________________
Regd. No. MH. By/South 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
।। ‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૪૬: અંક: ૯
મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર પાક્ષિક છૂટક નકલ શ. ૧-૦૦
મુંબઈ ૧૬ જુલાઈ, ૧૯૮૨, શુક્રવાર વાર્ષિક લવાજમ શ. ૨૦ : પરદેશ માટે શિલિંગ ૬૦
તંત્રી: ચીમનલાલ ચકુભાઇ શાહ
ઇઝરાયલનું [] ચીમનલાલ
ચહૂદી કોમે બે હજાર વર્ષથી એટલી બધી યાતનાઓ સહન કરી છે કે તેના પ્રત્યે સહજ સહાનુભૂતિ રહે. આ કોમ બુદ્ધિશાળી, ખડતલ, મહેનતુ અને જયાં જાય ત્યાં પોતાનું સ્થાન જમાવે એટલી શકિત ધરાવે છે. દુનિયાના લગભગ બધા દેશમાં ફેલાયેલ આ કોમ, ભટકતી અને ઘરબાર વિનાની હતી. કંજૂસાઈ માટે પ્રખ્યાત, ધર્મમાં અતિ સ્થિતિચુસ્ત, જીવનના દરેક ક્ષેત્રમાં પ્રભાવશાળી વ્યકિતએ ધરાવતી આ કોમ, આવા બધા ગુણ છતાં, બીજાના પ્રેમ સંપાદન કરી શકતી નથી, પણ તેના પ્રત્યે સદા શંકાની નજર રહે એવું તેનુ વર્તન હોય છે. યહૂદી કોમને શાપિત જાતિ કહી છે. જયાં રહે ત્યાં પોતાના ચોકો જુદો કરે છતાં સારી લાગવગ ધરાવે. અમેરિકામાં યહૂદીઓનું ઘણું જોર છે. પહેલા વિશ્વયુદ્ધમાં યહુદીઓના સાથ મેળવવા, મિત્ર રાજ્યોએ જાહેર કર્યું કે યહૂદીઓને પોતાનો કહેવાય એવા દેશ સ્થાપવામાં સહાય કરવામાં આવશે, પણ તેવું બન્યું નહિ, હિટલરે યહૂદી કોમને પોતાના વિરોધનું મુખ્ય લક્ષ બનાવ્યું અને દુનિયાના ઈતિહાસમાં અભૂતપૂર્વ એવા હત્યાકાંડ કરી ૬૦ લાખ યહૂદીઓના વિનાશ કર્યો. યહૂદી કોમની રાહનશકિત અદ્ભુત છે. છેવટે ૧૯૪૮માં પેલેસ્ટાઈનના ભાગલા કરી, ઈઝરાયલની સ્થાપના થઈ. પણ તેની સ્થાપના થઈ ત્યારથી સંઘર્ષમાં ઘેરાયેલ રહ્યા છે. પેલેસ્ટાઈનના જે ભાગને ઈઝરાયલ બનાવ્યો તેમાંથી લગભગ દસ લાખ આ નિર્વાસિત થયા અને હજી નિર્વાસિત છે. ઈઝરાયલને ઘેરી નિવાર્શિત છાવણીમાં પડયા છે. આરબ રાજ્યોના ઈઝરાયલ પ્રત્યે સતત વિરોધ રહ્યો છે. ઈઝરાયલની ભૌગોલિક સીમા બીજા આરબ પ્રદેશા સાથે આડીઅવળી ગૂંથાયેલ છે. ઈઝરાયલના જન્મ પછી ત્રણ યુદ્ધો લડયાં,
•
ઈઝરાયલની લશ્કરી તાકાત બધા આરબ રાજયોથી પણ વધારે છે. અમેરિકાની અને દુનિયાભરના યહૂદી કોમની અઢળક સહાય ઈઝરાલયને છે. ૩૦ લાખની વસતિના આ નાના દેશ બધા આરબ રાજ્યોને હંફાવે છે.
કાર્ટરની દરમિયાનગીરીથી ઈઝરાયલે ઈજિપ્ત સાથે સુલેહ કરી. ઈજિપ્તે આરબ રાજ્યોથી જુદા પડી, પોતાની સલામતી અને પોતાના દેશના હિતના વિચાર કરી, ઈઝરાયલ સાથે જુદી સંધિ કરી,
છેલ્લા યુદ્ધમાં ઈઝરાયલે જોર્ડનની પશ્ચિમનો પેલેસ્ટાઈનના પ્રદેશ કબ્જે કર્યો અને તે ઉપરાંત ગાઝાપટ્ટી અને થોડા સમય પહેલાં સીરિયાની ગાલન ટેકરીઓના કબજો કર્યો. પાતાની ભૌગોલિક સલા મતીને નામે ઈઝરાયલ આક્રમક રહ્યું છે. ઈઝરાયલે આ રીતે કબ્જે કરેલ પ્રદેશ તે તે રાજ્યોને પા સોંપી દેવા જોઈએ એવો વિશ્વમત અને રાષ્ટ્રસંઘના નિર્ણયો છતાં ઈઝરાયલે તે પ્રદેશેાનો વિશેષ દૃઢ કબ્જો કર્યો છે અને યહૂદીઓની વસાહતો વસાવી છે.
સહતંત્રી : રમણલાલ ચી. શાહ
આક્રમણ
ચકુભાઈ શાહ
પેલેસ્ટાઈનના આરબ મોટી સંખ્યામાં જોર્ડનમાં છે. કેટલાય સિરિયા અને લેબેનાનમાં છે. પેલેસ્ટાઈનના આરબાના એક વર્ગપેલેસ્ટાઈન મુકિત દલ, લિબરેશન આર્ગેનાઈઝેશન) લડાયક છે અને ઈઝરાયલ સાથે વર્ષોથી ગેરીલા યુદ્ધ ખેલે છે. અરાંખ્ય હિંસક અથડામણી થઈ છે. તેની માગણી પેલેસ્ટાઈનના સ્વતંત્ર દેશ માટે છે. આ મુકિતદળ ઈઝરાયલનું અસ્તિત્વ સ્વીકારતું નથી અને તેની જાહેર નીતિ ઈઝરાયલને નાશ કરવાની છે. આવી નીતિ સાથે બીજા આરબ રાજ્યો સંમત નથી, પણ જાહેર રીતે તેઓ ઈઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. માત્ર ઈજિપ્તે તેનો સ્વીકાર કર્યો છે.
પેલેસ્ટાઈન મુકિતદળ અને તેના ગેરીલાઓની હિંસક પ્રવૃત્તિને કારણે આરબ રાજ્યોના તેને પૂરો ટેકો નથી, મૌખિક સહાનુભૂતિ દાખવે છે. સાઉદી અરેબિયા જેવા આર્થિક સહાય કરતા હશે, પણ તેને સંઘરવા કોઈ તૈયાર નથી. છેવટે લેબેનોનમાં આ મુકિતદળે સ્થાન મેળવ્યું અને પોતાનું મુખ્ય મથક લેબેનોનમાં સ્થાપ્યું.
લેબેનોનની પણ બૂરી હાલત છે. મુસ્લિમ અને ખ્રિસ્તી એવા બે વિભાગમાં વહેંચાયેલી તેની પ્રજા વચ્ચે પાંચ વર્ષથી આંતરવિગ્રહ ચાલે છે. ખ્રિસ્તી પ્રજાને ઈઝરાયલના ટેકો છે. મુસ્લિમ વિભાગને સીરિયાનો ટેકો છે.
પેલેસ્ટાઈલ મુકિતદળ લેબેનેાનમાંથી ઈઝરાયલ વિરોધી પોતાન પ્રવૃત્તિ અને છૂટાછવાયા હુમલાઓ કરે છે. ઈઝરાયલ અને લેબેના નની સરહદ ઉપર સતત આક્રમણના બનાવો બનતા રહે છે.
ઈઝરાયલના વર્તમાન વડા પ્રધાન અત્યંત ધર્મઝનૂની વ્યકિત છે. તેના સંરક્ષણપ્રધાન સાહસિક, મરણિયા આક્રમક છે. અંતે છ અઠવાડિયાં પહેલાં. ઈઝરાયલે લેબેનોન ઉપર મોટા પાયે લશ્કરી, હવાઈદળ અને નૌકાદળનું આક્રમણ કર્યું. શરૂઆતમાં ઈઝરાયલે એમ જાહેર કર્યું હતું કે આ આક્રમણનો ઉદ્દેશ માત્ર તેની ઉત્તરની સરહદની સલામતી પૂરતો જ છે અને તેથી લેબેનોનના ૨૫ માઈલના વિસ્તાર જ કબ્જે કરી, સલામતી મેળવવી છે. પણ એમ લાગે છે કે આ જાહેરાત ઈરાદાપૂર્વક જુઠ્ઠી હતી અને આક્રમણ ઘણું આગળ વધી છેવટ હબૈરુત સુધી લઈ ગયા અને બૈરું તને ઘેરી લીધું. બૈર્તમાં પેલેસ્ટાઈન મુકિતદળના ૮૦૦૦ ગેરીલા અને તેના નેતા અરાફતને ચારેતરફથી ઘેર્યા. થોડા સમયમાં એ સ્પષ્ટ થયું કે મુકિત દળના સંપૂર્ણ વિનાશ કરવાનો આ આક્રમણનો હેતુ છે, મુકિતદળનો વિનાશ કરવા જતાં લેબેનોનની પ્રજાના હજારો માણસોની હત્યા થઈ અને લેબેનોનની ખુવારી થઈ અને હજી થાય છે.
આ આક્રમણનો કોઈ પણ રીતે બચાવ થઈ શકે નહિ, ઈઝરાયલે કરેલ અત્યાચારો ભયંકર અને અમાનુષી છે. લેબેનાનમાં રહી પેલે