.
૬૭. ઋતુવતી સ્ત્રી જે પાત્રમાં જમી હોય તે પાત્ર ન લેવું. ૬૮. ગરમ ગરમ વાસણમાં ન જમવું. ૬૯. અજાણ્યા પાત્રમાં ન ખાવું.
૭૦. ગાય કે ઘડાએ કે કૂતરા વગેરે જાનવોએ ચાટયું કે સુંધ્યું હોય કે પંખી વગેરેએ ચા કે બોટયું હોય તેવા પાત્રમાં ન ખાવું.
૭૧. જમણી નાસિકા વહેતી હોય ત્યારે જમવું.
૭૨, અતિ ખાટું, અતિ ખાટું, અતિ ઊનું ન ખાવું. અતિ ખારું ખાવાથી શરીરને હાનિ થાય છે.
૭૩. શાક ઘણું ન ખાવું, તેમ જ શાક વિના પણ ન ખાવું.
૭૪. દૂધ બને તેટલું વધારે ખાવું અને ચેખા જૂના ખાવા તેથી શરીરમાં તેજ વધે છે.
૭પ. જમ્યા પછી તરત દોડવું નહિ. વાહનમાં પણ બેસવું નહિ. થોડો વખત ભારે શ્રમ કરવો નહીં.
૭૬. જમી રહ્યા પછી નિર્મળ જળને એક ચળુને કોગળ ગળે ઉતારી જવો. બીજા કોગળા મુખશુદ્ધિ માટે બહાર કરવા.
૭૭, પશુની જેમ નીચું મુખ કરીને પાણી ન પીવું. પીધા પછી પાત્રમાં પાણી વધે છે તે માટલામાં કે બીજા કોઈ કામમાં ન નાખતાં નિર્જીવ જગ્યાએ ઢાળી નાખવું.
૭૮. પાણી ઝાઝું ન પીવું અને પાણીની બોખ માટે ન માંડવી. - ૭૯. ભજન કરી રહ્યા પછી નવકાર ગાવો અને બની શકે તે ચૈત્યવંદન કરવું.
૮૦. ભજન કરી રહ્યા પછી ભીને હાથ બીજા હાથ સાથે ન ઘસાવો, પગે ન ઘસવ, માં સાથે ના લગાડ, પણ ઢીંચાણ સાથે ઘસો.
૮૧, ભોજન કરીને તરત આળસ ન મરડવું.
૮૨. ભોજન કરીને તરત દિશાએ ન જવું. એટલે કે શૌચક્રિયા ન કરવી.
૮૩. ભૂજન કરીને તરત ઉધાડે શરીરે ન બેસવું. ૮૪. ભોજન કરીને તરત સ્નાન પણ ન કરવું.
૮૫. જમ્યા પછી ધીમે ધીમે સો ડગલાં ભરવાં કેમ કે જમીને બેસી રહેવાથી પેટ વધે છે.
૮૬. થોડુંઘણું ચાલ્યા પછી ડાબે પડખે થોડો વખત જાગતાં સૂવું, તે પણ ચીરા ન સૂવું. ચીત્તા સૂવાથી કફ ઉત્પન્ન થાય છેબડખે આવે છે અને ડાબે પડખે સૂવાથી આયુષ્ય વધે છે. આ પ્રમાણે ભેજનવિધિ સમજીને સુજ્ઞ મનુષ્ય તનુસાર યથાશકિત અવશ્ય વર્તવું. - ૮૭. ઉત્તમ પુરુષે સાધુની જેમ ભોજન કરવું એટલે કે સાધુની જેમ પેટ સહેજ ઊણું રાખીને જમવું તથા જમતી વખતે ભોજનને વખાણવું કે વખોડવું નહીં. [ષભદાસે આ રાસ પદ્યમાં લખ્યો છે. એના ઉપરથી ગદ્યમાં ભજનવિધિના આ નિયમો આપ્યા છે. કવિની ભાષા કેવી હતી તે નીચેની એમની પંકિતઓ ઉપરથી જોઈ શકાશે :
તરસ્યો જિમે તો ગોલ વાય, ટાઢ જિમે તે હોયે વાય; લઘુશંકાએ પાણી પીએ, ભગંદર રોગ તે અંગે લિયે અજીર્ણ માંહે ભેજન જેહ, વિષ સમાન નર કહિયે તેહ, વળી પરોઢિયે, સંધ્યાકાળ, રાતે જમે તે મૂરખ બાલ. અતિ ઊનું તે બલને હરે, અતિ ટાઢું તે વાયુ કરે. ખારું ખાટું તેજ અવગણે, અતિ કામી જીવિતને હાણે.]