________________
૪૪
પ્રબુદ્ધ જીવન
ધસી આવતા દાવાનળમાં ભરાઈ જશે.
આપણે રાજા, વેપારી, ખેડૂત, કામદાર વગેરેને એકબીજા સામે ઊભા રાખી ફરિયાદ ને આક્ષેપોના ઢગલા કરીએ છીએ પણ ચાપણે આમાંના જ કોઈક છીએ અને આપણી જાત સામે કોઈ રહ્યા છાતી પર વાર હાથ રાખી પૂછશું છેકે હું શું કર્યું છું ? આ પરિસ્થિતિ ઊભી કરવામાં કાનો દોષ છે? કેટલા દોષ છે ? એના ઘાંટા પાડી એકબીજાનું ગળ પકડવાથી શું વળશે? સ્વતંત્ર દેશને જરૂર લાગે ત્યારે તે રાજકર્તાને ફગાવી શકે છે. મૂળભૂત અધિકારો માટે લડત આપી શકે છે. પણ કેટલુંક પાયાનું કામ પડયું રહે અને ઉપરથી ફેરફાર થાય ત્યારે ખાસ કાંઈ વળતું નથી. એટલા માટે માણસના મૂળને પાણી પાવા જેવું કાર્ય આપણામાંથી કોઇએ ઉપાડી લેવું જોઇએ. આવું એક પગલું જાગૃત નાગરિકોએ પછાત ગણાતા વિસ્તારમાં જઇ વસવાનું છે. આવી નાની નાની વસાહતો સમાજમાં તંદુરસ્ત લોહી વહેતું રાખવાનું કાર્ય આપનાવી લે તે આખું શરીરપ્રાણવાન બને, આ વસાહતીઓ ભાણ આપીને ભાગી જનારા નહીં હાય. દયાના ટુકડો ફ્રેંકડી (દિ ઉપર હાથ ફેરવનારા નહીં હોય, પેતાને જુદા માની સુધારાનો ધજાગરો ફરકાવનારા નહીં હોય. પણ લોકો વચ્ચે જ લોકોના જિગરજાન દોસ્ત બની ચુપચાપ બેસી જશે. પ્રાથમિક સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ, ગૃહઉદ્યોગ જેવા હાથવગાં ને સ્વયં સ્ફુરી આવાં અર્થને તે આ મોટા કુટુ બની જરૂરિયાત પ્રમાણે હાથ પર લેશે અને તેમાં લોકોના પોતાના હાથ પરોવાયેલા હોય એની ખેવના રાખશે,
ભારત ધર્મપ્રાણ દેશ છે. ઋષિમુનિઓ, ત્યાગી—તપસ્વીઓ, સતયોગીજનો ાપણને ભવ્ય વારસો મળ્યો છે. ભારતની દરિદ્રતા આ વારસાને જીવનમાં ઉતારવાને કારણે છે. ભારતની આધ્યાત્મિક દષ્ટિ, સાંસ્કૃતિક એકતા અને મનુષ્યજીવનની સાર્થકતા -આ ત્રણેને અખંડ દર્શનથી ઉજાળતી દીપમાળ આ દેરો યુગાથી પેટાવી છે. તેના પર ધુમાડા છવાય છે, વાટ ચચણે છે ને દીપમાળમાં જ કાંઇક ખોટું છે એમ ઘણાને લાગી આવે છે. પણ આ દીપમાળમાં દિવેલ પૂરવામાં આવે ને તેની પૂરી કાળજી લેવામાં આવે તો આજે અંદર અને બહાર વ્યાપેલું અંધારું ઉલેચી શકાય એમ છે. મા ત્ર રાજ્કીય સત્તા અને આર્થિક સમૃદ્ધિ પાછળ જે દૂષણા ચાલ્યાં આવે છે તેને રોકવાં હોય તો આવા વીના દીવાને તુલસીના છેાડની ફરી પ્રતિષ્ઠા કરવી રહી. ગ્રામ સમાજ વચ્ચે જે વસાહતીઓ બેસી જાય તેમણે આવી સક્રિય આધ્યાત્મિક-યોત પ્રગટાવી જોઈએ. યોગ, કર્મ, ભકિત અને જ્ઞાનના અભ્યાસ અને આચાર દ્વારા એવું વાતાવરણ દેશમાં ઊભું થાય, જે શરીરને સ્વસ્થ કરે, ચિત્તને નિર્મળ કરે અને આત્માને સ્ક્રુઝ આનંદથી ભરી દે. સ્વેચ્છાએ નગરના મોહ છેડીને ગામડામાં ગયેલા લોકો ગ્રામજનોને પણ નગરની મોહનીમાંથી છેડાવશે અને તે ઊભા છે ત્યાંથી કૌવત અને દદવત જગાડવાના દાખલા પૂરો પાડશે.
એકાદ નાનું સરખું કામ ઉપાડનાર પણ જાણે છે કે તેને કેટલી મુશ્કેલીઓ પડે છે. આ કામ પણ સહેલું નથી, તેમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ આવવાની જ છે તે અગાઉથી નોંધી રાખવું. આ કામ જ ઢાળમાં દોડી જવાનું નથી, પણ ટેકરી ચડવાનું છે. એમાં ધાર્યા પરિણામેની આશા રાખશે તે વહેલા થાશે. માણસની ધીરજ અને સહિષ્ણતાની કસેાટી કરતું આ નવપ્રયાણ છે. પણ આ પગલું હવે હું નહીં ભરું તો મારી નજરે જ હું 'ઊણાઊતરીશ –એમ અંતરાત્મા હે તો નીકળી પડવું જોઈએ. પછી મારગમાં આવતા અવરોધો તો આગળ વધતા ઝરણાનું ગાન ગાડતા
પથ્થરો બની જશે. અંતરાત્માની વફાદારી અને મનુષ્ય પરનો
તા. ૧-૭-૮૨
વિશ્વાસ આ પ્રવાસનું અખૂટ ભાથું છે. એક વૈદિક મંત્ર છે: ‘સૂર્યસ્થ્ય વસ્થા: ગટ્ટુપરેમ !'
અમે સૂર્યના માર્ગનું અનુસરણ કરીએ.
સૂર્ય કાંઈ ઉછીના અજવાળાથી આગળ વધતો નથી. રાત્રીના ગાઢ અંધકાર ભેદી નાખવાના ઉંચાટમાં ઉતાવળા થતા નથી. પોતાના જ અંતરમાં નિત્ય પ્રકાશતા સૂર્યને પામવાનો આ માર્ગ છે. અંદર અને બહારના તાલ મિલાવતાં શાનેશ્વરે કહ્યું છે: ‘ભીતરી, શાને ઊજળિલા, બાહિર કમે ાાાિ’– અંદર જ્ઞાનથી ઉજવળ, બહા૨ કર્મથી શુદ્ર–આ બંને પાસાં (એક્બીજાનાં સહાયક અને પૂરક છે. જે પોતાના વ્યકિતગત જીવનમાં આ સંવાદ સાધતા આવે છે તેને માટે દુ:ખ, વિપદ, આઘાતમાંથી પણ ભૂવનનું સંગીત ઝરે છે. મનુષ્ય જીવનની ઝીણી ચાદર આપણે અહીં, આ મૃત્યુલામાં સૂરજના કિરણેાર્થી વણવા આવ્યા છીએ. એને જે ઊળી રાખે છે, તેને માટે સદાય ઉસ છે.
‘એક પગલું આગળ' માંથી સમયની ભાગદોડનાં ચાઠાં
[] કાન્તિ ભટ્ટ
‘તમારો સમય લીધે ’‘સમય ગુમાવ્યા ’ ‘સમય વેડફ્યા ’ ‘સમય ચોરી લીધા ’ ‘સમય બચાવ્યો ’ અનેં સમયને કાપ્યો – માર્યા’ વગેરે પ્રકારના શબ્દોના પ્રયોગ આપણે સમય માટે કરીએ છીએ. સમય પણ એક ચીજ બની ગયા છે. ૨૫મેરિકામાં તે સમય એક સાની ચીજ હતી જ, અમેરિકન ઘરોમાં, સ્કૂલોની રૂમેામાં, દુકાનોમાં, ઓફિસામાં, રેસ્ટરામાં, મેટરકારમાં અને દેશમાં પણ જ્યાં ત્યાં ઘડિયાળા લટકાવ્યાં હોય છે.રેડિયા અને ટેલિવિઝનના કાર્યક્રમો વચ્ચે સમયની જાહેરાત થાય છે. ટેલિફોન ઘુમાવીને તમે ગમે ત્યારે સાચા સમય જાણી શકે છે. કાંડા ઘડિયાળમાં એલાર્મ આવી ગયાં છે. સ્ટેડિયમાના સ્કોરબોર્ડ અને રેટિયા ઉપર પણ ઘડિયાળા લગાડાઇ ગયાં છે. દરેક જાહેર સ્થળે એક ઘડિયાળ । નજરે ચઢે જ છે. સમય વેડફાઇ જતા હોય કે સમય ગુમાવાતે હોય છે તે બતાવે છેકે જાણે સમયને વેચી શકાય છે અને સમયને ખરીદી શકાય છે. આપણા આખા શરીર ચાને મનનું તંત્ર સમયના ભાનથી ભરાઇ ગયું છે.
પરંતુ શહેરોમાં ઘડિયાળ અને તેના સમયનું વર્ચસ્વ ભારે છે. સમયનું આ દબાણ ઘણા માણસોને બીમાર પાડી દે છે. ઘણા લાડા એટલે જ કાંડે ઘડિયાળ રાખતા નથી. ડૅાકટરો તેમનું ઘડિયાળ પહેરવાની ના પાડે છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કાર્ટૂનિસ્ટ શ્રી આર. કે. લક્ષ્મણ પાતાના કારણેાસર ઘડિયાળ પહેરતા નથી.સમયનું પાલન ન કરી શકનારા શહેરીઓ પેતે જ ઊભા કરેલા આ સમયના શિસ્તનાં હાઉના ભાગ બને છે. સમયનું ચુસ્તપાલન મન ઉપર એક અદશ્ય તાણ ઊભી કરે છે. એ તાણ સતત રહે તે પછી શરીર ઉપર પણ અસર કરે છે. અમેરિકાના એક તબીબી ડૉ. ઇ. એમ. ધેરમને સમય ઉપર એક સુંદર પુસ્તક લખ્યું છે“સ્ટ્સ એન્ડ બોટમ લાઇન” વિવિધ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ અને મેનેજિંગ ડિરેકટરો ને રતાં વિવિધ રોગોનૅ જૉઇનૅ ડૉ. ધેરમને તારણ કાઢયું કે સમયના વધુ પડતા દબાણને કારણે ઘણી કંપનીના અધિકારીઓને તેમની જાણ વગરના આરાગા થયા છે.
શહેરની દરેક વ્યકિત એક દિવસમાં ઘણુ કામેા કરી નાખવા માગતી હોય છે. જેના ઉપર કામનું દબાણ છે તે તે ડરના મા કામ કરે છે અને સમયનું પાલન કરવાઅને વિવિધ એપોઈન્ટમેન્ટો પાળવા દોડાદોડ કરે છે, પણ જેને ઉપરનું કે બહારનું દબાણ નથી કે તેવા મહત્ત્વાકક્ષી લોકો પણ સમયના પાલન માટે મન ઉપર બાજ