SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (8) . ૬ [૫] નકશા ફરિયાદી હૈ, કિસકી શોખિ-એ-તહરીરકા ! કાઝી હૈં ઔરહન, હર પૈકર-એ-તસ્વીરકા. ચિત્ર કોની લખાવટ, કોની રેખાઓની સુંદરતા કે બંકિમતા સામે ફરિયાદ કરે છે? પ્રત્યેક ચિત્રના આકાર પર કાગળનું જ પહેરણ હોય છે. પ્રબુદ્ધ જીવન ગા લિ મની [] હરીન્દ્ર દવે કૃ ઈરાનમાં બાદશાહના દરબારમાં ફરિયાદ કરવા આવનારાએ કાગળનાં વસ્ત્ર પહેરવાં પડતાં. કાગળ પર દોરેલી તરાવીરમાં જે કોઈ આકાર હાય એનું પહેરણ તે કાગળનું જ હોય. તસવીરમાંની તિનાં ‘કાગઝી પેરહન’ને જોઈ કવિને થાય છે કે આ ચિત્ર ફરિયાદી તરીકે હાજર થયું છે. એ ચિત્ર ફરિયાદ કોની કરે છે? જે રળિયામણી, બંકિમરેખાઓથી એ દોરાયું છે એની જ ... એ ફરિયાદ છે? કે પછી કોઈ બંકિમ પાર્થિવ સૌંદર્ય દ્રારા ગુજારાતા હસીન સિતમની આ ફરિયાદ છે કવિ પ્રશ્ન પૂછીને અટકી ગયા છે. જવાબ આપવા નથી રોકાયા, 典 આયા. જરાકૃત તોઅફી, અલ્માસ અદ્ભુગાં, દાગ-એ-જિગર હદિયા, મુબારકબાદ અસદ, ગમખ્વાર-એ-જાન-એ-દર્દમન્દ જખમ નજરાણુ છે. હૃદયને કાપે એવા હીરો તારો ઉપહાર છે : ગિરના દાગ એ તારી ભેટ છે: ગાલિબ, મુબારક હો, દુ:ખી પ્રાણના દુ:ખ પ્રત્યે સમભાવ રાખનારો કોઈક તો આવ્યા, દુ:ખ માટે, દર્દમન્દ માટે સમભાવ. રાખવાને બદલા શું મળે? જખમ, કાપ અને દાગ, ‘અસદ’ ગાલિબનું પહેલાંનું ઉપનામ છે. એ પાતાને જ મુબારક આપતા કહે છે: તારા જેવા દર્દમદના જાન માટે ગમખ્વાર એવા માણસ આવ્યો. એને મુબારકબાદ આપવાની સાથે નજરપણુ’, ઉપહાર, ભેટ, બધું જ અપાય છે.. કવિને મન આ જખમની ભેટનો જ મહિમા છે. લેતા હું મકતબ-એ-ગમ-એ-દિલમે રાબક હનાજ, - લકિન યહી કિ,રફત ગયા, ઔર બૂદ થા. હું દિલના દુ:ખાની શાળામાં હજી તે પાઠ ભણું છું, પણ પાર્ટ તે આટલા જ છે: રત એટલે ‘ગયું’અને બૂદ એટલે “હ” ! એમ છે. ગાલિબના એક શેરમાં આપણે જોઈ ગયા કે દુ:ખના પ્રવાહ હવે ‘ગાલિબ’ નહીં હોય ત્યારે ત્યાં જશે, એવી ચિંતા હતી. આમ છતાં કવિ કહે છે : હું તો હજી દુ:ખાની શાળામાં પહેલા પાઠ ભણ છું: એ પાઠ માત્ર ફારસી ભાષાના બે શબ્દોથી બનેલા છે: ‘ગયું’ અને ‘હતું’, રફત (ગયું) તથા બૂદ (હતું) એ અર્થ સમજવા એટલે અલિફ બે શીખવા જેટલું જ છે. કશુંક વીતી ગયું છે. કશુંક હવે‘હતું’એમ જ કહેવું પડે * હજી તો દુ:ખની શાળાના પ્રથમ બે અક્ષર શીખું છું અને આવી પારાવાર વેદના આવી મળી છે, તે આગળ ભણવાનું આવશે ત્યારે શું થશે? મેરે દિલમે” હું ‘ગાલિબ' શાક-એ-વસ્લ આર શિકવ-એ-હિજરાં, ખુદા વર્ષ દિન કરે, જો ઉસસે મૈં યહ ભી કહ્યું, વહ ભી. મારા હૃદયમાં મિલનની પ્રસન્નતા પણ છે: વિરહની ફરિયાદ પણ; એવા સમય આવે કે હું એમને આ પ્રસન્નતાની વાત કરું; આ ફરિયાદ પણ કરું. પ્રત્યેક વ્યકિતના હૃદયમાં આ બે લાગણીઓ હમેશાં સમાઈ હાય છે: સુખ અને દુ:ખ એ બંને લાગણી સૌ કોઈના હૃદયમાં હાવા છતાં એ બંને વચ્ચેની સમતુલા કોઈક વિરલા જ જાળવી શકે છે. ફૂ લ પાં ખડી તા. ૧૭– ૮૨ હૃદયમાં મિલનની પ્રસન્નતા હોય એ પણ કહેવી જોઈએ. મિલનની પ્રસન્નતાની વાત કહેનાર એ વિરહની ફરિયાદ કરે ત્યારે એમાં આરત પ્રકટ્યા વિના ન રહે. જિક મેરા બ-બદી ભી, ઉસે મંજૂર નહીં, ગૈરકી બાત બિગડ જાય, તે કછ દૂર નહીં. બુરાઈ કરવાના નિમિત્તો પણ મારો ઉલ્લેખ એમને ગમતા નથી; મારી બુરાઈ કરવાથી એ રાજી થશે એવી કલ્પના કરી મારો હરીફ એમની આગળ ગમે તેમ બોલી રહ્યો છે- પણ એની બાજી બગડી જાય તો કંઈ નવાઈ નહીં. કારણ કે મારું નામ સાંભળતાં જ એ ભડકી ઊઠશે અને મારા પ્રતિસ્પર્ધી પર પણ એ ખફા થઈ જશે. વિએ આ જગતમાં અન્યની બુરાઈ કશને પાતાનું સ્થાન નક્કી કરનારાઓ પર ગજબના કટાક્ષ કર્યા છે આવા માણસે આખરે તો કોઈ સ્થાન મેળવી જ શકતા નથી. ૦ ' O . કમ નહીં વહ ભી ખરાબી મેં, પ’ ઘુસત માલુમ, દશ્તમે, હું મુઝે વહુ ઐશ, કિ ઘર યાદ નહીં. ઘર પણ આમ તો આ રણ જેવું જ વેરાન છે; છતાં રણની વિશાળતામાં મને ઘર યાદ આવતું નથી. ઘરને દીવાલોની મર્યાદા છે – રણને નથી. કવિ અહીં વ્યથાના વિસ્તારની વાત કરે છે. માણસ પેાતાની જ વ્યથામાં રત રહે તો એનાં ખટકો રહે છે: પણ આ જગતમાં અંગત વ્યથાથી પર પણ બીજી વ્યથા છે-એ વ્યથાના પારાવારમાં એ જો રમમાણ બનેં તો પાતાની અંગત વ્યથાનો ખટકો ચાલ્યા જાય. ‘ગમે યારાં’ (પ્રિયતમાનું દુ:ખ તથા ‘ગમે દોરાં’ (જમાનાનું દુ:ખ)ની વાત ઉર્દૂ કવિતામાં વારવાર આવે છે. અહેલે બોનિશકો, હૈ તૂફાને હવાદિસ, મકતબ, • લતમો—મોજ, કમ જ સેલિ–એ–ઉસ્તાદ, નહીં. કવિ અહીં જુદા જ પ્રકારના ઉપકને આકાય લે છે. આપણે ત્યાં કહેવત છે. સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ’ અને એ જ રીતે આ સંકટોનો જુવાળ આપા પર ધસી આવે ત્યા૨ે તત્ત્વદર્શકો તો એને નિશાળ જેવા ગણે છે. નિશાળમાં જેમ ગુરુનો માર ખાવાથી આપણી બુદ્ધિ ઊઘડે છે- એમ જીવનની પાઠ શાળામાં પણ સંકટો રૂપી તમાચા ઝીલીને જ માણસની સાન ઠેકાણે આવે છે. સંસાર-સાગરમાં જે સંકટોના મોજાએ માણરાને વાગે છે એ ગુરુજીના તમાચાથી ઓછા ઉપયોગી નથી, માત્ર એ સંકટના મેાજાઓ ઝીલ્યા પછી સહાય આક્રોશ પ્રગટ કરવાને બદલે એ મેાજાનું તથા આસપાસની દુનિયાનું ભીતર સમજવું જોઈએ. આગહી દામે શુનીદન જિસ કદર ચાહે બિછાય, મુ અન્હા હૈ અપને આલમે તકરીરકા. કવિતા બુદ્ધિથી નહીં, હૃદયથી જ ગ્રહી શકાય છે. મસ્તિષ્કમાં ચાલતા અનેક અર્થના જગત સામે હૃદયનું એક સ્પંદન બસ થઈ પડે છે. કવિ અહીં આ જ વાત કહે છે: જ્ઞાન અને શ્રુતિની જાળ તમે ગમે તેટલી બિછાવેા, પણ મારી વાતોની દુનિયાના જે મર્મ છે એ તો અન્કા પંખી જેવા છે. કા એ કાલ્પનિક પંખી છે. એ જાળમાં પકડાઈ ન શકે. તમે કલ્પનામાં એ પંખીની પ્રતીતિ કરી શકો, પણ એને જાળમાં પકડી ન શકો. સાચે જ, દુનિયાની શ્રોષ્ઠ કવિતાનું આ અન્ક પંખી જેવું જ છે: એ વિતંડાવાદની જાળમાં પકડાતું નથી, પણ હૃદય દ્રારા એને સમજી શકાય છે. ખાલિક શ્રી મુંબઈ. જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : સી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪૦ ૦૪, ૩. : ૩૫૨૯૬: મુદ્રણસ્થાન: ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ-૪૦૦ ૦૦૧.
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy