________________
તા. ૧૭-૮૨
પ્રબુદ્ધ જીવન
સા મુ ા યિ કે [] મકરન્દ દવે
'
કે
આપણે સામાજિક અન્યાય, આર્થિક અસમાનતા અને
રાજકીય પક્ષાંધતાથી તે ઘેરાયેલું. છે. દિવસે દિવસે પરિસ્થિતિ વસણતી જાય છે અને સમયસર નહીં ચેતીએ તો આપણે સહુને માટે કલ્પના પણ થથરી જાય એવા કારમા દિવસે આવી રહ્યા છે. વિચારશીલ માણસેાએ સત્વર જાગીને, ગઢ ઘેરાય અને ઘાણ વળી જાય તે પહેલાં કાંઈક ઊજળા માર્ગ કાઢવા જરહ્યો.
લોકશાહી ઘોંઘાટ મચાવતી અને મંદ ગતિએ આગળ વધતી રાજ્યપ્રણાલી છે. પણ તે પ્રમાણમાં ઓછી ખરાબ છે ને આપણે તેને વરેલાં છીએ. વ્યકિતની સ્વતંત્રતા,તેને યોગ્ય લાગતી વિચારસરણી ને કાર્યપદ્ધતિને આ માળખામાં રહી વ્યકત કરવાની છૂટ આ પદ્ધતિના પાયામાં છે. દરેકને જુદા જુદા ઉપાયો સૂઝે, ને તે માટે એ ચર્ચાના મેદાનમાં ઊ, લેમને જગાડે તે સ્વાભાવિક જ નહીં જરૂરનું પણ છે. એક જ દિશામાં વિચારનારા પણ ઉદ્દેશ એક જ હાવા છતાં કાર્યપદ્ધતિને કારણે સામસામે ટકરાય એવું યે બને. પણ આ એક રમતના ભાગ છે. વૈવિધ્ય અને વિરોધના બળ વિના લાકશાહી બે–લગામ બની જાય, પણ તેને ગતિશીલ રાખવા માટે માત્ર રાજસત્તા પર જેની નજર નથી એવા તંદુરસ્ત અભિગમો, કાર્યક્રમો, પ્રયોગા ઘડવા જોઈએ અને કયાંક તો પક્ષનાં ત્રાજવાં પડતાં મેલી આ નરવા પ્રયોગામાં સહુએ હાથ મિલાવવા જેઈએ. રાષ્ટ્રને જીવનું રાખવા અને લેાકશાહીની જીવાદોરી લંબાવવા માટે આવા પક્ષાતીત સર્વસંમત કાર્યક્રમાં લોકોના હૃદયમાં સ્થાન પામે, રાષ્ટ્રની ધારી નસામાં નવા પ્રાણરૂપે વહેતા થાય તે આજની ખાસ જરૂર છે. બેચાર ોત્રા તો એવાં રહેવાં જ જેઈએ, જયાં આપણે સહુ ખુલ્લા દિલે મળી શકીએ, ખભા મિલાવી કમાન કરી શકીએ અને સ્વતંત્ર, સ્વસ્થ અને દરેક રીતે સમૃદ્ધ ભારતના નિર્માણ માટે બધું જ કરી છૂટીએ.
આવા વિધેયાત્મક અને અવિરોધી કાર્યનાં જુદાં જુદાં ક્ષેત્રે ને પ્રકારો હોઈ શકે. તેમાંનું એક છે, મોટાં ને ગીચ શહેરી વિસ્તારોમાં કેન્દ્રિત થયેલી માનવશકિત અને મૂડીને ગ્રામપ્રદેશ ભણી વાળવાનું. જે વ્યકિતઓ આજે આવી ભીંસમાંથી છૂટી શકે તેમ હોય અને પોતાના સમય તેમજ શકિતનો ઉપયોગ સારી રીતે કરવા માગતી હોય તેમણે આ દિશામાં પહેલું કદમ ભરવું જેઈએ અને આવી વ્યકિતઓ નાના નાના જૂથમાં, ચોક્કસ કાર્યપ્રદેશને સામે રાખી નીકળે તો વધુ સારુ કારણ કે તેનાથી એક સંગઠિત બળ ઊભું થાય છે અને સામે આવતા પ્રશ્નોને હલ કરવા માટે સુયોજિત પ્રયાસ થઈ શકે છે. આવી વ્યકિતઓ બહાર પડે તો તેમને મિત્રેશ મળી જ રહે છે. સમસ્ત ગ્રામસમાજને સામે રાખી, તેમની સાથે ‘રોજિંદા જીવનમાં ઓતપ્રોત થઈ આવાં નાનાં એકમા પણ જાગતું રાખે તો આ દેશની તૂટતી કમર ફરી બેઠી થઈ શકે. સામુદાયિક જવાબદારીભણીનું પહેલું પગલું આ બહુ મોટા સમુદાય સાથે સુખદુ:ખમાં ભાગીદાર થવાનું છે. તે તેમની વચ્ચે બેસી જવાથી જ થઈ શકે.
B
આપણી સામે પ્રશ્નો ઘણા જટિલ છે. પણ ચાક્કસ દિશાનું ચોખ્ખું પગલું ભરવામાં આવે તો ઉકેલના દોર હાથમાં આવતો જાય છે. સામુદાયિક જવાબદારીના પહેલા સ્પષ્ટ ખ્યાલ તા' એ છે કે આ કેઈ વર્ગ સામે, વાદ સામે, જગાડવામાં આવતા જંગ નથી, પશુ આપણા સહુના હિત માટે સહિયારા ઘરનું સમારકામ છે. જે હાથ સ્વાર્થની ખેંચતાણમાં સમગ્રને ભૂલી જાય છે તે પોતાનું
જવા મદારી
"
૪૩
5
જ હિત ગુમાવે છે. મનુષ્યને વાાઓમાં વહેંચી નાખવાને બદલે તેને એક નિરાળીને અજોડ વ્યકિત તરીકે સ્વીકારવાન દૃષ્ટિ પાંગરે ત્યારે જ વાડાઓની દીવાલ ભાંગી શકાય, તે જન્મના, જ્ઞાતિના, શિક્ષણ : દરજ્જાના વાડામાંથી પહેલાં બહાર આવવું પડશે અને પછી સામી વ્યકિતને એક સમાન માનવ તરીકે માત્ર સ્વીકારવી જ નહીં; સત્કારવી પડશે. તેનું દૃષ્ટિબિંદુ ગમે તેટલું વિરોધી લાગે તો પણ મનુષ્યની ખેતાની અંદરની જ જાત એટલી વિખરાયેલી પડી છે કે તેને એકત્ર કરવાનું અને સાથે સાથે વિશ્વ સંબંધ સ્થાપવાનું આ કાર્ય ઉત્તમ સાધના બની શકે તેમ છે. દરેક વ્યકિત સાથે, દરેક પ્રસંગે નવા અને તાજા અભિગમ માટે મુમ્તને તૈયાર અને સ્વચ્છ કરતા રહેવું પડશે. નવા માનવના નિર્માણ માટે તમામ પૂર્વગ્રહો, આગ્રા, પ્રોપ્સ અને વિકોપોથી દાવાયા વિના નિર્ભેળ સંબંધોની ખુલ્લી હવામાં આવવા જેવી વાત છે. આ ખુલ્લી હવા જ આજની બંધિયાર વાતાવરણમાં નવા પ્રાણ પૂરી શકે, સામુદાયિક જવાબદારીના પ્રદેશમાં કોઈ સામે હરીફાઈ કે કોઈ સાથે સરખામણીનો તો સવાલ જ નથી. જેને પોતાને એમ લાગે કે મારે ભાગે પણ આ વ્યાપી રહેલાં દૂષણો ને દુરિતોને શ આવ્યો છે, ને તેને મારો હાથ પહોંચે ત્યાં સુધી દૂર કરવાની મારીફ૨જ છે તે આ કાર્યમાં આપમેળે જોડાશે. જ્યાં સુધી મારા ભાઈ ભૂખે મરે છે ત્યાં સુધી મારી સુખની નીંદર હરામ થઈ ય. તો મને" જગાડવાની કોઈને ૩ર ન રહે, સામુદાયિક ઉત્તરદાયિત્વની ખૂબી એ છે કે તેની વાતો કરનારાએ જ તેની પહેલ કરવી જોઈએ, નહીં તો પેલી લોકકથામાં આવતા દૂધના કુંડ જેવી જ વાતું આવીને ઊભી રહે. એક રાજાએ હુકમ કરેલા કે, તેના નગરજને એ દૂધની એક એક લાટીથી કુંડ ભરી દેવો. દરેકને થયું કે બીજાઓ તો દૂધ લાવવાના છે ત્યારે પાતે એકા લોટી પાણી રેડી આવશે તે કોઈને ખબર નહીં પડે અને પછી તો આપરખા સ્વભાવના દરેક માણસના મનમાં આવશે જ વિચાર આવ્યો. પરિણામે દૂધને બદલે કુંડ પાણીથી મરાઈ ગયો. સામુદાયિક જવાબદારી પર આવી વૃત્તિથી જ પાણી ફરી વળે એમ છે. પેાતાની જાતને બચાવશે એ તો મરશે પણ બીજાઓને યે મારતો જશે, પણ જે પોતાનું આયુ ખર્ચી શકો તેનું ખળું આખા ગામની ખા સાથે ભરાશે. સમગ્રને જીવન આપવાના આથી બીજો રસ્ત અત્યારે દેખાતા નથી.
', ';
J;
સામુદાયિક જવાબદારીના રસ્તા ઋણ મુકિતના છે. આમાં કોઈ બીજા માટે કાર્ય કરે છે. ત્યારે પડ નથી કરતું પણ તા ઉપર સમાજનું ચડેલું કરજ ચૂકવે છે; આજની પરિસ્થિતિમાં દેવું ચૂકવવાની વાત તો બાજુએ રહી પણ આપણે તાને ભાગ, અધિકાર, હાવા ઊમાં શંખી એકપ્રીજાને પછાડી, લુંટી, ખાઈ જેવાની ઝૂંટાઝૂટમાં પડી છીએ. આપણી રોજની કે વાતોમાં, ચરી, લાંચ, ખૂન, અત્યાચારના બનાવો જ વધુ હોય છે અને અત્યારે તો પોતાનું સાચવી બેઠા રહે એ જ ડાહ્યા લાગે છે. પણ આ આપઘાતનોં રસ્તો છે. હવે જે બહાર નહીં આવે તે બચી નહીં શકે. પોતાના સ્વાર્થ,રાંકુચિત અને ટૂંકું દૃષ્ટિના ઘેરાવામાંથી નીકળી, જે સમગ્રના હિતનો વિચાર નહીં કરે તે અનર્થ અને અત્યાચારના ચારે તરફ ફેલાતા ચેપી રોગનો ભાગ થયા વિના નહીં રહે. હવે જે પોતાના અભાગી ભાઈ-ભાંડુઓ માટે હાર્ડ નહીં હલાવે, હાથ નહીં લાવે, હું નહીં મોકળું મૂકે તે પોતે જ આક્રોશભેર