________________
તા. ૧૬-૧-૮૨
હાય અથવા વધારાના જજ તરીકે નિમણૂંક થાય ત્યારે કાયમ થવા વિશે શંકા હોય તો જ થવાનું કોને મન થાય ?
પ્રબુદ્ધ જીવન
મારે એટલું ઉમેરવું જોઇએ કે શ્રી સીરવાઇ આ ચુકાદા વિષે એટલા નિરાશ નથી. મને તેમણે કહ્યું અને તેઓ આ ૧૫૦૦ વાંચી ગયા છે—કે અંતિમ નિર્ણય સરકારની તરફેણમાં હાવ છતાં, જજોએ ભવિષ્ય માટે માર્ગદર્શક સૂચનાઓ આપી છે કે જેથી આવી સત્તાનો દુરૂપયોગ ન થાય. સરકાર આ સૂચનાઓનું પાલન કરે અને જે ભાવથી તે સૂચનાઓ અપાઇ છે તેનું હાર્દ જાળવી રાખે તો બહુ હાનિ થવા સંભવ નથી. મિ. સીરવાઇ આ વિષયે રોટરી કલબ સમા એક પ્રવચન કરવાના છે જ્યારે તેમના અભિપ્રાય સમજાવશે.
આપણે આશા રાખીએ કે શ્રી સીરવાઇના આશાવાદ સફળ
થાય.
પણ સુપ્રીમ કોર્ટના જજોના વિભાજીત મતોની પરંપરા અત્યારે છે તેમ ચાલુ રહે તો જરૂર ચિન્તાનું કારણ છે.
આ ચુકાદામાં એક આશા-કિરણ છે. રિટ અરજીઓ મી. તારકુંડે અને બીજા વકીલોએ કરી હતી. સરકારની દલીલ હતી કે તેમને આ બાબતમાં અંગત રીતે કાંઇ લાગતુંવળગતું નથી અને તેથી રિટ અરજી કરવાનો તેમને અધિકાર નથી. સાતે જજોએ ઠરાવ્યું છે કે જાહેર હિતમાં કોઈ પણ નાગરિક સુપ્રીમ કોર્ટને અરજી કરી શકે છે. આમજનતાના પ્રશ્નોની લડત માટે સેવાભાવી વ્યકિત કે સંસ્થા માટે કોર્ટના દ્વાર ખુલ્લા રહે છે.
નમસ્કાર મહામંત્રની આરાધના
ન સેશ્યલ ગ્રુપ મુંબઈએ–જૈન સમાજના જૈન યુગલાનું સત્તર વર્ષોથી સતત આકર્ષણ જાળવી રાખ્યું છે. અલબત્ત સ્થળ અને કાર્યશકિતની મર્યાદાને ધ્યાનમાં લેતાં ગ્રૂપે સભ્યસંખ્યા મર્યાદિત રાખી છે પરંતુ, આ માટે હવે વિવિધ વિસ્તારમાં અન્ય શાખાઓ ઊભી થઈ છે. પહેલી જાન્યુઆરીએ જૈન સાશ્યલ ગ્રુપ મુંબઈએ અઢારમાં વર્ષમાં પ્રવેશ કર્યો અને આ ગ્રૂપનો ૧૯૮૨ના વર્ષના પ્રથમ મંગલ કાર્યક્રમ રવિવાર તા. ૩જીની સુંદર સવારે “નમસ્કાર મહામંત્રની આરાધના”ના એક અમિનવ અને અદ્રિતીય કાર્યક્રમ બિરલા ક્રીડા કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો,
આ કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે આ કાર્યક્રમ બરાબર સાડાત્રણ કલાક ચાલ્યો, પાંચસો ભાઈબહેનોએ શાંતિથી એક ધ્યાનથી રસપૂર્વક માણ્યો. આ કાર્યક્રમમાં શ્રી બંસીભાઈનાં (સંગીતમય સ્તવના) શ્રી શશીકાંત માઈનું શ્રાદ્ધાયુક્ત પ્રવચન, ડૉ. રમણભાઈનું શુદ્ધ તર્કયુક્ત પ્રવચન અને શ્રી ચીમનલાલ ચકુભાઈનું દૃષ્ટાભાવથી ભરેલું સ્વાનુભવયુકત ‘સમાપન' સૌના ચિત્તને સ્પર્શી ગયા.
મહામંત્ર નવકાર મંત્ર વિશે શ્રી શશીકાંતભાઈએ એમની ઊંડી શ્રદ્ધા સાથે કહ્યું “નવકાર મંત્ર એ પારસમણી છે. કલ્પવૃક્ષ છે. મંત્રાધિરાજ છે, જૈનાની ગળથૂથીમાં નમસ્કાર મંત્ર પડેલા છે. આ મંત્રદ્રારા અહંકાર અને મોહનો નાશ થાય છે, નમસ્કારના સ્થાઈભાવ કરુણા છે- શરણાગતિને છે. આ મંત્ર દ્વારા બાહ્યમાંથી અત્યંતર તળમાં જવાનું છે. નવકાર મંત્ર ઉર્વીકરણ માટે છે. નમસ્કાર મહામંત્ર કેટલીવાર કરતાં કેવી રીતે કરાય છે એનું મહત્ત્વ છે. આપ અસિઁહનનું રટણ કરવાનું છે. પંચ મહાવ્રતધારી સાધુ જેવી પ્રવૃત્તિ કરવી છે. પંચ પરમેષ્ટિ સાથે અનુસંધાન કરવાનું છે. આખું વિશ્વતંત્ર પરમાત્માને આધિન છે. પરમાત્માએ આ જગતમાંથી રાજીનામું નથી આપ્યું. માામાં જવું સહેલું છે. સંસારમાં રહેવું મુશ્કેલ છે.
૭૫
મૈત્રીભાવની પ્રાપ્તિ એ જ ધર્મનું મૂળ છે. આપણે બુદ્ધિજીવી નહીં પણ પ્રભુજીવી થવાનું છે. જૈન ધર્મમાં ગુણાપાસનાનું વધુ મહત્ત્વ છે, અનુષ્ઠાનોનું નહીં, જીવનની સંધ્યાકાળે આપણા સૌના જીવનમાં સમજદારીનો સુરજ ઊગે,આપણે સૌ પ્રભુને ચરણે જઈએ કારણ એ જ પૂર્ણ છે આપણે તો શૂન્ય છીએ.”
ડો. રમણલાલ શાહે કહ્યું, “નવકાર મંત્ર એ શ્રાદ્ધાનું ક્ષેત્ર છે. આપણે સૌએ અંધશ્રાદ્ધાન રાખવી પણ શ્રદ્ધા જરૂર રાખવી. નવકાર મંત્ર એ નવપદોનું બનેલું છે. એ અનાદિ સિદ્ધ મંત્ર છે. સર્વકાલિન છે, સર્વવ્યાપક છે, સર્વશ્રેષ્ઠ છે તેમ છતાં એ સર્વસુલભ અને સરળ છે. નવકારનંત્ર ગમે તે માણસ, ગમે ત્યારે, ગમે તે સ્થિતિમાં બેબલી શકે છે, જપી શકે છે. આMost Democratic મંત્ર છે. આ મંત્રમાં અર્ચિત્યશકિત છે, એ માત્ર જૈન ધર્મનું સૂત્ર નથી, એ સર્વમાન્ય અને વિશ્વમંત્ર છે, એના પઠનમાં કોઈ વિધિ વિધાન નથી. એક વખત નવકારમંત્રનું એકાગ્રતાપૂર્વક જાપ ય તો મોક્ષગતિ મળે છે.
to
નવકાર મંત્રના પ્રથમાક્ષર ‘નમા’ એટલે વંદન, એ બાલવા માત્રથી અહંનો નાશ થાય છે. નમન કરવાથી સામી વ્યકિતના ગુણા આપણને પ્રાપ્ત થાય છે. નમન કરવાથી ચારે કાયરહિત થવાય છે.
બંને પ્રવચનોના ઉપસંહાર કરતા શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કહ્યું :
આજના બંને પ્રવચનો ખૂબ માહિતીપૂર્ણ અને હૃદયસ્પર્શી રહ્યા. બંને વકતાએ આ વિષયના અધિકારી વકતાઓ છે. નવકારમંત્ર ઉપર આવી વિશદ સમજણ કોઈ સાધુ સાધ્વી પાસે મનેહજ સુધી મળી નથી. આ કાર્યક્રમનું આયોજન કરીને જૈન સોશ્યલ ગ્રુપ
મારા સ્વાનુભવની વાત કરું તો મને કોઈ જાપ-સ્વાધ્યાય-યાનસ્પર્શતા નથી. હું ધાર્મિક નથી પરંતુ નૈતિક છું. મને શદ્ધા નથી માટે જે પૂપાઠ કરે છે, ઉપાશ્રયે મંદિરે જાય છે એ ખોટું કરે છે એમ હું કહેતા નથી. વર્ષોથી જે ચાલે છે એ ખાટુ કેમ હોઈ શકે? જે ચાલે છે એનાથી વધુ સારું જે આપણે ન આપી શકીએ ! આ છોડવાનો આપણને અધિકાર નથી. આજે મને પારાવાર દ્ ભૂત અનુભવ થયો છે.”
આમ નમસ્કાર મહામંત્રની આરાધનામાં પ્રવચન, પ્રશ્નોત્તરી અને પ્રેક્ષાધ્યાન-પાન વાતાવરણ જન્માવી ગયા.
~~ સ`કલન : ચીમનલાલ જે. શાહુ
ગાંધી નિર્વાણદિન નિમિત્તે ગાંધીજી વિષે બે વ્યાખ્યાના વકતા : શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિષય : “ ગાંધીજીનું વિરાટ વ્યકિતત્ત્વ ” સમય : શુક્રવાર તા. ૨૯-૧-’૮૨ સાંજના ૬-૦૦ સમય: શનિવાર : તા. ૩૦-૧-’૮૨ સાંજના ૫-૩૦ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ,
ફાધરનું એક વ્યાખ્યાન વકતા : ફાધર વાલેસ
વિષય : ઔપચારિકતા અને આત્મીયતા રથળ : બિરલા ક્રીડા કેન્દ્ર – ચોપાટી
દિવસ : રવિવાર, તા. ૨૮ ફેબ્રુઆરી ’૮૨ સમય : સવારના : ૯-૩૦ વાગ્યે