SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૨ વધારતા જાય છે. સમય ન પાળી શકે ત્યારે એક પ્રકારની નાસીપાસી થાય છે. તેણે વધુને વધુ કંઇક કરવું હોય છે. કોઇ પડકારને ઝીલવાનું કે તેના કંટાળાને મારવા તે અનેક કાર્યક્રમા કે કાર્યો હાથ ધરી લે છે. એ પત્રિકામાં ટ્રોન, બસ, ટેકસ, પેાતાના ડ્રાઇવર, રાજ સરકારી નકર કે બીજા લોકો થોડોક વિલંબ કરે ત્યાં તેના પિત્તો જાય છે. પોતે જેટલી ઉતાવળમાં હોય છે તેટલી જ ઉતાવળ બીજા કેમ કરતા નથી તે વાતના તેને ગુસ્સા હોય છે. આમ સમયના મારેલા માણસ આખો દિવસ ગુસ્સામાં રહે છે. સમયનું મૂલ્ય બધાને જ હોય છે. પણ એ સમયની સાથે તાલમેલ કરવા માટેની સૌની પદ્ધતિ સ્વભાવ પ્રમાણે ઘડાય છે. છાપાઓમાં અમુક સમાચારો કે અહેવાલા પહેોંચાડવાની ડેડલાઇન હોય છે. એટલે કે અમુક સમય સુધીમાં જ બધું પૂરું કરવાનું હોય છે. આ ડેડલાઇનનો હાઉ દરેક ક્ષેત્રે છે. કારખાનાવાળાએ અમુક ડેડલાઇન સુધીમાં માલની ડિલિવરી આપવાની હોય છે. વિદેશની નિાસની વર્દીમાં પણ જે લેટર ઓફ ક્રેડિટ (વિદેશી ભરણાની ખાતરી આપતો દસ્તાÌજી પુત્ર) હોય છે. તેમાં ડેલાઇન હોય છે. અમુક તારીખ સુધીમાં માલની નિકાસ કરવી પડે છે. દરેક ક્ષેત્રે આ ડેડલાઇન છે. એ ડેડલાઇને પહોંચવા માણસ મરતા મરતા જીવે છે. આને કારણે દરેક શહેરી માનવ સાંજ પડયે થાકેલા રહે છે. પ્રભુ જીવન બીજા બાજની તાણ હાય છે તેના કરતા સમયના દબાણની નાગુ નિરાળી હોય છે. ડૉ. ઇ. એમ. ધેરમન કહે છે કે “ટાઇમ સ્ટ્રેઝ હેઝ ઇટ મે ઓન સ્પેશ્યલ મેન્ટલ સપેકટસ. વન ફ્રીસ ડ્રેટ, ટ્રેપ્સ, મીઝરેબલ એન્ડ ઓન હેલ્પલેસ” અર્થાત સમયનું દબાણ અને તાળુ ખાસ પ્રકારની માનસિક સ્થિતિ પેદા કરે છે. તમારે સમયનું પાલન કરવાનું હોય છે પણ બીજા લોકો સમય ન પાળે અને તમે તેને કંઇ ન કરી શકો કે કહી શકો ત્યારે તમે સપડાઇ ગયાનો ભાવાનુભવે છે, તમારી સ્થિતિ દયામણી થાય છે. તમે લાચાર બની જાઓ છે. આવી સ્થિતિને કારણે પછી ગમગીની (ડિપ્રેશન) ને! ભાગ બનવું પડે છે અને તે પછી માનસિક રોગો આવે છે. માણસ કાયમ માટે એ સ્થિતિમાં રહે છે. હૃદયના રોગ થાય છે. ઊંચા દબાણવાળા કામો લાહીનું ઊંચું દબાણ પણ આપે છે. કેટલીક વખત દારૂ કે દવાઓ આ તણાવને કામચલાઉ રીતે દૂર કરે છે પણ એ કામયલાઉ ઉપાયો લાંબે ગાળે પાતે જ સમસ્યારૂપ બને છે. જે વ્યકિત શહેરમાં રહેતી હોય અને સમયના આવા દબાણથી માનસિક રીતે વ્યગ્ર રહેતી હાય તેને ડો. ચૅરમન નીચેના પ્રશ્નો પૂછે છે. ડોકટર કહે છે કે તમારે પાતે જ તમારી જાતને પ્રશ્નો પૂછવા જોઇએ. તમારું પોતાનું મૂલ્યાંકન કરવા તમારે નીચેના પ્રા તમને પૂછવા જૉઇએ : (૧) તમે કોઈ વ્યકિતને મળવા જાઓ ત્યારે થાડી મિનિટોમાં ઘણી બધી વાતો કહી દેવાની ઉતાવળ કરો છે. કર્યાય ભાષણ કરવા જાખો તે ઝટપટ તમારા ભાષણને પૂરું કરો છે? (૨) બીજા લેાકા તેનું ભાષણ જલદીથી પૂરું કરે કે તેની વાત જલદીથી પૂરી કરે તેવી ઉતાવળ કરાવે છેા. (૩) જમતી વખતે વધુ પડતી ઉનાવળ કરો છે! (૪) ‘કયુમાં ઊભા રહેવાના સખત અણગમા છે? (૫) તમને એમ લાગ્યા કરે છે કે કઈ પણ વસ્તુ સમયસર થતી નથી. તમે સ્ટેશને આવે છે ત્યારે જ લોકલ ટ્રેન ઉપડી જાય છે તેવું લાગ્યા કરે છે? (૬) તમારી પાસે સમય હોય તેના કરતાં એક દિવસમાં વધુ કામ હાથમાં લા છે? (૭) ‘સમયને વેડવાનું મને ગપનું નથી' એમ કહ્યા કરો છે? (૮) ઘરનું વાહન હાય કે સઈકજ હોય તેનૈલગમગ રાજ ઝડપથી હાંકો છે. ? જન્મ (૯) એક સાથે ઘણી ચીજો એકદમ કરવા માગે છે ? (૧૦) બીજા લાકા મંદ હોય ત્યારે ગુસ્સા કરી છે? (૧૧) હળવા ફૂલ થવા માટે (રિલેકસ થવા માટે) તમારી પાસે સમય નથી? (૧૨) તમારી આજુબા ના સમુદ્ર, આકાશ, વૃક્ષા કે બીજી ચીજોને મહાવાનો સમય નથી? અને કોઈની સાથે આત્મિયતા બાંધવાના સમય નથી? જો કે આપણામાંના મોટા ભાગના લોકો કાયમ ઉતાવળમાં હોતા નથી. કેટલાક અમુક દિવસ ખૂબ જ ઉતાવળમાં હોય છે અને પછી પાછા આરામમાં પડી જાય છે; પરંતુ ઉપર જે બાર જેટલા પ્રશ્નો તમે તમારી જાતને કરો તે પ્રશ્નોના જવાબ જો માટે ભાગે‘હા ’માં આવે તે જાણવું કે તમારા ઉપર કામના વધુ પડતો બોજો છે અને ટૂંક સમયમાં તમે શારીરિક કે માનસિક વ્યાધિના ભોગ બનવાના છે. વધુ પડતી ભાગદોડ તાણ અને રોગ પેદા કરે છે. શરદી, દમ, છાતીના દુ:ખાવો, ઊંચું લોહીનું દબાણ, પીઠનું દર્દ અને ગરદનના દુ:ખાવ! આ બધા દર્દી સમયની ભાગદોડવાળાને થઈ શકે છે. બહુ ટૂંકા સમયમાં વધુ પડતું કામ કરનારાને આવા દર્દીની ભેટ મળે છે, તેમ ડો, ધેરમન કહે છે: જીવનની ઝડપ સાથે અમુક આરામનો સમય પણ માનવી એ કાતરી લેવો જોઈએ. જો આમ થાય તે અત્યંત ઝડપી જીવનમાં પણ સ્વસ્થતાથી જીવી શકાય છે. ડો. ધેરમન આ આરામના ગાળાને “કેમ્ફર્ટ ઝાન” કહે છે. ભાગદોડવાળા માણસોએ આખા દિવસમાં બે-ત્રણ ‘કમ્ફર્ટ ઝોન’ અનામત રાખવા જોઈએ. આપણે જેટા આધુનિક બનીએ તેટા આપણે આપણી લાગણીઓ ઉપર મર્યાદા મૂકીએ છીએ. જયારે માનવીને લાગણી વ્યકત કરવાના સમય ન મળે ત્યારે જ ત ઊભી થાય છે. સતત ભાગદોડમાં રહેનાર માણસ તેની લાગણીએ સરસ રીતે વ્યક્ત કરી શકતા નથી. તેથી તેના મિત્રા પણ ઓછા હોય છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં અધૂરું રહેલું કામ કે અડધેથી છેાડાયેલું કામ માણસને બહુ જ ડરાવે છે. જેટલા કામેા અધૂરા હોય તેટલી તમારી નાસીપાસી વધે છે. ભલે અધૂરાં કામે વ્યકિતગત રીતે ખુલ્લૂક હોય પણ તેના સરવાળા તમને ડરાવે છે. ઈ અને મોટા શહેરોમાં માનવીન નિરાંત નથી કારણ કે તેની સામે પૂરા કરેલાં કાર્યો કરતાં મુલતવી રાખેલાં અધૂરા છેડેગ કામેોનો મોટો ગૂંજ હોય છે. જે માણસને અધૂર્ત કામે છેડવાના સ્વપાવ નથી તે જ શહેરમાં જંગ જીતી જાય છે. કાં તો તે કેમ પૂરા કરવા અગર તો તે અધૂરાં કામ ને દરિયામાં ફેકીને આગળ વધવું. તે જ આ અધૂરાં કામના દબાણ અને ત્રાસ છૂટી શકે. ઘણા લોકો વધુ પડતી ફરજો અને મિત્રોએ આપેલા કામ હાથમાં લે છે. તેમાં સપડાઈ જાય છે અને પછી એ કામ ન કર્યાના અપરાધડાવ અનુભવ્યા કરું છે. ડો. પૅરત્રન કહે છે કે “જીવનની ઝડપને તમે તમારા ક વ્હેન સાથે બરાબર મેળ બેસાડીને નક્કી કરો. એમ કરશો તા ઉત્પાદકતા વધશે અને આરોગ્ય વાશે.” જીવનની ઝડપ ઉપર નિયમન રાખતર્ક તમારું શીખવું જ પડશે...... તમારું રોજ સાંજે નિરીક્ષણ કરતું પડશે. તમારો સમય એ તમારો છે કે એ બધા સમય બીજા બધા માટે જ હોય છે. જો ૨૪ કાકના સમયમાંથી મોટા ભાગનો સમય એ તમારો સમય નહીં હોય તે તમારે તે વાતને સુધારી લેવી પડશે... આધુનિક ગૃતની જે તાકીદા છે તે તાકીદ્દ ત્રાસ ગુજારનાર છે. તમારે દરેક કામની અગ્રતાને નક્કી કરવી જોઈએ. નકામા કામેાને રદ કરવા જોઈએ. તમારે ‘ ના ’ પાડતા પણ શીખવું ૉઈએ. જો તમે ના પાડના શીખી જાઓ તો અડધ જંગ જીતી જાઓ છે! કારણ કે તમે વન ઉપરવટ કામ માથે લ છે ત્યારે તમે એક ગુઝામ બની જાએ છે અને પછી તમારી નીચેના માસાને પણ ગુામ બનાવા છે. તમે હંમેશા વધુ પડતા હાથ ધરા કામને પૂરું કરવા આતુર ો છેા. તે માટે બીજાને પણ તગડો છે તમારું ઘડિયાળની દયા ઉપર જીવવું ને જોઈએ. તમારા ભવિષ્યને ઘડવા માટે સમય સાથે કેમ કામ લેવું તે તમારૂં શીખવું જોઈએ.” (પુસ્તકનું નામ:-ટ્રેસ એન્ડ બોટમ લાઈન-એ ગાઈડ પર્સનલ વે બીઈંગ. લેખક, ડૉ. ઈ. એ. ધેરમન પ્રકાશક : અમેરિકન મેર્નમેન્ટ એઝાકિયેશન્સ – ન્યુયાર્ક .) 7
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy