SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ : : પ્રબુદ્ધ જીવન ઝીશ ડિફેક્ટ રંભાએન ગાંધી આ પણે કરોળિયાની વાત ઘણીવાર વાંચી છે, સાંભળી છે કે એક્વાર પડી તે! નિરાશ ન થતાં પેલા કરોળિયા જેમ પ્રયત્ન ચાલુ જ રાખવા, એ છ છ વાર પડ્યા; પરંતુ નિરાશ ન થતાં સાતમી વાર ચઢ્યો અને સફળ થયા. આ દાખલા એક રીતે સારો છે; પરંતુ ભારતે જે ઔદ્યોગિક પ્રગતિ કરવી હશે અને અન્ય દિશામાં પણ પશ્ચિમ જેટલી પ્રગતિ કરવી હશે તે એણે કરોળિયાના દાખલા નહિ; પરંતુ “ઝીરો ડિકેટના સિદ્ધાંત અપનાવા પડશે. આ ઝડપી યુગમાં ફરી ફરી ભૂલા કરીને આગળ વધવા અવકાશ જ નથી; ઝીરો ડિફેકટ તે એ કહે છે કે પહેલા પ્રયત્ને જ સફળ થાઓ અને ન થાઓ ત્યાંસુધી એ વસ્તુને છેડા નહિ, આ ઝીરો ડિફેક્ટ વિષે એક જણાએ ભાષણ આપ્યું હતું અને એ એક કંપનીના મેગેઝિનમાં છપાયું હતું, તે વાંચ્યું અને થયું કે આ આપણે પણ વિચારવા જેવું છે તેથી જ ના અનુવાદ આપું છું. હું આ ઝીરો ડિફેકટના સિદ્ધાંત માર્ટિન કંપનીએ શરૂ કર્યો છે. આ કંપનીને રિક્ષણ વિમાગૅ મિસાઇલ બનાવવાના મોટા ઓર્ડર આપ્યા. આ બનાવવાનું કામ ઘણું વિકટ છે અને ઘણું જ ગૂંચવાડા ભર્યું છે. એમાં નાના મોટા થઇને લગભગ પચીસ હજાર ભાગ હાય છે અને એ દરેક ભાગ સ્વતંત્ર હોય છે અને તેથી ચો. દરેકે દરેક ભાગ સંપૂર્ણ અને જરાયે ભૂલ વિનાના થવા જોઇએ અને એમ ગાય પછી જે જોડાણ થાય તે પણ કશીયૅ ભૂલ વિનાનું થવું જોઇએ.; .... માર્ટિન કંપનીએ. આવા કામો ઓર્ડર લીધા હતા. પહેલાં તે બધા જ જુદા જુદા ભાગ બનાવ્યા, ભેગા ! અને મિસાઇલ ફાયરિંગના ટેસ્ટ માટે મોકલ્યું ત્યારે એમાં ૧૭ થી ૧૮ ખામીઓ માલૂમ પડી " ** .. કંપનીના હોદ્દેદારને વાગ્યું કે આ તો નામેાથી કહેવાય, આવું તે કેમ સાંખી લેવાય! આટઆટલી મહેનત, આટલાં નાણાંન અને આટલા માણસાના સમયના વ્યય૨ો તે કૅમ નિભાવી લેવાય? અને એમણે તે જ સમયે ઝીરો ડિફેક્ટનાં સિદ્ધાંત સૌની સામે રજકો vie એમણે કારખાનામાં કામ કરતા બધા જ નાનામોટાને બોલાવ્યા. નાનામાં નાના કું તૈયાર કરનારને પણ બાલાવ્યા અને સૌને મિસાઇલમાં થયેલ ભૂલ વિષે કહ્યું અને એમાં કંપનીની કેટલી નામાથી થઈ તે પણ વ્યથિત હૃદય સમજાવ્યું. આર્થિક નુકસાનની પણ ધાત કરી અને પ્રતિજ્ઞા લેવરાવી કે હે કે અમે હવે એક પણ ભૂલ થવા દેઈશું નહિ એટલું જ નહિ, પહેલા પ્રયત્ને જ સંપૂર્ણ એર ડિફેટવાળું જ મિસાઇલ બનાવીશું. પ્રતિજ્ઞા લીધા પછી પંદર દાડામાં જ મિસાઇલ તૈયાર કરવાનું એની સાટી થવાની હતી અને બધા જ પ્રતિજ્ઞા પ્રમાણે કામે લાગી ગયા હતા. બધાએ નક્કી કર્યું હતું કે ઝીરો ડિફેક્ટ અથવા,, "Right the first time” થવું જ જોઇએ. બીજી વાર માટે આ યુગમાં સમય નથી. નિયત સમયે મિસાઇલ તૈયાર થયું, પછી ૨૩ કલાક અનેં ત્રીસ મિનિટે ફાયરિંગના સ્થળ પર ગોઠવાઇ ગયું અને એમાં એકપણ ભૂલ રહી નહોતી, એ સંપૂર્ણ બન્યું હતું. તા. ૧૭-૮૨ - જેમિની ૬”માં પણ આવું જ બન્યું હતું. એ ત્રણ દિવસ પછી જરૂર છેાડવાનું છે અને આકાશમાં ઘૂમવાનું છે તે નક્કી થયું હતું, તે માટે હજારો માણસો કામે લાગ્યા હતા અને એની ડિઝાઇન વગેરેમાં ખૂબ નાણાં `પણ ખર્ચાયાં હતાં. પરંતુ શું થયું? ત્યાં ઝીરો ડિફેકટના સિદ્ધાંત નહાતા તેથી એનું બટન દાગું; પર ંતુ એ આકાશમાં ન ગયું અને નિષ્ફળતાનું કારણ એક જ માણસની ભૂલ, એણે બનાવેલ એક નાના જ ભાગમાં નાની ભૂલ રહી ગઇ હતી. પરિણામે આખી યોજના ધૂળમાં મળી ગઇ. : પહેલાં “જૈમિની ૬” પછી ૭–એમ ક્રમ હતા; પરંતુ પેલી ભૂલને કારણે બન્ને સાથે ગયા,ટૂંકમાં જરાક જેટલી ભૂલથી હજારોની મહેનત અને નાણાં નકામા જાય છે અને આબરૂના કાંકરા થાય છે. આ વિષે જેણે ભાષણ કર્યું તેમણે પ્રતાના જીવના દાખલા આપતાં કહ્યું કે આ બધું વાંચીને મને મારા નાનપણની વાત યાદ ચાવા અને એ કે માર્ટિન કંપની પહેલા અમારા વૃદ્ધ શિકારીએ ૨૫ ઝીરો ડિફેટને સિદ્ધાંત શોધી કાઢ્યા હતા. જો કે એ વખતે રામને એ શબ્દ કે સિદ્ધાંતની જાણ નહતી. મારા દાદા જબરા શિકારી. મને પણ શિકારના ખ્. દાદાએ ખુશ થઇને એક બંદક ભેટ આપી, એ ઓટોમેટિક હતી, એમાં ફરી ગાળીઓ ભર્યા વિના દરેક ગાળીઓ છૂટી શક્તી હતી. એ બંદૂક લઈને હું પાસે જ રહેતા વૃદ્ધ શિકારી પાસે ગયો, ધાર્યું હતું કે. એ બંદૂક જોઇને ખૂશ થશે; પરંતુ એણે તા ડોકું ધુણાવ્યું, મેં પૂછયું કાકા, કેમ ડોકું ધૂણાવ્યું, બુંદૂક ન ગમી’. બંદૂકતા સારી છે; પરંતુ તમે આવી બંદૂક પાંદ કરી તે મને ન ગમ્યું. પણ શા માટે ન ગમ્યું ? એટલા માટે કે તમે ફ્રી વગર ભયે આમાંથી પંદર વાર ગેાળી ચલાવી શકા છે એ વાત તમારા મનમાં રહેવાની જ. તમને થશે કેએક વાર નકામા ગયા તો બીજો, પછી ત્રીજો, રાશા, પાંચમા, અને આવા વિચાર એક અચ્છા શિકારી માટે બરાબર નથી. તો ચાચ્છા શિકારીએ કેવી બંદૂક લેવી જોઇરો અને અચ્છા બનવા માટે શું કરવું જોઈચ્છું ? મેં જરા કટાક્ષમાં મૂક્યું. માઇ, અચ્છા શિકારીએ અચ્છા નિગ્રાનબાજ બનવું જોઇએ અને એણે એવી બંદૂક લેવી જોઇએ કે એક જ વાર ગાળી છૂટું, પછી ભરવી જ પડે, આમ બને તે જ એ સાવધ રહે, જાણે કે પહેલી વાર નિશાન ચૂકયા તો કદાચ શિકાર જ શિકારીના શિકાર કરી જાશે, અર્થાત્ પેલા મિસાઇલ જેમ પહેલે પ્રયત્ન જ સફળતા મળવી જોઇએ, એમાં ભૂલ ન ચાલે, એમાં “ઝીરા ડિફેક્ટ જ” જોઇએ. શિકારીએ નાનપણમાં શીખવેલી વાત આ સિદ્ધાંત વાંચતાં તાજી થઇ અને મેં પણ નિશ્ચય કર્યો કે હવેથી બીજી-ત્રીજી-ચેાથી વારે સફળતા મળે તે સફળતા ન કહેવાય, નામેાશી કહેવાય, માટે મારે કરાળિયાની વાત જોઇતી નથી, જોઇએ છે “ઝીરો ડિફેક્ટ”ની વાત. આપણા ભારતમાં પરદેશમાં ઘણા માલ જાય છે તેના ધેારણ જળવાતા નથી તે માટે શરમ, સંકોચ પણ આપણે અનુભવતા નથી તે તેમાં દેશનું નામ બગડે છે કે નહિ? આપણે પણ “ઝીરો ડિફેક્ટ”ના સિદ્ધાંત અપનાવીએ તો? અપનાવી શકીશું! તે દિશામાં પ્રયત્ન કરીશું ?
SR No.525967
Book TitlePrabuddha Jivan 1982 Year 45 Ank 17 to 24 and Year 46 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1982
Total Pages246
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy