________________
૩૨
yક્ત જીવન
તા. ૧૬-૬-૮૨
આ હિરોશીમા છે જે એક ખૂણામાં એક ફાટી ગયેલા દસ્તાવેજની જેમ પડયું છે.
અને ઈઝરાયલની તાજી માટી કે અરબસ્તાનની જૂની રેતી લેહીથી ભજાય છે. “અને તેની ગંધ વ્યર્થ શહીદીના કામમાં ડૂબી જાય છે....
એમાં શો ફરક પડે છે? હું એની વ્યથા સાંભળું? ના, આ કયામતને દિવસ નથી કે એની લાશ કબરમાંથી ઊઠે.
પંજાબ અમૃતાની માતૃભૂમિ. પંજાબને ચહેરો એમને માટે પ્રિયતમને ચહેરો છે. પણ પંજાબે એમના પર એટલું ગુજાર્યું છે કે એમને માટે એ ચહેરે એવા પ્રિયતમાને છે કે જે પરાયાની મહેફિલમાં બેઠો હોય. એટલે તેને “અલવિદા' આપતાં એક નામમાં અમૃતા કહે છે:
ખુદા તારી નજમ જેટલી તને જિંદગી આપે , હું એ નજમને મિસરા નથી, કે બીજા મિસરાઓ સાથે ચાલ્યા કરું અને તને એક કાફિયાની જેમ મળતી રહું.
પણ નજમ આ જગતમાં સલામત રહે અને ખુદા તારી નજમ જેટલી તને જિંદગી આપે.
આમ, કેટલીયે રચનાઓમાં અમૃતાનું અંગત જીવન પ્રતિબિબિત થયું છે; પણ અમૃત કેવળ આત્મરત નથી. એમની સંવેદનાને વ્યાપ થી વિશ્વ સુધી વિસ્તરે છે. સમકાલીન ઘટનાઓ એમને અકળાવી મૂકે છે. એના આઘાત-પ્રત્યાઘાત ઝીલતી એમની સંવેદનાના તાર ઝણઝણી ઊઠે છે. સામાજિક, ધાર્મિક, રાજકીય વેરઝેર એમને ઉદાસ કરી દે છે:
આજે શેફ પર જેટલાં પુસ્તકો હતાં અને જેટલાં છાપાં
તેઓ એકબીજાનાં પાનાં ફાડીને, પૂંઠા ઉખેડીને :: કંઈક એવી રીતે લડયાં :
કે મારા “ખયાલો'ના કાચ તડતડ તૂટતા રહ્યા પ્રદેશના નકશા, બધી હદો-સરહદો એકબીજાને હાથ ને પગથી ઘસડીને ફેંકતાં રહ્યાં અને દુનિયાના જેટલા વાદ. હતા, વિશ્વાસ હતા, એ બધા જ એકબીજનું ગળું દબાવતા રહ્યા. ભીષણ યુદ્ધ – લોહીની નદીઓ વહી , .. પણ કેવી અચંબાની વાત કે કેટલાંક પુસ્તકો, છાપાં, વાદ ને નકશા એવા હતા. જેમના શરીરમાંથી
શુદ્ધ હીને બદલે એક કાળું વિષ વહેતું રહ્યું. અને યુદ્ધ ને દુનિયાના કોઈ પણ ખૂણે. હોય, આ કવયિત્રીને વ્યથિત કરે છે: વિએટનામની ધરતી પરથી પવન પણ પૂછી રહ્યો છે, ઈતિહાસના ગાલ પરથી આંસુ કોણે લૂછયાં?
બહાદુર લોકે મારા દેશના બહાદુર લોકો તારા દેશના એ બધા મરવું–મારવું જાણે છે . ફકત આ વાત જુદી છે
કે માથું કદીયે પિતાનું નથી હોતું અને આવા બહાદુરોને ચંદ્રક મળે છે ત્યારે: '
સમય હસે છેઅને એમની છાતી પર ચડે છે
નપુંસક બહાદુરીના કેટલાયે ચંદ્ર દેશના ભાગલા વખતે જે અત્યાચારો થયા તેને ભોગ વિશેષ કરીને સ્ત્રીઓ જ બની. એ સ્ત્રીખોની કૂખે જન્મેલાં ‘લાચાર બાળકોની જીભ અમૃતાની કવિતામાં આમ ખુલે છે:
હું એ ધિક્કાર છું, જે ઈન્સાન પર વરસી રહ્યો છે. જયારે તારાઓ તૂટી રહ્યા'તા, અને સૂરજ બુઝાઈ ગયો તે
એ વખતની હું પેદાશ છું. જન્મતાંની સાથે જ કેવળ અંધકારમય જિદગીને મુકાબલો કરવાને જેમને ભાગે આવ્યા હતા, એવાં બાળકોની વેદના અહીં અમૃતાએ સાકાર કરી છે.
અમૃતાએ ભલે પૂરેપૂરી વેદનાથી એક જમાનામાં કાં હોય કે સ્ત્રી દેવું અને કવિ હોવું એ ગુનો છે, પણ આવા ગુનાઓ થતાં રહે એમ આપણે ઈચ્છીએ, કારણ કે એ પ્રજા માટે શુકનિયાળ હોય છે.
આદેશ દેનાર દોસ્તો ! ' - ગળીઓ, બંદૂકો અને એટમ ચલાવતાં પહેલાં . આ પત્ર વાંચી જજે.. વૈજ્ઞાનિક, દોસ્તો ! ગળીઓ, બંદૂકો અને એટમ બનાવતાં પહેલાં આ પત્ર વાંચી જજે..
પ્રેમળ-તિદ્વારા “એકયુપ્રેસર”ના મફત વર્ગો
એકયુપ્રેસરના નિષ્ણાત શ્રી ચીમનભાઈ દવેની પ્રેરણાથી તેમના જ માર્ગદર્શન હેઠળ એકયુપ્રેસરના ફી વર્ગો સંઘના કાર્યાલયમાં ચાલુ કરવામાં આવ્યા છે. દર બુધવારે સાંજે સવા ચારથી સાડા પાંચ સુધી આ વિષયની તાલીમ આપવામાં આવે છે. ચા થેરેપી શીખવાની ઊડી ધગશ છે અને શીખ્યા પછી લોકોની સેવા કરવાની ઈચછા હોય એવા જિજ્ઞાસુ અને તત્પર ભાઈ-બેનેને આ વર્ગમાં જોડાવાનું નિમંત્રણ છે. તાલીમ માટેની કોઈ પણ જાતની ફી રાખવામાં આવી નથી. તેમજ સમગ્ર કેર્સ પૂરો થતાં ચોવીસથી ત્રીસ રોશન થવાની ગણતરી છે.
એકયુપ્રેસરની ટ્રીટમેન્ટ કોઈ પણ જાતની દવા વગર માત્ર પગના તળિયાના પેઈન્ટ ઓળખીને તથા તેના પર પદ્ધતિરારનું અને પ્રમાણસરનું દબાણ આપીને કવ્વામાં આવે છે. શ્રી ચીમનભાઈ દવેએ આ થેરેપીને ઊંડે અભ્યાસ કર્યો છે. તેમજ એકયુપ્રેસરની ટ્રીટમેન્ટ આપતાં તેમના છ કેન્દ્રો હાલ મુંબઈમાં ચાલે છે. સુરતમાં તેમની પ્રેરણાથી એ કાર્ય સુંદર રીતે રાલી રહયું છે. અનેક લોકોને આ ટ્રીટમેન્ટથી લાભ થયો છે.
જે ભાઈ-બેનાને આ વર્ગોમાં જોડાવું હોય તેમણે કાર્યાલયને તાત્કાલિક સંપર્ક સાધવાની વિનંતી કરવામાં આવે છે.
નીરૂબેન શાહ , કન્વીનર પ્રેમળ જ્યોતિ
આ જલિયાંવાલા અને એની દીવાલમાં છુપાઈને બેઠેલા ગોળીઓનાં છિદ્ર આ સાયબિરિયા અને એની જમીન પર ચીસના ટુકડાં બરફમાં જામેલા