________________
તા. ૧૬-૭-૮૨
સધના કાર્યાલય મંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠની S. E. . તરીકે થયેલી નિમણૂ`ક
સંઘના કાર્યાલયમંત્રી શ્રી શાંતિલાલ ટી. શેઠની મહારાષ્ટ્ર સરકારે એસ.ઈ.એમ. તરીકે નિમણુંક કરી છે તેથી અમે હર્ષ અનુભવીએ છીએ.
તા. ૧૦૭-૮૨ના રોજ મળેલી સંઘની કાર્યવાહક સમિતિમાં આ અંગે ખુશી વ્યકત કરવામાં આવી હતી અને ડૅ. રમણલાલ સી. શાહ તથા શ્રી ગણપતભાઈ ઝવેરીએ શાન્તિભાઈની કાર્યનિષ્ઠા માટે તેમની પ્રસંશા કરી હતી, જેને સૌ સભ્યોએ વધાવી લીધી હતી. સંઘના કાર્યાલયમાં કામ કરતાં કરતાં પણ સેવાની ધગશ અને ભાવનાથી ભિન્ન ભિન્ન સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને કામની સૂઝ અને દષ્ટિથી સામાજિક ક્ષેત્રે તેઓ ઉપયોગી થતા રહ્યા છે. જેમ કે:
* ૧૯૩૭-૩૮ના રાજકોટના સત્યાગ્રહમાં તેમની નાની ઉંમરમાં પણ તેઓએ છ માસ સુધી એટલે કે લડતના અંત સુધી–સેવા
આપેલી.
* જૈન સોશ્યલ ગ્રુપ-મલાડની સ્થાપનામાં તેઓએ અગ્રીમ ફાળો આપ્યો હતો અને તેના સ્થાપનાકાળથી પાંચ વર્ષ સુધી મંત્રી તરીકે કામ કર્યું અને હાલ તેઓ ગ્રુપના ઉપપ્રમુખનો હાદો ધરાવે છે.
* મલાડના ઝાલાવાડી સ્થાનકવાસી મિત્રમંડળના બે વર્ષ સુધી તેઓ મંત્રી હતા – હાલ કમિટીના સભ્ય છે.
મલાડની મહિલા કોલેજની કમિટીના સભ્ય છે.
軍
#
છે.
તાજેતરમાં, બે વર્ષથી શરૂ થયેલ શ્રી ચીમનલાલ દવે એક્યુ પ્રેશર ફાઉન્ડેશન—જેની છ શાખા મુંબઈમાં અને એક શાખા સુરતમાં ચાલે છે તેની એડવાઈઝરી કમિટીમાં પણ તે ફાધર વાલેસના લખાણોથી પ્રભાવિત થઈને તેમના પુસ્તકો અડધી કિંમતે વેચવાને લગતી તેમણે યોજના ઘડી અને બે વર્ષના ટૂંકા ગાળામાં તેમણે ફાધરના ૧૦,૦૦૦ દસ હજાર પુસ્તકોનું વેચાણ કરીને એક વિક્રમ સ્થાપ્યો.
જૈન સાશ્યલ ગ્રુપ ફેડરેશનની માસીક પત્રિકા “મંગલયાત્રા”નું સહતંત્રીપદ પણ છેલ્લા બે વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. તેઓ એક સારા ચર્ચાપત્રી અને ઉગતા લેખક પણ છે. .
સંઘની બધી જ પ્રવૃત્તિઓમાં જેવી કે, પર્યુષણ વ્યાખ્યાનમાળા, “પ્રબુદ્ધ જીવન”, નાનીમેટટી સભા, આજીવન સભ્યો તેમ જ પેટ્રન સભ્યો બનાવવા-આ રીતે સંધની દરેક પ્રવૃત્તિનો વ્યાપ વધારવામાં હંમેશા તેઓ સક્રીય રીતે રસ ધરાવતા રહ્યા છે અને રાત-દિવસ શેયા વિના સમયના ભાગ આપતા રહ્યા છે તેના અમે સાક્ષી છીએ. તેમના અણુએઅણુમાં સંઘના કોયના અને વિકાસના સ્પંદના કાયમ ચાલતા જોવા મળે-સંઘ માટેની તેમની આત્મીયતા અદ્ભૂત કહી શકાય એવી છે. આ રીતે સંઘના કાર્યોના વ્યાપ વધાર વામાં તેઓ હંમેશા સક્રિય રહ્યા છે. એકયુપ્રેસરની પ્રવૃત્તિ તેમના કારણે જ આપણે શરૂ કરી શકયા એમ કહેવામાં જરા પણ અતિશયોકિત થતી નથી.
આવી તેમની અનેકવિધ સેવાઓની કદર કરીને મહારાષ્ટ્ર સરકારે તેમને એસ. ઈ. એમ. તરીકે નિયુકત કર્યા છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રભુ જીવન
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
8
7
પૂજય સાધ્વીશ્રી ધર્મશીલાજી પૂજય મુનિશ્રી વાત્સલ્યદીપ પૂજ્ય મોરારીબાપુ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ શ્રી કિરણભાઈ
ડૉ. રમણલાલ સી. શાહ
શ્રી શશિકાન્તભાઈ મહેતા શ્રીમતી ધૈર્યબાળા વારા
આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘઆયોજિત આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું, રવિવાર તા. ૧૫-૮-૮૨ થી સોમવાર તા. ૨૩-૮-૮૨ સુધી બિરલા ક્રીડા કેન્દ્રમાં આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નીચે મુજબ વ્યાખ્યાનક્કી થયા છે.
તા
૫૩
શ્રી કુમારપાળ દેસાઈ પ્રો. તારાબહેન. શાહ ડૉ. નરેન્દ્ર ભાનાવત ડૉ. કાન્તિલાલ કાલાણી ફ્રાંી શૈલેષભાઈ શ્રી . વસંતભાઈ ખાખાણી
મહાદેવિયા
શ્રી કૃષ્ણકાન્ત મહેતા જસ્ટિસ ધર્માધિકારી
ડૉ. સુરેશ દલાલ
શ્રી અશોકકુમાર વ્યાખ્યાતાઓની તારીખ તેમ જ વિષયો સાથેના સમગ્ર પ્રોગ્રામ આગામી અંકમાં પ્રગટ કરવામાં આવશે.
ચીમનલાલ જે. શાહ કે. પી. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
* . શાકપ્રસ્તાવ
*
સંઘની તા. ૧૮-૭-૮૨ના રોજ મળેલી કાર્યવાહક સમિતિમાં નીચે પ્રમાણેના ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. “સંઘના કાર્યાલય સાથે છેલ્લા સાત વર્ષથી સંકળાયેલાં અને
શ્રી મણીલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અનેં પુસ્તકાલયના લાઈબ્રેરિયન તરીકે સેવા આપી રહેલા શ્રીમતી રાજુલબહેન જોષીનું ટૂંકી માંદગી બાદ તા. ૯-૭-૮૨ ના રોજ ૨૯ વર્ષની નાની.. ઉમરે દુ:ખદ અવસાન થયું. એથી આ સભા આંધાત અનુભવે છે. કાર્યાલય સાથે ઓતપ્રોત થઈને નિષ્ઠા અને આત્મીયતાપૂર્વક કામ કરવાની એમની પદ્ધતિથી સૌ કોઈના મનમાં એમના પ્રતિ આદરની લાગણી તેમણે જન્માવી હતી. વાલ્વના સફળ ઓપરેશન બાદ અચાનક તબિયત લથડતાં એમનું અકાળ અવસાન થયું. તેમના કુટુંબીજનો પર આવીપડેલાં દુ:ખમાં સહભાગી થતા આ સભા શોકની લાગણી વ્યકત કરે છે અને તેમના આત્માને પરમ શાન્તિ મળે એવી પ્રાર્થના કરે છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
શ્રી ચીમનલાલ જે. શાહ તથા શ્રી રિભાઇને અભિનંદન
સંઘના મંત્રી અને અમારા સાથી શ્રી ચીમનલાલ જે. શાહ અને વ્યવસ્થાપક સમિતિના સભ્ય તેમજ બૃહદ મુંબઈ મહાનગરપાલિકાના ઘાટકોપર વિભાગના કોર્પોરેટર શ્રી હરિભાઈ ગુલાબચંદ શાહને મહારાષ્ટ્ર સરકારે એસ. ઈ. એમ. તરીકે પુન: નિયુકત કર્યા છે. એ બન્ને સાથીઓને અભિનંદન આપતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી ચીમનલાલ જે. શાહ સંઘ ઉપરાંત જૈન સાશ્યલ ગ્રુપ, સુમંગલમ, સ્તંભરા વિદ્યાીંઠ અને બેન્ક ઑફ પ્લેઝર વગેરે અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાલાં છે. એ જ રીતે શ્રી હરિભાઈ પણ ઘાટકોપરની એચ. જે. દોશી સાર્વજનિક હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. આ બન્નેનું મહારાષ્ટ્ર સરકારે સાર્વજનિક રોવાનું બહુમાન કર્યું છે એમાં અમે અમારો સૂર પ્રાવીએ છીએ. – તંત્રી