________________
તા. ૧૬-૬-૮૨
પ્રમુદ્ધ જીવન
અમૃતા પ્રીતમની કવિતા
[] જયા મહેતા
અમૃતા પ્રિતમ પંજાબી સાહિત્યનું સુખ્યાત નામ છે. કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ, પ્રવાસવર્ણન, આત્મક્થા, અનુવાદ, સામયિક, ‘નાગમણિ'નું સંપાદન.... વિવિધક્ષેત્રે એમને ફાળા છે. એમનાં ગીતો અને નવલકથા ચિત્રપટોમાં પણ સ્થાન પામ્યાં છે.
ભારતીય જ્ઞાનપીઠના ઈ. સ. ૧૯૮૧ના એવેર્ડ એમને મળ્યો. એ પહેલાં ઈ. સ. ૧૯૫૭માં સાહિત્ય અકાદમીના એવોર્ડ પણ એમને મળ્યા છે. આ એવાર્ડઝના નિમિત્ત કાવ્યસંગ્રહો છે, અનુકમે ‘કાગજ તે કેનવાસ’ (કાગળ અનેકેનવાસ) અને ‘સુનહૐ’ (સંદેશા).
ઈ. સ. ૧૯૧૯માં એમને જન્મ. માતા રાજબીબી અને પિતા કરતારસિંહ, પિતા કવિતા લખ્યા. તેમણે અમૃતાને રદીફ કાફિયા શીખવ્યા, કવિતા લખતાં શીખવ્યું. પિતાની ઈચ્છા હતી કે અમૃતા ધાર્મિક કવિતા જ લખે, એટલે આર’ભમાં તો અમૃતા ધાર્મિક સિવાયની કવિતા લતાં ખરાં, પણ ફાડી નાખતાં. સાળ વર્ષની વયે પર પરાગત રીતે અમૃતાનાં લગ્ન થયાં. બે સંતાનો થયાં, તેમ છતાં અમૃતાને પતિ સાથે ભીતરના મેળ નહાતા. જો કે કોઈ બાહ્ય ધડો પણ નહાતો. વિચારોનું, ભીતરનું અંતર બંને વચ્ચે બહુ મોટું હતું અને અમૃતાને લાગતુંકે પોતે પેાતાના પતિને એના હક આપતાં નથી. એની છાયા મે બળવાના માલની જેમ ચારી છે. એ પાછી આપવી છે... પાછી આપવી છે... અને ઈ.સ. ૧૯૬૦માં બંને પરસ્પર સમજણપૂર્વક છૂટાં પડયાં.
સાહિર, સજજાદ અને ઈમરોઝ: અમૃતાનાં આ ત્રણ પ્રિય દોસ્તો, સાહિરના પ્રેમ ટકયા નહીં, સજજાદ પાકિસ્તાનના વતની થયા. ઈમરોઝ સાથેની દોસ્તી આત્મીયતામાં ઠરીઠામ થઈ. ઈ. સ. ૧૯૬૩થી ઈમરોઝ અમૃતા સાથે રહેવા ગયા. અમૃતાએ પતિથી છૂટાછેડા લીધા નથી, ઈમરોઝ સાથે લગ્ન કર્યાં નથી. ઈમરોઝ ચિત્રકાર, અમૃતા સાહિત્યકાર, આ બંને કલાકારનું દેહજીવન હિંદુ સમાજની વિરલ ઘટના છે.
અમૃતા એક સ્ત્રી, સુંદર અને વળી કવિતા લખે. અંગત જીવનમાં પણ સમાજમાન્ય નહીં એવી ઘટનાઓ. કેટલાક પંજાબી સાહિત્યકારો અને સમાજે અમૃતા પર વિતાડવામાં બાકી રાખ્યું નથી, છતાં ભીતરની સચ્ચાઈએ એમને ટકાવી રાખ્યાં છે.
અમૃતાને એનો પુત્ર ઊઠીને પૂછે કે ‘મા, સાચ્ચું કહે, હું કોનો દીકરો છું?” ને આવા પ્રશ્નોના ઉત્તર પણ અમૃતા દંભ વગર, જૂઠાણાનો આશરો લીધા વગર, સચ્ચાઈપૂર્વક આપે છે, મેં એ સત્યનું બળ એનાં સંતાનોના વિશ્વાસ પણ ટકાવી રાખે છે.
ઈ.સ. ૧૯૭૯૯૮૦માં અમૃતાની આત્મકથા રેવન્યૂ સ્ટેમ્પ ગુજરાતી અનુવાદ કર્યો. તેમાં એમના જીવનની આ બધી હકીકતા વિગતે જણી, તે અહીં જરાક રજૂ કરી. હવે એમની કવિતા જ જોઈએ.
અમૃતા કહે છે કે એમની ભીતરની શ્રી એમની ભીતરના લેખકથી બીજા સ્થાન પર રહીછે. કેટલીક વાર તા એટલે સુધી કે એમની ભીતરની સ્રી તરફ એમને ધ્યાન દોરવું પડે છે. ‘કેવળ લેખક'નું રૂપ હંમેશાં એટલું જાજવલ્યમાન હોય છે કે એમની પોતાની આંખોને પણ એમની ઓળખાણ એમાં જ મળે છે. અને એટલે જ કદાચ, એમને લાગે છે કે લેખકની પહેલી નિષ્ઠા પોતાની કલમનાં મૂલ્ય-માનદંડ પ્રત્યે હોય છે.
“રેવન્યૂ સ્ટેમ્પ’તે અમૃતાની જિદગીની ખુલ્લી કિતાબ છે જ. એમની કેટલીયે કવિતામાં પણ આત્મકથાના અંશે વણાઈ ગયા છે. ‘સફરનામું’ એમના જીવનનું ખૂબ સૂચક કાવ્ય છે. એમાં
કહે છે:
ગંગાજળથી વેડકા સુધી,
એક સફરનામું છે મારી પ્યાસનું
અમૃતાની આ પ્યાસમાં છે: રેતીને પાણી સમજવાની તીવ્રતા અને સચ્ચાઈ. એટલે જ :
કોઇ પ્રિય ચહેરાને કોઈ એક છલકાતા પ્યાલામાં જોવાનો પ્રયત્ન
O . .
અને કેટલા ત્રિકોણ પથ્થરો
કોઇ પાણીને ઘૂંટડે ઘૂંટડે ગળે ઉતાર્યા છે. કેટલીયે વેદનામાંથી આ પંકિતઓ આવી હશે. વેદનાની રેખાઓથી અંકિત
મારી હથેળીમાં સોગંદનું શિવાલય છે,
૩૧
પ્રેમને ઘણીની ટેવ ન પાડો,
કારણ કે હજી લગી સાંભળતા કોને આવડયું છે? પ્રેમના પડઘા પડતા ન હોય ત્યારે એની અભિવ્યકિત કરતાં મૌન જ બહેતર. ચાહવું, સૂપચૂપ ચાહ્યા કરવું એ જ પ્રેમના ધર્મ અને મર્મ.
તું અને હું જયારે વિદાય લઈ રહ્યાં હતાં અને આપણું ઘર વેચાઈ રહ્યું હતું. રસોઈનાં ખાલી વાસણ આંગણામાં પડયાં હતાં. કદાચ મારી કે તારી આંખામાં જોતાં હતાં, કેટલાંક ઊંધાં પણ હતાં – કદાચ માં છૂપાવતાં હતાં!
3
જીવનમાં કોઈ પણ તબક્કે છૂટાં પડવું એ કેટલું વસમું હાય છે! એ સમયનું ઘણું ક્યારેય યાદ નથી આવતું એમ કહીને પણ કવિયત્રી તે યાદ કરી લે છે:
બારણા પરથી એક લતા, લગભગ કરમાયેલી, કદાચ મને અને તને કંઈક કહેતી હતી - અથવા પાણીના નળને ફરિયાદ કરતી હતી. માં છપાવતાં વાણા અને કરમાયેલી વેલનાં પ્રતિકોથી કવિયત્રીઓ ભાવની સચાટતા સાધી છે.
દોસ્તીને મરવાનું હતું, મરી ગઈ
અને દોસ્ત!
હવે એની નિદા કે સ્તુતિ?
તું કર્યું જ, જે મનમાં આવે તે, મનને ફાવે તે, હવે એનું કન
એક ખેલી શ્વેતરંજી હાય કે જરિયાન વર્ષ
પોતાનો ક્રોસ પોતાને જ ખભે ઉપાડવાની પળ પણ દ ગીમાં આવતી હોય છે. દેોસ્તી હેવાનો ભ્રમ ભાંગતી એ પળ છે: